ગાંધીનગર — ગુજરાતમાં કોરોના સંક્રમણના કારણે ઓછામાં ઓછા પાંચ લાખ લોકોની નોકરી પર અસર પડી છે ત્યારે કેન્દ્ર સરકારના દાવા પ્રમાણે ગુજરાતમાં બેકારી દર માત્ર 3.4 ટકા છે. જો કે કેન્દ્રનો આ દાવો કોરોના સંક્રમણ પહેલાના સમયનો છે.પીરીયોડિક લેબર ફોર્સ સર્વે ડૉકયુમેન્ટમાં આ વિગતો સામે આવી છે. શહેરી ક્ષેત્રમાં 15 થી 59 વર્ષની વય જૂથમાં ગુજરાતે દેશમાં સૌથી ઓછા 3.4 ટકાના બેરોજગારી દર સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. જો કે કોરોના પછીના સર્વેમાં સમગ્ર દેશની સાથે ગુજરાતનો બેકારી દર વધ્યો છે.ગુજરાત ગયા વર્ષે 4.5 ટકા સાથે બેકારી દરમાં અગ્રસેર હતું જે દરમાં ઘટાડો થયો હોવાનો દાવો રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.…
કવિ: Margi Desai
ગાંધીનગર — ગુજરાતમાં કેન્દ્રીય મંત્રીઓ રાજ્યના વહીવટી તંત્રને સીધી સૂચનાઓ કેમ આપી રહ્યાં છે તે સોચનો વિષય છે. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1નો રાજ્ય અને જિલ્લાના વહીવટી તંત્ર પરનો અંકુશ જતો રહ્યો છે કે શું તેવો પ્રશ્ન સચિવાલયમાં ચર્ચાઇ રહ્યો છે. ગુજરાતની બે ઘટનાઓમાં કેન્દ્રીય મંત્રીઓએ જિલ્લા વહીવટી તંત્રને આદેશ કરવા પડ્યાં છે.ગુજરાતના વહીવટી તંત્રના અધિકારીઓ રાજ્યમાં પ્રજાના પ્રતિનિધિઓનું ગાંઠતા નથી તેવું સાબિત થાય છે. કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતમાં સીધી સૂચના આપે તે સ્થિતિ દયાજનક કહી શકાય તેમ છે. મહત્વની બાબત એવી છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં વધારે ધ્યાન આપી રહ્યાં છે.કોરોના સમયમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની બે ટીમો બે વખત ગુજરાતમાં…
‘ગુજરાત કી હવા મે ‘વેપાર’ હૈ ! સાહેબ’,બુટલેગરો માં અથડામણ ના સંકેત ! રેન્જ આઈજી રાજકુમાર પાંડિયન અને દમણ પ્રસાશક પ્રફુલ્લ પટેલ ના ભરત અને રમેશ ઉપર છુપા આર્શીવાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે તોજ આ રીતે બિન્દાસ્ત બોર્ડર ક્રોસ કરી ગુજરાત માં ધંધો સેટ થઈ શક્યો હોવાની વાતો ટપોરી માર્કેટ માં વહેતી થઈ છે, હાલ માં ભરત અને રમેશ ની જોડી દારૂના ધંધા માં કાઠુ કાઢી રહી છે. પેટા-રાત્રી કરફ્યૂ અને કોરોના માં જ્યારે સરહદો સીલ હોય ત્યારે ચકલુય ફરકી ન શકે તેના બદલે વલસાડ,તાપી,નવસારી,સુરત,ડાંગ સહિત ના વિસ્તારમાં દારૂનો રોજ જથ્થો કેવી રીતે પહોચી રહ્યો છે? કોને કોને દારૂ પહોંચે…
ગંદા હૈ પર ધંધા હૈ , ક્યા કર લોગે વલસાડ માં જગ્યા જગ્યા ઉપર ચાલી રહેલા દારૂના ધંધા અંગે સત્યડે અખબારે પર્દાફાશ કરી નામજોગ માહિતી ડિકલેર કરી હતી જોકે,એ નામો માત્ર નાના પાયે વેપાર કરી ખર્ચો કાઢતા ફેરિયા હોવાનું છે પણ નાના અનેક આ ધંધા માં જોડાયેલા હોઈ બાઇક ઉપર ટ્રીપ મારતા યુવાનો સહિત કઈ કેટલાય ખૂણે ખાંચરે આવા ધંધા ચાલે છે હાઇવે ઉપર પણ ટ્રક ચાલકો ઝૂંપડાઓ માં પેગ મારવા બે ઘડી ઉતરી જતા હોવાની વાતો છે આવા નાના ગણો તો આંકડો મોટો થઈ જાય તેમ છે અને એક મોટો જથ્થો વેચાઈ જાય છે. દારૂની ખેપ માં વધુ એક…
બુટલેગર ભરત રાજકુમારનો માલ દક્ષિણ ગુજરાતમાંઆ જગ્યાઓ પર જાય છે ,આ રહ્યું લિસ્ટ વાંચો. ડુંગરી નજીક સ્ટેટ મોનીટરીંગ ની ટીમે જે દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી તે માલ પણ ભરતે ભરાવ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ પ્રકરણમાં પણ સ્થાનિક પોલીસ ના વટાણા વેરાઈ ગયા છે. રાત્રી લોકડાઉન ‘મોટા’ બુટલેગરો ને કેમ નડતું નથી ? ‘પાસ’ આપી રાખ્યો છે કે શું ? લોકો માં ભારે રોષ :સામાન્ય લોકો ની પોલીસ મેથી મારે અને રાત્રે દારૂ ભરેલી ગાડીઓ નીકળી જાય આતે કેવું ? ભારે ચર્ચા ગાંધીજી ના ગુજરાત માં દારૂબંધી ખાલી નામ માત્ર ની રહી જવા પામી છે એમાંય બુટલેગરો ગાંધી…
રાજકોટનું ઉદાહરણ લઈ અધિકારીઓ હિંમત કરે વલસાડ પંથક માં નજીક બેફામ માટીચોરી કરનારા તત્વો બેફામ બની ગયા છે અને કોઇ ફિલ્મી વિલન ની જેમ વગ અને ધાક બતાવી કાયદા ની ઐસીતૈસી કરીને હાલ માં પુરજોશ માં માટીની તસ્કરી કરી રહ્યા છે તેમ છતાં આવા તત્વોને રોકવા માટે તંત્ર નમાલુ સાબિત થઈ રહ્યું છે. પાલણ ગામ માં છેલ્લા કેટલાય દિવસો સુધી વર્ક ઓર્ડર ની મુદ્દત વીતી ગયા પછીપણ ગેર કાયદે માટી ઉલેચી રહેલી માથાભારે ટોળકી એ સરકારી તિજોરી ને કેટલો ચુનો લગાવ્યો છે તેનો હિસાબ કરી પૈસા વસુલ કરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે પાલણ ગામ ના સરપંચે જે માહિતી…
‘કોરોના’ માં બુટલેગરો કમાયા, ક્યાં છે ‘દારૂબંધી’ !! દમણ માંથી વલસાડ માં રોજ નો દારૂ આવવાની વાત આજની નહિ બલ્કે વર્ષો જૂની છે, અહીં ખૂણેખૂણે ‘કોટર’ મળતા હોય ઘણા અગાઉ સુરતીઓ અહીં કોટર ‘મારી’ ને તલ્લી થઈ કેટલાક કોટર સાથે પણ લઈ જતા કેટલાક તેને ‘ચપલા’ પણ કહે છે. દારૂની દુનિયા માં સસ્તા માં સસ્તું કોટર થી લઈ દરેક બ્રાન્ડ મલી રહે છે. દમણ સરહદે પડતા વલસાડ માં ફૂલ દારૂ મળતો હોય પીઘ્ધડો ની ટોળકી ‘ચાખણુ’ લઈ તેમની નક્કી કરેલી જગ્યા એ પાર્ટી કરવાનું સામાન્ય વાત છે આ વિસ્તારમાં દારૂ પીવાવાળા ની સંખ્યા પણ વધુ છે અને રોડ ઉપર મોડી…
ગાંધીનગર— જો કેન્દ્ર સરકાર નિર્ણય કરે તો ગુજરાત સરકાર પણ દુકાનો અને રેસ્ટોરન્ટ સહિતના ધંધા-રોજગાર રાત્રે મોડે સુધી ચાલુ રાખવા માટે તૈયાર છે તેવું રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયના સૂત્રોએ જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે અનલોક-1 30મી જૂને પૂર્ણ થાય છે તે પહેલાં 1લી જુલાઇથી બાકીનું લોકડાઉન હટાવવું કે કેમ તેનો નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાત સરકારને વિવિધ સંગઠનો તરફથી રજૂઆત મળી છે કે દુકાનો અને ધંધા-રોજગાર રાત્રે મોડા સુધી ખુલ્લા રાખવામાં આવે. ખાસ કરીને હોટલ અને રેસ્ટોરન્ટમાં સૌથી વધુ ઘરાકી રાત્રે થતી હોવાથી તેને રાત્રે ખુલ્લા રાખવાની માગણી કરવામાં આવી છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ…
દમણ માંથી દારૂ લાવીને વેચવાનો ધંધો જોરમાં સત્યડે પાસે પહોચ્યું નાનામોટા અડ્ડાઓ ચલાવતા અને છૂટક વેચાણ કરતા તેમજ મોપેડ ઉપર દારૂની હરતી ફરતી દુકાન ચલાવતા મહિલાઓ અને યુવાનો નું લીસ્ટ તે જોઈને ચોકી જશો દારૂબંધી ની આડ માં ચાલી રહેલા દારૂ ના ધંધા માં અનેક ના સેટિંગ ની સંભાવના , હાલ કોરોના માં બંધ અને નિયમો ને આગળ કરી બુટલેગરો અને વચેટિયાઓ ને ઘી કેળા થઈ ગયા છે, સત્યડે માં કરાશે પર્દાફાશ વલસાડ શહેર જ નહીં અહીં આસપાસ માં ગમે ત્યાં જાવ હાલ માં દમણિયો દારૂ આસાની ની થી મળી રહ્યો છે અને આ ધંધા માં કહી શકાય કે મોટાભાગ…
ગાંધીનગર – ગુજરાત સરકારે પશુઓ માટે પણ હેલ્પલાઇન 1962 શરૂ કરી છે. 365 દિવસ 24 કલાક સુધી ખુલ્લી રહેતી આ હેલ્પલાઇનની મદદથી પશુપાલકો તેમના પશુઓને વિનામૂલ્યે સારવાર અપાવી શકશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 10 ગામદીઠ એક મોબાઇલ પશુ દવાખાનું શરૂ કરાવ્યું છે. પશુઓની સારવાર માટે પીપીપી મોડલથી મોબાઇલ વાનની સુવિધા શરૂ કરવામાં આવી છે. રૂપાણીએ કહ્યું કે ગુજરાતમાં 3.50 કરોડ જેટલા પશુઓ છે, તેમના આરોગ્યની સંભાળ માટે પશુપાલકોને વિનામૂલ્યે આ લાભ આપવામાં આવ્યો છે. તેમણે રાજ્યભરામાં પ્રારંભિક તબક્કે 108 મોબાઇલ પશુ દવાખાના શરૂ કરાવ્યા છે. બીજા તબક્કા પછી રાજ્યભરમાં 460 જેટલા મોબાઇલ પશુ દવાખાના શરૂ થશે અને 4600 જેટલા ગામોના…