ગાંધીનગર- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5મી એપ્રિલે રાત્રે નવ કલાકે આખા દેશમાં દીવા સળગાવવાનું કેમ નક્કી કર્યું તેની પાછળ સાયન્ટિફિક કારણ છે. આ કારણ ખગોળ વિજ્ઞાન આધારિત છે. આપણે વિચારીએ કે દીવો સળગાવવાથી શું થાય પરંતુ તે બ્રહ્માંડની શક્તિઓને ખેંચે છે અને મહામારીના પ્રભાવને ઓછો કરે છે. રવિવારે રાતે નવ વાગ્યે આપણી મંગળગ્રહ અને શુક્ર ગ્રહની પરિભ્રમણ કક્ષા બદલવાનાની છે, અને ગ્રહોની ભ્રમણ કક્ષા બદલાવાના કારણે પૃથ્વી મંગળ અને શુક્રની વચ્ચેથી પસાર થવાની છે. ભ્રમણ કક્ષા એટલે દરેક ગ્રહ પોતાના ચોક્કસ રસ્તા ઉપર ચાલતો હોય પણ ગ્રહોનો રસ્તો આપમેળે બદલાય તેને ભ્રમણ કક્ષા બદલાય કહેવાય. હજારો વર્ષો પછી ક્યારેક જ એવી…
કવિ: Margi Desai
ગાંધીનગર- ગુજરાતમાં આવેલા વૃદ્ધાશ્રમોના ટ્રસ્ટીઓની વિનંતી છે કે જે વડીલો અહીંયા છે તેમને થોડા સમય માટે તેમના પરિવારજનોએ તેમના ઘરે લઇ જવા જોઇએ, કારણ કે અહીંયા જો કોઇને કોરોના વાયરસનો ચેપ લાગશે તો હાહાકાર મચી જશે. ગાંધીનગર સ્થિત વૃદ્ધાશ્રમના એક ટ્રસ્ટીએ કહ્યું છે કે અમે તમારા વડીલોની વર્ષો સુધી સેવા કરીશું પરંતુ પ્લીઝ, અત્યારે તેમને તમારા ઘરે લઇ જાવ. તેમણે વડીલોના પરિવારજનોને મોબાઇલથી જાણ કરી છે. ગાંધીનગરની આસપાસ નવ થી દસ જેટલા મોટા વૃદ્ધાશ્રમો આવેલા છે. પેથાપુર પાસેના એક વૃદ્ધાશ્રમના ટ્રસ્ટીએ પરિવારજનોને વિનંતી કરી તેમના વડીલોને બે થી ત્રણ મહિના ઘરે લઇ જવાની વિનંતી કરી છે. સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં…
ગાંધીનગર- ગુજરાતમાં ગરમીની શરૂઆત થઇ ચૂકી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 37 ડીગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ગરમીનો પારો 46 થી 48 ડીગ્રી સુધી જઇ શકે છે. એપ્રિલના મધ્યથી ગરમીનો પારો વધતો જશે. હવામાનની આગાહી પ્રમાણે 7મી એપ્રિલથી ગુજરાતના શહેરોમાં ગરમીની સિઝનનો અહેસાસ થશે. કમોસમી વરસાદ અને ખરાબ હવામાનના કારણે 2020માં ગરમીની સિઝન મોડી શરૂ થઇ છે. બીજી તરફ વિશ્વના દેશો સાથે ભારત અને ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર છે. નિષ્ણાંતો માને છે કે ભારતમાં જેમ ગરમીનો પારો ઉંચો જતો જશે તેમ કોરોનાનું સંક્રમણ ઓછું થતું રહેશે. કોરોનાના વિષાણુંઓ ગરમી સહન કરી શકતા નથી…
મોદીની નારાજગી પછી રૂપાણી પોલીસ પર ભડક્યા, કર્યો આ હુકમ ગાંધીનગર- રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર’ઘરે રહો.. સુરક્ષિત રહો… અને સ્વસ્થ રહો..’ના મંત્રને અનુસરીને લૉકડાઉન અંતર્ગત વૈમનસ્યપેદા ન થાય એ માટે નાગરિકો કાળજી રાખે, આપણે સૌ ભાઈચારાની ભાવનાને વધુ બળવત્તરબનાવી એકબીજાને સહયોગી બનીએ એ અત્યંત જરૂરી છે. નોવેલ કોરોના વાયરસ અંતર્ગત લૉકડાઉન સંદર્ભે મીડિયાને વિગતો આપતા શિવાનંદ ઝાએકહ્યું કે શહેરોના અમુક વિસ્તારોમાં લૉકડાઉનનો ચુસ્ત રીતે અમલ થતો નથી એવી બાબતોધ્યાને આવી છે ત્યારે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સની કામગીરીને વધુ સઘન બનાવવાનો નિર્ણયકર્યો છે, એટલે સોસાયટી અને મહોલ્લામાં પણ નાગરિકોએ એકત્ર થવું નહીં. ડ્રોનના…
ગાંધીનગર—કોરોના વાયરસની મહામારીના સમયમાં જેટલા દિવસ ઉદ્યોગ-ધંધા બંધ રહ્યાં છે અથવા તો લોકડાઉનમાં કોઇ ઓફિસ આવી શક્યા નથી તેવા તમામ કર્મચારીઓને પુરતો પગાર આપવા રાજ્ય સરકારે આદેશ કર્યો છે અને કહ્યું છે કે ઉદ્યોગો, ફેક્ટરી, નાના-મોટા એકમો અને રજીસ્ટર્ડ કોન્ટ્રાક્ટ્રસ પોતાના કર્મચારીઓને લોકડાઉનના સમયમાં ટર્મિનેટ નહીં કરી શકે અને તેમને પુરતો પગાર આપવો પડશે. તેઓ વેતન પણ કાપી નહીં શકે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે લોકડાઉનના સમયગાળા દરમ્યાન રાજ્યના ગ્રામીણ ક્ષેત્રના નાના દૂધ ઉત્પાદકો, પશુપાલકો તેમજ ખાનગી ઉદ્યોગ ધંધા કે વ્યવસાયમાં કામ કરતા કર્મચારીઓને આર્થિક આધાર મળે તે માટે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. રાજ્યના નાના પશુપાલકો-દૂધ…
ગાંધીનગર- ગુજરાતમાં આવનારા પાંચ દિવસ વધારે ગંભીર હોવાની ચેતવણી આપી રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિએ કહ્યું હતું કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. તેમણે કહ્યું હતું કે છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં એકપણ કેસ પોઝિટીવ આવ્યો નથી પરંતુ વડોદરામાં એક વ્યક્તિનું મોત થયું છે. ગુજરાતમાં હાલ 87 કેસ પોઝિટીવ છે અને કુલ સાત વ્યક્તિના મોત થયાં છે. બે વ્યક્તિઓ હજી હોસ્પિટલમાં વેન્ટીલેટર પર છે. 71 વ્યક્તિ સ્ટેબલ છે જ્યારે સાત લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગે ક્વોરેન્ટાઇન ભંગ બદલ 418 સામે એફઆઇઆર દાખલ કરી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વધુ ગંભીર હોવાથી રાજ્ય સરકારે 1000 વેન્ટીલેટર વસાવવાની…
ગાંધીનગર- સમગ્ર દેશ જ્યારે હાલ COVID-19ની મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ એવાં માધ્યમોની જવાબદારી અત્યંત મહત્ત્વની બની જાય છે. આ અંગે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા એક એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત આ કપરા સમયમાં વિવિધ માધ્યમો તેમની ફરજ સંવેદનશીલતાથી અને વિવેકાનુસાર નિભાવે એ અત્યંત જરૂરી છે. લોકડાઉનની પરિસ્થિતિ બાદ સંખ્યાબંધ શ્રમિકોના પલાયન અને આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલશે, તેવા ન્યૂઝના લીધે વ્યાપેલી દહેશતના પગલે ઊભા થયેલા ભયને પ્રસરાવતા કેટલાક સમાચારો અંગે સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવેલી એક અરજી સંદર્ભે અદાલતે માધ્યમો માટેની એક એડવાઇઝરી જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ, માધ્યમોએ તેમની…
ગાંધીનગર- દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં મરકઝમાં હાજરી આપનારા માત્ર 72 નાગરિકોની ઓળખ થઇ શકી હોવાનું રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા મળેલી માહિતી પ્રમાણે આ ઓળખ થઇ છે. અમદાવાદના 34 (જે પૈકી 27 ઉત્તરપ્રદેશના છે), ભાવનગરના 20 (જેમાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે), મહેસાણાના 12, બોટાદના 4 તેમજ નવસારીના 2 નાગરિકોનો સમાવેશ થાય છે. હાલ આ તમામ નાગરિકોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. દિલ્હી મરકઝથી આવેલા અન્ય નાગરિકોની ટ્રેસીંગ અને સર્વેલન્સની કામગીરી હજુ ચાલુ છે. આ સિવાયના કોઈ નાગરિકો મરકઝમાં કે અન્ય સ્થળે જઈને આવ્યા હોય, તો તેઓ સામેથી આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગનો સંપર્ક કરે…
ગાંધીનગર- રાજ્યના ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે ટુંકી મુદ્દતના પાક ધિરાણની રકમ પરત ભરવાની મુદ્દત 31મી મે કરી છે. ખેડૂતોને આ વધારાના સમય માટે કેન્દ્ર સરકાર 3 ટકા તેમજ રાજ્ય સરકાર 4 ટકા વ્યાજ રાહત આપશે. ગુજરાતના 24 લાખથી વધુ ખેડૂતો વતી 160 કરોડનું રૂપિયાનું ભારણ રાજ્ય સરકાર ભોગવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતોના તૈયાર પાકનું વેચાણ હાલ બંધ છે તેથી ખેડૂતો રોકડ રકમના અભાવના કારણે બેંકમાંથી લીધેલ ધિરાણ પરત ભરી શકતા નથી. અને બેંકો દ્વારા ખેડૂતોને નોટીસ મળે છે. તેને મદદરૂપ થવા માટે ખેડૂતોએ રાષ્ટ્રીયકૃત અને જિલ્લા સહકારી બેંકો દ્વારા જે ટુંકી મુદ્દતનું…
ગાંધીનગર- કોરોના સંક્રમણના સમયમાં ભય અને ઉચાટના માહોલ વચ્ચે માનસિક સંતુલન રાખવા માટે યોગા અને ફિટનેસની પ્રત્યેક વ્યક્તિને જરૂર પડે છે. સામાન્ય સંજોગોમાં યોગા અને ફિટનેસના રૂપિયા ચૂકવવા પડતા હોય છે પરંતુ જો કોઇ વિનામૂલ્યે આ તમને શિખવે તો તેનો અવશ્ય લાભ લેવો જોઇએ. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)એ આ કોર્સ શરૂ કર્યા છે. આ કોર્સમાં તમારે કોઇ જગ્યાએ એકત્ર થવાનું નથી પરંતુ તમને ઘેરબેઠાં જ નિષ્ણાંતો શિખવશે. જીટીયુના સ્પોટ્સ અને મીડિયા વિભાગ દ્વારા ઓનલાઈન ફિટનેસ ક્લાસ આગામી તારીખ 2 એપ્રિલથી સવારે 8 કલાકે પ્રથમ ફેઝમાં ચલાવવામાં આવશે. જેનાથી લોકો ઘરે રહીને ફિટનેસ બાબતે માર્ગદર્શન અને જરૂરી માહિતી મેળવી શકશે. જીટીયુના…