રાજકોટઃ નશાના કારોબારમાં પંજાબ પંકાયેલું છે. જોકે, હવે ગુજરાત પણ પંજાબના ચીલે ચાલી રહ્યું છે. નશિલા પદાર્થોનો કાળોકાબોર ગુજરાતમાં થઈ રહ્યો છે. પોલીસ છાસવારે ડ્રગ્સ સાથે યુવકોને દબોચી લેતી હોય છે ત્યારે રાજકોટ પોલીસે બે યુવકોને ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા. આ નશિલો પદાર્થ મેફેડ્રોન હાઈડ્રોક્લોરાઈડ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ એમ.બી.ઔસુરાએ જણાવ્યું હતું કે, “ચોથી જાન્યુઆરીના રોજ સંત કબીર રોડ પાસે હનુમાનજી મંદિર પાસે રાત્રી કર્ફ્યૂ દરમિયાન દીક્ષિત વ્યાસ તેમજ આલસુર ઘેડીયા નામના વ્યક્તિ એક્ટિવા લઈને નીકળ્યા હતા. વાહન ચેકિંગ દરમિયાન બંને પાસેથી સફેદ દાણાદાર માદક પદાર્થ મળી આવ્યો હતો.” અધિકારીએ વધુમાં જણાવ્યું…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
શ્રીગંગાનગર: આર્મી જવાનોની બસ કે જીપ ઉપર આતંકી હુમાલો થવા સામાન્ય છે. જેમાં અનેક જવાનો શહીદ પણ થાય છે. આર્મી વાહનો સાથે દુર્ઘટનાઓ છાસવાર બનતી રહે છે ત્યારે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલા શ્રીગંગાનગર જિલ્લાના રાજિયાસર પોલીસ સ્ટેશનની હદમાં બુધવાર રાત્રે એક મોટી દુર્ઘટના થઈ છે. અહીં ભારતીય સેનાની એક જિપ્સી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. દુર્ઘટના બાદ જિપ્સી પલટી ગઈ અને તેમાં આગ લાગી ગઈ. તેનાથી જિપ્સીમાં સવાર આર્મીના ત્રણ જવાનોનાં મોત થયા. પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સૂરતગઢ-છતરગઢ રોડ પર ઈન્દિરા ગાંધી કેનાલની 330 RDની પાસે બુધવાર અડધી રાત્રે લગભગ અઢી-ત્રણ વાગ્યે થઈ. અહીં આર્મીની એક જિપ્સી અનિયંત્રિત થઈને ખાડામાં પલટી…
રાજકોટઃ રાજકોટમાં બજારમાં ઘઉ લેવા ગયેલા માતા-પિતા જ્યારે પોતાના ઘરે પરત ફરે છે ત્યારે ઘરનો દરવાજો ખોલતા જે દ્રશ્ય જોયું તેનાથી તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માતા-પિતાએ પોતાની લાડકવાઈ દીકરીને ફંદામાં લટકતી જોઈ આભ તૂટી પડ્યું હતું. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 19 વર્ષીય દીકરીએ પોતાના ઘરે જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર યુવતીના માતા-પિતા ઘઉં લેવા બહાર ગયા હતા. તે દરમિયાન ઘરે એકલી રહેલી યુવતી ઉપરના રૂમમાં જઈ પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. માતાપિતા ઘરે પરત આવ્યા ત્યારે પોતાની વ્હાલસોયી દીકરીને…
અલવર: દારૂ પીધેલી હાલતમાં પોલીસ જવાનોના વીડિયો છાસવારે વાયરલ થતા હોય છે. પરંતુ રાજસ્થાનના અલવરમાં એક દારૂડિયા પોલીસ કર્મીને પોતાની કર્મોની સજા મળી હતી. દારૂના નશામાં મહિલા સાથે ગેરવર્તણુંક કરનાર કોન્સ્ટેબલને માત્ર 13 કલાકમાંજ ડિસમિસ કરી દેવાયો હતો. ગેરવર્તન કરનારા કોઈ પોલીસકર્મી સામે આટલી ઝડપથી કાર્યવાહી કરવામાં આવી હોય તેવો દેશનો આ પહેલો કિસ્સો રાજસ્થાનના અલવર જિલ્લામાં બન્યો છે. જિલ્લાના ભિવાડીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો 32 વર્ષીય નરેશ કુમારે મંગળવારે વહેલી સવારે એક મહિલાના ઘરમાં ઘૂસી જઈને તેની સાથે ગેરવર્તન કર્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી કોન્સ્ટેબલ ભીવાડી પોલીસ લાઈન્સમાં ફરજ બજાવતો હતો. નોકરી સાથે તે એક મહિલા સાથે…
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ અત્યંત ખરાબ છે ત્યારે બોલિવૂડમાં પણ કોરોનાએ કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં અભિનેતા આમિર ખાન કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે અભિનેતા ધર્મેન્દ્રના ઘરમાં પણ કોરોનાએ દસ્તક આપી છે. ઘર્મેનના ઘરના સ્ટાફના ત્રણ લોકો કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. કોરોના વાયરસનાં કેસીસ ફરી તેજીથી વધી રહ્યાં છે. સતત વધતા કેસને કારણે ન ફક્ત લોકો પણ સરાકર પણ પરેશાન છે. હાલમાં જ બોલિવૂડ એક્ટર આમિર ખાનનાં પોઝિટિવ હોવાની ખબર સામે આવી હતી હવે તે બાદ ધર્મેન્દ્રનાં ઘરમાં કોરોનાએ દસ્તક લઇ લીધી છે. તેમનાં ઘરનાં ત્રણ સ્ટાફ કોવિડ 19 પોઝિટિવ આવ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ , તમામ પોઝિટિવ…
દહેગામઃ આત્મહત્યાના કિસ્સાઓ દરરોજ બનતા રહે છે પરંતુ દહેગામના સાંપા ગામમાં આવેલા તળાવમાં એક વ્યક્તિ પોતાની પુત્રીની નજર સામે જ કૂદી પડ્યો હતો. આ અંગે જાણ થતાં લોકોના ટોળા એકઠાં થયા હતા. અને પોલીસને જાણ થતાં રખિયાલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. દહેગામ પાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ કરાવી હતી છતાં શખ્સનો પત્તો ન લાગતા સવારે પુનઃ શોધખોળ કામગીરી હાથ ધરાશે તેવુ જાણવા મળે છે. આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સાંપા ગામના તળાવમાં એક શખ્સ કૂદી પડ્યો હતો. શખ્સ જ્યારે કૂદકો મારી રહ્યો હતો તે સમયે નજીકમાં રહેતા કેટલા વ્યક્તિઓએ તેમજ તળાવમાં કૂદનારની પુત્રીએ…
નવી દિલ્હીઃ આગામી નવ એપ્રિલથી ક્રિકેટ કાર્નિવલ આઈપીએલ 2021ની શરુઆત થશે ત્યારે આઈપીએલની તમામ ટીમે તૈયારીમાં લાગી ગઈ છે. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની ટીમની નવી જર્સી લોન્ચ કરી છે. આ જર્સી ઉપર ભારતીય સેનાને સન્માન આપી કેમોક્લોઝ પણ દર્શાવવામાં આવ્યો છે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટીમની નવી જર્સીને લોન્ચ કરી હતી. તેના બાદ સોશિયલ મીડિયામાં ચેન્નાઇ સુપર કિંગ્સની નવી જર્સીને લઇને લોકોએ પણ ખૂબ પ્રતિક્રિયાઓ આપી છે. ચેન્નાઇ સુપર કિંગ્સ એ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાને ટેગ કરીને ટ્વીટ કર્યુ હતુ કે, અમે નવા અવતારમાં આપને જોવાનો વધારે ઇંતઝાર નથી કરી શકતા. ચેન્નાઇ…
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસ વધતા રોજ નવા રેકોર્ડ બની રહ્યા છે અને આ ચિંતાનો વિષય છે. એક દિવસમાં દેશમાં કોરોનાના 53 હજાર 419 નવા કેસ આવ્યા છે. એક દિવસમાં દેશમાં કોરોનાથી 26 હજાર 575 દર્દી રિકવર થયા છે. તો સાથે જ એક દિવસમાં દેશમાં કોરોનાથી 249 દર્દીના મૃત્યુ પણ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 3 લાખ 49 હજાર 956 થયા છે. દેશમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 17 લાખ 87 હજાર 13 સુધી પહોંચી ચૂક્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 12 લાખ 29 હજાર 591 થઈ છે. તો કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ…
થિરુવનંતપુરમ: કર્લી હેરને સીધા કરવા માટે અત્યારે યુવક અને યુવતીઓ સ્ટ્રેટનિંગ કરાવતા હોય છે ત્યારે કેટલાક ઘરઘથ્થું ઉપચાર કરતા હોય છે. પરંતુ કેરળમાં વાંચકળિયાવાળને સીધા કતરવા જતાં યુવક મોતને ભેટ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. અહીં એક 12 વર્ષના બાળકે યુ ટ્યૂબ ઉપર જોયેલા વીડિયોની જેમ કેરોસીનથી પોતાના વાંકળિયા વાળને સીધા કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેણે માથામાં કેરોસીન નાંખીને આગ ચાંપી દીધી હતી. જેના કારણે ગંભીર રીતે દાઝી જતાં મોત થયું હતું. મૃતક બાળકની ઓળખ સિવાનારાયણન તરીકે કરવામાં આવી છે. જે થિરુવનંતપુરમ નજીક આવેલા વેંગાનૂરનો નિવાસી હતી. રિપોર્ટ પ્રમાણે બાળક સાતમાં ધોરણમાં અભ્યાસ કરતો હતો. બાળકનું દાઝી જવાને કારણે…
નવી દિલ્હીઃ અત્યારે પુણેમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓડીઆઈ શ્રેણી રમાઈ રહી છે ત્યારે રમતજગત દુનિયામાં મોટા સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાન મીડિયામાં એવો દાવો કર્યો છે કે આ વર્ષે ભારત અને પાકિસ્તાન ટીમ વચ્ચે ટી 20 સીરીઝનું આયોજન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન ની વચ્ચે છેલ્લા 9 વર્ષથી બાઇલેટ્રલ સીરીઝ નથી રમાઈ. છેલ્લીવાર વર્ષ 2012-13માં એકબીજાની ટકરાયેલી બંને ટીમો ટૂંક સમયમાં સામસામે આવવાની છે. પાકિસ્તાની મીડિયા મુજબ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે ભારતની વિરુદ્ધ બાઇલેટ્રલ સીરીઝ યોજવાના સંકેત મળ્યા છે. પાકિસ્તાની અખબાર ડેઇલી જંગમાં રિપોર્ટ પ્રકાશિત થયો છે કે આ વર્ષે આ બંને…