અમરેલીઃ ઉત્તર ગુજરાતના સિદ્ધપુરમાં પિતાએ પેપ્સી માટે પૈસા ન આવતા 11 વર્ષના કિશોરે આત્મહત્યા કરી લેવાની ઘટના બની હતી. તો આવી જ એક બીજી ઘટના અમરેલી જિલ્લાના ખાંભામાં બની હતી. અહીં પિતાએ માવો ખાવાના પૈસા ન આપતા યુવકને લાગી આવતા ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, ઘટનાની જાણ થતાંજ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવમાં આવ્યો હતો. બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના હંસાપરામા રહેતા કમલેશ નામના યુવકે તેના પિતા વિઠ્ઠલભાઇ પાસે માવો ખાવાના રૂપિયા 10 માંગ્યા હતા. જો કે તેના પિતાએ પૈસા ન આપતા કમલેશને લાગી આવ્યુ હતુ અને તેણે પોતાની મેળે ખડમા છાંટવાની…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
મૈસૂરઃ થોડા વર્ષો પહેલા 3 idiots નામની ફિલ્મ આવી હતી. જેને ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મમાં અભિનેતા આમિર ખાન ભારે વરસાદના કારણે ફસાયેલી પ્રેમિકાની બહેનની ડિલિવરી ડોક્ટર પ્રેમિકા કરીના કપૂરનું વીડિયો કોલ ઉપર માર્ગદર્શન લઈને ડિલિવરી કરાવે છે. ત્યારે આવી જ એક ઘટના મૈસૂરમાં પ્રકાશમાં આવી હતી. અહીં ફોન પર મુંબઈના ડોક્ટર પાસેથી માર્ગદર્શન મેળવીને, માધ્યમિક સ્કૂલના એક શિક્ષિકાએ શહેરના પાર્કમાં મહિલાને ડિલિવરી કરવામાં મદદ કરી હતી. આમ કરીને તેમણે મહિલા અને નવજાત બાળકી એમ બંનેનો જીવ બચાવી લીધો હતો. કોડગુ જિલ્લાના મણિકોપ્પલમાં રહેતી 35 વર્ષીય મલ્લિકા નઝારાબાદમાં આવેલા પાર્કમાં બેઠી હતી ત્યારે સવારે આશરે 8.45 કલાકે…
સિદ્ધપુરઃ ઉત્તર ગુજરાતમાં આવેલા સિદ્ધપુરમાં માતા-પિતા માટે ચિંતાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક 11 વર્ષના બાળકે પેપ્સી લેવાના પૈસાન મળતા આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરી લીધું હતું. જોકે, આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં ઘરની બંધ ઓરડીમાં પંખા સાથે દોરી વડે ગળાફાંસો ખાધાની ઘટના અંગે તપાસ શરૂ કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે પિતાએ પોતાની સાળી પાસેથી પુત્રને દત્તક લીધો હતો. મળતી માહિતી પ્રમાણે સિદ્ધપુરમાં રહેતા અને રીક્ષા ચલાવતા શબ્બીર હુસેનભાઈ ચૌહાણનો સાળી પાસેથી દત્તક લીધો પુત્ર છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. જે સાંજે 5.00 વાગે…
આગ્રા: દેશમાં રોજે રોજ અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે અને તેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા રહે છે ત્યારે આવી જ એક કમકમાટી ભરી ઘટના ઉત્તર પ્રદેશના આગ્રામાં બની છે. આગ્રામાં વહેલી સવારે સ્કોર્પિયો જીવ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં 8 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળ પર રાહત કામગીરી શરૂ કરી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલી કાર ઝારખંડની હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના આગ્રાના…
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ચિંતાજનક થતી જાય છે.ત્યારે આજે ગુરુવારે 11 માર્ચે છેલ્લા 76 દિવસ બાદ ફરીથી સંક્રમિતોનો આંક 22 હજારને પાર થઈ ગયો છે. કોવિડ-19 મહામારીની સૌથી ગંભીર અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 14 હજારની આસપાસ કેસ નોંધાતા ચિંતા વધી ગઈ છે, આ ઉપરાંત એક્ટિવ કેસોની સંખ્યા 4 મહિના બાદ ફરી એક લાખને પાર થઈ ગઈ છે. દેશના કુલ એક્ટિવ કેસોમાં 53 ટકા દર્દીઓ મહારાષ્ટ્રમાં છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 22,854 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના…
ધોલપુરઃ રાજસ્થાનના ધોલપુરમાંથી એક એવી અજીબોગરીર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક 60 વર્ષીય વૃદ્ધને બીજા લગ્ન કરવા માટે હાઈવોલ્ટેજ ડ્રામા કરવો પડ્યો હતો. પોતાની પહેલી પત્નીનું ચાર વર્ષ પહેલા અવસાન થયું હતું. જોકે, તેને બીજા લગ્ન કરવા છે પરંતુ પોતાના પાંચ સંતાનો તેમને ના પાડી રહ્યા છે. જેના કારણે 60 વર્ષીય વૃદ્ધ સોબરણ સિંહ હાઈ વોલ્જેટ વીજળીના થાંભલા ઉપર આત્મહત્યા કરવા માટે ચડી ગયા હતા. પોતાના પિતાની આવી હરકત બાદ સંતાનો તેમના લગ્ન કરાવવા માટે માની ગયા હતા. અને ત્યારબાદ 11 કેવીની હાઈવોલ્ટેજ વીજળીના થાંભલા ઉપરથી નીચે કૂદકો માર્યો હતો. આમ લગ્ન માટે હાઈવોસ્ટેજ ડ્રામાની તસવીર સોશિયલ મીડિયા ઉપર…
સુરતઃ શહેરમાં આત્મહત્યાની ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે ત્યારે વધુ એક ચોંકાવનારી આત્મહત્યાની ઘટના બની હતી. અહીં 24 વર્ષીય યુવતીની આત્મહત્યાથી આખો પરિવાર સ્તબ્ધ બની ગયો હતો. કારણ કે યુવતીએ પોતાની સગાઈના પાંચ દિવસ પહેલા જ આત્મહત્યા કરી લીધી હતી. જોકે, પાંચ દિવસ પહેલા આત્મહત્યા કરવાનું શું કારણ હોઈ શકે તે અંગે વધુ ચોખવટ પોલીસ તપાસમાં જ બહાર આવશે. મૂળ મધ્ય પ્રદેશના ગિરવરસિંહ પરપાલસિંહ ભદોરીયા એક કારના શોરૂમ ખાતે વૉચમેન તરીકે નોકરી કરે છે. તેમને સંતાનમાં 24 વર્ષની દીકરી હતી જેની સગાઈ નક્કી કરી હતી. બુધવારે ગિરવરસિંહ પોતાના નિત્યક્રમ પ્રમાણે સવારે ઉઠીને નોકરી પર ચાલ્યા ગયા હતા. જે બાદમાં…
સોમનાથઃ આજે મહાશિવરાત્રી ભગવાન ભોલેનાથનો દિવસ છે. દેવાધીદેવ મહાદેવના દર્શન માટે આજે ભક્તો મહાદેવના મંદિરમાં ઉમટી પડ્યા છે. ત્યારે દેશનું પહેલું જ્યોતિર્લિંગ ગણાતું એવું સોમનાથ મહાદેવના મંદિરે પણ આજના દિવસ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે સોમનાથ મંદિર ભક્તોના દર્શન માટે સતત ખુલ્લું રહેશે. શિવરાત્રીને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે કે સોમનાથ મંદિર સતત 42 કલાક માટે ખુલ્લું રાખવામાં આવશે. આજે શિવરાત્રીના દિવસે સવારે ચાર વાગ્યે મંદિરના કપાટ ખુલ્યા હતા. શિવરાત્રીનો તહેવાર હોવાથી ભક્તો વહેલી સવારથી જ સોમનાથ દાદાના દર્શન માટે આવી પહોંચ્યા હતા. શિવરાત્રીના રોજ મંદિરમાં ચાર આરતી થશે. જેમાં સવારે સાત વાગ્યે, ત્યારબાદ બપોરના…
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના યુવા ક્રિકેટર ઋષભ પંત અત્યારે પોતાના પ્રદર્ષનના કારણે છવાયેલો છે. ઇંગ્લેન્ડ સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેનું ફળ પંતને મળ્યું છે. હવે તે વિશ્વના ટોપ ટેન બેટ્સમેનોમાં સામેલ થઈ ચૂક્યો છે. આઈસીસીએ બહાર પાડેલા બેટ્સમેન ટેસ્ટ રેનિંકના મામલામાં સાતમાં નંબર ઉપર આવી ગયો છે. પંત હવે રોહિત શર્મા સાથે સંયુક્ત રૂપથી સાતમા સ્થાન પર છે. ઋષભ પંત એ પ્રથમ વાર ટોપ-10માં સ્થાન મેળવ્યુ છે. આ સાથે જ આ તેની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. તેણે અમદાવાદમાં અંતિમ ટેસ્ટ મેચમાં શતક લગાવ્યુ હતુ. તેને લઇને ભારત એ અંતિમ ટેસ્ટ મેચમાં એક ઇનીંગ અને 25 રન…
વલસાડઃ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાની ડુંગરા પોલીસે એક ખૂંખાર ગૌતસ્કર ગેંગને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ ગેંગ એટલી ખૂંખાર છે કે તેને પકડવા માટે થોડા સમય પહેલા કપરાડા પોલીસ પહોંચી હતી જોકે, ત્યારે ગેંગના સાગરીતોએ કાર ચડાવીને જીવલેણ હુમલો કર્યો હતો. જોકે, હવે ડુંગરા પોલીસે ગેંગના કુલ પાંચ સભ્યોને પકડ્યા છે. અને આગળની કાર્યવાહી હાથધરી છે. માનવામાં આવે છે કે પોલીસને હંફાવનારી આ ગેંગે ઉત્તર પ્રદેશની છે. ઘટના અંગે વાત કરીએ તો વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા તાલુકામાં ગઈ 23મી ફેબ્રુઆરીના રોજ રાત્રે પોલીસની ટીમ પર ગૌસ્કરોએ જીવલેણ હુમલો કર્યાનો બનાવ બન્યો હતો. ગૌવંશની ઉઠાંતરી કરીને ફરાર થઈ…