Author: Satya-Day

narmada

મધ્યપ્રદેશના ઉપરવાસમાં સારો વરસાદ થતાં નર્મદા ડેમની સપાટીમાં વધારોથઈ રહ્યો છે છેલ્લા બે દિવસથી મધ્યપ્રદેશના ઉપરવાસમાંથીસારો વરસાદ થતાં નર્મદા મા નવા નિર આવ્યા છે.નર્મદામા પણ સારો વરસાદ થતાં નર્મદા ડેમમાંસતત આવક વધી રહી છે. હાલ ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે. નર્મદા ડેમમાં 21949 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જ્યારે 7761 ક્યુસેક પાણીની જાવક જોવા મળે છે. નર્મદા ડેમમાં 4359.52 મિલિયન ઘનમીટરપાણીનો જથ્થો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજની તારીખે નર્મદા ડેમની સપાટી ગત વર્ષની સરખામણીએ 5મીટરઓછી છે.આ વર્ષે આજની તારીખે નર્મદા ડેમની સપાટી 116.09 મીટર નોંધાઈ છે. જયારે ગત વર્ષે આજની તારીખે નર્મદા ડેમની સપાટી 120.21 મીટર…

Read More
somnath

પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સોશિયલ મિડીયા ઉપર દર મહિને ૬.૫૦ કરોડ શિવભકતો દર્શનનો લાભ લીધો છે અને આ વિક્રમ સંખ્યા ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મેળવે તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર વિશ્ર્વના ૪૭થી પણ વધુ દેશોમાં સોશિયલ મીડીયા દ્વારા શિવભકતો દર્શન કરે છે. સોમનાથ ટ્રસ્ટ – ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીએ જણાવ્યુ હતુ કે, સોશિયલ મિડીયા ઉપર દર મહિને ૬.૫૦ કરોડ મુલાકાતીઓ મહાદેવના દર્શન કરી રહેલ હોય અને આ વિક્રમ સંખ્યાને ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મેળવે તે માટે કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત ગત…

Read More
ukai dam level

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં ભૂસાવલ સ્થિત હથનુર ડેમના ઉપરવાસના નવ વિસ્તારોમાં ભારે વરસાદથી પાણીના આવક વધી જતા હથનૂર ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા હતા જેના કારણે તાપી જિલ્લાના અનેક ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર ઉપરાંત મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક વધી ગઇ છે. જેને પગલે ડેમના તમામ 41 દરવાજા ખોલવામાં આવ્યા હતા. શુક્રવારથી જ હથનુર ડેમ 80,000 ક્યૂસેક પાણી છોડવાથી જલગાંવ, ધૂલિયા, નંદુબાર, તાપી અને સુરત જિલ્લામાં તાપી નદીના કિનારેના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. હથનુર ડેમમાંથી 1.30 લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. એટલે કે પાણી 24 કલકામાં ઉકાઇ ડેમમાં પહોંચશે. ડેમના અધિકારી સતર્ક…

Read More
1 9

કર્ણાટકનું રાજકારણ ફરી એકવાર વળાંક લેશે તેવું લાગી રહ્યું છે. સોમવારે બી.એસ. યેદુરપ્પાએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી દીધી છે. હવે રાજ્યની જવાબદારી કોણ લેશે તેના પર હવે સૌની નજર છે. કર્ણાટકના રાજકારણમાં ફરી એકવાર હલચલ મચી ગઈ છે. સોમવારે બી.એસ. યેદુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ રાજીનામું ત્યારે આવ્યું છે, જ્યારે કર્ણાટકની ભાજપ સરકારે આજે બે વર્ષ પૂરા કર્યા છે, આવી સ્થિતિમાં હવે દરેકની નજર ભાજપ પર છે કે રાજ્યની કમાન્ડ કોને સોંપે છે. રાજીનામાની જાહેરાત કરતાં બી.એસ.યેદુરપ્પાએ કહ્યું કે કર્ણાટકના લોકો માટે તેમની પાસે ઘણું કરવાનું છે. આપણે બધાએ સખત મહેનત કરવી જોઈએ.…

Read More
congress

કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ તાજેતરમાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધન કરતી વખતે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જે કોઈ પણ કોંગ્રેસીને ભાજપ કે આરએસએસથી ડર લાગતો હોય તો તેમણે કોંગ્રેસ છોડી દેવી અથવા તો આવા નેતાઓને બહારનો રસ્તો બતાવો. રાહુલ ગાંધીના આ નિર્દેશ બાદ ગુજરાત કોંગ્રેસમાં વર્ષોથી જામી પડેલા અને મામા-માસીવાળું ચલાવીને એક હથ્થું રીતે કોંગ્રેસમાં પેંઘા પડેલા નેતાઓ માટે કપરા દિવસો આવી રહ્યા હોવાના ભણકારા વાગી રહ્યા છે. ખાસ કરીને જે નેતાઓ ગોડફાધર બનીને મહાલતા જોવા મળે છે તેમના કમરપટ્ટા તળે ઘા થવાના વર્તારા જોવા મળી રહ્યા છે. પાછલા અનેક વર્ષોથી ગુજરત કોંગ્રેસમાં જૂથબંધી છેક ગામડા સુધી વિસ્તરી…

Read More
1 8

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેના પડઘમ અત્યારથી જ શરુ થયા છે અને સુરત એનું એપિ સેન્ટર બની ગયું છે. ખાસ કરીને આમ આદમી પાર્ટીમા મહેશ સવાણીની એન્ટ્રી બાદ ભાજપે પાટીદાર સમાજ પરની પકડને વધુ મજબૂત કરવાનું શરુ કરી દીધું છે અને પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાની ઘર વાપસી થઈ રહી છે. મૂળભૂત રીતે ધીરુ ગજેરા ભાજપના નેતા હતા અને  ધારાસભ્ય તરીકે રહ્યા હતા. બાદમાં ટીકીટ નહીં મળવાના કારણે તેમણે ભાજપને છોડી દીધો હતો અને કોંગ્રેસમાં જતા રહ્યા હતા. કોંગ્રેસમાં આવ્યા બાદ તેઓ ત્રણ વખત વિધાનસભા લડ્યા અને એક વખત લોકસભા લડ્યા હતા અને આ બધી ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. હવે 2022ની…

Read More
GA 2

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ ગુજરાતના વિવિધ રાજનેતાઓ આ ઘાતક વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સત્તાધારી પક્ષના પૂર્વ મેયર અને શહેરના નારાણપુરા વોર્ડના કાઉન્સિલર ગૌતમ શાહનો કોરોનાવાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમનો કોરોના રિપોર્ટ બુધવારે પોઝિટીવ આવત શહેરની SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તેમના સમર્થકોમાં અને પરિજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

Read More
1541922806indian boat

પાકિસ્તાન મેરી ટાઈમ સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયું છે. પોરબંદરની બોટ પર પાકિસ્તાની એજન્સીના કર્મચારીઓએ ફાયરિંગ કર્યું હતું, જેમાં પોરબંદરના એક ખલાસીને ગોળી વાગી હોવાનું પણ સામે આવ્યું છે. અનેકવાર એવું બન્યું છે કે, પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા અનેકવાર ભારતીય માછીમારોને પકડીને બંધક બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાની મરીન એજન્સીના જવાનો ભારતીય સીમામાં ઘૂસીને પણ માછીમારોને પકડતા હતા. તેઓ માછીમારોને બંધક બનાવીને વર્ષો સુધી પાકિસ્તાનની જેલમાં રાખે છે. ત્યારે હવે ફરીથી માછીમારીની સીઝન શરૂ થઈ છે. માછીમારીની સિઝન શરૂ થયાના પ્રારંભમાં જ તાજેતરમાં પ્રથમ છ અને બીજી વખત 10 બોટ સાથે માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હોવાનો બનાવ…

Read More
NITIN

૩૧મી ડિસેમ્બર ૨૦૧૯ના રોજ કોંગ્રેસે ગુજરાતનું કુલ જાહેર દેવું કેટલું છે અને કેન્દ્ર સરકારની લોન કેટલી અને પાંચ વર્ષમાં કેટલી રકમની વ્યાજની ચુકવણી કરવામાં આવી તે સંદર્ભે લેખિત સવાલ પૂછયું હતું. જેના જવાબમાં રાજ્યના નાણાં વિભાગે બુધવારે લેખિતમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮-૧૯નું સૂચિત અંદાજિત કુલ બાકી જાહેર દેવું ૨,૪૦,૬૫૨ કરોડ છે. આમા કેન્દ્રીય દેવું ૭,૨૨૩ કરોડ છે, શૂન્યથી ૧૩ ટકા લોનના વ્યાજ દર છે. ગુજરાતે છેલ્લા પાંચ વર્ષમાં ૨,૧૮૪ કરોડની રકમ વ્યાજ ચુકવણીમાં કરી છે. રાજ્યના નાણાં વિભાગે ગુજરાત વિધાનસભામાં લેખિતમાં કબૂલાત કરી છે કે, કેન્દ્રીય લોન પર પાંચ વર્ષમાં ૨,૧૮૪ કરોડની વ્યાજ ચુકવણી કરી છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ૩૬૫…

Read More
6610 air india new

સત્તાવાર દસ્તાવેજ મુજબ સાઉદી અરેબિયાએ કોરોનાવાયરસ કેસમાં ઉછાળા વચ્ચે ભારત (India) જતી અને આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. મંગળવારે જાહેર કરાયેલા એક પરિપત્રમાં સાઉદી અરેબિયાની જનરલ ઑથોરિટી ઑફ સિવિલ એવિએશન  એ કહ્યું હતું કે તે ભારત, બ્રાઝિલ (Brazil) અને આર્જેન્ટિના આ દેશોની યાત્રા સ્થગિત કરી રહ્યું છે. અને એ તમામ વ્યક્તિઓને પણ સાઉદીમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે- જે સાઉદીમાં તેમના આગમન પહેલાના 14 દિવસોમાં આ દેશમાં હોય. જો કે જે લોકોને સાઉદી સરકારે કાયદેસર રીતે આંમંત્રિત કર્યા હોય તેમને માટે આ નિયમ લાગુ પડતો નથી. પાંચ દિવસ પહેલા એર ઇન્ડિયા એક્સપ્રેસે કહ્યું હતું કે દુબઇ સિવિલ એવિએશન ઓથોરિટી (Dubai…

Read More