Author: Satya-Day

4 10 1

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજે નર્મદા ડેમમાંથી બે લાખ અને ઉકાઇ ડેમમાંથી 1.73 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને અત્યારે હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે અને ત્યાં વહીવટી તંત્ર, ડિઝાસ્ટર રિસપોન્સ ફોર્સ તેમજ પોલીસની ટીમો તૈનાત કરવામાં આવ્યા છે. ડેમોના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદના કારણે ડેમની સપાટી ઓછી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ નદીમાં પાણી છોડાતા આ ગામોને એલર્ટ કરાયા હતાં. જિલ્લા વહિવટીતંત્રએ ત્રણેય તાલુકાઓના  સરકારી અધિકારીઓ અને પોલીસ તંત્રને કાંઠાના ગામો અને ખાસ કરીને આ ગામોના નીચાણવાળા વિસ્તારોમાં  સાવધાનીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.   વડોદરા જિલ્લામાં નર્મદા નદી શિનોર, ડભોઇ અને કરજણ…

Read More
Xi Jinping China defense propaganda Maoist Jonathan Bartlett illustration article

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક મોટું નિવેદન આપ્યું છે. જિનપિંગે સ્પષ્ટ કહ્યું છે કે, તેમનું યુદ્ધ લડવાનો કોઈ ઇરાદો નથી. આ પહેલા ભારત અને ચીનની વચ્ચે વાતચીતમાં પણ સૈનિકો ન મોકલવા પર સહમતિ બની છે. જિનપિંગે કહ્યું કે, “વિશ્વએ સભ્યતાઓની લડાઈમાં ન ફસાવવું જોઈએ. મોટા દેશોએ મોટા દેશની જેમ જ કામ કરવું જોઈએ. ”શની આ ટિપ્પણી અમિરાકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કોરોના વાયરસ મહામારી માટે ચીનની જવાબદારી નક્કી કરવાની માગ કર્યા બાદ આવી છે. ભારતના પીએમ નરેન્દ્ર મોદીએ 4 મિનિટનો વીડિોય સંદેશમાં સંયુક્ત રાષ્ટ્રને અરીસો બતાવતા કહ્યું કે, આ વિશ્વસનીયતાના સંકટનો સામનો કરી રહ્યું છે અને તેના…

Read More
covid 19

આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ મંગળવારે ભારતમાં પ્રથમ વખત એક જ દિવસમાં 1 લાખથી વધુ કોરોનાવાયરસના દર્દીઓ સાજા થયા હતા. મંગળવારે રિકવરી દરમાં મોટો ઉછાળો આવ્યો હતો. દેશમાં હવે રિકવરી દર વધીને 80.86 ટકા થયો છે, જ્યારે તાજા કેસો પણ બે અઠવાડિયા પછી 76,000 થી નીચે આવી ગયા છે. સરકારે કહ્યું કે વિશ્વમાં સાજા થયેલની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે. ચાર દિવસથી નવા કેસ કરતા સાજા થયેલાની સંખ્યા વધુ છે. વિશ્વમાં કોરોનાના કુલ કેસોમાં ભારતનો હિસ્સો 17.7% છે જ્યારે સાજા થયેલામાં 19.5% છે. સવારે આઠ વાગ્યે અપડેટ કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે પાછલા 24 કલાકમાં, 1,01,468 કોવિડ -19 દર્દીઓ સ્વસ્થ…

Read More
dharna

સંસદનું ચોમાસું સત્ર બુધવારે સમાપ્ત થવાના આઠ દિવસ પહેલા સમાપ્ત થવાની સંભાવના છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. બુધવારે પાંચ બિલ લીધા પછી રાજ્યસભા અનિશ્ચિતકાળ સુધી મુલતવી રાખે તેવી સંભાવના સૂત્રોએ મંગળવારે આપી હતી. કોરોનાના કેસોના લીધે સંસદનું 18 દિવસનું સત્ર ટૂંકાવાઇ રહ્યું છે. કૃષિ ખરડા મામલે ભારે ધાંધલ થયા બાદ રાજ્યસભાના 8 સાંસદોને સસ્પેન્ડ કરાયા એના વિરોધમાં વિપક્ષે આજે સંસદના બેઉ ગૃહોનો બહિષ્કાર કર્યો હતો. બુધવારે બપોરે 3 વાગ્યે મળનારી લોકસભાની વિસ્તૃત ઝીરો અવર લીધા પછી સાંજે 5 વાગ્યે સ્થગિત થવાની સંભાવના છે. 14 મી સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલા અધિવેશનમાં બંને ગૃહોમાં તાજેતરમાં જારી કરાયેલા વટહુકમોને બદલવાની માગ સાથેના ઘણા…

Read More
modijpg

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) માર્ચ 2015થી નવેમ્બર 2019ની વચ્ચે કુલ 58 દેશોની મુસાફરી (Foreign Visits) કરી અને આ મુસાફરીમાં કુલ 517.82 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. આ જાણકારી મંગળવારે સંસદમાં (Parliament) આપવામાં આવી. રાજ્યસભાના (Rajyasabha) એક સવાલના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરે (Union Minister of State for External Affairs & Parliamentary Affairs, V Muraleedharan) એ પણ જણાવ્યું કે પ્રધાનમંત્રીના આ પ્રવાસથી દ્વિપક્ષીય, ક્ષેત્ર અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના દ્રષ્ટિકોણ વિશે અન્ય દેશોની સમજણ વધી છે તેમજ સંબંધોમાં પણ મજબૂતી આવી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની (NCP) ફૌજિયા ખાને (Fauzia Khan) સરકાર પાસેથી માહિતી મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે,…

Read More
RAIN GUJARAT

છત્તીસગઢ પરનું હળવુ દબાણ પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શક્યતાને પગલે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) સામાન્ય વરસાદની શક્યતા હોવાનું હવામાન ખાતાએ (Meteorological Department) જણાવ્યું હતું. હાલમાં ગુજરાત પર કોઈ સ્ટ્રોંગ સીસ્ટમ સક્રિય ન હોઈ અતિભારે વરસાદ થવાની શક્યતા નહિવત છે.તેમજ ૨૪ સપ્ટેમ્બરથી વરસાદ ઘટવાની શક્યતા છે. તા. ૨૫ સપ્ટેમ્બર બાદ રાજયમાં ચોમાસુ (Monsoon) વિદાય તરફ જશે. વેધર વોચ ગૃપના વેબીનાર બાદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં વિગતો આપતા રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યુ હતુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી ૫ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૮ મીમી સુધી વરસાદ નોધાયો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં સૌથી…

Read More
Corona 1

શહેરમાં છલ્લા ત્રણ-ચાર દિવસથી ફરીથી પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેથી મનપા કમિશનર (Municipal Commissioner) બંછાનિધિ પાનીએ શહેરીજનોને ખાસ કાળજી રાખવા વિનંતી કરી હતી. મનપા કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. હાલમાં શહેરમાં રીકવરી રેટ (Recovery Rate) 90 ટકા ઉપર છે તેમજ મૃત્યુદર ઘટીને 2.5 ટકા થયો છે. હાલમાં પરિસ્થિતિ વ્યવસ્થિત છે. પરંતુ શહેરીજનો કાળજી રાખે તે પણ જરૂરી છે. ઘણા દેશોમાં કોવિડની સેકન્ડ વેવ આવી રહી છે. જેથી જ્યાં સુધી વેક્સીન (Vaccine) ના આવે ત્યાં સુધી તમામ લોકોએ સંયમ રાખવો જરૂરી છે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું. વધુમાં મનપા કમિશનરે જણાવ્યું…

Read More
Sinor 1

વલસાડ જિલ્લામાં (Valsad District) મંગળવારે કોરોનાના માત્ર 3 કેસ નોંધાયા હતાં. જ્યારે 13 દર્દીઓને રજા આપવામાં આવી હતી. જોકે આજે કોઈ મોત નોંધાયુ ન હતું. જિલ્લામાં અત્યાર સુધી કુલ 1110 કેસ નોંધાયા છે, જે પૈકી 931 ને રજા આપી દેવામાં આવી છે અને 55 દર્દીઓ સારવાર હેઠળ છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી કોરોનાના કુલ 13868 ટેસ્ટ કર્યા છે, જે પેકી 12758 નેગેટિવ (Negative) અને 1110 પોઝિટિવ કેસ નોંધાયા છે. વલસાડ તાલુકામાં અત્યાર સુધી 375 કેસ નોંધાયા છે, જે પેકી 302 લોકો સાજા થયા છે અને 33 સારવાર હેઠળ છે. તો કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોસર 41 મોત નોંધાયા છે. એ…

Read More
SMC Commissioner and messege for corona 1

શહેરીજનો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આળસ કરતા હોય, શહેરમાં ફરીવાર કોરોનાએ માથુ ઉંચક્યું છે. શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીના (Positive Patient) આંકમાં વધારો જોવા મળી રહ્યો છે. અને શહેરમાં કોરોનાના કુલ કેસ 20,000 ને પાર કરી ગયા છે. મંગળવારે શહેરમાં વધુ 179 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. અને શહેરમાં પોઝિટિવ દર્દીનો કુલ આંક 20,084 પર પહોંચ્યો છે. તેમજ વધુ 2 મોત સાથે કુલ મૃત્યુઆંક 662 પર પહોંચ્યો છે. તેમજ મંગળવારે શહેરમાં વધુ 189 દર્દીઓ સાજા (Recover) થયા હતા અને અત્યારસુધીમાં કુલ 17,949 દર્દીઓ સાજા થયા છે. તેમજ શહેરમાં રીવરી રેટ (Recovery Rate) 89.4 ટકા પર પહોંચ્યો છે. બીજી…

Read More
Deepika Padukon

સુશાંત સિંહ રાજપૂત કેસના ડ્રગ્સ એન્ગલમાં અત્યાર સુધી બોલીવુડની અનેક એક્ટ્રેસના નામ બહાર આવી ચુક્યા છે. હવે સમાચાર મળ્યા છે કે એક્ટ્રેસ દિયા મિર્ઝા પણ NCBની રડાર પર છે. તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકાય છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે જ ડ્રગ્સ કનેક્શનની તપાસ દરમિયાન NCBને 40 વર્ષની એક એક્ટ્રેસ અંગે પણ જાણ થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે સારા અલી ખાન, દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને નમ્રતા શિરોડકર પછી હવે દિયાનું નામ પણ આ કેસમાં સામે આવ્યું છે. NCB તેને પૂછપરછ માટે ટૂંક સમયમાં બોલાવી શકે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં દિયા માટે ખરીદવામાં આવેલા ડ્રગ્સની પાક્કી…

Read More