Author: Satya-Day

5200

અમેરિકાના સેન્ટ્રલ ફોર ડિસીઝ કન્ટ્રોલ (CDC) દ્વારા તેની નવી માર્ગદર્શિકામાં કહેવાયુ કે કોવિડ-19 (Covid-19/Corona Virus) માટે જવાબદાર એવો કોરોનાવાયરસ હવા મારફતે ફેલાય છે, જો કે હવે તેના ત્રણ દિવસ પછી જ આ ટોચની આરોગ્ય સંસ્થાએ જણાવ્યું છે કે માર્ગદર્શિકામાં આ માહિતી ભૂલમાં મૂકાઇ ગઇ હતી. સ્થાનિક સમય પ્રમાણે શુક્રવારે સીડીસીએ કોવિડ-19 અંગેની તેની નવી માર્ગદર્શિકા (guide lines) જારી કરી હતી જેમાં કહેવાયું હતું કે આ નવો કોરોનાવાયરસ હવા મારફતે પણ ફેલાઇ શકે છે અને તેથી તે રીતના પૂર્વ સાવચેતીના પગલા લેવાવા જોઇએ. જો કે સોમવારે આ સંસ્થાએ ફેરવી તોળ્યું હતું અને જણાવ્યું હતું કે તેની ભલામણોમાં કરવામાં આવેલા આ ફેરફારો…

Read More
textile 3

શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટેક્સટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો વધુ ને વધુ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. જેથી મનપા દ્વારા ટેક્સટાઈલ ક્ષેત્રમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે ટેક્સટાઈલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જે વિસ્તારોમાં વસવાટ કરે છે તેવા વિસ્તારોમાં રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેથી સંક્રમણને જલદીથી રોકી શકાય. મનપા (SMC) દ્વારા મંગળવારે લિંબાયત ઝોનના મગોબ વિસ્તારના મોટા ભાગના લોકો ટેક્સટાઇલ માર્કેટ (Textile Market) વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી અહીં રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાયા હતા. જેમાં 24 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. લિંબાયત ઝોનના મગોબ વિસ્તારમાં પોઝિટિવ કેસોનું પ્રમાણ વધુ હોવાથી આ વિસ્તાર હોટસ્પોટ વિસ્તાર તરીકે જાહેર કરાયો છે. મનપા…

Read More
l shankar singh vaghela

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલાએ મહત્વની જાહેરાત કરીને સમગ્ર ચૂંટણી જગતને ચોંકીાવી દીધું છે. તેમણે આગામી ચૂંટણીમાં પોતાની પ્રદા શક્તિ પાર્ટી સાથે ફરી એક વખત ચૂંટણી જંગમાં ઝંપલાવવાનો નિર્ણય લીધો છે. તેઓ મફત શિક્ષણ, રોજગારી, વીજળી-પાણી જેવા પાંચ વચનો સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. તેમણે પેટા ચૂંટણી, કોર્પોરેશનની ચૂંટણી અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ઝંપલાવવાનો નિર્ણય લીધોછે. નવી શરાબ નીતી પણ પ્રજા શક્તિ પાર્ટીનો મહત્વનો મુદ્દો બની રહેશે.

Read More
modibirthday 1505586666

અમેરિકાના પ્રખ્યાત સાપ્તાહિક ટાઇમ મેગેઝિને વિશ્વના સૌથી પ્રભાવશાળી 100 મહાનુભાવોમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થયો છે. આ યાદીમાં ભારતના અભિનેતા આયુષમાન ખુરાના, ગુગલના સીઇઓ સુંદર પિચાઇ, એચઆઇવી વિશે સંશોધન કરનારા રવીન્દર ગુપ્તા અને શાહીન બાગ ધરણામાં સહભાગી થયેલી મુસ્લિમ મહિલા બિલ્કીસનો પણ સમાવેશ થયો હતો. જો કે આ સમાવેશ શરતી કહેવાય કારણ કે વડા પ્રધાનના મુસ્લિમો સાથેના વ્યવહાર અંગે ટાઇમે કેટલીક ટીકા કરી હતી. ટાઇમની આ યાદીમાં ચીનના વડા પ્રધાન શી જીનપીંગ, તાઇવાનના મહિલા રાષ્ટ્રપ્રમુખ ત્સાઇ ઇંગ વેન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, મૂળ ભારતીય કૂળની અમેરિકી પોલિટિશ્યન કમલા હેરિસ, જો બીડેન, જર્મન ચાન્સેલર એંજેલા મર્કેલ વગેરેનો પણ…

Read More
pmmmm

દેશના ગરીબ પરિવારો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે અનેક યોજનાઓની શરૂઆત કરી છે. તેમાંની એક છે આયુષ્માન ભારત યોજના. આ યોજના અંતર્ગત દેશના ગરીબ પરિવારોને વર્ષે પાંચ લાખ રૂપિયાની સારવાર માટે આરોગ્ય વીમો આપવામાં આવે છે. મોદી સરકારની (Modi Government) આ યોજના ખૂબ પ્રખ્યાત થઈ છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 12.5 કરોડથી વધુ ઇ-કાર્ડ આપવામાં આવ્યા છે. ચાલો તમને જણાવીએ કે આ યોજના અંગે તાજેતરની અપડેટ શું છે. મંગળવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધનએ (Central Health Minister, Harsh Vardhan) કહ્યું કે, સપ્ટેમ્બર 2018 માં આયુષ્માન ભારત યોજનાની શરૂઆત થઈ ત્યારથી 1.26 કરોડથી વધુ લાભાર્થીઓને આ યોજના હેઠળ નિશુલ્ક સારવાર…

Read More
Ahmedabad CTM Bridge

અમદાવાદ શહેરનો સીટીએમ બ્રિજ હવે સુસાઇડ બ્રિજતરીકે ઓળખાવવા લાગ્યો છે. આ બ્રિજ પરથી માત્ર 2 જ દિવસમાં ત્રણ લોકોએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે લોકોએ સુસાઇડ કેસો પર નિયંત્રણ લાવવા તંત્ર પાસે બ્રિજ પર રેલિંગ મૂકવાની માંગણી કરી છે. આ બાબતે મળતી માહિતી અનુસાર, અમદાવાદના સીટીએમ બરોડા-એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જામ ના થાય એ માટે ડબલ ડેકર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ તેની બનાવટની ખાસિયતને કારણે પહેલેથી જ વિવાદમાં રહ્યો હતો. જો કે તાજેતરમાં બે જ દિવસમાં ત્રણ લોકોએ આત્મહત્યા કરતા ચારે બાજુ ચકચાર મચી જવા પામી છે. સીટીએમ ડબલ ડેકર બ્રિજ હવે સુસાઇડ પોઇન્ટ તરીકે…

Read More
9 10 1

આ વખતે કોરોનાકાળને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 (Indian Premier League 2020) ની ટુર્નામેન્ટ યુએઈમાં યોજાઈ છે. આઈપીએલ હવે લોકપ્રિય ટુર્નામેન્ટ (Popular tournaments) થઈ ચૂકી છે જેનું આ 13મું સીઝન રમાઈ રહ્યુ છે એટલે કે આઈપીએલ 13 (IPL 13) માં વર્ષમાં પ્રવેશ કરી ગયું છે. જેને ટીમનાં નામ પણનાં ખબર હોય તે જર્સી (Jersey)નાં કલરથી પોતાની ટીમને ચિયર્સ કરે છે. એવામાં ગુજરાત માટે એક ખુશ કરનારી માહિતી મળી છે જે તમામ ગુજરાત તથા સુરતનાં ક્રિકેટ ચાહકો (Cricket fans) માટે જોશ ભરનારી અને ખુશ કરનારી છે. કારણ કે તમામ ટીમોએ જે જર્સી પહેરી છે તેનું મેન્યુફેક્ચર (ઉત્પાદન) સુરતમાં થયું છે.…

Read More
Pm Modi 1200 1

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) બુધવારે કોવિડ-19 (Covid-19) પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે કોરોનાના સૌથી સાત અસરગ્રસ્ત રાજ્યોના (corona infection state) મુખ્ય મંત્રીઓ અને આરોગ્ય પ્રધાનો સાથે ઉચ્ચ-સ્તરની વર્ચ્યઅલ બેઠકની (Virtual Meeting) અધ્યક્ષતા કરશે. આ રાજ્યો મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, દિલ્હી અને પંજાબ છે, એમ સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં (India) 63 ટકાથી વધુ સક્રિય કેસ આ સાત રાજ્યોમાં કેન્દ્રિત છે. આ રાજ્યોમાં કુલ પુષ્ટિ થયેલા કેસો 65.5 ટકા અને કુલ મૃત્યુ 77 ટકા છે. અન્ય પાંચ રાજ્યોની સાથે સાથે, પંજાબ અને દિલ્હીમાં તાજેતરમાં નોંધાયેલા કેસોની સંખ્યામાં વધારો થયો છે. મહારાષ્ટ્ર, પંજાબ અને દિલ્હીમાં 2…

Read More
academic session1

કોરોનામાં  બંધ પડેલી યુનિવર્સિટી અને કોલેજોમાં નવા શૈક્ષણિક સત્ર ની શરુઆત 1 નવેમ્બરથી થવા જઈ રહી છે. સ્નાતક અને પોસ્ટ ગ્રેજ્યુએટના પ્રથમ વર્ષમાં 31 ઓક્ટોબર સુધી એડમિશન થશે. અભ્યાસ દરમિયાન આ વર્ષે શિયાળા અને આવતા વર્ષની ઉનાળાની રજાઓ તથા અન્ય રજાઓમાં કાપ પણ મુકવામાં આવશે. UGCએ પોતાના દિશા નિર્દેશમાં કહ્યું છે કે, સત્રમાં મોડું થવાના કારણે ચાલી રહેલા પાઠ્યક્રમોને પૂર્ણ કરવા માટે રજાઓમાં કાપ મુકવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. UGC તરફથી રજૂ કરવામાં આવેલ સંશોધિત શૈક્ષણિક કેલેન્ડર અનુસાર, પ્રથમ વર્ષના અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો માટે ધોરણો એક નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. આયોગે યુનિવર્સિટીઓને નિર્દેશ…

Read More
MUMBAI RAINS SANDESH

મુંબઈમાં આખી રાત વરસાદથી રસ્તાઓમાં પાણી ભરાઈ જવાને કારણે દરિયો બની ગયા હતા અને અનેક કલાકો સુધી વાહનચાલકો ફસાઈ ગયા હતા. પોલીસે સ્થાનિકોની મદદથી રસ્તાઓ પર ફસાયેલાં વાહનચાલકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા હતા. તો ભારે વરસાદને કારણે મુંબઈના સાયન રેલ્વે સ્ટેશન પર પાણી ભરાઈ ગયા હતા. મોડી રાત સુધી યાત્રીઓ ટિન શેડની નીચે છુપાઈ ગયા હતા. તો પાટાઓ ઉપર પણ પાણી ભરાવાને કારણે અનેક કલાકો સુધી ટ્રેનની રાહ જોવી પડી હતી. વરસાદને કારણે બગડતી પરિસ્થિતિને જોતાં લોકલ ટ્રેન અને બસ સેવાઓ રોકી દેવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બુધવારે પણ મુંબઈમાં ભારે વરસાદ વરસી શકે છે. મંગળવારે રાત્રે થયેલા…

Read More