Author: Satya-Day

3 14 1

શહેરમાં આજે સતત બીજા દિવસે ઝડપી પવનો ફૂંકાવાની સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો નોંધાયો હતો. આ સાથે જ આગામી બે દિવસ સુધી હવામાન વિભાગે છૂટાછવાયા વરસાદ ઝાપટા પડવાની આગાહી કરે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં ચોમાસા પૂર્વે મે મહિનાના અંતમાં આબોહવાકીય ફેરફાર થતાં હોવાની સાથે પ્રેશર સિસ્ટમમાં પણ ફેરફાર થવાથી ભારે પવન ફુંકાઈ રહ્યા છે. આ સાથે જ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણની સાથે છૂટાછવાયા વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. સતત બીજા દિવસે આજે દિવસ દરમિયાન ૧૫ કિલોમીટરની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. ઝડપી પવનોની સાથે આજે મહત્તમ તાપમાન આંશિક વધારા સાથે ૩૪.૬ ડિગ્રી સેલ્સિયસ…

Read More
maxresdefault 2 1140x620 1

એપીએમસીના ચેરમેન રમણ જાની અને વાઈસ ચેરમેન સંદીપ દેસાઈ જણાવે છે કે, કેરીના 30થી 40 ટકા ઉંચા દર અને કેરીનો શહેરમાં વેચાણ થઈ શકે તેટલો જ જથ્થો એપીએમસીમાં આવતો હોવાથી આ વખતે પલ્પ પ્લાન્ટ ચાલુ થઈ શકશે નહીં. યુપી-બિહારના 2 થી 3 લાખ કારીગરો દ્વારા સાઉથ ગુજરાતમાં કેરી ઉતારવાનું કામ થાય છે. તેમજ નાગપુરના કારીગરો દ્વારા કેરીના ડિટીયું તોડવાનું કામ થાય છે. તેમની પુષ્કળ પ્રમામમાં અછત છે. રૂ. 16 કરોડ રૂપિયાનો અને પ્રતિદિન 80 ટન પલ્પ નીકળી શકે તેટલી ક્ષમતા ધરાવતા પ્લાન્ટ એપીએમસીમાં સ્થપાયેલો છે. પલ્પની જગ્યાએ આ વખતે જમરૂખ અને કેરીનું 160 એમએલની નાની બોટલમાં જ્યુસ તૈયાર કરવાની કામગીરી…

Read More
TRUMP

કોરોના મહામારીથી સૌથી વધારે અસરગ્રસ્ત થયેલા અમેરિકાએ WHO સાથે છેડો ફાડવાની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, WHO સંપૂર્ણ રીતે ચીનના નિયંત્રણમાં છે. WHO પરિવર્તન કરવાની પ્રક્રિયામાં નિષ્ફળ રહ્યું છે. આથી અમેરિકા WHO સાથે તમામ સબંધો ખતમ કરશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે,  WHO સંપૂર્નેણપણે ચીનના નિયંત્રણમાં છે . ચીન ડબલ્યુએચઓને એક વર્ષમાં 40 મિલિયન ડૉલર આપવા છતાં પોતાના નિયંત્રણમાં રાખે છે, જ્યારે અમેરિકા એક વર્ષમાં WHOને અંદાજે 450 મિલિયન ડૉલરનું ડોનેશન આપે છે. WHOમાં સુધારો કરવાની ભલામણ કરવામાં આવી હતી, પરંતુ તેને લાગૂ નથી કરવામાં આવી. આથી અમેરિકા WHO સાથેના તેના સબંધો તોડી રહ્યું છે. થોડા…

Read More
Patanjali

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ખાદી ખરીદવાનો આગ્રહ અને સ્વદેશી વસ્તુઓ ખરીદવાનું સમર્થન કર્યુ છે. હવે ગ્રાહકો માટે બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ ભારતમાં બનતા ઉત્પાદનો અને સ્વદેશી વસ્તુઓની ખપત પુરી કરવા માટે એક વિશેષ ઇ-કોમર્સ પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહ્યું છે, જેમાં ફક્ત સ્વદેશી ઉત્પાદનો ખરીદી શકાશે. ઇ કોમર્સ કંપની OrderMe પર પતંજલિ હવે આયુર્વેદિક ઉત્પાદનોની સાથે સાથે સ્વદેશી ઉત્પાદન વેચશે. ખાસ વાત તો એ છે કે ઓર્ડર કરવાથી ફ્રી હોમડીલેવરી કરવામાં આવશે. આ સિવાય પતંજલિ 1500 ડૉક્ટરો અને યોગની શિક્ષા માટે 24 કલાક મફત સલાહ આપશે. 15 દિવસમાં લોન્ચ થશે સાઈટ બાબા સામદેવની ઇ-કોમર્સ સાઇટ આગામી 15 દિવસમાં માર્કેટમાં…

Read More
Manish Doshi

ભાજપ સરકાર કોરોના સંક્રમિત લોકોનો આંકડો છુપાવી રહી છે ત્યારે  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ ભાજપ સરકારની બિન લોકતાંત્રિક વહીવટ પર આકરા સવાલ કરતા જણાવ્યું હતું કે “કોરોના મહામારી સામેની આ લડાઈમાં “ટેસ્ટીંગ અને સંક્રમિતોની માહિતી” એ બંને મહત્વનાં પરિબળ છે ત્યારે ભાજપ સરકાર ગુજરાતનાં નાગરિકનો “માહિતીનો અધિકાર” જે લોકતાંત્રિક અધિકાર પણ છે તે કેમ છીનવી રહી છે? કોરોના મહામારીમાં રાજ્યનાં દરેક નાગરિક સુરક્ષિત રહે અને રાજ્યમાં મૃત્યુ દરમાં ઘટાડો થાય તેવા હકારાત્મક સુચનને સ્વીકારવાને બદલે રાજ્યનાં મુખ્યમંત્રી અને ભાજપ સરકાર આંકડાઓ છુપાવાની, આંકડામાં વિસંગતાઓ ઉભી કરવી તે કેટલે અંશે વ્યાજબી ? તેવો પ્રશ્ન કરતા ગુજરાત…

Read More
smccc

સુરત શહેરમાં જ્યારથી કોરોનાની એન્ટ્રી થઈ છે ત્યારંથી ઘણા નિયમો બન્યા અને ઘણા નિયમો બદલાયા. સુરત શહેરમાં જે વિસ્તારોમાં પોઝીટીવ કેસો આવી રહ્યા છે તે વિસ્તારને ક્લસ્ટર જાહેર કરાતા હતા. જેમાં હવે સુધારા કરાયા છે. અને માત્ર સોસાયટીને જ કન્ટેનમેન્ટ કરાશે. પરંતુ હવે સુરત શહેરમાં જે પણ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં પોઝીટીવ કેસ આવશે તે સોસાયટીને 28 દિવસ માટે કોરેન્ટાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાબતે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા સુરત મનપા કમિશનરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. અને આ બાબતે પુન:વિચારણા કરવા માટેની માંગ કરવામાં આવી છે. રજુઆતમાં તેઓએ જણાવ્યું છે કે, સુરત શહેરમાં જે ક્લસ્ટર વિસ્તાર જાહેર…

Read More
EARTH

કોરોના વાયરસ લૉકડાઉન વચ્ચે રાજધાની દિલ્હીમાં એકવાર ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે. મહિનામાં આ બીજીવાર છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 માપવામાં આવી છે. તેનું સેન્ટર દિલ્હીની પાસે ગાઝિયાબાદ જણાવવામાં આવી રહ્યું છે. આ પહેલા 12 અને 13 એપ્રિલે પણ દિલ્હીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.  મે મહીનામાં બીજીવાર આવ્યો ભૂકંપ આ પહેલા દિલ્હીમાં  10 મે ના રોજ ભૂકંપના ઝટકા આવ્યા હતા. એ પહેલા12 એપ્રિલે દિલ્હી એનસીઆરમાં સાંજે 5.50 કલાકે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. કોરોના વાયરસ લૉકડાઉનને કારણે આ દિવસે પણ મોટા ભાગના લોકો ઘરની અંદર હતા. ત્યારે ભૂકંપની તીવ્રતા 3.5 માપવામાં આવી હતી. ત્યારે કેન્દ્ર દિલ્હીનો પૂર્વ ભાગ હતું.

Read More
Citizen portal

ગુજરાત સરકારનાં સીટીઝન પોર્ટલ પર  મુખ્યમંત્રીનાં નામમાં ભુલ થઈ હોવા છતા તેને સુધારવાની ઘણા સમયથી તસ્દી લેવાઈ નથી. ગુજરાત સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે ઓનલાઈન સીટીઝન પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતનાં મુખ્યમંત્રીનું નામ વિજયની જગ્યાએ ‘જય’ કોઈ ભૂલથી થયું કે જાણી જોઈને તે મોટો તપાસનો વિષય છે. નાગરિકોને ઓનલાઈન ફરિયાદ કરવાથી લઈને 14 જેટલી સેવાનો લાભ આ પોર્ટલ મળે છે. ગુજરાત સરકારનાં ગૃહ વિભાગે તૈયાર કરેલા સીટીઝન પોર્ટલ, ગુજરાત પોલીસની અત્યાર સુધી ઓનલાઈન 3.34 લાખ જેટલા લોકો વિઝિટ કરી ચૂક્યાં છે. લાખો લોકો જે પોર્ટલની વિઝિટ કરતા હોય ત્યાં જો ગુજરાતનાં સન્માનીય મુખ્યમંત્રીનાં નામમાં આ ગંભીર પ્રકારની ભૂલ…

Read More
maxresdefault 1140x620 1

સુરત શહેરમાં દિવસે ને દિવસે કોરોના પોઝીટીવ કેસો વધી જ રહ્યા છે. લોકડાઉન 4.0 માં ઘણા વિસ્તારોમાં વેપાર-ધંધા શરૂ થઈ ગયા છે. અને તેના કારણે કેસો પણ વધી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. સુરત શહેરમાં ગઈકાલે એક જ દિવસમાં 53 પોઝીટીવ કેસો નોંધાયા હતા. અને સુરતમાં હવે કતારગામ ઝોનમાં વધુ કેસો સામે આવી રહ્યા છે. જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સઘન સેનીટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં કતારગામ ઝોનમાં કેસો દરરોજ વધી રહ્યા છે. કતારગામ ઝોનમાં ખાસ કરીને કોસાડ આવાસમાં કેસો વધી રહ્યો હોય, અહી શુક્રવારે સવારથી જ સઘન સેનીટાઈઝેશન શરૂ કરાયું હતું, કોસાડ આવાસમા વસતી પણ વધારે…

Read More
merlin 169431006 af741d5d e1b4 4ff9 b8a7 b224937f9bc0 articleLarge

સુરત મહાનગર પાલિકા દ્વારા હાલ સૌથી વધારે ફોક્સ કો-મોર્બીડ અને વૃદ્ધો છે. મનપા દ્વારા અમુક દિવસો પહેલાં તેમને ધ્યાનમાં રાખી એપીએક્સ પદ્ધતિ મુજબ સરવે હાથ ધરવામાં આવ્યો હતો. આ સરવે હાલ પૂરો થવાની તૈયારીમાં છે. થોડા દિવસો પહેલાં મનપા દ્વારા શહેરમાં 2.96 લોકો કો-મોર્બીડ તેમજ વૃદ્ધો હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમજ તેમને વધારે તકેદારી રાખવાની સૂચના પણ આપવામાં આવી હતી. મનપા કમિશનરે વડીલોને કારણ વગર બહાર નહીં નીકળવાની અપીલ કરી હતી. કમિશનરે ગુરુવારે જણાવ્યું હતું કે, મનપા દ્વારા જે વડીલોને વધારે તકેદારીની જરૂર છે તેવા વડીલોની ઝોન પ્રમાણે યાદી તૈયાર કરાઇ રહી છે. હાલ પ્રાથમિક તબક્કામાં મનપા 50 વડીલોની યાદી…

Read More