Author: Satya-Day

kejriwal

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે કોરોના કેસોમાં વધારો ચિંતાનો વિષય છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. તેમણે કહ્યું કે મોટાભાગના લોકો ઘરે પણ સ્વસ્થ થઈ રહ્યા છે. કેજરીવાલના જણાવ્યા મુજબ છેલ્લા 15 દિવસમાં 8500 કોરોના કેસ સામે આવ્યા છે, પરંતુ ફક્ત 500 જ હોસ્પિટલમાં દાખલ છે, બાકીનાની સારવાર ઘરે થઈ રહી છે અને તોએ ત્યાંજ સાજા થઈ રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે સોમવારથી લોકોને હોસ્પિટલમાં દાખલ થવા માટે ભટકવું નહીં પડે કારણ કે એક એપ લાવવામાં આવી છે. જેમાં હોસ્પિટલોનો ડેટા હશે, આ એપમાં જ જણાવવામાં આવશે કે બેડ ક્યાં ખાલી છે. આ માટે એક વેબસાઇટ પણ બનાવવામાં આવી રહી…

Read More
690472 dark clouds over delhi

દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાએ વિધિવત આગમન કરી દીધું છે. કેરળમાં વરસાદ બાદ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આ વર્ષે વહેલું ચોમાસુ શરૂ થવાની આગાહી કરી હતી. તે મુજબ જ કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. જેને જોતા ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદ શરૂ થાય તેવી શક્યતા છે. જોકે હાલ વાવાઝોડાની શક્યતાને પગલે દક્ષિણ ગુજરાત તેમજ સુરતમાં વાદળછાયું વાતાવરણ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે. હાલમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધતાં લોકો અતિશય ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી રહ્યા હતા અને ગરમીથી રાહત મેળવવા લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ ગરમીની વચ્ચે દિલ્હીમાં…

Read More
mahacyclone 952x500 1590652709

પશ્ચિમ બંગાળમાં આવેલા વાવાઝોડા “અમ્ફાન” ને કારણે પશ્ચિમ બંગાળમાં 85 લોકોના મોત થયા હતા, જ્યારે જંગી આર્થિક નુક્સાન પણ થયું હતું. આ વાવાઝોડાની શાહી હજુ તો સૂકાઈ પણ નથી અને હવે ગુજરાત પણ એક ચક્રવાતી વાવાઝોડાનો ખતરો મંડરાવા લાગ્યો છે. અરબી સમુદ્રમાં છેલ્લા 4 દિવસ દરમિયાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના પગલે હવે આ ડિપ્રેશન વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. જો કે આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત હવામાન ખાતા તરફથી કરાઈ નથી, પરંતુ નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના 120 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. જો કે ભારતીય હવામાન વિભાગ તરફથી આ મામલે…

Read More
vijay rupani 1 640x384 1

એક સપ્તાહ પહેલાં શનિવાર અને પછી રવિવારે આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતિ રવિના ફેસબુક માધ્યમથી થતાં કોરોનાને લગતા બ્રિફિંગને અગમ્ય કારણોસર બંધ કરવાનો સીલસીલો શરૂ થયો હતો.ગુજરાત સરકારે ગત શનિવારથી કોરોનાના બ્રિફિંગને બંધ કર્યા પછી હવે મુખ્યમંત્રીના મહત્વાકાંક્ષી ડેશબોર્ડ ઉપર રજૂ થતી રાજ્યના જિલ્લાઓના કોરોના કેસની દૈનિક સ્થિતિ, કુલ કેસ, ટેસ્ટ, ડિસ્ચાર્જ, મૃત્યું અને કોરન્ટિન કરાયેલા લોકોની સ્થિતિ દર્શાવતા પત્રકમાંથી દૈનિક કેસ તથા કુલ કેસનો આંકડો જ કાઢી નાખવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં કુલ કેસ કરતાં ડિસ્ચાર્જનો આંક વધ્યો હોવાથી પહેલી વખત ડેશ બોર્ડ પર નજર કરનારને એવું જ પ્રતિત થાય કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ કાબુમાં છે. પરંતુ વાસ્તવિક્તા કંઇક જુદી…

Read More
EXAM

જીટીયુએ ૨૫મી જૂનથી ફાઈનલ યરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની જાહેરાત કરી છે.  પરંતુ અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા કેવી રીતે આવી શકશે ? તે વિશે કોઈએ વિચાર્યું નથી. શ્રમિકોની સાથે સાથે પરપ્રાંતના વિદ્યાર્થીઓ પણ તેમના વતનમાં પહોંચી ગયા છે અને તેમને મેસેજ મળ્યો કે ૨૫મી જૂનથી પરીક્ષા છે કોરોનાના કારણે લોકડાઉન અમલી બનતા મોટાભાગની હોસ્ટેલ ખાલી કરાવીને ત્યાં કોવિડ કેર સેન્ટર બનાવી દેવાયા છે. જેટલાં પણ વિદ્યાર્થીઓ રોકાયા હતા તે પણ શ્રમિકો માટેની ટ્રેનમાં બેસીને તેમના વતનમાં પહોંચી ગયા છે. પરંતુ જોવાની ખૂબી એ થઈ કે વિદ્યાર્થી વતનમાં પહોંચ્યા અને તેમને મેસેજ મળ્યો કે ૨૫મી જૂનથી પરીક્ષા છે. હાલમાં તમામ વાહન…

Read More
corona lockdown close 660 150420020538 250420042257

લૉકડાઉન 5 અંગે ગૃહ મંત્રી અમિત શાહે ગઈકાલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. આ ચર્ચાથી માહિતગાર કરવા તેઓ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. દેશમાં કોરોના વાયરસને કારણે લાગુ થયેલ ચોથુ લોકડાઉન 31 મે ના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. દરમિયાન હવે દરેકને પ્રશ્ન છે કે 1 જૂનથી લોકડાઉન 5 લાગુ થશે કે નહીં. દેશમાં કોવિડ ટાસ્ક ફોર્સની બે પેનલોએ લોકડાઉન અંગેનો અહેવાલ આરોગ્ય મંત્રાલયને આપ્યો છે, જેમાં લોકડાઉન ખોલવાની સલાહ આપવામાં આવી છે.કોવિડ ટાસ્ક ફોર્સની બે પેનલ સી.કે. મિશ્રા અને ડો.વી.કે. પોલની અધ્યક્ષતામાં કામ કરી રહી છે. બંને પેનલોએ લોકડાઉનમાંથી કેવી રીતે બહાર નીકળવું તે અંગેનો અહેવાલ…

Read More
bank 03 money

ધી સાઉથ ગુજરાત કો. ઓપરેટિવ બેંક એસોસિએશન (સ્કોબા) દ્વારા આજે બેંકોના પદાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ કોવિડ-19ની વર્તમાન સ્થિતિમાં બેંકોની બહાર લાંબી કતારો ન લાગે તે માટે બેંકોએ ફોર્મ વિતરણ નહીં કરવાનો નિર્ણય લીધો છે. સ્કોબાના પ્રેસિડેન્ટ મુકેશ ગજ્જરે જણાવ્યું હતું કે, બેંકો પોતાની વેબસાઇટ પર ફોર્મ રજૂ કરશે. ગ્રાહકો ત્યાંથી વિનામુલ્યે ફોર્મ ડાઉનલોર્ડ કરી તમામ જરૂરી વિગતો અને પુરાવાઓ ભરીને બેંકોમાં માત્ર જમા કરાવવા આવશે. આજે યોજાયેલી કોન્ફરન્સમાં ગુજરાત કો. ઓપરેટીવ બેંક ફેડરેશનના ડિરેકટર આર. એન. જોષી, સીઇઓ જે. વી. શાહ, નાફકબના પ્રેસિડેન્ટ જયોતીન્દ્ર મહેતા પણ જોડાયા હતા. સ્કોબા ચેરમેન મુકેશ ગજ્જરે કહ્યું હતું કે,…

Read More
adw 1

કોરોનાની મહામારીને કારણે પોઝિટિવ કેસના આધારે સુરત મહાપાલિકા દ્વારા નિયત કરવામાં આવેલા ક્લસ્ટર ઝોનમાં ગઈકાલે અન્ય વિસ્તારો બાદ આજે હોટસ્પોટ સમાન કોટ વિસ્તારના વિસ્તારોમાં પણ ક્લસ્ટરમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. કોટવિસ્તારમાં અગાઉ નવ જ ક્લસ્ટર હતા પરંતુ તેનો વ્યાપ ઘણો જ મોટો હતો. આશરે સાડા ચાર લાખ લોકો ક્લસ્ટરમાં હતા. ક્લસ્ટરને જ મનપા દ્વારા કન્ટેન્મેન્ટ ઝોન બનાવી દેવામાં આવ્યા હોવાથી 90 ટકા જેટલા કોટવિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોનના નિયમો લાગુ પડતા હતા અને કોઈ જ છૂટછાટ મળતી નહોતી. હાલમાં જ્યારે અન્ય વિસ્તારોને છૂટ આપવામાં આવી ત્યારે કોટ વિસ્તારમાં પણ સ્થિતિની સમીક્ષા કરીને ક્લસ્ટરમાં પણ ફેરફાર કરવાની માંગ ઉઠી હતી. ધારાસભ્ય અરવિંદ રાણાની…

Read More
valsad

કોરોનાને કારણે કરવામાં આવેલા લોકડાઉનને કારણે કોલેજ અને યુનિ. લેવલની પરીક્ષા જુલાઈમાં આયોજીત કરવામાં આવશે. જો કે માનવ સંસાધન વિકાસ મંત્રાલય તેમજ યુજીસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો કોરોનાને કારણે પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવ્યો તો ફક્ત અંતિમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. પહેલા અને બીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને આંતરિક મૂલ્યાંકનને આધારે તેમજ આગળના સેમેસ્ટરના 50 ટકા ગુણને આધારે પાસ કરી દેવામાં આવશે. જો કે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને લઈને તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા આયોજીત કરવામાં આવશે. જો જૂલાઈ સુધી પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવ્યો તો પરીક્ષાની નવી તારીખો અંગે જાહેરાત કરવામાં આવશે. આ…

Read More
3 14 1

શહેરમાં આજે સતત બીજા દિવસે ઝડપી પવનો ફૂંકાવાની સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો નોંધાયો હતો. આ સાથે જ આગામી બે દિવસ સુધી હવામાન વિભાગે છૂટાછવાયા વરસાદ ઝાપટા પડવાની આગાહી કરે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં ચોમાસા પૂર્વે મે મહિનાના અંતમાં આબોહવાકીય ફેરફાર થતાં હોવાની સાથે પ્રેશર સિસ્ટમમાં પણ ફેરફાર થવાથી ભારે પવન ફુંકાઈ રહ્યા છે. આ સાથે જ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણની સાથે છૂટાછવાયા વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. સતત બીજા દિવસે આજે દિવસ દરમિયાન ૧૫ કિલોમીટરની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. ઝડપી પવનોની સાથે આજે મહત્તમ તાપમાન આંશિક વધારા સાથે ૩૪.૬ ડિગ્રી સેલ્સિયસ…

Read More