Author: Satya-Day

દેશમાં કોરોનાના ચેપના વધતા કેસ વચ્ચે એક વાર આવતીકાલથી ફરી ટ્રેન પાટે ચઢી રહી છે અને રેલવે સોમવાર 1 જૂનથી 200 નવી સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કરવા જઇ રહી છે. રેલવે દ્વારા રવિવારે કહેવાયું હતું કે તેઓ 1લી જૂનથી 200 સ્પેશિયલ ટ્રેન ચલાવવાનું શરૂ કરી રહ્યા છે. પહેલા દિવસે જ 1.45 લાખ કરતાં વધુ મુસાફરો તેમાં પ્રવાસ કરશે.ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર દરેક મુસાફરે એન્ટ્રી અને એક્ઝિટ પર ફરજીયાત સ્ક્રિનિંગ કરાવવું પડશે. રેલવે દ્વારા એવું પણ કહેવાયું છે કે 1લી જૂનથી 30મી જૂન સુધીમાં અંદાજે 26 લાખ મુસાફરોએ એડવાન્સ રિઝર્વેશન પિરીયડ માટે પોતાની ટિકિટ બુક કરાવી લીધી છે. રેલવેના જણાવ્યા અનુસાર 12મીમેથી…

Read More
11 2

ભીલાડ નજીક તલવાડા હાઈવે ઉપર આવેલી એક પ્લાયવુડ બનાવતી કંપનીમાં રાત્રે ભીષણ આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. આગ બુઝાવવા ઉમરગામ, સરીગામ, વાપી અને દમણથી ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ એટલી ભીષણ હતી કે રાતથી સવાર સુધી બુઝાવવાની કામગીરી ચાલતી રહી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી. પ્રાપ્ત સુત્રો પાસેથી મળતી જાણકારી મુજબ ભીલાડ નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ તલવાડા ગામ ખાતે આવેલી પ્લાયવુડ બનાવતી ટાઈમેક્સ ડોર ટાઈમેક્સ પ્લાયવૂડ લકી પ્લાયવુડ નેમીલેટ્સ નામની કંપનીમાં શનિવારે રાત્રે કોઈક કારણસર અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. તલવાડાના ગામ લોકોમાં…

Read More
IMG 20200531 180958

કોરોના વાઈરસ મહામારીને કારણે માસ્ક પહેરવું જરુરી થઈ ગયું છે. કેટલાક લોકોનું કહેવું છે કે, માસ્ક પહેરવાથી શ્વાસમાં આવતા ઓક્સિજનની માત્રા ઘટી જાય છે અને શ્વાસ બહાર કાઢીએ ત્યારે જે કાર્બન ડાયોક્સાઈડ બહાર નીકળે છે તે પાછો શ્વાસમાં જાય છે. જેના કારણે માથામાં દુખાવો, ગભરામણ જેવી સમસ્યા થઈ શકે છે. લોકો ઘરની બહાર નિકળતા પહેલા પોતાના મોઢાને માસ્ક અથવા તો રુમાલ વડે ઢાંકી દે છે. જેથી કોરોનાનો ખતરે ખુબ જ આછો થઈ જાય છે. તે માટે માસ્ક ભારતમાં પણ હવે અનિવાર્ય કરી દીધું છે. પરતું હવે ફેસ માસ્કને લઇ એક નવી વાત સામે આવી રહી છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયમાં…

Read More
surat2

સુરતમાં જે વિસ્તારોમાં પોઝીટીવ (positive) કેસો આવી રહ્યા છે તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. અને તે વિસ્તારોના લોકોને ફરજીયાત હોમ કોરેન્ટાઈન રહેવાનો આદેશ પણ આપવામાં આવી રહ્યો છે. જેને પગલે સુરતમાં માત્ર ઘર પુરતુ જ આ નિયમ લાગુ કરવામાં આવે તે માટે ઘણી રજુઆતો પણ કરવામાં આવી રહી છે. અનને તે માટે હવે આજે માનદરવાજા ટેનામેન્ટવાસીઓ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ પણ કરવામાં આવશે. કોવિડ-19 ના કારણે 22 માર્ચથી સતત લોકડાઉનની પરિસ્થિતિના કારણે ગરીબ-મધ્યમવર્ગ પરિવારો આર્થિક, માનસિક અને શારીરિક રીતે નબળા થયેલા લોકોને ઘણી અગવડતા પડી રહી છે. હાલમાંં સુરત મહાનગરપાલિકા દ્વારા કોવિડ-19 ના પોઝિટીવ કેસ ધરાવતા…

Read More
DIWALI TRAIN

સુરત રેલવે સ્ટેશન પરથી દોડતી તમામ શ્રમિક ટ્રેનોને આજથી બંધ કરાઈ છે. કોઈ પણ શ્રમિક ટ્રેન હવે પછી દોડાવવામાં આવશે નહીં. સુરત (Surat) કલેક્ટર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે જણાવવાનું કે ઓડિશાની ગત રોજ 3 ટ્રેન રદ કરાઈ હતી. જો કે પશ્ચિમ બંગાળ માટેની ટ્રેન ઉધના રેલવે સ્ટેશનથી ઉપડશે. આ અગાઉ શુક્રવારે મુસાફરોના અભાવે 7 ટ્રેન રદ કરાઈ હતી. તે પહેલા 10 ટ્રેનો પણ આ રીતે કેન્સલ કરાઈ હતી. સુરતમાં શનિવારે મોડી સાંજે પણ બીજા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ શનિવારે કુલ 59 પોઝિટિવ કેસ નોંધાયા છે.

Read More
8 3 1

વિશ્વભરમાં ટેકસટાઇલ નગરી તરીકે જાણીતું સુરત શહેર હવે ક્રિયેશનના ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. એટલુજ નહિ પણ હંમેશા કઈક નવું કરવા અગ્રેસર હોવા સાથે જ આપત્તિને અવસરમાં બદલવામાં પણ માહિર છે. કોરોના મહામારી વચ્ચે પણ સુરત આ સાબિત કરી બતાવ્યું. સુરતની ફૅશન ડીઝાઇન ડેવલોપમેન્ટ સેન્ટર ફેશોનોવાએ સાડી પર પહેરી શકાય એવી વિશ્વની પહેલી પીપીઇ કીટ ડીઝાઇન કરી છે અને આ કીટ ને સિટ્રા દ્વારા સ્વીકૃતિ પણ મળી ગઇ છે. આ કીટ ને કોવીડ નારી કવચ નામ આપ્યું છે. આ અંગે ફેશેનોવાના સંચાલક અંકિતા ગોયલે જણાવ્યું હતું કે હાલ જે પિપીઈ કીટ કોરોના વોરિયર્સ ને આપવામાં આવે છે તે સાડી…

Read More
cyclone fani article 660 051019051901

ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે આગામી ૪૮ થી ૭૨ કલાકમાં સાયક્લોન ડેવલપ થવાની આગાહી કરવામાં આવી હતી. આ સાથે જ સાયક્લોન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેના ભાગે ખંભાતના અખાત તરફ હિટ થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેરળથી પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આશરે ૨૦૦ કિલોમીટર દૂર ૪૮ થી ૭૨ કલાકમાં એક સાયક્લોન ડેવલપ થઈ રહ્યું છે. આ સાયક્લોન આગામી 3 જૂન સુધી ગોવા પર તેની અસર શરૂ કરશે. ચારથી પાંચ તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વચ્ચેના ભાગે હિટ કરી શકે છે. જેને પગલે ૩ જૂનથી ગોવા અને મુંબઇ સહિતના વિસ્તારોમાં તથા ૩ થી ૫ જૂનની…

Read More
60315731 various of vegetables at the street market in mumbai india 1140x620 1

શહેરમાં કોરોનાની વધી રહેલી સંખ્યાઓને લીધે મનપા દ્વારા કોરોનાનો ચેપ ફેલાતો હોય તેવા લોકોની તપાસ શરૂ કરવામાં આવી છે. પાછલા દિવસોમાં શાકભાજી વેચનારા અને અનાજ-કરિયાણાના વેપારીઓ દ્વારા મોટી સંખ્યામાં લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાથી મનપા દ્વારા આવા તમામ સુપર કોરોના સ્પ્રેડરોનાં બ્લડ સેમ્પલ લઇ તપાસ કરવામાં આવી હતી. મનપા દ્વારા લેવાયેલાં સેમ્પલમાં 94 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં ૫૧ શાકભાજી અને ફૂટ વિક્રેતા કનૈયાલાલ ઠાકોરદાસ મોદી, સોહિલ અબ્દુલ સફર પટેલ, અખર આઝી શેખ, જયેશ શિવચંદ શહાની, અનિલ અનુ ગોસાસવા, હરિભાઈ નાથા પરમાર, સુમિતપરાગજીભાઈ સોલંકી, લલિત સુરેન્દ્ર શુક્લા, સમાધાન ડાઉટ અરોડોલે, આસીફખાન રહીમખાન, સમીર અશોક મરચાવાલા, કેતન અરુણકુમાર દલાલ,…

Read More
Untitled

અત્યારે જ્યારે કોરોનાવાયરસથી થતાં કોવિડ-૧૯થી વિશ્વમાં અનેક સ્થળે કેસો ઘટી રહ્યા છે અને મૃત્યુઆંક ઘટી રહ્યો છે ત્યારે અમેરિકાના એક ડોકટર અને જાણીતા વૈજ્ઞાનિકે ચેતવણી આપી છે કે આ તો ફક્ત રિહર્સલ હોઇ શકે છે અને દુનિયાની અડઘી વસ્તીનો સફાયો કરી નાખે તેવો ઘાતક વાયરસ ત્રાટકી શકે છે. ડો. માઇકલ ગ્રેગર, કે જેઓ એક વૈજ્ઞાનિક છે, મેડિકલ ગુરુ અને શાકાહારનો પ્રચાર કરતા આહારશાસ્ત્રી છે તેમણે ચેતવણી આપી છે કે જો આપણે આપણી જીવન પધ્ધતિ નહીં બદલીએ તો આવો અત્યંત ઘાતક વાયરસ આવી શકે છે, આ વાયરસ મરઘાઓના ફાર્મમાંથી આવી શકે છે એ મુજબની ચેતવણી તેમણે આપી છે. ડો. ગ્રેગર શાકાહારના…

Read More
JOB

દેશમાં 25 માર્ચથી લોકડાઉન યથાવત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાનગી કંપનીઓને અપીલ કરી છે કે, લોકડાઉન દરમિયાન કોઇ કર્મચારીને નોકરીમાથી ન નીકાળો અને ન તો તેમનો પગાર કાપો. રોજગારન લઇ સરકાર ચિતિંત છે અને તેના કારણે જરૂરી પગલા લઇ રહી છે.નાણા મંત્રાલય અને શ્રમ મંત્રાલય મળી કોરોના સંકટ દરમિયાન લોકોની નોકરીઓમાં કાપ અને પગારમાં કાપના આંકડાઓ એકત્રિત કરી રહ્યા છે. નાણા મંત્રાલયના સૂત્રઓએ કહ્યું કે, વિદેશ પોર્ટફોલિયો રોકાણકાર (એફપીઆઇ) રૂટથી ચીનને પ્રતિબંધિત કરવા પર કોઇ પણ પ્રકારની રોક લગાવવામાં આવી નથી. આથી વધુ નાણા મંત્રાલયના સૂત્રોએ જાણકારી આપી કે, મંત્રાલયની નજર સાર્વજનિક ક્ષેત્રની બેંકો દ્વારા લોનની મંજૂરી અને ઋણના વિતરણ…

Read More