એસટી બસની હડતાળ પુરી થઇને ફરીથી રાબેતા મુજબ શરૂ થવાની સાથે જ એસટી બસના અકસ્માત પણ શરૂ થયાની ઘટના બની છે. દાહોદમાં શનિવારે મોડી રાત્રે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. એસટીના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારીને ટ્રક સાથે ટક્કર મારી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સદનસિબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. જોકે આ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથધરી છે. મળતી માહિતી પ્રમાણે દાહોદના ગોધરા રોડ વિસ્તારમાં જામનગર એક્સપ્રેસ એસટી બસ પસાર થઇ રહી હતી. આ સમયે બસની ટ્રકના પાછળના ભાગે ટક્કર થઇ હતી.બસ અને ટ્રકના અકસ્માતના પગલે બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ…
કવિ: Satya-Day
વડા પ્રધાન મોદી રવિવારથી PM-KISAN યોજનાનો પ્રારંભ કરાવશે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર આજથી લાભાર્થી ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000 જમા કરાવશે. ગોરખપુર સ્થિત ફર્ટીલાઇઝર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના મેદાનમાં એક વિશાળ જનમેદનની સંબોધી વડા પ્રધાન મોદી PM-KISANનો પ્રારંભ કરાવશે. કાર્યક્રમ દરમિયાનવડા પ્રધાન ગોરખપુરથી વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી કેટલાક લાભાર્થીઓ સાથે વડા પ્રધાન વાતચીત કરશે. આ યોજનાના લાભાર્થીઓની પ્રથમ યાદી તૈયાર કરાઈ છે. સરકારે પ્રથમ યાદીમાં 1.2 કરોડ ખેડૂતોનો સમાવેશ થાય છે, જેમને પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા 2,000નો પહેલો હપ્તો મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે વચગાળાના બજેટ દરમિયાન વડા પ્રધાન મોદીની મહત્ત્તવાકાંક્ષી યોજનાને પ્રસ્તુત કરતા નાણા મંત્રી પિયૂશ ગોયલે…
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. હોસ્પિટલના ડોકટર કૃપાલી દ્વારા રુચી તિવારી નામની પ્રસૂતાને લાફા ઝીંકી સર્જિકલ સાધન વડે ઇજા કરી હોવાના આરોપ મહિલા અને તેના પતિ દ્વારા કરવામાં આવ્યા છે. પ્રસૂતાને કાનના ભાગે ઇજા પહોંચતા આખરે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જો કે પ્રસૂતિ માટે આવેલી મહિલા દર્દી જોડે આટલી ગંભીર પ્રકારની ઘટના બનવા છતાં ખટોદરા પોલીસે ફક્ત મહિલા તબીબ સામે એન.સી.ફરિયાદ લઈ સંતોષ માન્યો છે. જ્યારે મહિલા તબીબ સામે કાર્યવાહી કરવાના બદલે સિવિલ હોસ્પિટલનું પ્રશાસન આંખે પાટા બાંધી મૌન સેવી લીધું. જેને લઈ અનેક સવાલો ઉભા થયા છે. પ્રસૂતાના પતિ નિતેશ તીવારીના…
પુલવામાં હુમલો બાદ ભારતના લોકો પાકિસ્તાનનો સખત વિરોધ કરી રહ્યા છે અને જે રીતે મીડિયામાં દર્શાવવામાં આવી રહ્યું છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે વડાપ્રધાન સમજૂતી કરે કે યુદ્ધ કરે તે પહેલા આ મીડિયા હાફસ જ પાકિસ્તાનને ખત્મ કરી દેશે. પાકિસ્તાનમાં ટામેટા મોંધા થઈ ગયા….. શાકભાજી મોંધા થઈ ગયા…ભારતમાં સોશિયલ મિડીયામાં હાહાકાર મચી ગયો છે, પણ હકીકત કંઈક અલગ છે. છેલ્લા પાંચદિવસથી મીડિયા બતાવી રહ્યું છે કે પાકિસ્તાનમાં હવે ભારતથી કશું જશે નહીં અને તેને ભુખે મરવાનો વારો આવશે અને વગેરે વગેરે, પણ આમાંથી હકીકત કેટલા લોકો જાણે છે? હા એ વાત સત્ય છે કે ઘણા વેપારીઓ અને ખેડૂતોએ…
લોકસભા ચૂંટણી પહેલા તમામ મોટો નેતાઓને ચૂંટણી જનસભાઓ શરૂ કરી દીધી છે અને આ સંબંધમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાકી નેતાઓથી આગળ છે. તેઓ તાબડતોબ ચૂંટણી સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટના ગઢમાં પીએ મોદીએ વિજય સંકલ્પ રેલી કરી. ભાજપે રાજ્યમાં લોકસભા ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કર્યા અને પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. વડાપ્રધાને જણાવ્યું કે રાજસ્થાનના ફોજી ભાઇઓને યાદ હશે કે કેવી રેતી 40 વર્ષ સુધી તેમણે વન રેન્ક વન પેન્શન પર ખોટા વાયદાઓ કરવામાં આવ્યા. આજે જવાનોની શહીદી પર આંસૂ વહાવનારાના મોં પર આવી વાતો શોભા નથી આપતી. અમારી સરકારે વન રેન્ક વન પેન્શ…
પોતાની ખાનગી માલિકીની જગ્યા જેવી કે ઘર કે ફાર્મ હાઉસમાં દારૂ પીવો તે ગુનો ન ગણાવો જોઈએ તેવી દાદ માંગતી પિટીશન આજે કાર્યકારી ચીફ જસ્ટીસ અનંત દવે અને જસ્ટીસ બિરેન વૈષ્ણવની ખંડ પીઠે રાજ્ય સરકારને સ્પષ્ટતા કરવા માટે સરકારને નોટીસ આપી છે. જેમાં તેમણે સ્પષ્ટ કર્યું છે કે દારૂ પણ ફૂડની વ્યાખ્યામાં આવે છે. લોકોએ શું ખાવું શું ન ખાવું તે બાબતે તેમના પર પ્રતિબંધ મુકાવો જોઈએ નહીં એવી પિટીશનમાં રજુઆત કરવામાં આવી છે.
યુપીના સીએમ યોગી આદિત્યનાથ એક કાર્યક્રમમાં પુલવામા શહીદોને યાદ કરીને સ્ટેજ પર જ રડી પડ્યા હતા. યોગી આદિત્યનાથના મન કી બાત કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થીએ તેમને પુલવામા હુમલા અંગે સવાલ પૂછ્યો હતો.જેનો જવાબ આપતી વખતે યોગીની આંખમાં આંસુ આવી ગયા હતા.તેમણે કહ્યુ હતુ કે તમે જે પ્રશ્ન કર્યો છે તે આજે દરેક વ્યક્તિના મનમાં છે. લખનોમાં યોજાયેલા વિદ્યાર્થીઓ સાથેની વાતચીતના કાર્યક્રમમાં બે કલાક મોડા પહોંચવા બદલ યોગીએ વિદ્યાર્થીઓની માફી માંગી હતી.એ પછી વિદ્યાર્થીઓ સાથે સવાલ દરમિયાન આદિત્ય નામના વિદ્યાર્થીએ પૂછ્યુ હતુ કે તમારી સરકાર શું કરી રહી છે, એક પછી એક આતંકવાદી હુમલા થઈ રહ્યા છે? યોગીએ તેનો જવાબ આપતા…
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે ભાંગરો વાટ્યો હતો. પુલવામા આતંકી હુમલામાં શહીદોને શ્રદ્ધાંજલી આપવા માટે ઉત્તરપ્રદેશ ગયેલો હાર્દિક હમારા આતંકી શબ્દ બોલીને ભૂલ કરી બેઠો હતો. લખનૌમાં સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મળીને પત્રકાર પરિષદ સંબોધતા હાર્દિકની જીપ લપસી હતી. જેના કારણે ન બોલવાનું બોલાઈ ગયું હતું. આ પછી સોશિયલ મીડિયા પર તેની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. હાર્દિક પટેલે આ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હું અને અખિલેશજી પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશમાં પહેલા પણ ઘણી વાર મળી ચૂક્યા છીએ. આજે હું તેમને ત્યાં ચા પીવા માટે આવ્યો છું, કારણ કે ચા પીતા પીતા સારી વાતો થાય છે. જેવું…
સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતા વરિષ્ઠ અધિકારીઓમાંથી કેટલાક અધિકારીઓ જમીનના મામલે બન્ને પાર્ટીને પોતાના ઘરે બોલાવી મિટિંગ કરતા હોવાની વાત પોલીસ કમિશનર સુધી પહોંચતા પોલીસ કમિશનર ખફા થઈ ગયા હતા અને શહેર પોલીસના ઇતિહાસમાં અભૂતપૂર્વ કહી શકાય તેવો આદેશ લેખિતમાં જાહેર કર્યો છે. જેમાં કોઇ પણ અધિકારીએ જમીનના મામલે ઘરે કે ઓફિસમાં બન્ને પાર્ટીને બોલાવીને મિટિંગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. બનતી ઘટના પ્રમાણે એક વ્યક્તિએ જમીનના મામલે ફરિયાદ નોંધાવી. આ વ્યક્તિને એક વરિષ્ઠ આઇપીએસ અધિકારીએ પોતાના ઘરે બોલાવી સામેની વ્યક્તિને પણ હાજર રાખી. આ વરિષ્ઠ અધિકારીએ ફરિયાદને ખખડાવી નાખ્યો અને સામેની પાર્ટી મારી છે. એમ કહી હવે પછી કોઈ…
Whatsappનું જાણીતું ફીચર સ્ટીકર્સમાં એક ફેરફાર જોવા મળ્યો છે. WaBetaInfo એ ટ્વિટ કરીને જણાવ્યું કે વોટ્સએપએ પોતાના સ્ટીકર્સમાંથી ‘Bibimbap Friends’ નામના સ્ટીકર પેકને હટાવી દીધું છે. હાલ આ વાતની કોઇ જાણકારી નથી કે કયા કારણોસર રિમૂવ કરવામાં આવ્યું છે. WaBetaInfo એ જણાવ્યું કે આ સ્ટીકર પેક એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે જે યૂઝર્સે એને પહેલાથી ડાઉનલોડ કર્યું છે, એમના કલેક્શનમાંથી આ હટાવવામાં આવ્યું નથી.પરંતુ હવે આ ડાઉનલોડ માટે ઉપલબ્ધ નથી. સ્ટીકર હટ્યા બાદ હવે યૂઝલ All Sticker વિકલ્પ પર જાય છે તો એને Bibimbap friends પેક જોવા મળશે નહીં. પરંતુ…