કવિ: Satya-Day

20,662 મતથી જસદણની પેટાચૂંટણીમાં ભાજપના ચિહ્ન પરથી ચૂંટણી લડી અને જીતીને કુંવરજીએ કોંગ્રેસના કિલ્લાને ધ્વસ્ત કરી નાંખ્યો છે. અવસર નાકીયાએ લડત આપી પરંતુ ચૂંટણી મેદાનમાં ગુરુની સામે ચેલાનો પરાજય થયો અને ફરીવાર પુરવાર થયું કે જસદણ કુંવરજી બાવળીયાનું છે. પાછલા કેટલાય સમયથી ભાજપમાં ઓબીસી સમાજમાંથી નેતાની કારમી અછત સર્જાયેલી જોવા મળી રહી છે. પરષોત્તમ સોલંકી અને હીરા સોલંકી જેવા બે બંધુ ચહેરા હોવા છતાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નુકશાન સહન કરવાનો વારો આવ્યો હતો. આ નુકશાનની ભરપાઈ કરવાનું મન ભાજપે બનાવી લીધું હતું અને ઓપરેશન કુંવરજી શરૂ થયું. તેમાંય વળી કોંગ્રેસે પરેશ ધાનાણી અને અમિત ચાવડા જેવા યુવાઓને કમાન સોંપતા કુંવરજીએ…

Read More

ગુજરાતના રાજકોટ જિલ્લાની જસદણ બેઠક માટેની મતગણતરી પુરી તી ગઈ છે, જેમાં ભાજપના કુંવરજી બાવળીયાનો શાનદાર વિજય થયો છે. તમામ 19 રાઉન્ડની મતગણતરી બાદ ભાજપના ઉમેદવાર કુંવરજી  કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા સામે 19 985 મતથી જસદણની જંગ જીતી ગયા છે. કુંવરજી બાવળીયાને 90268 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના અવસર નાકીયાને 70,283 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા મતગણતરી મથક છોડીને ગયા ત્યારે મિડીયા સાથેની વાતચીતમાં તેમણે ગેરરીતીનો આક્ષેપ કર્યો છે અને છેવટ સુધી હાર નહીં સ્વીકારવાની તૈયારી બતાવી છે.

Read More

જસદણ મોર્ડન સ્કૂલ ખાતે મત ગણના માટે 14 ટેબલ ઉપર ગણના ગોઠવાઈ છે. 165325નું મતદાન થયું હોવાથી મતગણના 20 રાઉન્ડ સુધી ચાલશે અને 11.30 કલાક સુધીમાં ટ્રેન્ડ આવવા લાગશે જ્યારે 12.30 સુધીમાં પરિણામ આવી જવાની શકયતા છે. જસદણ પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે ત્યારે જસદણની પેટાચૂંટણીની જંગમાં કોણ જીતે એના ઉપર લોકોની મીટ મંડાણી છે. જોકે, કુંવરજી બાવરિયા અને અવસર નાકિયાના સમર્થકો મતગણતરી સેન્ટર ઉપર પહોંચી ગયા હતા. જ્યારે બંને નેતાઓ ઉપર સ્થળ ઉપર પહોંચ્યા હતા. અન્ય સમર્થક નેતાઓ પણ મતગણતરી મથકે પહોંચ્યા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બોલાચાલી પણ થઇ હતી. મતગણતરી કેન્દ્ર પર…

Read More

ગુજરાતની જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીના આજે જાહેર થઈ રહેલા પરીણામના આઠમાં રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાની લીડમાં ઘટાડો થયો છે, જેમાં 2000 મતનો ઘટાડો નોંધાયો છે. જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં પરીણામના જાહેરાચના પ્રથમ રાઉન્ડથી જ ભાજપના કુંવરજી બાવળીયા લીડ મેળવી રહ્યા હતા. જેમાં સામે કોંગ્રેસના અવસર નાકિયાની લીડ ઓછી હતી. જો કે આઠમાં રાઉન્ડમાં કુવરજીની લીડ ઘટતા આ પરીણામ ખુબ રસાકસી વાળું જોવા મળી રહ્યું છે.

Read More

પ્રતિષ્ઠાનો જંગ બનેવી જસદણ વિધાનસભાની ચૂંટણીમાં આજે મતદાન શરૂ થઈ ગયું છે. કુલ 19 રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રીયા શરૂ કરવામાં આવી છે. તો તેમાં બે રાઉન્ડ પુર્ણ થતા કુંવરજી બાવળીયા 1244 મતથી આગળ ચાલી રહ્યા છે. તો 6 રાઉન્ડ અવસર નાકિયા માટે ખુબ મહત્વનો છે, કારણકે તે તેનો વિસ્તાર છે. પહેલા રાઉન્ડમાં કુવરઝી 1200 મતથી આગળ હતા, બીજા રાઉન્ડમાં તેઓ 1800 મતથી અને 3 જા રાઉન્ડમાં કુંવરજી 2700 મતથી આગળ ચાલી રહ્યા છે. એક પછી એક રાઉન્ડમાં કુંવરજી આગળ વધી રહ્યા છે ્યારે અવસર નાકીયા માટે મુશ્કેલી વધી રહી છે.

Read More

જસદણ વિધાનસભા પેટાચૂંટણીની આજે મતગણતરી છે. આ પેટાચૂંટણી ભાજપ અને કોગ્રેસ બંન્ને માટે નાકની લડાઇ છે. ભાજપ તરફથી મંત્રી કુંવરજી બાવળિયા મેદાનમાં છે તો કોગ્રેસ તરફથી અવસર નાકિયા ચૂંટણી લડી રહ્યા છે. મતગણતરી શરૂ થાય તે અગાઉ જ કુંવરજી અને અવસર નાકીયાએ પોતાની જીતના દાવા કર્યા છે.  અહીં 20 ડિસેમ્બરે મતદાન થયું હતું જેમાં સરેરાશ 72 મતદાન થયું હતું. 19 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. એક જ સેન્ટરના 14 ટેબલ પર ગણતરી થશે. જસદણની મોડલ સ્કૂલ ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે બપોરે 12 વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકશે કે જસદણની જનતાએ પોતાના પ્રતિનિધિ તરીકે કોને…

Read More

ભારતની સૌથી જૂની બેંકોની યાદીમાં સામેલ ત્રણ સરકારી બેંકોનુ અસ્તિત્વ નવા વર્ષે સંપૂર્ણ રીતે સમાપ્ત થઇ જશે. એવામાં આ બેંકોમાં જે લોકોનું ખાતુ છે, તેવા ખાતેદારોએ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અમે બેંક ઑફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકની વાત કરી રહ્યાં છે. ખરેખર, નાણાં મંત્રાલયે આ ત્રણેય બેંકોના મર્જરને મંજૂરી આપી દીધી છે. આ ત્રણ બેંકોના મર્જરથી એક નવી બેંક બનાવવામાં આવશે. નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલી મંજૂરી બાદ તમારે વધુ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જો તમારું એકાઉન્ટ બેંક ઑફ બરોડા, દેના બેંક અને વિજયા બેંકમાં છે તો તમારે ફરીથી પોતાનુ ખાતુ ખોલાવવુ પડશે. ખાતુ ખોલવા…

Read More

આ વર્ષે ઘણા સેલેબ્સનાં લગ્ન થયાં. ક્યાંય દિપીકા-રણવીર, સોનમ કપુર-આનંદ અહુજા અને ઇશા અંબાણી-આનંદ પિરામલનાં લગ્ન બહુ ચર્ચામાં રહ્યા છે. ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્ન 12 ડિસેમ્બરે  આનંદ પિરામલ સાથે થયા. લગ્ન પછી પણ ઇશા અંબાણી ચર્ચામાં છે. તે હવે નવા ઘરમાં એન્ટ્રી કરશે. ઈશા-આનંદના નવા ધારના ફોટો સોશિયલ મીડિયા પર ખાસ્સા વાયરલ થયા છે. ઈશા હવે વર્લી સી- ફેસ બંગલામાં રહેવા જવાની છે. આ બંગલો 50 હજાર ચો.ફૂટનો વિસ્તાર ધરાવે છે અને આ બંગલાનું નામ ગુલીટા (Gulita) છે. મીડિયા અહેવાલો અનુસાર, 27 વર્ષીય ઇશા અને 33 વર્ષીય આનંદ ગુલીટામાં શિફ્ટ થવાના છે. 50 હજાર…

Read More

ગુજરાત ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી જસદણ વિધાનસભા માટે આવતીકાલે મતગણતરી થવાની છે. જસદણની પેટાચૂંટણીમાં ભાજપના સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકીયા વચ્ચે સીધી ફાઈટ છે. કોનું નસીબ જોર કરી રહ્યું છે તે આવતીકાલે મતગણતરી બાદ માલૂમ પડી જવાનું છે. જસદણની પેટાચૂંટણીમાં ભાજપે આ વખતે પેટા ચૂંટણીમાં મેગા પ્રચાર કર્યો હતો. જેમાં CM, 7 મંત્રી, 38 MLA, 3 કેન્દ્રીય મંત્રીએ પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત 5 સાંસદ, 6 પૂર્વ મંત્રીઓએ પણ પ્રચાર કર્યો હતો. ભાજપના 95 નેતાઓ પણ જસદણ પેટા ચૂંટણીનાં મેગા પ્રચારમાં જોડાયા હતા. આટલો મોટો કાફલા ઉપરાંત 35 સ્ટાર પ્રચારકો સાથે ભાજપનો ચૂંટણી પ્રચાર રહ્યો…

Read More

મહાલ-બરડીપાડા પર માર્ગ પર આજે 50 વિદ્યાર્થીઓ ભરેલી બસ ખાડીમાં ખાબકતા હાહાકાર મચી જવા પામ્યો છે. બસ 300 ફૂટ નીચે ખાડીમાં ખાબકતા દોડધામ મચી જવા પામી છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ  પોલીસ, ફાયરવિભાગ સહિતનો કાફલો ઘટનાસ્થળે તાત્કાલીક પહોંચ્યો છે. બસમાં સવાર વિદ્યાર્થીઓ અમરેલી જિલ્લાના છે. મહત્વનું છે કે, આસપાસના લોકો બચાવ કામગીરી માટે પહોંચ્યા છે. આ બસમાં અમરેલી જિલ્લાના 50 વિદ્યાર્થીઓ હતા. ત્યારે ક્યા કારણોસર બસ ખાડીમાં ખાબકી તે જાણી શકાયું નથી. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બસ ખીણમાં ખાબકતા કેટલાક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલીક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે કે, 108 એમ્બ્યુલન્સો…

Read More