જસદણ પેટાચૂંટણીના કોંગી ઉમેદવારે મતદાન શરૂ કરતા પહેલા ભગવાનના આશિર્વાદ મેળવ્યા હતા અને જાતે છકડો ચલાવીને આસલપુર મતદાન કેન્દ્ર પર મતદાન કરવા તેઓ પહોંચી રહ્યા છે. અવસર નાકિયાના ઘરે વહેલી સવારથી ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો. કડકડતી ઠંડીમાં પણ સવારથી કાર્યકરો તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. અને કોંગી ઉમેદવાર અવસર નાકિયા જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો અવસર નાકિયા પણ રાજકીય ગરમાવા વચ્ચે મતદાન પહેલા હરિફ ઉમેદવાર કુંવરજીપ પર આકરા પ્રહાર કર્યા અને કુંવરજીના રોજયોગનો અંત આવી રહ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. કંવરજીએ જસદણની પ્રજા સાથે વિશ્વાસ ઘાત કર્યો હોવાનો પણ તેઓએ આરોપ લગાવ્યો હતો. પ્રતિષ્ઠાનો જંગ બનેલી ચુંટણીના…
કવિ: Satya-Day
રાજકોટ જિલ્લાની જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનો આજે પ્રારંભ થોય છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને માટે આજે પ્રતિષ્ઠાની જંગ છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ છેલ્લે સુધી મતદારોને રિઝવવાની પ્રયત્નો કર્યા હતા. આ પેટાચૂંટણી ખુબ રસાકસીવાળી છે, જેથી મતદાન મથકો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. આ જંગમાં કોનો વિજય થાય તે 23 ડિસેમ્બરે જ ખબર પડશે. મતદાનનું લાઈવ અપડેટ્સ ગુજરાતમાં કકડતી ઠંડી હોવા છતા મતદારોમાં ઉત્સાહ સવારે મતદાનમથકો પર ઠંડીની અસર, લોકો ધીમે ધીમે આવી રહ્યા છે. તડકો નીકળશે પછી મતદારો મત આપવા આવશે સવારે મોર્નીંગ વોક અને ખેતરમાં જનારા ખેડૂતો મતદાનમથક પર મત આપવા પહોંચી ગયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
આજે જસદણમાં યોજાનારી ચૂંટણી કોંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ છે. ત્યારે હવે આઠ વાગ્યાના ટકોરે મતદાન શરૂ થઈ ગયું છે. કુલ આઠ ઉમેદવારોનું ભાવી આજે મતદાન પેટીમાં સિલ થશે. પરંતું આ તમામ વચ્ચે મુખ્ય લડાઈ ગુરુ અને ચેલા વચ્ચે છે. ભાજપના અયાતી ઉમેદવાર કુંવરજી બાવળીયા માટે પક્ષપલટા બાદ જીતવું મહત્વનું બની ગયું છે. આજે કુંવરજી માટે આ જંગની જીત ખુબ મહત્વની બની ગઈ છે. તેમણે આ વર્ષે કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપનો હાથ પકડ્યો છે. અત્યાર સુધી તેઓ કોંગ્રેસ તરફથી લડતા અને જીતતા હતા. ત્યારે તેમણે મતદાન શરૂ થતા પહેલા ઘરે પૂજાપાઠ કર્યા હતા. મતદાન રહેલા કુંવરજી બાવળીયાએ નિવેદન આપતા…
આજે જસદણની પેટા ચૂંટણી પર દરેકની નજર મંડાયેલી છે, જેના કારણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાલમાં યોજાયેલી ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જીતને લઈને ગુજરાત કોંગ્રેસના કાર્યકરોનો ઉત્સાહ સમાતો નથી. આ તમામ વાતાવરણ વચ્ચે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પોતપોતાની જીતનો દાવો કર્યો છે. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાએ મતદાન શરૂ થાય તે પહેલા નિવેદન આપતા કહ્યું હતું કે ‘ જસદણમાં કોંગ્રેસની જીત નક્કી જ છે’. તેમણે જણાવ્યું હતું કે જસદણના મતદાતાઓ કોંગ્રેસની સાથે જ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ‘ગુરુ કરતા ચેલો સવાયો નિકળશે”.
જસદણ વિધાનસભા બેઠકની ઐતહાસિક કહી શકાય એવી પેટા ચૂંટણી માટે છેલ્લા દસ દિવસથી પ્રચાર યુધ્ધ ચાલી રહ્યા છે જેનો હવે અંત આવ્યો છે. હવે મતદાન માટેની ઘડી આવી ગઈ છે. આજ રોજ ચુંટણી જંગમાં 262 બુથ પર મતદાન યોજાશે, જેમાં ભાજપ-કોંગ્રેસ સહિત આઠ ઉમેદવારોનું ભાવી ઈ.વી.એમ માં કેદ થશે અને 23 મી એ ભારે રોંમાંચ સાથે મત ગણતરી થશે. હાલ અર્ધલશ્કરી છ પ્લાટૂન સાથે 1100 સુરક્ષા જવાનોનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. માત્ર ગુજરાત જ નહીં દિલ્હીના રાજનેતાઓની નજર પણ અહીં મંડાઈ છે. આજ રોજ 2,32,116 મતદારો જસદણ -વીંછીંયા તાલુકા સહિતના વિધાનસભા વિસ્તારના ભવિષ્યનો નિર્ણય મતદાન દ્વારા કરશે. 18 વર્ષની વય…
જસદણ વિધાનસભાની પેટાચૂંટણીનું મતદાન શરૂ થયા તેના ગણતરીના કલાકો પહેલાં પડઘરીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાની પોલીસે પૂછપરછ કરી હતી. લલિત કગથરાની પૂછપરછને પગલે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉચાટ જન્મી ગયો હતો. વિગતો મુજબ ધારાસભ્ય લલિત કગથરાની રાજકોટ રૂરલ પોલીસ દ્વારા મોડી રાત્રે પૂછપરછ કરવામાં આવી હતી.ચૂંટણી પંચની આચરસંહિતાનો નિયમ છે જે વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી હોય અને તે મત વિસ્તારનો મતદાર કે વ્યક્તિ ન હોય તેમણે મતદાનનાં 48 કલાક પહેલા તે વિસ્તારને છોડી દેવાનો હોય છે. લલિત કગથરાએ ચૂંટણી પંચના આદેશનો ભંગ કર્યો હોવાથી તેમને પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવાયા હતા. જો કોઈ રાજકીય વ્યક્તિ હોય તો તેને ચૂંટણી પંચના આદેશ પ્રમાણે…
આધાર કાર્ડને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા કોઈ પણ સરકારી કામકાજ માટે આધાર કાર્ડ માંગવામાં આવતુ હતુ. પરંતુ હવે આ નિર્ણય બાદ બેન્કમાં ખાતુ ખોલવવા માટે કે સિમ કાર્ડ લેવા માટે આધાર કાર્ડ આપવુ ફરજીયાત રહેશે નહી. કેન્દ્ર સરકારના આ નિયમ બાદ આધાર કાર્ડ આપવા માટે દબાણ કરનાર કંપનીઓને 3 થી 10 વર્ષની સજા પણ થઈ શકે છે. તથા 1 કરોડ રુપિયનો દંડ પણ ફટકારવામાં આવશે. કોઈ પણ સંસ્થા આધાર કાર્ડના વપરાશ માટે દબાણ કરી શકશે નહી. બેન્કના કામમાં કે સિમકાર્ડ મેળવવા માટે આધાર કાર્ડના બદલે પાસપોર્ટ, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ કે અન્ય ડોક્યુમેન્ટનો…
પંચમહાલના હાલોલમાં ચોકાવનારી ઘટના બની છે. હડબેટીયા ગામ જવાના રસ્તાની બાજુમાંથી માનવ કંકાલ મળી આવ્યા છે. માનવ કંકાલ પાસેથી ધારદાર હથિયાર પણ મળ્યા છે. 2 માનવ ખોપરી સહિત આસપાસના વિસ્તારોમાંથી અન્ય અંગો પણ મળી આવ્યા છે.આ ઘટનાસ્થળેથી મહિલા તેમજ બાળકના કપડાં અને ચંપલ પણ મળી આવ્યા છે. ઘટનાસ્થળે કુલ 3 વ્યકિતઓના માનવ કંકાલ હોવાની શક્યતા છે. કંકાલ જોતા લાગે છે કે કંકાલ બે માસ પૂર્વે મોત થયું હોય તેવી આશંકા છે. FSL સહિત હાલોલ અને પંચમહાલની પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે.
આપણે ઘણીવાર જોતા હોઇએ છીએ કે, જ્યારે મુખ્યમંત્રીનો કાફલો રસ્તા પર નીકળે છે, ત્યારે બધો ટ્રાફિક અટકાવી દેવામાં આવે છે, જેમાં એમ્બ્યુલન્સને પણ અટકાવી દેવામાં આવે છે. આ વાતને ધ્યાને રાખતા છત્તીસગઢના નવા મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પોતાની સુરક્ષાનો રિવ્યૂ કરતા નિર્ણય કર્યો છે કે રાજધાની કે સમગ્ર રાજ્યમાં કોઇપણ જગ્યાએ તેમના પ્રવાસ વખતે મુખ્યમંત્રીના કોન્વોયને કારણે કોઇપણ એમ્બ્યુલન્સને રોકવામાં ન આવે. આવી કોઇપણ ઘટના સામે આવશે તો જે તે જવાબદાર અધિકારી પર એક્શન લેવામાં આવશે. આ સાથે જ CM બઘેલે સુરક્ષા કાફલામાં 4 ગાડી ઓછી કરવાનો પણ આદેશ આપ્યો છે. તેમના આ નિર્ણયની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. ઉલ્લેખનીય છે…
અમેરિકાના જેમ જ હવે ભારતમાં પણ એક એવી પાર્ટી બની ગઈ છે જે માત્ર મહિલાઓ માટેની રાજકીય પાર્ટી હશે. આ પાર્ટી મહિલાઓનાં અધિકારો માટે કાર્ય કરશે. દિલ્હીમાં મળેલી સભામાં આ પાર્ટીનું નામ નેશનલ વુમન્સ પાર્ટી રાખવામાં આવ્યું છે. અમેરિકામાં એક દાયકા જૂની નેશનલ વુમન્સ પાર્ટીથી પ્રેરિત થઈને 36 વર્ષીય ડોક્ટર અને સામાજિક કાર્યકરે સંસદમાં મહિલા અનામત અને ઓફીસોમાં મહિલાઓની જાતીય સતામણીનાં હેતુથી દિલ્હીથી પાર્ટીની શરૂઆત કરી છે. નવરચિત નેશનલ વુમન્સ પાર્ટી(NWP)નું નેતૃત્વ શ્વેતા શેટ્ટી કરશે. તેમણે કહ્યું કે 2012માં આ પાર્ટી બનાવવાની તૈયારી કરવામાં આવી રહી હતી. NWPનો હેતુ સમાજમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારોને રોકવા અને મહિલાઓને નહીં મળતા…