કવિ: Satya-Day

પાછલા લાંબા સમયથી રાજદ્રોહના કેસમાં જેલવાસ ભોગવી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અને હાર્દિક પટેલના ખાસ વિશ્વાસુ એવા અલ્પેશ કથીરીયાના પરિવારજનોની ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મુલાકાત કરી હતી. નરેશ પટેલે અલ્પેશના પરિવારજનોને હૂંફ આપી હતી અને કથીરીયાનો જેલવાસ જલ્દીથી પૂર્ણ થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે ન્યાયતંત્રમાં સંપૂર્ણ ભરોસો હોવાનું જણાવ્યું હતું અને સરકાર સાથે વાતચીત ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. એક સમયે PAASમાં નંબર ટૂની પોઝીશન ધરાવતા દિનેશ બાંમભણીયા સહિતના કાર્યકરો સાથે નરેશ પટેલે સુરતના નાના વરાછા ખાતે આવેલી ગીરનાર સોસાયટીમાં અલ્પેશ કથિરીયાના ઘરે મુલાકાત કરી હતી, મુલાકાત દરમિયાન પરિવારજનોના ખબર અંતર પુછ્યાં હતાં. આ ઉપરાંત…

Read More

ગોવામાં કોંગ્રેસનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. મનોહર પરિકરની ગોવા વાપસી બાદ કોંગ્રેસના બે ધારાસભ્યો ભાજપમાં જોડાતા સરકાર રચવા માટે ફાંફા મારી રહેલી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ભારે ઉથલપાથલ વચ્ચે ગોવામાં રાજકીય ગરમા ગરમી ચાલી રહી છે. પરિકરને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. કોંગ્રેસના બે ધારાસભ્યો સોમવારે અડધી રાત્રે દિલ્હી જવા રવાના થયા હતા અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહને મળ્યા હતા અને ભાજપ કાર્યાલય પર જઈ સીધો ભગવો ખેસ ધારણ કરી લીધો હતો. ગોવા વિધાનસભા ના સ્પીકર પ્રમોદ સાવંતે કહ્યું કે  કોંગ્રેસનાં બે ધારાસભ્યોમાં દયાનંદ સોપતે અને સુભાષ શિરોડકરનું રાજીનામું મળ્યું છે. બન્ને ધારાસભ્યોના રાજીનામા મંજુર…

Read More

સુરતમાં આંજણા અને ભાઠેનામાં પીપી સ્કીમ લાગુ કરી ત્યાં 17 માળના ટાવરો બાંધી ઝુંપડપટ્ટી ખસેડવાના મામલે ભારે ઊહાપોહ થઈ રહ્યો છે. આ ઊહાપોહ અંગે સુરતના કોંગ્રેસ સાથે સંકળાયેલા જાણીતા વકીલ અને પીપી યોજનાની તરફેણ કરતા કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે છુટ્ટાહાથની મારામારી થઈ હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. બન્ને જણાએ એકબીજાને માર માર્યો હોવાની વિગતો આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળી છે. જોકે, હજુ સુધી બન્નેમાંથી એક પણ જણાએ પોલીસ ફરીયાદ કરી નથી. હાલ આ ઘટનાને લઈ બન્ને આગેવાનોના કાર્યકરો વચ્ચે તણખલા ઝરી રહ્યા છે. પાછલા 6 મહિનાથી કોંગ્રેસના કોર્પોરેટર વિરુદ્વ વકીલે સોશિયલ મીડિયામાં એકપછી એક પોસ્ટ વાયરલ કરી હતી.…

Read More

છત્તીસગઢની વિણા સેન્દ્રેએ દ્વિતીય મિસ ટ્રાન્સક્વિન ઇન્ડિયા- 2018 સ્પર્ધા જીતી લીધી છે. આ માટે મુંબઇના ધ લલિત હોટેલમાં ટ્રાન્સક્વિન સૌંદર્ય સ્પર્ધા યોજવામાં આવી હતી.  હિમાચલપ્રદેશની સન્યાયા સુદ તામિલનાડુનૃી નમિતા અમ્મુ બીજા ક્રમાંકિત સ્પર્ધક રહ્યા હતા અને પંજાબની નાઝ જોશી ક્લાસિક ક્લાસમાં જીતી હતી. ટીવી અભિનેતા આશિષ શર્મા , સુશાંત દિગ્વિકર, બિગ બોસની ખ્યાતિ વગેરે પેજન્ટમા નિર્ણાયકો તરીકે હાજર રહ્યા હતા. મિસ ટ્રાન્સક્વિન ઇન્ડિયા સૌંદર્ય સ્પર્ધા માટે રીના રાય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. રીના રાય માને છે કે એલજીબીટી સમુદાયની સ્વીકૃતિ અને સમાધાન ફક્ત ત્યારે જ થઈ શકે છે જ્યારે અમે તેમને યોગ્યતા અને ગૌરવ સાથે તેમને સ્થાન આપવામાં આવે,…

Read More

દવાખાનામાં કામ કરતા વિકૃત માનસિકતા ધરાવતા કમ્પાઉન્ડરના કારસ્તાનનો પર્દાફાશ થયો છે. પોલીસે કમ્પાઉન્ડરની ધરપકડ કરી છે. કમ્પાઉન્ડર દ્વારા સારવાર માટે આવતી મહિલાઓને ટેબલ પર સુવડાવી તેમના નગ્ન ફોટો લેવાની વિકૃતિથી પીડાતા હવસખોરીયાને પોલીસે પકડી પાડ્યો છે. આ ઘટના સુરતના ડીંડોલી વિસ્તારની છે. ડીંડોલી વિસ્તારમાં ક્લિનિક ધરાવતા ડોક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતા ગોપાલની વિરુદ્વ પોલીસે કાર્યવાહી છે. આ કમ્પાઉન્ડર મહિલા દર્દીઓને એનીમા આપવાના બહાને ટેબલ પર નિર્વસ્ત્ર સુવડાવી દેતો હતો. ત્યાર બાદ મહિલાની આંખ પર બ્લાઉઝ ઢાકી તેમના શરીરનો નગ્ન વીડિયો ઉતારતો રહેતો હતો. આ ઘટના અંગે મહિલાઓએ પોલીસ અને પોતાના પરિવારજનોને ફરીયાદ કરતા કમ્પાઉન્ડરની વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી…

Read More

બુલેટ ટ્રેનનો ઠેર-ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ખેડુતોએ બુલેટ ટ્રેનની સામે મોરચો ખોલી દીધો છે ત્યારે હવે દિલ્હીમાં પણ બુલેટ ટ્રેનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં મળેલી સભામાં બુલેટ ટ્રેનનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપ સિવાયના કોંગ્રેસ, સપીઆઈએમ, સીપીઆઈ, સપા,બસપા, આપ,જદ-યુ ઉપરાંત દેવગૌડા સેક્યુલર જનતાદળ, ખેડૂત સંઘર્ષ સમિતિ, ના નેતાઓ એ હાજર રહી સમર્થન કર્યું. ગુજરાત સીપીઆઈએમ ના આગેવાન અરુણ મહેતા, સુરતના મનસુખ ખોરાસિયા, વલસાડના હસમુખ વારલી, ભાવનગરના અશોક સોમપુરા સહીત 50 થી વધુ ખેડૂતો  સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં બુલેટ ટ્રેન વિરુદ્વ ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. ખેડુતોનો જમીનના વળતરમાં અન્યાય કરવામાં આવી…

Read More

ગુજરાત ભરમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવ બની રહ્યા છે. એક તરફ ભાજપના નેતાઓ પરપ્રાંતીયો પરના હુમલાને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવે છે તો બીજી તરફ ભાજપના નેતાઓ અને કાર્યકરો દ્વારા સોશિયલ મીડિયા અને જાહેરમાં તેમના વિરુદ્વ નિવેદન અને પોસ્ટ મૂકવામાં આવી રહી છે. છોટાઉદેપુરના ભાજપના ખચાનચીએ પરપ્રાંતીયોને કદવા કહી તેમના વિરુદ્વ પોસ્ટ મૂકતાં ચકચાર જાગી છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ રાજ્યની ભાજપ સરકાર દ્વારા પરપ્રાંતિયોને ગુજરાતમાં તમામ સુરક્ષા આપવામાં આવતી હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે, તો બીજી બાજુ ભાજપના જ કાર્યકરો દ્વારા ખુલ્લેઆમ પરપ્રાંતીયોને ધમકાવવામાં આવી રહ્યાં છે. છોટાઉદ્દેપુરના ભાજપના કોષાધ્યક્ષ સચિન સરકાર તડવીએ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર…

Read More

જામખંભાળિયામાં બે દિવસ પહેલા સાંસદ પૂનમ માડમનો આદેશ ન માનનારા અને ખંભાળિયા પ્રજાના હિતમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા ફટાકડાના વેપારીઓના લાયન્સ રીન્યુ ન કરનારા મામલતદાર ચિંતન વૈષ્ણવને સાંસદ પૂનમ માડમની સુચના મુજબ રજા પર મોકલી આપવામાં આવ્યા છે. ચિંતન વૈષ્ણવ 2011માં મામલતદાર તરીકે નિમણુક પામ્યા બાદમાં તેમની બદલી હળવદ ખાતે થઈ હતી. પરંતુ હળવદમાં જાહેર રસ્તા પર ગેરકાયદે હોટેલ ખડકી દેનારા અને તત્કાલીન ભાજપના ધારાસભ્ય જયતિ કવાડીયાના ટેકેદારનું દબાણ હટાવવા જતા તેમની બદલી મહેસાણા ખાતે કરી નાખવામાં આવી. મહેસાણામાં ચિંતન વૈષ્ણવે ટેક્સ ન ભરનારી, બાળ મજુરો રાખનારી અને વાસી ફૂડ પીરસતી એક રેસ્ટોરન્ટને સીલ મારી દીધું પણ આ રેસ્ટોરન્ટના એક મોટા…

Read More

પાટીદાર સમાજના શ્રધ્ધા ધામ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ આવતીકાલે સુરત આવી રહ્યા છે. નરેશ પટેલ હવે જાહેરમાં વધુ સક્રીય થઈ રહેલા દેખાય છે. ગયા પખવાડિયે હાર્દિક પટેલના 13 દિવસના ઉપવાસના પારણા કરાવ્યા બાદ હવે તેએ સુરત આવી રહ્યા છે. વિગતો મુજબ રાજદ્રોહના કેસમાં જેલવાસ ભોગવી રહેલા અને પાટીદાર અનામત આંદોલન સમિતિના મહત્વના આગેવાન એવા અલ્પેશ કથીરીયાની જેલમૂક્તિ માટેના નરેશ પટેલ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સુરત આવી નરેશ પટેલ પ્રથમ અલ્પેશ કથીરીયાની ઘર અને પરિવારજનોની મુલાકાત લેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન નરેશ પટેલને કોંગ્રેસના સિક્રેટ સીએમ તરીકે ખાસ્સા ઓળખવામાં આવ્યા હતા. પરંતુ રાજકારણમાં જોડાવા અંગે…

Read More

વિવિધ બેન્કોના માસ્ટર કાર્ડ, અમેરિકન એકસપ્રેસ, વીઝા કાર્ડ છે, તો તમને આંચકો લાગી શકે છે. 15 ઓકટોબર 2018ની મધરતાથી આ તમામ કાર્ડ બંધ થઇ જવાના ભણકાર વાગી રહ્યા છે. જોકે,હજુ સધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દેશભરમાં નિશ્ચતિ કરાયેલી કંપનીઓ ATM/ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડની સેવા પૂરી પાડે છે. તે ઉપરાંત ફેસબુક, પેપાલ, અમેઝોન, માઇક્રોસોફટ અને અન્ય વિદેશી પેમેન્ટ કંપનીઓથી અકિલા ચુકવણી પર અસર પડશે. આવું આ કંપનીઓ તરફથી આરબીઆઇની લોકલ ડાટા સ્ટોરેજની નીતીને સ્વિકારવાની ના પાડવાના કારણે થશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ(RBI) આ કંપનીઓને 6 મહિનાનો સમય આપ્યો હતો, કેમકે તેઓ ભારતમાં અકીલા જ ડાટા…

Read More