કવિ: Satya-Day

બંગાળની ખાડીમાં પવનના ઓછા પ્રેશરને કારણે ચક્રવાતી તોફાન તિતલી કમજોર થતાં ભારતના કાંઠા વિસ્તારના રાજ્યો ઓરિસ્સા, આંધ્ર પ્રદેશ અને પ.શ્ચિમ બંગાળને રાહત મળી છે. પરંતુ ઓમાનના કિનારા પર લુબાન નામનું તોફાન સક્રીય થયું છે. હવામાન ખાતું આના પર નજર રાખી રહ્યું છે. હવામાન ખાતાના અધિકારીઓનું માનવું છે કે હિંદ મહાસાગરમાં એક જ ગતિઓ બે ચક્રવાતી તોફાન સક્રીય થયા છે જે દુર્લભ છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે ભારતમાં હાલ તો તિતલીની અસર જોવા મળી રહી છે. લુબાનનું ચક્રવાત ભારતીય તટથી 500 કિમી દુર છે અને ભારતના બદલે ઉત્તર-પશ્ચિમની દિશા તરફ આગળ વધી રહ્યું છે. તિતલી તોફાનનું નામ પાકિસ્તાને…

Read More

ઈન્ટરનેટ યુઝર્સ માટે આગામી 48 કલાક માઠા સમાચાર લઈને આવી રહ્યા છે. રશિયન ન્યૂઝ પેપરના રિપોર્ટ પ્રમાણે 48 કલાક સુધી નેટ બંધ થઈ શકે છે અને સમગ્ર વિશ્વમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ જશે. નેટવર્ક કનેક્શન ફેલીયરનો યુઝર્સે સામનો કરવાનો વારો આવી શકે છે. ધ ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઇન્ડ એન્ડ નંબર્સે કહ્યું કે, સાયબર એટેકની વધતી ઘટનાઓને જોતા આવું કરવું જરૂરી બની ગયું હતું. કોમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરિટીએ કહ્યું કે એક સુરક્ષિત, સ્થિર DNS નક્કી કરવા માટે ગ્લોબલ ઇન્ટરનેટ શટડાઉન કરવું જરૂરી છે. ધ ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઇન્ડ એન્ડ નંબર્સ( ICANN)ના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમને રૂટીનમાં શટ ડાઉન કરવાની ફરજ પડે છે. રશિયા…

Read More

પાછલા  મહિનાથી લટકી રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનના માળખાની બે-ચાર દિવસમાં જાહેરાત કરવામાં આવશે એવી માહિતી મળી રહી છે. આવતા સપ્તાહે માળખું જાહેર થવાની શક્યતા જોવામાં આવી રહી છે. કોંગ્રેસ વર્તુળો મુજબ ગુજરાત કોંગ્રેસના માળખાની જાહેરાત આવતીકાલે નવરાત્રિના પ્રથમ દિવસે જ કરવાની હતી પરંતુ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સાંસદોના વિદેશ પ્રવાસમાં જોડાયા હોવાથી આ જાહેરાતમાં વિલંબ થયો છે અને ત્રણ-ચાર દિવસમાં રાજીવ સાતવ પરત ફર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવનારી હોવાની માહિતી મળી રહી છે. કોંગ્રેસના આધારપાત્ર સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા માળખામાં લગભગ 200 થી વધુ હોદેદારોનો સમાવેશ કરાશે જેમાં યુવા ચહેરાઓને…

Read More

સતલોક આશ્રમ પ્રકરણમાં વિવાદાસ્પદ સંત બાબા રામપાલને હત્યાના કેસોમાં દોષિત જાહેર કરવામાં આવ્યો છે. સતલોક આશ્રમમાં 2014માં થયેલી હત્યા કેસમાં બાબા રામપાલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. 16-17 ઓક્ટોબરે સજાનું એલાન કરવામાં આવશે. હિસાર જેલમાં જજે આ ચુકાદો આપ્યો છે. બાબા રામદેવની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જજ સામે રામપાલને રજૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 18 નવેમ્બર 2014માં સતલોક આશ્રમમાં હંગામો થયો હતો. જેમાં એક 5 મહિલા સહિત 6 લોકોના મોત નિપજ્યા હતા. આ કેસમાં રામપાલ સહિત કુલ 14 આરોપી છે. આ મામલે બાબા રામપાલને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. હત્યા કેસમાં ચુકાદો જાહેર થવાનો હોવાથી હિસાર…

Read More

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના હાથમાંથી સત્તા જતાં-જતાં રહી ગઈ. હાર્દિક પટેલ. અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીના આંદોલને ભાજપને ભોયભૂ કરવામાં કોઈ કસર રાખી ન હતી. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું સંગઠન આ ત્રણેય યુવા નેતાઓની તોલે ઉણો ઉતર્યું એ વાતનો કોઈ ઈન્કાર કરી શકે એમ નથી. વિધાનસભામાં ભાજપની બૂરી વલે થઈ હોવા છતાં પ્રદેશ ભાજપના પ્રમુખ પદે જીતુ વાઘાણીને અનેક વિરોધ વચ્ચે ચાલુ રાખવામાં આવ્યા તે વાતની પાછળના અનેક કારણો હોઈ શકે છે પરંતુ મહત્વનું કારણ એ છે કે જીતુ વાઘાણી પર સીધી રીતે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહના ચાર હાથ છે. અમીત શાહે બોલેલા એકેય શબ્દને તેઓ જરાય અવગણતા નથી. યસમેન…

Read More

ભાજપના ધારાસભ્ય દ્વારા હવે કારખાનામાં કામ કરતા લેબરને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં રાજેન્દ્રસિંહે પરપ્રાંતિય(હિન્દીભાષી-ઉત્તર ભારતીય) સામે ખુલ્લેઆમ ચમીકી ઉચ્ચારી છે. રાજેન્દ્રસિંહે કહ્યું છે કે જો કારખાનાઓમાં 80 ટકા સ્થાનિક ગુજરાતીઓને રોજગારી આપવામાં નહીં તો આંદોલન કરવાની ફરજ પડશે. સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામમાં બનેલી એક ચકચારી દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતિઓ ઉપર હુમલા થવાની ઘટનાઓ વધી ગઇ હતી. પરપ્રાંતિઓ ઉપર હુમલાઓની ઘટનાઓ બાદ રાજકીય નેતાઓ આમને સામને આવી ગયા છે. વિપક્ષનેતાઓ આ મુદ્દે ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો બીજી તરફ સરકારે પોતાની રીતે ખુલાસા કર્યા છે. ધારાસભ્ય…

Read More

ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિરુધ્વ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાછલા એક અઠવાડિયાથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવો બન્યા છે. આ બનાવો અટકાવવા સરકાર નિષ્ફળ ગઈ છે અને હુમલાના ટોપલો ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોર પર નાંખી દેવામાં આવ્યો છે. ગુજરાતના બનાવોના પડઘા છેક યુપી અને બિહારમાં પડી રહ્યા છે. મુઝફ્ફરપુરની કોર્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વિરુદ્વ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ એવું કહ્યું હતું કે સ્થાનિક ફેક્ટરીઓમાં 80 ટકા મજુરો-કારીગરો સ્થાનિક રાખવામાં આવશે અને જે ફેક્ટરી એવું નહી કરશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં…

Read More

સુરતની સ્મીમેર મેડીકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે રેંગિંગ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ડોક્ટર વિરુદ્વ રેગિંગની ફરીયાદ કરવામાં આવી છે. 6 ડોક્ટરો દ્વારા ઓર્થોપેડિકના 2 ડોક્ટરો સાથે રેગિંગ કરવામાં આવતા સ્મીમેર પર કલંક લાગ્યું છે. આ મામલા અંગે એન્ટી રેગીંગ કમિટીને તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. રેગિંગ અંગે જાણવા મળ્યા મુજબ ડોક્ટરો દ્વારા ડોક્ટરોનું રેગિંગ કરવામાં આવતા સમગ્ર મેડિકલ કોલેજમાં ભારે ઊહાપોહ મચી ગયો છે. ઓર્થોપેડિકના ડોક્ટરોને જાત-જાતની બાબતોથી હેરાન કરવામાં આવતા હતા. તેમને હોસ્પિટલમાં લટારો મરાવવામાં આવતી અને વણજોઈતા કામ સોંપી હેરાન કરવામાં આવતા હતા. આ ઉપરાંત 6 ડોક્ટરો દ્વારા ઓર્થોપેડિકના ડોક્ટરોની માનસિક અને અન્ય રીતે…

Read More

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલના વિશ્વાસુઓને ભાજપમાં ખેંચી લાવવાનું ઓપેરશન થયું હતું તેવી જ રીતે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાનું પણ એ જ તર્જ પર પડીકું વાળી દેવાનો તખ્તો ગોઠવાયો હોવાનું જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પાસના કેટલાક યુવાનોને હાર્દિક પટેલથી દુર કરી દેવાનો ખેલ કરવામાં આવ્યો હતો. આ ખેલ સુરતથી થયો હોવાનું કહેવાય છે. હાર્દિક પટેલ એકલો તો પડ્યો નહીં પણ વધુ મજબૂતાઈથી યુવા નેતા તરીકે બહાર આવ્યો અને આ વાત ભાજપના નેતાઓના માથા પર ગોફણની જેમ આજ દિન સુધી વિંઝાઈ રહી છે અને આવનાર દાયકાઓ સુધી વિંઝાયા કરશે. હાલ…

Read More

વિકરાળ રૂપ ધારણ કરીને ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારોને ધમરોળતા ચક્રવાત તિતલીએ ઓરિસ્સામાં મોટાપાયા પર ખાનાખરાબી સર્જી છે જ્યારે આંધ્રમાં તિતલીના કારણે બેના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. ઓરિસ્સામાં તિતલીના કારણે કોઈ જાનહાનીના સમાચાર હજુ સુધી મળી રહ્યા નથી. ઓરિસ્સાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વૃક્ષો તૂટી પડવાની ઘટનાઓ નોંધાઈ છે. આ ઉપરાંત કાચા મકાનો તૂટી ગયા છે. ઓરિસ્સા સરકારે સ્થિતિને પહોંચી વળવા માટે વ્યવસ્થા ગોઠવી છે. સરકારે પાંચ જિલ્લાના ત્રણ લાખ લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. કેન્દ્ર સરકારે રાહત અને રેસ્ક્યુ ટીમો મોકલી છે. આંધ્રપ્રદેશ અને પ.બંગાળમાં એનડીઆરએફના એક હજાર જવાનોને તૈનાત કરાયા છે.

Read More