અમદાવાદ: ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ માટેની ફેવરેટ જગ્યા બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. પાછલા કેટલાક દિવસોમાં ગુજરાતની અલગ-અલગ જગ્યાએથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું છે. હવે એક વખત ફરીથી રવિવારે મોડી રાત્રે નવલખી પોર્ટ પાસેના ઝીંઝુડા ગામમાંથી 120 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. આ ડ્રગ્સને એટીએસ અને મોરબી એસઓજીએ ઝડપી પાડ્યું છે. આ ડ્રગ્સની જથ્થાની આશરે માર્કેટ કિંમત 600 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ડ્રગ્સ સાથે પોલીસ બે લોકોની ધરપકડ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, એક-દોઢ મહિના પહેલા કચ્છના મુન્દ્રા બંદર પર 3000 કિલોનો જથ્થો ઝડપાયો હતો. આ જથ્થો અફઘાનિસ્તાન થઈને પાકિસ્તાન-દુબઈના માર્ગે આવ્યો…
કવિ: Satya Day
અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી વિભિન્ન મુદ્દાઓ પર ચાલી રહેલા અવરોધ વચ્ચે સોમવારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક થવાની છે. દુનિયાના બે શક્તિશાળી દેશોએ પાછલા સપ્તાહમાં સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ક્લાઈમેન્ટ ચેન્જ પર સંયુક્ત જાહેરાત કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. જોકે, હાલના દિવસોમાં તાઈવાન જેવા મુદ્દાઓ પર બંને દેશોના વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે. આ બેઠક સાથે જોડાયેલા કેટલાક સૂત્રોએ અમેરિકન મીડિયાને જણાવ્યું છે કે બેઠકમાં સાઈબર સુરક્ષા, વ્યાપાર અને પરમાણુ અપ્રસાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. શુક્રવારે આપેલા એક નિવેદનમાં અમેરિકન રાષ્ટ્રપતિના કાર્યાલય વ્હાઈટ હાઉસે કહ્યું, “બંને નેતા અમેરિકા અને…
ટીએન બિઝનેસ સ્ટાન્ડર્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળના અડધા સમય અને પ્રથમ કાર્યકાળનું સંયુક્ત મૂલ્યાંકન કર્યું છે. જેમાં તેમને કોવિડ કાળના વર્ષોને કાપીને માત્ર છ વર્ષનું મૂલ્યાંકન સામે રાખ્યું છે. મનમોહન સિંહના કાર્યકાળના અંતિમ છ વર્ષમાં જ્યાં જીડીપીમાં 48.4 ટકાનો વધારો થયો છે, તો મોદીના છ વર્ષના કાર્યકાળમાં પણ 48.6 ટકાનો વધારો રહ્યો. એટલે લગભગ સરખો. આનો અર્થ તે થયો કે 2019-20 સુધી મોદી સરકારનું આર્થિક પ્રદર્શન તેવો તબાહીભર્યો રહ્યો નહીં જેવું મનમોહન સિંહનું અનુમાન હતું. મોદી સરકારમાં ઉત્પાદનના આંકડાઓ ખુબ જ પ્રભાવશાળી નજર આવે છે જ્યારે નવા મકાન, શૌચાલય, બેંક ખાતાઓ, ગેસ ક્નેક્શન, રિન્યુએબલ એનર્જી, મેડિકલ ઈન્સ્યોરન્સ કે નળ-પાણી…
મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં શુક્રવારે થયેલી તોડફોડ પછી ચાર દિવસ માટે કર્ફ્યૂની જાહેર કરવામાં આવી છે. રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટિલે રવિવારે અમરાવતી હિંસા પર એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે ચાર દિવસો માટે કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. ભ્રામક સમાચારો ના ફેલાય તે માટે ઈન્ટરનેટ પણ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગૃહમંત્રી દિલીપ પાટિલે કહ્યું કે, અમે નિશ્ચિત રીતે આ બાબતે તપાસ કરીશું. અમે તે રેલીઓની પણ તપાસ કરીશું જે સંભવત: ત્રિપુરામાં થયેલી ઘટનાના આધાર પર મહારાષ્ટ્રમાં કાઢવામાં આવી. અમે આ ઘટનાઓમાં થયેલા નુકશાનનું પણ આંકલન કરીશું. ગૃહ મંત્રી પાટિલે કહ્યું કે, અમે હાલમાં તો નહીં પરંતુ તપાસ પછી નિશ્ચિત રીતે…
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે બસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીને મળીને તેમની માંના નિધન પર પોતાની શોક સંવેદનાઓ પ્રગટ કરી હતી. બહુજન સમાજ પાર્ટીએ શનિવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું કે બસપા સુપ્રીમ માયાવતીની માં 92 વર્ષિય રામરતી જીનું નિધન થઈ ગયું છે. બસપા સુપ્રીમો માયાવતી પોતાની માંના અંતિમ દર્શન કરવા માટે દિલ્હી પહોંચ્યા હતા. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે, માયાવતીની માંનું અંતિમ સંસ્કાર 14 નવેમ્બરે દિલ્હીમાં કરવામાં આવશે.
અભિનેતા સોનૂ સૂદની બહેન માલવિકા આગામી વર્ષે થનાર પંજાબ વિધાનસભાની ચૂંટણી લડશે. જોકે, તેમની બહેન કઈ પાર્ટીની ટીકિટ પર ચૂંટણી લડશે તેને લઈને કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. કોવિડ મહામારી દરમિયાન સોનૂ સૂદે અનેક લોકની મદદ કરી છે અને તેમની કોશિશોને લઈને દેશની જનતાએ તેમના પેટભરીને વખાણ થયા છે. આજે ચંદીગઢથી લગભગ 170 કિલોમીટર દૂર મોગામાં પ્રેસ કોન્ફ્રન્સ કરીને તેમને આ વાતની જાહેરાત કરી છે. હાલમાં જ સોનૂ સૂદે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સાથે મુલાકાત કરી હતી. આનાથી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. જેમને તેમના પ્રોગ્રામ ‘દેશ કા મેન્ટર’નો બ્રાન્ડ એમ્બેસેડર પણ જાહેર કર્યો હતો. જોકે,…
આજની યુવા પેઢી ટેકનોલોજીને સરળતાથી સમજી શકે છે. તેવામાં ગુજરાત યુનિવર્સિટીએ તે વાતોનું ધ્યાન રાખીને આજની યુવા પેઢીને અનુરૂપ 13 નવા સ્કિલ બેઝ્ડ કોર્સ શરૂ કર્યા છે. ગુજરાત યુનિ દ્વારા શરૂ કરાયેલા 13 કોર્સમાંથી ચાર ડિપ્લોમાં અને નવ સર્ટિફિકેટ કોર્સ છે. આ કોર્સની પ્રવેશ પ્રક્રિયા જાન્યુઆરીથી શરૂ થવાની છે. આ કોર્સ થકી આજની યુવા પેઢી ઝડપી અને સરળતાથી રોજગાર મેળવી શકશે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા ચાર વર્ષમાં ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ કોર્સ શરૂ કર્યા છે. તેવામાં એક વખત ફરીથી યુનિએ આ વર્ષથી વિવિધ પ્રકારના વિશેષ કોર્સિસની વિદ્યાર્થીઓને ભેટ આપી છે. હવે ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ન્યૂ એજ મીડિયાના બેનર હેઠળ ન્યૂ…
બિહારના મધુબનીમાં પત્રકારની હત્યા પછી સનસની ફેલાઇ ગઈ છે. શુક્રવારે સાંજે એક 22 વર્ષના પત્રકાર અને આરટીઆઈ કાર્યકર્તાનો મૃતદેહ રોડની સાઈડમાં પડેલો મળી આવ્યો હતો. મૃતદેહને સળગાવીને ફેંકી દેવામાં આવ્યો હતો. પત્રકારનું નામ અવિનાશ ઝા હતું જે એક લોકલ ન્યૂઝલ પોર્ટલમાં કામ કરતો હતો. પાછલા દિવસોમાં તેને એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહેલા ગોટાળાને લઈને પોસ્ટ અપલોડ કરી હતી. તે પછી તે ગાયબ થઈ ગયો હતો. સ્થાનિક લોકો અનુસાર અવિનાશની રિપોર્ટિંગના કારણે અનેક ક્લિનિક અને ખાનગી હોસ્પિટલો પર કાર્યવાહી થઈ હતી. તેમાંથી અનેક હોસ્પિટલ બંધ થઈ ગયા હતા તો કેટલાકને દંડ ભરવો પડ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, રિપોર્ટને રોકવા…
ગુજરાતભરમાં નોનવેજ અને અન્ય ખાદ્ય ચીજોના લાખોની સંખ્યામાં લારી-ગલ્લા અને તવા છે. જોકે, હવે ગુજરાતમાં સરકાર એક વખત ફરીથી ગરીબોના પેટ ઉપર લાત મારવાનો પ્લાન બનાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગરીબોના પેટ ઉપર લાત મારીને મોટી હોટલો અને પોતાની ઈન્કમ ઉભી કરવા માટે નોનવેજની આડ લેવામાં આવી શકે છે. રાજકોટ-વડોદરા અને અમદાવાદમાં નોનવેજના નામે ધંધા રોજગાર બંધ કરાવીને રોજીરોટી છીનવવાનું શરૂ થઈ ગયું છે. જોકે, આ આખો ખેલ સરકાર પોતાની તિજોરી અને મોટા વેપારીઓના ભલા માટે કરી રહી છે. જણાવી દઈએ કે, કોઈ મોટી હોટલમાં જમવા જાઓ તો 18 ટકા ટેક્સ આપવો પડતો હોય છે. તેવામાં મધ્યમ વર્ગથી…
કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવામાં એક વખત ફરીથી ગુજરાતમાં કોરોના વધારે ભયંકર સ્વરૂપમાં સામે આવી શકે છે. બી.જે. મેડિકલે કરેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે, કોરોના પોઝિટિવ દર્દીના બ્લડ સેમ્પલમાં કપ્પા અને ડેલ્ટા વાયરસ મળી આવ્યા છે. આ બંને વાયરસ ગુજરાત માટે ખતરારૂપ બની શકે છે. બી.જે મેડિકલે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લેવામાં આવેલા કોરોના સેમ્પલ પૂનાની લેબમા મોકલવામાં આવ્યા હતા. જોકે સેમ્પલના રિપોર્ટ આવી ગયો છે. જેમા ખુલાસો થયો છે કે, જે કોરોના પોઝિટિવ લોકોના બ્લડનો સેમ્પલ લેવામાં આવ્યો હતો તેમાં ડેલ્ટા અને કપ્પા વાયરસ જોવા મળ્યા છે. તેથી તબીબોનું માનવું છે કે, વાયરસ…