ગુજરાતમાં એક વખત ફરીથી કોરોના વાયરસના નવા કેસોએ સરકાર અને પ્રજાને ચિંતામાં નાંખ્યા છે. એક સમયે મોતનો તાંડવ કરનાર કોરોના ફરીથી માથું ઉચકી રહ્યું છે. તેવામાં સાડા ત્રણ મહિના પછી બનાસકાંઠમાં કેસ નોંધાયો છે. થરાદના ખોરડા ગામે 11 વર્ષીય કિશોરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ આરોગ્ય વિભાગે તેના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ શરૂ કર્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 5 ઓગસ્ટ પછી એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નહતો. જોકે, હવે 11 વર્ષીય કિશોરને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. થરાદના ખોરડા ગામેથી 25 જેટલા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં એક 11 વર્ષિય કિશોરનો કોરોના પોઝિટિવ રિપોર્ટ…
કવિ: Satya Day
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 11,271 નવા કેસ નોંધાયા છે. તેની સાથે જ કોરોના સંક્રમણને કારણે 285 લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે એક દિવસમાં 555 લોકોના મોત થયા હતા. જોકે, આજે કોરોનાથી મરનારાઓની સંખ્યામાં ઘરખમ ઘટાડો થતાં રાહત મળી છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ- ભારતમાં કુલ કેસ – 3,44,37,307 ભારતમાં કુલ સક્રિય કેસ – 1,35,918 ભારતમાં અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોની કુલ સંખ્યા – 3,38,37,859 ભારતમાં કોરોના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ – 4,63,530 ભારતમાં અત્યાર સુધીમાં કુલ રસીકરણ – 1,12,01,03,225
ગાયો માટે અલગ કેબિનેટ બનાવનાર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ગૌમૂત્ર અને છાણથી દેશની અર્થવ્યવસ્થા સુધારી શકાય છે. આ વાતો તેમને ભોપાલમાં પશુ ચિકિત્સક એસોસિએશનના મહિલા વિંગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કરી છે. ભોપાલમાં આયોજિત કાર્યક્રમમાં શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વીડિયો સમાચાર એજન્સી એએનઆઈએ ટ્વિટ કર્યું. વીડિયોમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કહેતા જોવા મળે છે કે ગાય અને બળદ વગર કામ ચાલી શકે નહીં. સરકારે અભયારણ અને ગૌશાળાઓ બનાવી છે પરંતુ જ્યાર સુધી સમાજ જોડાશે નહીં ત્યાર સુધી સરકારી ગૌશાળાઓથી કામ ચાલશે નહીં. #WATCH | Cows, their dung and urine can help…
Children’s Day 2021: દર વર્ષે 14 નવેમ્બરે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના જન્મદિવસને બાળ દિવસ (Children’s Day) તરીકે ઉજવવામાં આવે છે. પંડિત જવાહરલાલ નેહરુનો જન્મ વર્ષ 1889માં થયો હતો, તેઓ બાળકોને ખૂબ જ પસંદ કરતા હતા, બાળકો પણ નેહરુજીને ચાચા નેહરુ કહીને બોલાવતા હતા, તેથી આ ખાસ દિવસ બાળકોને સમર્પિત છે. ચિલ્ડ્રન્સ ડેનો ઇતિહાસ 1954માં યુનાઈટેડ નેશન્સે 20 નવેમ્બરને બાળ દિવસ તરીકે જાહેર કર્યો હતો. ભારતમાં 1964માં પંડિત જવાહરલાલ નેહરુના અવસાન બાદ તમામની સંમતિથી 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પંડિત નેહરુના બાળકો પ્રત્યેના પ્રેમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આઝાદી પછી પંડિત નેહરુની…
અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા ઉત્તર પ્રદેશના નાણા સચિવ અને અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) વિરુદ્ધ કલેક્શન અમીનની સેવાને નિયમિત કરવા અને બાકી રકમની ચુકવણી સંબંધિત કેસમાં જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય સામે યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે યુપી સરકારની અરજી પર સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલ વોરંટ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે. CJI NV રમનાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે અધિકારીઓ ખૂબ અહંકારી હોય તેવું લાગે છે. CJI NV રમનાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે તમે આ બધાને લાયક છો. તમે અહીં શું દલીલ કરી રહ્યા છો? કોર્ટે કહ્યું…
પાકિસ્તાને પોતાની જેલોમાંથી 20 ગુજરાતી માછીમારોને મુક્ત કર્યા છે. આ માછીમારોને વાઘા બોર્ડરથી ભારત લાવવામાં આવશે અને ત્યારબાદ એ તમામ માછીમારો પોતાના વતન ગીર સોમનાથ જિલ્લામાં પરત ફરશે. જોકે, હજું પણ પાકિસ્તાનની જેલોમાં 350 કરતાં વધુ માછીમારો જેલમાં બંધ છે. ભારત સરકારે તેમને પણ મુક્ત કરવાની રજૂઆત કરી છે. વાઘા સરહદેથી તેઓ ભારતમાં પ્રવેસીને ટ્રેન મારફતે ગુજરાત આવશે. આ માછીમારો ગીર સોમનાથ જિલ્લાના છે. પાકિસ્તાનના ઈધી ટ્રસ્ટ ફાઉન્ડેશનના સહયોગથી તમામ માછીમારોને વાઘા સરહદે પહોંચાડવામાં આવશે. પાકિસ્તાનના અધિકારીઓએ કહ્યું હતું કે આ માછીમારોએ અરબી સમુદ્રની જળસીમા ઓળંગીને પાકિસ્તાનની સરહદમાં આવી ગયા હતા. તે પછી તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી. આ…
મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં પોલીસે 26 નક્સલીઓને ઠાર મારવાનો દાવો કર્યો છે. ગઢચિરોલીના એસપી અંકિત ગોયલે જણાવ્યું કે, જિલ્લાના ગ્યારાપટ્ટીના જંગલોમાં આજે મહારાષ્ટ્ર પોલીસની સી-60 યૂનિટ સાથે અથડામણમાં 26 નક્સલીઓનો સફાયો કરી દેવામાં આવ્યો છે. અથડામણમાં ત્રણ જવાન પણ ઈજાગ્રસ્ત થયા છે. કેટલાક દિવસ પહેલા અહીંની પોલીસે બે લાખ ઈનામી નક્સલી મંગારૂ માંડવીને પણ ધરપકડ કરી હતી. નક્સલી મંગારૂ પર હત્યા અને પોલીસ પર હુમલો કરવાનો કેસ નોંધાયેલો છે. MPના બાલાઘાટમાં નક્સલીઓએ બે ગ્રામીણોની હત્યા કરી મધ્ય પ્રદેશના બાલાઘાટમાં નક્સલીઓએ બે ગ્રામીણોની હત્યા કરી દીધી. માલખેડી ગામમાં બાતમીદારની શંકાના આધારે આ હત્યા કરવામાં આવી હતી. પોલીસે લાંજીના જંગલમાંથી સાત નવેમ્બરે વિસ્ફોટક જપ્ત…
ભારતમાં પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ભારતના ટેસ્ટ અને ઓડીઆઈ કેપ્ટન વિરાટ કોહલીને લીને મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ કહ્યું છે કે વિરાટ કોહલી ટી-20 ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડ્યા પછી અન્ય ફોર્મેટોમાં પણ કેપ્ટનશીપ છોડી શકે છે. ભારતીય ટીમના સાથે શાસ્ત્રીનું કાર્યકાળ ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થતાની સાથે જ પૂર્ણ થઈ ગયું હતું. તેઓ બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છે છે- રવિ શાસ્ત્રી કોહલીએ COVIDના કારણે બબલમાં રહેવાથી થયેલી થકાવટને ઠિક કરવા માટે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 17 નવેમ્બરથી શરૂ થઈ રહેલી ટી-20 સિરીઝ અને એક ટેસ્ટ માટે આરામ કર્યો છે. વિરાટે ટી-20 વર્લ્ડ કપ પછી સૌથી નાના ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડી દીધી છે.…
મુંબઇ: ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે આઝાદી ભીખમાં મળી હોવાનું નિવેદન આપતા દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. દેશભરમાં વિવાદ પછી પ્રથમ વખત કંગનાએ નિવેદન આપ્યું છે. જોકે, કંગનાએ પોતાના બચાવમાં જે તર્ક આપ્યુ છે, તે ચોકાવનારૂ છે. ઉલ્લેખનિય છે કે પદ્મ શ્રી મળ્યાના એક દિવસ બાદ જ કંગનાએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે- અસલી આઝાદી તો 2014માં મોદી સરકાર આવ્યા બાદ મળી છે. 1947માં મળેલી આઝાદી તો ભીખમાં મળી હતી. તે બાદ દેશભરમાં કંગનાનો વિરોધ થઇ રહ્યો છે. હવે એક વખત ફરી કંગનાએ ભીખમાં મળેલી આઝાદીના નિવેદન પર પોતાનો બચાવ કર્યો છે. ફિલ્મ અભિનેત્રીએ ઇંસ્ટાગ્રામ સ્ટોરીજ પર એક પુસ્તકના કેટલાક…
મણિપુરમાં શનિવારે સેનાના કાફલા પર ઉગ્રવાદી હુમલો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલામાં અસમ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર સહિત 7 જવાન શહીદ થઈ ગયા છે. ઘટના ચુરાચાંદપુર જિલ્લાના સિંઘમમાં થઈ છે. ઉગ્રવાદીઓએ અસમ રાઈફલ્સના કાફલા પર ઘાત લગાવીને હુમલો કર્યો છે. સૂત્રો અનુસાર હુમલામાં 46 અસમ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિપ્લવ ત્રિપાઠીના પત્ની અને પુત્ર પણ માર્યા ગયા છે. આ હુમલા પાછળ મણિપુરની પીપુલ્સ લિબરેશન આર્મીનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મણિપુરની પીપુલ્સ લિબરેશન આર્મીની રચના 1978માં કરવામાં આવી હતી. ભારત સરકારે તેને આતંકી સંગઠન જાહેર કરેલું છે. આ સંગઠન મણિપુરમાં ઘાત લગાવીને ભારતીય સુરક્ષાદળો પર પહેલા પણ હુમલો…