કવિ: Zala Nileshsinh Editor

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સોશિયલ એન્જિનિયરીંગને આક્રમક રીતે અપનાવી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન બાદ થયેલા ડેમેજને ક્ન્ટ્રોલ કરવા માટે સીઆર પાટીલ થ્રીલર જેવી રણનીતિ અપનાવી રહ્યા છે. આજે અચાનક ખોડલધામ પહોંચીને સીઆર પાટીલે સૌને ચોંકાવી દીધા હતા. ખોડલધામ પહોંચીને સીઆર પાટીલે મા ખોડલના દર્શન કરી પ્રસાદ પણ લીધો હતો. પાટીલ સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા સહિતના ભાજપના આગેવાનો જોડાયા હતા. ખોડલધામમાં નરેશ પટેલે પાટીલનું સ્વાગત કર્યું હતું અને ખોડલધામનો ખેસ પહેરાવ્યો હતો. પાટીલ સુરતના ઉદ્યોગપતિએ ચમારડીથી પદયાત્રા યોજી હોય તેના સ્વાગત માટે આવ્યા હતા. આ પદયાત્રાનું પાટીલે…

Read More

ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની તાજપોશીમાં બેનની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. સીઆર પાટીલ પણ ભૂપેન્દ્ર પટેલની નિમણૂંકથી ચોંકી ગયા હતા. ભૂપેન્દ્ર પટેલને આનંદીબેન પટેલના વિશ્વાસુ માનવામાં આવે છે. લાંબા ગાળા બાદ બેનની ગુજરાતમાં આવી રીતે જાહેરમાં હાજરી જોવા મળી હતી, જે ઘણી સૂચક બની રહી છે. ભૂપેન્દ્ર પટેલ મૂળભૂત રીતે અમદાવાદનાં છે. પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. આનંદીબેનની જગ્યાએ તેમને જ ટીકીટ આપવામાં આવી હતી. તેઓ ઔડાના ચેરમેન તરીકે પણ કામ કરી ચૂક્યા હતા. વડોદરામાં સુશાન સપ્તાહ નિમિત્તે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા, ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત ભાજપના અનેક આગવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌની…

Read More

ગુજરાતના નાગરિક હવાઈ ઉડ્ડ્યન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે કે  બદલાતા સમયમાં હવાઈ મુસાફરીનીં માંગ વધી છે. એક સમય હતો કે જ્યારે લોકો માત્ર રેલ કે બસ સેવા પર જ નિર્ભર રહેતા હતા, પણ આજે ઝડપી યુગમાં લોકોની માંગ અને જરૂરિયત વધી છે. સાથે સાથે ઉધ્યોગ-ધંધા વધવાની સાથે વિકાસની ઝડપ પણ વધી છે ત્યારે યાતાયાતની સુવિધામાં હવાઈ સેવાનો ઉપયોગ પણ વધ્યો છે. આ પરિપ્રેક્ષ્યમાં  રાજયના નાગરિકોને હવાઈક્ષેત્રે કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકારના ગુજસેલ તથા વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરત એરપોર્ટથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો આજથી પ્રારંભ થયો છે.  સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને…

Read More

ગુજરાતમાં પટેલ સમાજની એકતા માટે પહેલી વાર ખોડલધામના વડા નરેશ પટેલ દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પટેલ એકતા માટે ખોડલધામ દ્વારા અનેક પ્રકારના સીમાચિહ્ન નિર્ણયો લેવામાં આવ્યા છે. આના કારણે લેઉવા-કડવા કે અન્ય પટેલો વચ્ચેની ખટરાગો, મનદુખ અને વિવાદોનો ઉકેલ લાવવામાં આવી રહ્યો છે. પટેલ સમાજ હવે નવો ઈતિહાસ લખી રહ્યો છે. કાગવડ ખાતે આગામી દિવસમાં સમગ્ર ગુજરાતના તમામ પટેલોને મા ખોડલના શરણે પહોંચવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. નરેશ પટેલે વ્યક્તિગત રીતે આ કાર્યક્રમને સફળ બનાવવા કરતાં પણ વધારે પટેલ સમાજની એકતા પર ભાર મૂકી રહ્યા છે. પાટીદારો ગુજરાતની 12.3 ટકા વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. SEBC…

Read More

ગુજરાતના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ ફેબ્રુઆરી મહિનામાં ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રથમ બજેટને રજૂ કરશે. નીતિન પટેલની કેબિનેટમાંથી વિદાય બાદ કનુભાઈદેસાઈ પહેલીવાર બજેટ રજૂ કરશે. નાણા મંત્રી બન્યા બાદ કનુભાઈ દેસાઈએ નીતિન પટેલની મુલાકાત પણ કરી હતી. 2022ના અંત ભાગમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ ચૂંટણીલક્ષી , સૌને રાજી રાખે તેવુ રાહતોવાળુ બજેટ લાવે તેવી સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાતને મહત્તમ નાણાકિય લાભો મળે તેવી સંભાવના જોવાઈ રહી છે. ગુજરાત સરકારના નવા વર્ષ 2022-23ના વર્ષના સામાન્ય અંદાજપત્રમાં માત્ર 10 ટકાનો વધારો થવાની સંભાવના દેખાઇ રહી છે. ચાલુ વર્ષે કોરોના સંક્રમણના કારણે સરકારની આવકમાં ઘટાડો થતાં બજેટના કદમાં દર…

Read More

દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં ગુજરાતની રાજનીતિમાં સફળતાનો મંત્ર વહેંચવા ભાજપના 165 કાર્યકરોની ટીમ ફરીથી લખનૌ પહોંચી છે. શનિવારે પાર્ટી કાર્યાલયના કુશાભાઉ ઠાકરે ઓડિટોરિયમમાં જરૂરી બેઠકમાં હાજરી આપ્યા બાદ તમામ કાર્યકરો પણ પોતપોતાના વિધાનસભા મતવિસ્તાર જવા રવાના થયા હતા. ઉત્તર પ્રદેશમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની બીજી ઈનિંગની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ તૈયારીઓના ભાગરૂપે ગુજરાત રાજ્ય ભાજપ એકમ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ ભૂમિકામાં, પ્રચારની રણનીતિના બીજા રાઉન્ડના ભાગરૂપે શનિવારે સવાર સુધી રાજ્યના 165 કાર્યકરો લખનૌ પહોંચ્યા હતા અને ત્યારબાદ ઉત્તર પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી સુનિલ બંસલાવ, ભાજપના સંગઠન મંત્રી રત્નાકર સહિત…

Read More

આમ આદમી પાર્ટી ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીનો દારુનો એફએસએલ રિપોર્ટ પોઝીટીવ આવતા રાજકીય રીતે ગરમાટો આવી ગયો છે. આપના ગુજરાત પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ મોડી રાત્રે ફેસબૂક પર લાઈવ થઈ ઈસુદાનને નિર્દોષ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે પોલીસ સ્ટેશનમાં બે અધિકારીઓ આવ્યા અને તેમને સાઈડમાં લઈ ગયા અને ભાજપ દ્વારા મૂકવામાં આવેલા આરોપીની જાણકારીઆપી. ઈસુદાન ગઢવી તૈયાર થયા. સરકારી હોસ્પિટલમાં સેમ્પલ લેવાય તો પ્રાઈવેટમાં પણ સેમ્પલ લેવામાં આવ્યા. ઈસુદાન ગઢવીને ધક્કો મારીને દુર કરી દીધા અને સિવિલમાં ટેસ્ટીંગ માટે લઈ જવાયા, મીડિયામાં પણ કહેવા માંગતા હતા પણ પોલીસ અધિકારીઓએ આવું કરવા દીધું ન હતું. ઈટાલીયાએ કહ્યું કે ઈસુદાન ગઢવીને આટલી ખરાબ…

Read More

ગુજરાતના નાગરિક ઉડ્ડયન પ્રધાન પૂર્ણેશ મોદી દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે આંતરરાજ્ય હવાઇ સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્લેન પ્રારંભમાં અમરેલી-અમદાવાદ-રાજકોટ અને ભાવનગર વચ્ચે સેવાઓ આપશે. ગુજરાત સરકારના ગુજસેલના સહયોગથી ખાનગી કંપની દ્વારા આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવાની દરરોજ ફ્લાઇટ રહેશે, જેની શરૂઆતની ટિકિટ 1,999 રૂપિયા રહેશે. આ સેવાને સારો પ્રતિસાદ મળશે તો તે પ્રમાણે વધુ એરક્રાફ્ટ લાવવામાં આવશે અને રાજ્યના બીજા શહેરોની સાથે પણ જોડાશે. આ પ્લેન 09 સીટર રહેશે. શરૂ કરાયેલી સેવાઓમાં એક શહેરથી બીજા શહેર સુધી પહોંચવા 30 મિનિટથી લઈને એક કલાકનો સમય લાગશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના શહેરોને આ સેવા દ્વારા…

Read More

ગુજરાતમાંથી ડ્રગ્સની બદી નાબૂદ કરવા સરકાર મક્કમ હોવાનું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. તેઓ પ્રદેશભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ભૂચર મોરીની શૌર્યકથા સપ્તાહમાં ઉપસ્થિત રહ્યા હતાં. ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ધ્રોલના ભૂચર મોરીમાં શૌર્ય કથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કથાના અંતિમ દિવસે સાંસદ સી.આર.પાટીલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ગઈકાલે પહોંચ્યા હતાં. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સનું નેટવર્ક તોડવા સરકાર મક્કમતાથી કામગીરી કરી રહી છે. ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલા લોકો વિરૃદ્ધ છેલ્લા ત્રણ માસમાં સરકાર અને પોલીસ તંત્રએ નક્કર કામગીરી કરી આ બદીને સમાજમાંથી દૂર કરવાની કામગીરી અભિયાનના રૃપે હાથ…

Read More

ગુજરાતમાં સતત વધતા કોરોના સંક્રમણ વચ્ચે સતત અવઢવ બાદ આખરે કોરોના પ્રોટોકોલની સાથે ગાંધીનગરમાં 10મો ગુજરાત વાઈબ્રન્ટ મહોત્સવ યોજવા સરકારે નિર્ણય લઇ લીધો છે. આગામી 10નાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જેમાં રશિયાના વડાપ્રધાન મિખાઈલ મિશુસ્ટિન સહિત પાંચ રાષ્ટ્રવડાઓ અને ડીપી વર્લ્ડના સુલતાન અહમદ બિન સુલેયમાન સહિત વૈશ્વીક કંપનીઓનાં માંધાતાઓ હાજરી આપશે. સાથે ભારતમાંથી અંબાણી, અદાણી સહિતના કોર્પોરેટ દિગ્ગજો પણ ઉપસ્થિત રહેશે. ચાલુ માસના પ્રારંભે યોજાનાર વાઈબ્રન્ટ મહોત્સવની તૈયારીઓ શરુ થઇ ગઇ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ મહોત્સવનો પ્રારંભ કરશે તે પણ નિશ્ર્ચિત થઇ ગયું છે. તા. 9 અને 10 એમ બે દિવસ વાઈબ્રન્ટ…

Read More