કવિ: Satya Day News

જૂનાગઢ ભાજપમાં પાછલા કેટલાક વખતથી ચાલી રહેલા ડખામાં આજે સમાધાન કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરાઈ છે. પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ રાજેશ ચૂડાસમા સાથે સમાધાન કરી લેતા લોકસભા અને વિધાનસભાની બેઠક માટે ભાજપને જરૂરથી હાશકારો થયો હશે. સમાધાન કરવા પાછળ ભાજપ હાઈકમાન્ડ દ્વાર નો-રિપીટેશન ફોર્મ્યુલા જવાબદાર હોવાનું માનવામાં આવે છે. દિનુ સોલંકીએ જાહેર કર્યું છે કે રાજેશ ચૂડાસમાને જીતાડીને જંપીશ. રાજેશ ચૂડાસમાની ટીકીટ કપાઈ જવાની શક્યતા હતી. દિનુ સોલંકી સહિતના અનેક નેતાઓ દ્વારા રાજેશ ચૂડાસમાની કાર્યપદ્વતિને લઈ ભારે વિવાદ ચાલી રહ્યો હતો અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આ રાજકીય ખટરાગની નુકશાનકારક અસર પણ જોવા મળી હતી. પરંતુ લોકસભાની ચૂંટણી નજીક આવતા અને…

Read More

સુરત લોકસભા બેઠક માટે ભારે ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતથી  ચૂંટણી લડશે તેવી પણ ચર્ચા ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં દેશના સ્વ.વડાપ્રધાન અને સુરતના સાંસદ રહી ચૂકેલા મોરારજી દેસાઈના પ્રપૌત્ર તથા ભાજપ યુવા મોરચા અને આઈટી સેલ સાથે સંકળાયેલા મધુકેશ્વર દેસાઈનું નામ પણ ચર્ચાસ્પદ બન્યું છે. તો નજર કરીએ કોણ છે મધુકેશ્વર દેસાઈ.. મુંબઇ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેશનના સીઇઓ, મધુકેશ્વર દેસાઈને ગ્લોબલ પોલિસી પ્લેટફોર્મ દ્વારા વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી યુવાન નેતાઓમાંનું એક નામ અપાયું હતું. મધુક્વેશ્વર ભાજપના સોશિયલ મીડિયા ટીમના 13 સભ્યો પૈકીના એક છે, જેની જાહેરાત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા 6 જાન્યુઆરી, 2018…

Read More

પાછલા કેટલાક દિવસોથી સુરત બેઠકને લઈ ભાજપમાં વિચારવલોણું ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદી પોતે સુરત બેઠક પરથી પણ ઉમેદવારી કરે તેવી તર્કસંગત ચર્ચા ચાલી રહી છે. ચર્ચા થવા પાછળનું કારણ એ છે કે તાજેતરમાં વડાપ્રધાન મોદીના ભાઈ સોમભાઈ મોદીએ સુરતમાં સંમેલમ યોજ્યું હતું અને આ સંમેલન બહુ વિશાળ પાયા પર કરવામાં આવ્યું ન હતું છતાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તેમાં હાજરી આપી હતી. સંમેલન ઉપરાંત પાછલા એક વર્ષના સમયગાળા દરમિયાન કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે સુરતમાં હજાર કરોડ રૂપિયાની યોજનાઓ શરૂ કરી છે. અનેકવિધ યોજનાઓ સાથે સુરત બેઠક પર વડાપ્રધાન મોદી ચૂંટણી લડે તેવા તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. સુરતને અનેક…

Read More

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે ગુજરાતની વધુ ત્રણ બેઠકોના નામ જાહેર કર્યા છે. મહત્વની જાહેરાતમાં પોરબંદર બેઠક પરથી રાદડીયા પરિવારનું પત્તું સંપૂર્ણપણે સાફ કરી દેવામાં આવ્યું છે. એવું મનાતું હતું કે વિઠ્ઠલ રાદડીયાના સ્થાને તેમના નાના પુત્રને લોકસભાની સીટ આપવામાં આવશે પરંતુ ભાજપને રાદડીયા પરિવારની જર પણ સાંભળી નહીં અને રમેશ ધડૂકને પોરબંદરની ટીકીટ આપી છે. પાછલા 30 વર્ષથી કોંગ્રેસ અને ભાજપના નેતાઓની સામે સીધી ફાઈટ કરનારના પોરબંદરના દબંગ નેતા વિઠ્ઠલ રાદડીયા હાલ પથારીવશ છે. તેમના જ્યેષ્ઠ પુત્ર જ્યેશ રાદડીયા ભાજપ સરકારમાં મંત્રી છે. જ્યારે લોકસભા માટે નાના પુત્ર દ્વારા તૈયારી કરવામાં આવી રહી હતી અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર પણ…

Read More

ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી ગણપત વસાવાએ બારડોલી લોકસભા બેઠક માટે બાબેન ગામમાં વિજય સંકલ્પ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીનાં રાહુલ ગાંધીને ઝેર આપી દેવાનું નિવેદન કરતા ભારે વિવાદ ઉભો થયો છે. નેતાજીના બિગડે બોલને લઈ કોંગ્રેસીઓમાં ઉગ્ર પ્રત્યાઘાત પડેલા જોવા મળી રહ્યા છે. ગણપત વસાવાએ વિજય સંકલ્પ સંમેલનમાં સંબોધન કરતા કહ્યું કે સોશિયલ મીડિયામાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને ભગવાન શિવના અવતાર તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધીને શિવના અવતાર હોવાનું દર્શાવનારને અન્ય એકે જવાબ આપ્યો હતો કે રાહુલ ગાંધીને 500 ગ્રામ ઝેર આપી દો, ચૂંટણી સુધી સમય કાઢી નાંખે તો અમે તેમને અવતાર માની લઈશું. ચૂંટણીની મોસમ ખૂબ ખીલી…

Read More

દાદરા નગર હવેલીના કોંગ્રેસ પ્રમુખ મોહન ડેલકરે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. સેલવાસના સાયલી ગામે કાર્યકર સંમેલનમાં મોહન ડેલકરે ભાજપ અને કોંગ્રેસને પડકાર ફેંકી અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતાં કોંગ્રેસમાં સોપો પડી જવા પામ્યો છે. અત્રે યાદ રહે કે મોહન ડેલકરે વડાપ્રધાન મોદીની સેલવાસ મુલાકાત દરમિયાન તેમની સાથે સ્ટેજ પર જોવા મળવાના કારણે ભાજપમાં જવાની અટકળોએ જોર પકડ્યું હતું. ત્યાર બાદ તેમના રાજીનામની અફવા પણ જોરમાં ચાલી હતી. આ તમામ અટકળો પર મોહન ડેલકરે ઠંડુ પાણી રેડી દઈ અપક્ષ તરીકે દાદરા નગર હવેલીની લોકસભા બેઠક પર લડવાની જાહેરાત કરી છે. સાયલી ખાતે અંદાજે સાતથી આઠ હજાક કાર્યકરોની વચ્ચે ડેલકરે અપક્ષ…

Read More

વલસાડ ભાજપમાં ઉકળતો ચરુ: ડીસી પટેલનો લડાયક મિજાજ, કેસી બોલ્યા “ડીસી રાજકારણમાં સક્રીય નથી”વલસાડની એસટી લોકસભા બેઠક પર ડો.કેસી પટેલને રિપીટ કરાતા તેમના નાના ભાઈ ડો. ડીસી પટેલે નારાજ થયા છે અને તેમણે મીડિયામાં ભાજપનો પ્રચાર નહીં કરવાની જાહેરાત કરતાં જ વલસાજ ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. નાના ભાઈની નારાજગી અંગે સાંસદ કેસી પટેલને પૂછવામાં આવતા તેમણે પ્રતિક્રીયા આપી હતી. કેસી પટેલે કહ્યું કે ડીસી પટેલે મારા નાના ભાઈ છે અને તેઓ રાજકારણમાં સક્રીય નથી. અત્યાર સુધી તેમની સાથે મારી કોઈ વાતચીત થઈ નથી. પાર્ટીના કાર્યકરોનું સંમેલન યોજવામાં આવી રહ્યું છે અને ત્યાર બાદ શું કરવું…

Read More

મહારાષ્ટ્રના પાલઘર ખાતે ત્ર્યબંકેશ્વર રોડ પર થયેલા અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે. પોણા ત્રણ વાગ્યાની આસપાસ બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના તોરણઘાટ અને મોખાડા વચ્ચે બની હતી. વિગત મુજબ ગુજરાત પાસીંગની અને સુરતના લક્ષ્મી ટ્રાવેલ્સની મનાતી આ બસ અચાનક રોડ પરથી ગબડીને સીધી ખીણમાં પડી ગઈ હતી. ઘટના સ્થળે જ 6 લોકોના મોત નિપજ્યા હતા. ખાનગી ટ્રાવેલ્સની બસમાં વિદ્યાર્થીઓ સહિતના લોકો હોળીની રજાઓ માણવા માટે ગયેલી સુરતની બસ ખીણમાં ખાબકતા 6 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે 45 કરતા પણ વધારે લોકો બસ અકસ્માતમાં ઘાયલ થયા છે. ઈજાગસ્તોને પાલઘરના હેલ્થ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. સુરતની…

Read More

આઇપીએલની 12મી  સિઝનની  પ્રથમ  મેચમાં  ચેન્નઈ સુપર કિંગ્સના  સુરેશ  રૈનાએ જેવા  15  રન  પુરા  કર્યા  તેની  સાથે  જ તે  આઇપીએલના  ઇતિહાસમાં  5000 રન  કરનારો  પ્રથમ  બેટ્સમેન  બન્યો  હતો. તેણે  177મી મેચમાં  આ આંકડો  પુરો  કર્યો  હતો. આઇપીએલમાં  તેના  પછી  સર્વાધિક  રન  કરનારો  બીજા  ક્રમનો  બેટ્સમેન  આરસીબીનો કેપ્ટન  વિરાટ  કોહલી  છે, જેના  નામે  164  મેચમાં  4954  રન  છે. ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-12ના પ્રારંભમાં જીત મેળવી છે. CSKએ શનિવારે રાત્રે રમાયેલી એમએ ચિદમ્બરમ સ્ટેડીયમ ખાતેની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને વન સાઈડેડ ગેમમાં સાત વિકેટે પરાજ્ય આપ્યો છે. CSKની આ પ્રથમ જીત છે. RCBએ 17.1 ઓવરમાં 70 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં…

Read More

જામનગર – પૂનમબેન માડમ વડોદરા –  રંજનબેન ભટ્ટ કચ્છ –  વિનોદ ચાવડા સાબરકાંઠા –  દિપસિંહ રાઠોડ રાજકોટ –  મોહન કુંડારિયા અમદાવાદ પશ્ચિમ –  કિરીટ સોલંકી ભાવનગર –  ભારતીબેન શિયાળ અમરેલી – નારણ કાછડિયા દાહોદ –  જસવંતસિંહ ભાભોર ભરૂચ –  મનસુખ વસાવા ખેડા –  દેવુસિંહ ચૌહાણ સુરેંદ્રનગર –  મહેંદ્ર મુંજપરા બારડોલી –  પ્રભુ વસાવા નવસારી –  સીઆર પાટીલ વલસાડ –  કેસી પટેલ

Read More