ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. કુલ સાત તબક્કામાં ચૂંટણી યોજવામાં આવશે. ગુજરાતમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાતની તમામ 26 સીટ પર ત્રીજા તબક્કામાં એટેલે કે 23મી એપ્રિલે મતદાન થશે. પ્રથમ તબક્કો, કુલ બેઠક-91, 20 રાજ્ય, મતદાન તારીખ-11 એપ્રિલ આંધ્રપ્રદેશ-25, અરૂણાચલ પ્રદેશ-2, આસામ-5, બિહાર-4, છત્તીસગઢ-1, જમ્મૂ-કાશ્મીર-2, મહારાષ્ટ્ર-7, મણિપૂર-1, મેઘાલય-2, મિઝોરમ-1, નાગાલેન્ડ-1, ઓરિસ્સા-4, સિક્કીમ-1, તેલંગાણા-17, ત્રિપુરા-1, યુપી-8, ઉત્તરાખંડ-5, પ,બંગાળ-2, આંદામાન-1, લક્ષ્યદ્વિપ-1 બીજો તબક્કો, કુલ બેઠક-97, 13 રાજ્ય, મતદાન તારીખ- 18 એપ્રિલ આસામ-5, બિહાર-5, છત્તીસગઢ-3, જમ્મૂ-કાશ્મીર-2, કર્ણાટક-14, મહારાષ્ટ્ર-10, મણિપુર-1, ઓરિસ્સા-5, તામિલનાડુ-39, ત્રિપુરા-1, યુપી-8, પ.બંગાળ-3, પોંડિચેરી-1 ત્રીજો તબક્કો, કુલ બેઠક-115, 14 રાજ્ય, મતદાન તારીખ-23 એપ્રિલ આસામ-4, છત્તીસગઢ-7,…
કવિ: Satya Day News
લોકસભા ચૂંટણીના અનુસંધાને ઈલેક્શન કમિશનની પત્રકાર પરિષદ ચીફ ઈલેક્શન કમિશર સુનીલ અરોરા આપી રહ્યા છે ચૂંટણીના નિયમોની માહિતી દેશમાં 10 લાખ પૂલીંગ સ્ટેશન આજથી આચારસંહિતા લાગૂ કરાઈ આચારસંહિતાનાં ભંગ બદલ થશે કાર્યવાહી તહેવારો અને મોસમનો વિચાર કરવામાં આવ્યો છે. ઉમેદવાર સોંગદનામુ નહીં કરે તો ફોર્મ રદ્દ રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ પર્યાવરણને નુકશાન થાય તેવા મટીરીયલનો ઉપયોગ કરી શકાશે નહીં અપરાધી ગુના અંગે ઉમેદવારે અખબારોમાં આપવી પડશે જાહેરાત ઉમેદવાર જાહેરાત નહીં આપશે તો ઉમેદવારી પત્ર રદ્દ કરાશે રાજકીય પક્ષો અને રાજ્યના સચિવો સાથે ચર્ચા 90 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ EVM અને VVPATનું ધ્યાન GPS…
14.01.19ના રોજસંખેડા તાલુકા હદમાં અને જાંબુગોઢા અભિયારણ હદ વિસ્તારમાં કેમિકલ ડ્રમો ભરેલી ટ્રકને ખાલી થતી વખતે ગ્રામજનોએ પકડી પાડ્યા હતા અને વન વિભાગને સુપ્રત કર્યું હતું. આ કેસની તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવતા વન વિભાગના RFO રાઉલજી દ્વારા આજે આ કેમિકલ કાંડના મુખ્ય આરોપી એવા અને અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામની રોશન સોસાયટી (GIDC ડેપોની સામે)માં રહેતા ગુડ્ડુની ધરપકડ કરવામાં આવી છે. આ પેહલા વન વિભાગ દ્વારા ટ્રકના જૂના મલિક, નવા મલિક, ટ્રાન્સપોર્ટર, ડ્રાઈવર અને કેમિકલ ભરાવનાર અને ખાલી કરાવનાર એવા વડોદરાના શાહ આલમ (રહે. નવા યાર્ડ વડોદરા) અને ત્યાંના સ્થાનિક પત્રકાર કમલેશ પંચોલી અને જયેશ પટેલની ઘરપકડ કરવામાં આવી…
ગુજરાતની રાજનીતિમાં 9 માર્ચ 2019 અત્યંત મહત્વનો દિવસ હતો. તે દિવસે સમગ્ર રાજ્યમાં મોટી રાજકીય ઉથલપાથલ થઈ હતી. પ્રદેશ ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી અને બીજા નેતાઓએ પક્ષાંતર કરવા માટે દિલ્હીથી આવેલી સૂચના પ્રમાણે તખ્તો ગોઠવી લીધા બાદ 12 ફેબ્રુઆરીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત આવ્યા ત્યારે રાજકીય ફેરફારના નિર્ણયો લીધા હતા. 4 અને 5 માર્ચ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા ત્યારે તમામ રાજકીય ઉથલપાથલ થવાની હતી તેની ચર્ચા કરીને યોજનાને મંજૂરી આપી અને પ્રધાન મંડળનું વિસ્તરણ કરવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને આદેશ આપ્યો હતો. વિશ્વના સૌથી મોટા પક્ષના વડા પણ પક્ષાંતર કરાવી રહ્યાં છે. ભારે ઉતાર ચઢાવ…
(સૈયદ શકીલ દ્વારા): પાછલા 25 વર્ષથી ગુજરાતમાં સત્તા વિહોણા કોંગ્રેસના નેતાઓને સત્તા સુંદરીનો ચસ્કો લાગ્યો છે અને વાંહે-વાંહે એક પછી એક બધા ભાજપમાં જોડાણા છે. યાદી હવે બહુ લાંબીલચક થઈ ગઈ છે. 2104ની લોકસભાની ચૂંટણીથી લઈ અત્યાર સુધી ગુજરાતમાં ભાજપે કોંગ્રેસનું કાસળ કાઢવામાં કશી પાછીપાની કરી નથી અને કોંગ્રેસના નેતાઓ વાઘાં બનીને બધું જોતાં જ રહી જાય છે. દરેક વખતે એકના એક બહાના હેઠળ કોંગ્રેસના ધારાસભ્યો પક્ષપલટો કરી રહ્યા છે અને ધારાસભ્ય જેવા પ્રતિષ્ઠાભર્યા પદને લાત મારીને ભાજપમાં જોડાઈને ફરી પાછો લોકચૂકાદો લેવા પણ તૈયાર થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસની તોડફોડ થઈ. માડમ પરિવારમાંથી પૂનમ માડમ ભાજપમાં આવ્યા અને જીતી…
ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદથી દહેજ જવાના માર્ગ ઉપર આમોદ અને આછોદ ગામ ની વચ્ચે પુલ આવેલો છે જે પૂલની રેલીંગ ઘણા સમયથી તુટી ગઈ છે છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. પુલની રેલીંગ ની હાલત પણ ઘણી જ જર્જરિત થઈ ગઈ છે જે વૃધ્ધ માણસ જેમ કંમરેથી વાંકો વરી જાય છે તેમ પુલની રેલીંગ પણ વાંકી વરી ગઇ હોય તેમ પુલની હાલત નજરે પડે છે. આ પુલની રેલીંગ જાણે હમણાં જ નીચે ખાડીમાં ધસી પડે તેમ લાગી રહ્યું છે. આ પુલની બંને બાજુ વળાંક આવેલા છે અને આ પુલ પરથી આશરે હરરોજ ના 5000 જેટલા…
(દિલીપ પટેલ દ્વારા): લોકસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ બીજા બધા પક્ષો કરતાં ઉમેદવારો પસંદ કરવામાં આગળ છે. કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી તેમાં 15 ઉમેદવારોમાં ગુજરાતના લોકસભા 4 ઉમેદવારોના નામ છે. ગુજરાતના બીજા 22 બેઠકના ઉમેદવારોના નામ નક્કી કરી દેવાયા છે. જે 12 માર્ચ 2019 પછી જાહેર કરી દેવાશે. આમ કોંગ્રેસ નવી નેતાગીરીમાં આત્મ વિશ્વાસ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે જે યોજના બનાવી છે તે પ્રમાણે કામ કરે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાજીવ સાવતેમાં ભરપુર આત્મ વિશ્વાસ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે એવું બનતું આવ્યું છે કે, ભાજપ હંમેશ આગળ હોય છે પણ હવે તે…
(દિલીપ પટેલ દ્વારા): ગુજરાત એન્વાયરો પ્રોટેક્શન એટલે કે ગેપિલ કંપનીએ સુરતમાં પર્યાવરણનું નખ્ખોદ વાળી દેતાં 10 હજાર લોકોએ જેમની સામે રેલી કાઢી હતી, જે બંધ કરવાની ફકરજ પડી હતી તે ગુનામાં સંડોવાયેલી ગેપીલના માલિક ગીરીશ લુથરા છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સહિત વિવિધ એજન્સીઓમાં સાંસદ સી આર પાટીલે ફરિયાદ કરી હતી. લુથરાના સંબંધો કોંગ્રેસના નેતા અહેમદ પટેલ સાથે પણ છે. ગીરીશ લુથરાએ પલસાણામાં ગુજરાત ઈકો ઈનસિનરેટર પ્લાન્ટ નાખ્યો જેને ભારની મોદી સરકારે રૂ.75 કરોડ અને ગુજરાતની રૂપાણી સરકારે રૂ.32 કરોડની સહાયતા પણ આપી છે. ગીરીશ લુથરા સામે અનેક ફરિયાદો નોંધાયેલી છે, અને જેમનો ગેપિલનો પ્લાન્ટ કલોઝ થઈ ગયો છે…
અમરેલી જિલ્લા ભાજપના નેતા દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, અશ્વિન સાવલીયા વિગેરેએ ચમારડી ખાતે આવેલા ભામાસા તરીકે ઓળખાતા ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્તરપરા સાથે બેઠક કરી હતી. લોકસભાની ચૂંટણીને લઈને ગોપાલભાઈ વસ્તરપરા સાથે બેઠક કરી હતી. ભાજપના હાલના સાંસદ નારણ કાછડીયા જીતે તેમ ન હોવાથી ભાજપ તેમને ટિકિટ આપે તેમ નથી. તેમના સ્થાને ગોપાલભાઈ વસ્તરપરાને ટિકિટ આપવામાં આવી શકે છે. તેમણે અગાઉ લાઠી ખાતે બહાઉદીન પીરદાદાનાં ઉર્ષ પ્રસંગે ચમારડીનાં વતની અને સુરત સ્થિત ભામાશા ગોપાલભાઈ વસ્તરપરાએ પીરદાદાને આસ્થાભેર ચાદર ચડાવી હતી. આ તકે ડી.કે. ધોળકીયા-મુંબઈ, વલ્લભભાઈ ધોળકીયા-સુરત, ઘનશ્યામભાઈ ધોળકીયા, ભરતભાઈ પાડા, ઈતેશ મહેતા, રાજુભાઈ ભુવા, એમ.પી. રામાણી, વિનુભાઈ વિસનગરા, અતુલભાઈ ભેંસાણીયા,…
ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ બપોરે 12.39 કલાકે રાજભવનમાં યોજાયેલા સમારોહમાં કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડા અને રાજય કક્ષાના મંત્રી તરીકે યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ તથા મંત્રીમંડળના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં પક્ષ પલટાની સિઝન બરાબરની ખીલી છે. કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો વંડી ઠેકીને ભાજપમાં જઈ રહ્યાં છે. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં જોડાયા અને મંત્રી બન્યા. કોંગ્રેસમાંથી આ ઉપરાંત હળવદના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાએ પણ રાજીનામું આપી દીધું છે. પરષોત્તમ સાબરીયાનો નંબર…