ભારતના પુલવામામાં CRPF જવાનોની શહીદીનો બદલો લઈ લીધો છે. ન્યુઝ એજન્સી પ્રમાણે, રાતે સાડા ત્રણ વાગ્યાની આસપાસ વાયુસેનાએ એલઓસી પાસે પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણા પર 1 હજાર કિલોગ્રામ બોમ્બ વરસાવ્યા છે. ત્યારે પાકિસ્તાન સૈન્યના પ્રવક્તાએ આરોપ લગાવ્યો હતો કે, IAFએ સીમાનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય વાયુસેનાના લગભગ 12 મિરાજ 2000 લડાયક વિમાનોએ સરહદ પર આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો અને તેને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી નાંખ્યા છે. પુલવામા આતંકવાદી હુમલા બાદ ભારતે પોતાના સુરક્ષાદળને કાર્યવાહી માટે ખુલ્લી છૂટ આપી દીધી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, પુલવામા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડનારાને છોડવામાં નહીં આવે અને સૈન્ય પોતાના હિસાબે કાર્યવાહી કરશે. આજે પુલવામા…
કવિ: Satya Day News
સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે ખાડીમાં કેમિકલ ખાલી કરતા બે હેલ્પરોનાં મોતના સોળ દિવસ બાદ કડોદરા પોલીસે તપાસ કરી 15 વ્યક્તિઓ સામે સદોષ માનવવધનો ગુનો દાખલ કર્યો છે. રાજકોટના પૂર્વ મેયર અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન એવા ધનસખ ભંડેરી પણ કંપનીના ભાગીદાર તરીકે આરોપી બન્યા છે. જેમાંથી 10 વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડયા છે. ગત નવમી ફેબ્રુઆરીના રોજ સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામની ગોકુલધામ સોસાયટી સામે એક ટેન્કરમાં ભરેલું ઝેરી કેમિકલ ખાડીમાં ખાલી કરતી વખતે ભગવાનભાઇ રેવાભાઇ ભરવાડ અને ભરતભાઇ મેઘાભાઇ સાટીયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ટેન્કર ડ્રાઈવર ઇન્દ્રજીત રાજપૂત બેભાન થયો હતો તેને સુરત સારવારમાં ખસેડાયો પણ હજુ સુધી…
ગુજરાત સરકારે વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ સર્વોચ્ચ અદાલતે નામંજૂર કરેલા દાવાઓનો અભ્યાસ કરી રીવ્યૂ પિટીશન દાખલ કરવાનો રાજ્યના વનબંધુઓના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ માટે ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાનું વિચારવામાં આવી રહ્યું છે. છોટુભાઈ વસાવાએ જાહેર કર્યું છે કે જો જંગલોમાંથી આદિવાસીઓને ખસેડવાના પ્રશ્નનો કોઈ ઉકેલ નહીં આવે તો સિવિલ વોર ફાટી નીકશે. આદિવાસીઓએ યુદ્ધ કરવું પડશે. વસાવાની આ ધમકી બાદ ભાજપ સરકાર એકાએક કામ કરતી થઈ છે. તેમાં કેટલીક જાહેરાતો થશે. અંતરિયાળ વિસ્તારમાં વસતા વનબંધુઓ કાયદાકીય પ્રક્રીયાથી અજાણ હોય અધિકારોથી વંચિત રહી ગયા હોય તેવા સંજોગોમાં એક પણ સાચો લાભાર્થી વનબંધુ તેના અધિકારથી વંચિત ન રહે તેવા વનબંધુ…
સુપ્રીમ કોર્ટ સોમવારે બે બાળકો બસની પીટીશન પર વિચારણા કરવાનો ઈન્કાર કર્યો છે. જે રાજકીય પાર્ટીમાં બે કરતાં વધુ બાળકો હોય તેમને ઉમેદવાર નહીં બનાવવા માટે પીટીશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ સંજીવ ખન્નાની બેન્ચે ભાજપના નેતા અને પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી પીટીશન પર સુનાવણી હાથ ધરી હતી. અરજીમાં જણાવાયું હતું કે રાજકીય પાર્ટીઓને નિર્દેશ આપવામાં આવે કે બે બાળકોની નીતિનું પાલન કરવામાં આ અને બે કરતાં વધુ બાળકો હોય તેવા નેતાઓને ઉમેદવાર બનાવવામાં આવે નહીં. આ ઉપરાંત અરજીમાં બે બાળકોની નીતિને લઈ સરકારી નોકરી અને સરકારી સહાય તથા સબસીડી માટે…
સુરતમાં બીટ કોઈન નામે છેતરપિંડી કરવાનો વધુ એક મામલો સામે આવ્યો છે. સીઆઈડી ક્રાઈમે માસ્ટર માઈન્ડ હાર્દિક ઝડફીયાની ધરપકડ કરી છે. હાર્દિકની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. સુરતના વરાછા અને પૂણા ગામ વિસ્તારમાં હાર્દિક ઝડફીયા અને અન્ય લેભાગુ લોકોએ બીટ ટ્રેડર્સ નામની કંપની ખોલી હતી. 2107માં આ કંપની ખોલવામાં આવી હતી અને રોકાણકારોને બીટ ટ્રેડર્સ મારફત બીએસએસમાં રોકાણ કરવાની લાલચ આપવામાં આવી હતી. વિગતો મુજબ સુરત સીઆઈડી ક્રાઈમને ફરીયાદ મળી હતી કે હાર્દિક ઝડફીયા અને અન્ય ચાર જણાએ લોકોને બીટ કોઈનમાં રોકાણ કરવા માટે છેતર્યા છે. કુલ 1.64 કરોડની છેતરપિંડી અંગે…
લોકસભાની ચૂંટણી નજીક દેખાતા ગુજરાત સરકારને તાપી નદીના શુદ્વિકરણનો મુદ્દો યાદ આવ્યો. સુરત મહાનગરપાલિકાની તાપી શુદ્વિકરણ યોજનાને ઝડપથી આગળ વધરાવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. તાપી શુદ્વિકરણ અંગે નોડલ ડિપાર્ટમેન્ટની રચના કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે કેન્દ્ર સરકારે 971 કરોડના ખર્ચે તાપી શુદ્વિકરણ પ્રોજેક્ટને મંજુરી આપી હોવાની જાણકારી મળી રહી છે. તાપી શુદ્વિકરણ યોજના માટે કેન્દ્ર સરકારની મંજુરી મેળવવા માટે સુરતના સાંસદ દર્શના જરદોષ અને નવસારીના સાંસદ સીઆર પાટીલની ભૂમિકા પણ મહત્વની રહી હતી. સુરતની મહત્વકાંક્ષી 922 કરોડની તાપી શુદ્વિકરણ યોજના અંગે કેન્દ્ર સરકાર સમક્ષ એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, સુરતના કમિશનર થેન્નારાસને તૈયાર કરેલા…
હિંમતનગર નગરપાલિકામાં ભાજપે પ્રમુખ તરીકે અનિરૂદ્ધ સોગઠિયાને નિયુક્તિ 12 જૂન 2018ના કરી દીધી તેને 9 મહિના થયા છતાં તેઓ શહેર ભાજપના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવતાં હોવાથી પક્ષના નેતાઓએ પ્રદેશના નેતાઓને ફરિયાદ કરી છે. પ્રમુખે જ નેતાઓને કહ્યું હતું કે તેમને નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવે તો તુરંત રાજીનામું આપી દેશે. પણ આજ સુધી રાજીનામું આપ્યું નથી. સમિતિઓની રચના પણ ન કરી હિંમતનગર નગરપાલિકાની સમિતિઓની રચના સવા બે વર્ષથી થઈ ન હોવાથી ભાજપના કોર્પોરેટરોમાં રોષ છે. ડિસેમ્બર 2017માં સમિતિઓની રચના થવી જોઈતી હતી. પણ થઈ નથી. તેથી ભાજપમાં અસંતોષ ઊભો થયો છે. પ્રમુખ સામે ભ્રષ્ટાચારના આરોપો કોંગ્રેસના સભ્યોએ સામાન્ય સભામાં ભાજપ સામે…
સમગ્ર દેશમાં 2009થી શિક્ષણ મેળવવાનો કાયદો અમલી બનાવાયા બાદ ગુજરાતે મોડે મોડે 2011થી તેનો અમલ કર્યો હતો. કાયદાને 10 વર્ષ થઈ ગયા હોવા છતાં ગુજરાતના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમાં તેનો અમલ કરાવના ઈચ્છતાં નથી. આ કાયદાની એવી જોગવાઈ છે કે શિક્ષકો પીટીસી થયેલાં હોવા જોઈએ. આવી લાયકાત ન ધરાવતાં હોય એવા ગુજરાતમાં 8680 શિક્ષકો છે. જેમની સામે ગુજરાત સરકાર હજુ સુધી પગલાં લીધા નથી કારણ કે ગુજરાતમાં મોટાભાગની ખાનગી શાળાઓ સાથે ભાજપના નેતાઓ જોડાયેલા છે. તેથી સમગ્ર દેશમાં શિક્ષણમાં ગુજરાતનું સ્થાન 12માં નંબર પર આવે છે. રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ-2009 મુજબ યોગ્ય ઠરતા નથી એવા 8680…
વિશ્વના મુસાફર ભારત આવે છે તેમાં ગુજરાતમાં મોટા ભાગે કોઈ વિદેશી આવતાં નથી. દેશમાં ગુજરાતનું સ્થાન તો પ્રથમ 10માં આવતું નથી. ત્યાં હવે વિદેશથી આવતાં પ્રવાસીઓ પર હુમલા અને લૂંટ થઈ રહી છે. ગીરનાર પર આવો હુમલો રશિયાથી ગીરનાર ચઢવા માટે આવેલી બે મહિલાઓ પર થયો અને લૂંટનો પ્રયાસ થયો હતો. ગુજરાત સરકાર ગીરનારમાં કુંભ કરી રહી છે. જે શાસ્ત્રોની વિરૃદ્ધ છે. પણ અહીં હવે વિદેશી મુસાફરો પર હુમલો થતાં ગુજરાત રાજ્યની છાપ ખરડાઈ છે. ગુજરાત સરકાર વિદેશી મુસાફરોને સલામતી આપી શકતી નથી એવું સ્પષ્ટ થયું છે. ભારતમાં જેટલા વણ પ્રવાસીઓ આવે છે તેના 50 લાખ એટલે કે 19 ટકા…
2017ની વિધાનસભાની ચૂંટણી સમયે ગુજરાતની ભાજપની રૂપાણી સરકારે ખેડૂતોને વચન આપ્યું હતું કે, 31 ડિસેમ્બર 2017 સુધીમાં તમામ ખેડૂતોને વીજળી આપી દેવામાં આવશે. ત્યારે 5 લાખ ખેડૂતોએ વીજળી આપવાની માંગણી કરી હતી. જેમાં 1.69 લાખ ખેડૂતોને તો સરકારે લેખિતમાં કહી દેવામાં આવ્યું હતું કે તેમને વીજળી આપવામાં નહીં આવે. તો વળી, 27,872 ખેડૂતોને હજુ વીજળી આપવાની બાકી છે. જેના કારણે રૂ.1400 કરોડનું ગુજરાતનું કૃષિ ઉત્પાદન એક સીઝનનું ગુમાવવું પડ્યું છે. 5 લાખમાંથી 3 લાખ ખેડૂતોને વીજળી આપી તો દેવામાં આવી છે. પણ તેમને 8 કલાક વીજળી આપવામાં આવતી નથી. છતાં તેમને બિલ આપવામાં આવી રહ્યાં છે. આ 3 લાખ ખેડૂતોને…