CBIના પૂર્વ ઈન્ચાર્જ વડા નાગેશ્વર રાવ અંગે સુપ્રીમ કોર્ટે સખત કાર્યવાહી કરી છે. કોર્ટે નાગેશ્વર રાવને અનોખી સજા સંભળાવી છે. કોર્ટે સજા સંભળાવતા નાગેશ્વર રાવ ખિસયાણા પડી ગયા હતા અને જવાબ આપવામાં ગેં-ગેં,ફેં-ફેં થઈ ગયા હતા. બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં સીબાઆઈના તપાસ અધિકારીની બદલી કરવા બદલ સીબીઆઈના પૂર્વ ઈન્ચાર્જ વડા એમ.નાગેશ્વર રાવ આજે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટે નાગેશ્વર રાવને શેલ્ટર હોમ કેસમાં તપાસ અધિકારીની બદલી ન કરવાનો હુકમ કર્યો હતો. પરંતુ નાગેશ્વર રાવે સુપ્રીમ કોર્ટના આદેશની ઐસી-તૈસી કરી તપાસ અધિકારી એ.કે.શર્માની બદલી કરી નાંખી હતી. આ મામલે કોર્ટે સ્વંભૂ ધ્યાન આપ્યું હતું અને નાગેશ્વર રાવને કોર્ટમા…
કવિ: Satya Day News
1985માં માધવસિંહ સોલંકીએ જે રીતે ઠાકોર અને ક્ષત્રિયવાદ શરૂ કર્યો હતો. તેવો ફરી એક વખત ભરત સોલંકી અને અમિત ચાવડાના સમયમાં ઠાકોરવાદ પરાકાષ્ઠાએ પહોંચી જતાં કોંગ્રેસ માટે આફત શરૂ થઈ છે. 1985માં જે ભૂલ માઘવસિંહ સોલંકીએ કરી હતી તે ભૂલ તેમના વંશ દ્વારા ફરી એક વખત ગુજરાતમાં થઈ છે. ગુજરાતના લોકો હવે ભાજપને ઉખેડીને ફેંકી દેવા માંગે છે. કોંગ્રેસને સત્તા સ્થાને બેસાડવા માંગે છે. પણ કોંગ્રેસના આ નેતાઓ જે રીતે ઠાકોરઃક્ષત્રિય વાદ ચલાવી રહ્યાં છે તેનાથી ફરી એક વખત કોંગ્રેસ લોકસભા અને હવે પછીની ગુજરાત વિધાનસભાની જીતથી દૂર જઈ રહી છે. રાહુલ ગાંધી પણ હવે ભરત સોલંકી, અહેમદ પટેલની નજરે…
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલ ડીલ અંગે વડાપ્રધાન મોદીને ફરી એક વખત ઘેરી લીધા છે. પીએમ મોદીએ અનિલ અંબાણીના મીડલમેન તરીકે કામ કર્યું હોવાનું જણાવી પીએમ દ્વારા મોટા પાયા પર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાને ઓફિસ ઓફ સિક્રેટ એક્ટનો ભંગ કર્યો છે અને તેમની સામે તાત્કાલિક ફોજદારી કાર્યવાહી કરવાની માંગ રાહુલ ગાંધીએ કરી હતી. રાહુલ ગાંધીએ પીએમ મોદીને પર રાફેલ અંગે હુમલો કરતા કહ્યું કે પીએમ મોદીએ રાફેલ ડીલ અંગે ફ્રાન્સની સાથે સમાંતર વાતચીત કરી હતી. અંગ્રેજી અખબાર ધ હિન્દુના રિપોર્ટનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે રક્ષા મંત્રાલય કહે છે કે પીએમઓ દ્વારા ફ્રાન્સની સાથે સમાંતર વાત કરવામાં આવી…
1994-95માં ત્રણ જિલ્લામાં 40.44 હેકટર વિસ્તારમાં પામ ઓઈલની ખેતી થતી હતી. હવે તાડ ઓઈલ વૃક્ષની ખેતી 12 જિલ્લામાં 4850 હેક્ટર વિસ્તારમાં થઈ રહી છે. જ્યાં પુષ્કળ વૃક્ષો કે જંગલો છે ત્યાં જ ગુજરાતમાં તાડની ખેતી વધી રહી છે. જેમાંથી પામ ઓઈલ બને છે. હાલ મલેશિયાથી પામ ઓઈલ આયાત કરવામાં આવે છે. જ્યાં પામ ઓઈલની ખેતી શરૂં થઈ છે તે દેશના જંગલો ખતમ થયા છે. ગુજરાતમાં પણ જ્યાં જંગલો વધું છે એવા વિસ્તારોમાં તાડની ખેતી થઈ રહી છે. હાલ જે પાક થાય છે તે માત્ર 2 ટકા વિસ્તારમાં જ થાય છે. બીજો એવો 98 ટકા વિસ્તાર છે કે જ્યાં તાડ-પામના વૃક્ષો…
પાટીદાર સમાજના નવલોહિયા અને યુવા નેતા હાર્દિક પટેલ રાષ્ટ્રીય રાજનીતિના ફલક પહોંચી રહ્યો છે. 12મી ફેબ્રુઆરીએ હાર્દિક પટેલ દિલ્હી અને અમદાવાદમાં એક જ દિવસમાં બે સભા ગજવશે. દિલ્હીમાં હાર્દિક પટેલની સાથે ડઝનબંધ પાર્ટીના નેતાઓ પણ હાજર રહેશે. રાષ્ટ્રીય લોકદળ દ્વારા નવી દિલ્હીમાં માલવંકર હોલમાં આયોજિત યુવા અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલ હાજરી આપશે. આ કાર્યક્રમ બપોરે એક વાગ્યા રાખવામાં આવ્યો છે. હાર્દિક પટેલ આ કાર્યક્રમમાં સ્ટેજ પર ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ ઉપરાંત અન્ય પાર્ટીઓના નેતા જેવાં કા જયંત ચૌધરી, શરદ યાદવ, સતીશ ચંદ્ર મિશ્રા, સીતારામ યેચુરી. સંજયસિંહ, શાહીદ સિદ્દીકી, નદીમુલ હક, ધનશ્યામ તિવારી અને દાનીશ અલી સાથે જોવા મળશે.…
જિગ્નેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજાયેલા કાર્યક્રમ માટે ટ્રસ્ટ દ્વારા હોલ વાપરવાનો ઇનકાર કરવાના વિરોધમાં આચાર્યપદેથી હેમંત શાહે આજે 11 ફેબ્રુઆરી 2019માં રાજીનામું આપ્યું છે. આ સાથે રાજીનામાનો કડક પત્ર કોલેજને મોકલી આપવામાં આવ્યો છે. જિગ્નેશ મેવાણીને અપાયેલા નિમંત્રણને કારણે વિદ્યાર્થી નેતાઓનું દબાણ આવતાં એચ કે આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ રદ કરવાની ફરજ આચાર્યને પાડવામાં આવી હતી. 11 ફેબ્રુઆરી 2019ના રોજ સવારે એચ કે આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજવામાં નક્કી કરાયો હતો. કેટલાક વિદ્યાર્થી નેતાઓને જિગ્નેશ મેવાણીના નામ સામે વાંધો હોવાથી તેમણે આ કાર્યક્રમ થવા નહિ દઈએ અને ધમાલ થશે એમ ટ્રસ્ટને, આચાર્યને,…
કેન્દ્રની મોદી સરકારે 10 ટકા આર્થિક અનામતની જાહેરાત કર્યા બાદ તેને તાત્કાલિક અસરથી લાગુ કરવા માટે રાષ્ટ્રપતિએ સહી પણ કરી હતી. પરંતુ ગુજરાતમાં ONGC દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં કેન્દ્ર સરકારના 10 ટકા EBC ક્વોટાની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. આ અંગે ભાજપના યુવા મહિલા નેતા રેશ્મા પટેલે ONGCના ધુપ્પલ પરથી પડદો ઉંચકયો છે અને કેન્દ્ર તથા ગુજરાત સરકાર ઉપરાંત ONGCની નીતિઓ સામે સવાલો ઉભા કર્યા છે. રેશ્મા પટેલે સોશિયલ મીડિયામાં વિગતો શેર કરી કહ્યું છે કે આજે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ઉપર ફિટકાર વરસાવતા કહેવાનું મન થાય છે કે આજે દેશ 250 વર્ષ બાદ ગોરાઓની ગુલામીમાંથી મુક્ત તો થયો…
દેશભરમાં ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દિલ્હીની ગાદી પર કોણ બેસશે તે નક્કી કરવા માટે દેશવાસીઓ પણ સુસજ્જ થઈ રહ્યા છે. ચૂંટણીના મહાસંગ્રામને લઈ ચાલી રહેલા રાજકીય દેવપેચમા વલસાડ લોકસભાની ચૂંટણી રસપ્રદ બની રહેવાની સંભવના છે. તડજોડ, ગઠબંધન અને ચેકમેટ ચાલી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં વલસાડ લોકસભાની એસ.ટી માટેની રીઝર્વ બેઠક પર જે પક્ષનો ઉમેદવાર જીતે છે તે પક્ષની દિલ્હીમાં સરકાર બને છે. આઝાદી પછીનાં ચુંટણીનાં રેકોર્ડ જોતાં હાઈપ્રોફાઈલ વલસાડ બેઠક જીતવા માટે ભાજપ પોતાની વ્યૂહ રચના ઘડી રહ્યું છે તો કોંગ્રેસ ફરીથી રગશિયા ગાડાની જેમ ચાલીને કિશન પટેલ માટે વિચારણા કરી રહી છે. કિશન પટેલ…
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે ભારે ગોળીબાર થઈ હતી. ઓપરેશન એન્કાઉન્ટરમાં દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના કેલ્લમ ગામમાં ચાલી રહ્યું છે. સૈનિકો દ્વારા આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને સમગ્ર વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો છે. આર્મીને આ વાતની જાણકારી મળી હતી કે વિસ્તારમાં કેટલાક આતંકીઓ સંતાયા છે. ત્યાર પછી સુરક્ષાકર્મીઓ ઘ્વારા ત્યાં ગતિવિધિઓ વધારી દેવામાં આવી. આ દરમિયાન આતંકીઓ દ્વારા આર્મીના જવાનો પર ગોળી ચલાવવામાં આવી. ત્યારપછી એન્કાઉન્ટર ચાલુ થઇ ગયું. મળતી જાણકારી અનુસાર વિસ્તારમાં ચાર આતંકીઓ સંતાયા હતા, જેમને જવાનોએ ઘેરી લીધા છે. જેમાંથી પાંચ આતંકીઓને આર્મીએ ઠાર માર્યા હતા.
કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલે પત્રકાર પરિષદમાં રાફેલ ડીલ અંગે અનેક સવાલો ઉભા કર્યા હતા. ખાસ કરીને હાલના કેગના વડા રાજીવ મહિર્ષીની ભૂમિકા સામે તેમણે શંકાઓ ઉભી કરી કેગ રિપોર્ટમાં નિષ્પક્ષતા અંગે આશંકા વ્યક્ત કરી હતી. કપિલ સિબ્બલે જણાવ્યું કે રાફેલ ડિલ અંગે વાતચીત ચાલી રહી હતી ત્યારે રાજીવ મહિર્ષી ફાયનાન્સ સેક્રેટરી હતી અને તેઓ પણ આ ડીલની વાતચીતમાં સામેલ હતા. કપિલ સિબ્બલે કહ્યું કે હવે રાફેલ ડિલમાં સામેલ રાજીવ મહિર્ષી આજે કેગના વડા છે. તેઓ આવતીકાલે કે ટૂંક સમયમાં રાફેલ અંગે કેગનો રિપોર્ટ પાર્લામેન્ટમાં રજૂ કરવા જઈ રહ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે જે માણસ પોતે એક…