છોટાઉદેપુર જિલ્લો આદીવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે. છોટાઉદેપુર લોકસભામાં સાત વિધાન સભાનો સમાવેશ થાય છે તમામ વિધાનસભા સીટમાં આદીવાસી મતદારો વધુ છે, પરંતુ આ લોકસભા સીટમાં ભાજપ અને કોંગ્રેસને વરેલા મતદારો છે. અત્યાર સુધી આ સીટ પર કોંગ્રેસનું પ્રભુત્વ હતું પરંતુ 2002માં સમીકરણ બદલાયા બાદ ભાજપ જીત્યું ત્યાર બાદ એક વખત આ સીટ કોંગ્રેસના ફાળે ગઈ હતી અને નારણ રાઠવા જીતીને રેલ મંત્રી બન્યા હતા. આ સીટ પર બે જ પક્ષનું પ્રભૂત્વ છે પરંતુ આદિવાસી રાઠવા સમાજમાંથી જૈન મુનિ રાજેન્દ્ર મહારાજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી ને જણાવ્યું કેં હું વિસ્તારમાં શૈક્ષણિક, વ્યસન મુક્તિ સહિતના કામોમાં સક્રીય છું. રાઠવા જાતિના…
કવિ: Satya Day News
બનાસકાંઠાના છાપીના ડાયમંડ કોમ્પલેક્ષ આગળ પાર્ક કરેલી 108 વાન ચોરાઈ જવાની ઘટના પ્રકાશમાં ભારે દોડધામ મચી જવા પામી છે. 108ના કર્મીઓ કોમ્પલેક્ષમાં આવેલા રૂમમાં સુતા હતા તે સમય દરમિયાન એમ્બ્યુલન્સની ચોરી થઈ હોવાની જાણ પોલીસને કરવામાં આવી હતી. વિગત મુજબ ગઈ રાત્રીના સમયે અજાણ્યા શખ્સો 108 વાન લઈને થયા ફરાર ગયા હતા.108 વાનની ચોરી થતા આરોગ્ય અધિકારીઓમાં ભારે હોબાળો મચી ગયો છે.108ના કર્મચારી અને અધિકારીએ ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગયા વર્ષે મે મહિનાની ચોથી તારીખે સુરત સાંસદ દર્શના જરદોશે ડંક્કાઓવારા પર સફાઈ અભિયાન દરમિયાન JCB મશીન ચલાવ્યું હતું. JCB મશીન ચલાવવાનું લાઇસન્સ ન હોવા છતા મશીન ચલાવી સાંસદ દર્શના જરદોશ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરવામાં આવ્યો હતો. સુરતના જાગૃત નાગરિક એવા સંજય એઝાવા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના અનુસંધાને સુરત ટ્રાફિક સેક્ટર -1ના મદદનીશ પોલીસ કમિશનર કચેરી દ્વારા તાપસ કરીને “સાંસદ દર્શના જરદોશ ફક્ત ડ્રાઈવર સીટ પર બેસીને કામદારોની ઉત્સાહ વધારવા માટે ફોટો પડવામાં આવ્યો હતો એવો જવાબ આપીને ફરિયાદ રફેદફે કરવાના પ્રયાસો કરાયા હતા. પરંતુ તારીખ 11-6-18 ના રોજ ફરી સંજય એઝાવા દ્વારા સિટી પોલીસ કમિશનરને મશીન ડ્રાઈવ કરતો…
ઊંઝાના પૂર્વ ધારાસભ્ય આશા બેન પટેલ ગઇ કાલે વિધિવત ભાજપમાં જોડાયેલા હતા. પરંતું ઊંઝા નગરપાલિકાના 15 કોર્પોરેટર સાથે ભાજપમાં જોડાવાની જાહેરાતમાં ઘણી ખોટી વિગતો રજૂ કરતાં ઊંઝામાં રાજકીય પક્ષો આશા પટેલની વાતોનું મૂલ્ય કેટલું છે તે પર શંકા કરી રહ્યા છે. સ્ટેજ ઉપરથી બોલાયેલા નામોમાં 15માંથી 5 કોર્પોરેટર તો હકીકતમાં ત્યાં હતાજ ન હતાં. ખોટા માણસો ઉભા કરીને સંખ્યા બતાવવામાં આવી હતી. બાકીના જોડાયેલા સભ્યોમાં કોઈ પણ કોંગ્રેસના હોદ્દેદારો કે સભ્યો જોડાયેલા નથી. જે કોર્પોરેટર હાજર ન હતાં તેમાં પટેલ રીંકુબેન નિખિલ કુમાર,પટેલ અલ્પેશ જેઠાભાઈ,પટેલ શુશીલાબેન નાનજીભાઈ,પટેલ ઉષાબેન હસમુખભાઈનો સમાવેશ થાય છે. કોંગ્રસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ આશા પટેલ…
ગુજરાત વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા માટે ઝૂંબેશ ચલાવવાના કારણે તથા આનંદ તેલતુંબડેની ધરપકડ ના થાય તેમજ સમગ્ર દેશમાં કર્મશીલો ઉપર થઈ રહેલા હુમલાના વિરોધમાં અમદાવાદમાં આયોજીત ધરણામા હાજરી આપ્યા બાદ તુરંત જ વ્યારા પોલીસ સ્ટેશનમાંથી રોમેલ સુતરિયા વિરુદ્ધ જૂના કેસમાં ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. રોમેલ સુતરિયાએ કહ્યું હતું કે મારી ઉપર હુમલો કરનારા તાપીના ખનન માફિયાઓ જે, સરકારી અધિકારીઓ ઉપર પણ હુમલો કરી ચુક્યા છે. તેમાના વિરુદ્ધ અન્ય હુમલામાં કેસ નોંધાયા છે. ગેરકાયદેસર ખનનમાં સપડાયા છે. તેવા લોકો દ્રારા મારા ઉપર વ્યારા કલેક્ટરેટમાં થયેલા હુમલાના 2016ના કેસમાં જેમાં હુ જાતે ફરિયાદી છું. પોલીસ સુરક્ષા માંગવા છતા આપવામાં આવી…
જમીન માફિયાઓ બેફામ થયા હોય તેમ રાજયમાં પશુધન માટેની ગૌચરની જમીન પર મોટાપાયે 31 જિલ્લામાં 4.72 કરોડ ચોરસ મીટર વિસ્તારમાં દબાણો છે.. ગીર જંગલ આરક્ષિત વિસ્તાર ગણાય છે તેમાં પણ ત્રણ દાયકાથી દબાણ હોવા છતાં તે દબાણ દૂર કરી શકવામાં તંત્ર સફળ થયું નથી. કોંગ્રેસ દ્વારા અવારનવાર ગૌચર અને ભાજપ સરકારની નીતિને લઈને આક્ષેપ કરવામાં આવે છે કે.. “ભાજપ ગાયના નામે મત મેળવે છે પણ રાજયભરમાં ગાય અને અન્ય પશુઓના ચરિયાણ માટેની ગૌચર જમીનમાં મોટાપાયે દબાણો થાય છે તે પણ અટકાવી શકયું નથી. અવારનવાર વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જિલ્લાઓમાં ગૌચરની જમીન પર થયેલા દબાણોના વિવિધ સવાલ પૂછવામાં આવ્યા છે છતાં…
2012માં મુંબઇમાં 6 હજાર સીસીટીવી કેમેરા લગાવવાનું કામ શરૂ થયું હતું. દિલ્હી શહેરમાં 530 લીકર શોપ ઉપર પણ કેમેરા ગોઠવાયા હતા. પુનામાં 79 કેમેરા હતા અને બીજા 837 ગોઠવવામાં આવી રહ્યાં હતા. હૈદરાબાદમાં 225 કેમેરા હતા અને 600 મૂકવાના હતા. સુરતમાં 100 સીસીટીવી રાખવાની દરખાસ્ત હતી. જ્યારે વડોદરા શહેર ગુજરાતમાં પ્રથમ વખત 29 નંગ સીસીટીવી કેમેરા 2012માં કામ કરતાં થયા હતા. ગુજરાતમાં સરકારી, અર્ધસરકારી, કેન્દ્ર સરકાર અને ખાનગી લોકોના મળીને 10 લાખથી વધું સીસીટીવી કેમેરા કામ કરી રહ્યાં છે. જેનું સંકલન કોઈ એક જગ્યાએ થતું નથી. ગુજરાત સકારની પોતાની કેમેરા સિસ્ટમ છે જે સીધી ગાંધીનગરના કંટ્રોલ રૂમ સાથે જોડાયેલી છે.…
લોકસભા ચૂંટણીને બહુ જ ઓછો સમય બચ્યો છે ત્યારે સિલ્વર સ્ક્રીન પર પોલિટીકલ ડ્રામા જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની લાઈફ પર બનેલી ફિલ્મ માય નેમ ઈઝ રાગાનું ટીઝર યૂ-ટ્યૂબ પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. રાહુલ ગાંધીની ફિલ્મ માય નેમ ઈઝ રાગાનું સમાપન લોકસભા ચૂંટણી પહેલા પૂર્ણ થઈ જાય છે. રાહુલ ગાંધીના જીવન પર બનેલી ફિલ્મ માય નેમ ઈઝ રાગા(My Name Is Raga)માં તેમના બાળપણથી લઈ કોંગ્રેસ પ્રમુખ બનવા સુધી યાત્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં રાહુલ ગાંધીના મહત્વપૂર્ણ પ્રસંગો પણ વણી લેવામાં આવ્યા છે. દાદી ઈન્દીરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીની હત્યાને પણ ચિત્રિત કરવામાં…
વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ અધ્યક્ષ અને હાલ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડીયાએ પોતાની નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. પ્રવીણ તોગડીયાએ પોતાની પાર્ટીનું નામ હિન્દુસ્તાન નિર્માણ દળ રાખ્યું છે. તોગડીયા પોતે અયોધ્યાથી લોકસભા ચૂંટણી લડશે. પ્રવીણ તોગડીયાને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અયોધ્યાથી ચૂંટણી લડવા પાછળનું કારણ એ છે કે અહીંયા અમારો મજબૂત જનાધાર રહ્યો છે. હિન્દુસ્તાન નિર્માણ દળ ગુજરાત અને ઉત્તરપ્રદેશની તમામ લોકસભા સીટો પર ચૂંટણી લડશે. આ ઉપરાંત દેશની અન્ય લોકસભા સીટો પર પણ ઉમેદવારો ઉતારવામાં આવશે. પ્રવીણ તોગડીયાની પાર્ટીનું નામ હિન્દુસ્તાન નિર્માણ દળ છે અને આ પાર્ટી ચૂંટણી પંચમાં રજિસ્ટર્ડ કરી દેવામાં…
આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ (AHP) કાર્યાલય પર આજે અમદાવાદ પોલીસ પહોંચી જતા ભારે વિવાદ ઉભો થયો છે. એવું કહેવાય છે કે પાલડી ખાતેના કાર્યાલય પર AHP દ્વારા ખોટી રીતે કબજો કરવામાં આવ્યો છે. આ અંગેની ફરીયાદ મળતા પોલીસ AHP કાર્યાલય પર પહોંચી હોવાની જાણકારી મળી રહી છે. RSS દ્વારા AHPની ઓફીસ પર ખોટી રીતે કબ્જો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વિગતો મુજબ અમદાવાદના પાલડી ખાતે આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ(AHP) દ્વારા પાલડી ખાતે આવેલી મહાલક્ષ્મી સોસાયટીના વણીકર ભવનમાં કાર્યાલય ચલાવવામાં આવે છે. આ કાર્યાલયમાં VHP અને RSSના અમુક કાર્યકર્તાઓ કાર્યાલયમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને કબજો લેવાનો પ્રયત્ન કરતા મામલો ઘર્ષણમાં પરિણમ્યો હોવાની…