ધર્મશાળા : ભારત અને શ્રીલંકા વચ્ચે વન ડે શ્રેણીની પહેલી મેચનો ટીમ ઇન્ડિયામાં ધબડકો થયો હતો. જોકે સંકટ મોચન બનેલા ધોનીએ ટીમ ઇન્ડિયાને ઉગારી હતી અને 16 રને 5 વિકેટ પડ્યા બાદ ધોનીએ શાનદાર પ્રદર્શન કરતા ટીમને 112 રન સુધી પહોચાડી હતી અને સન્માનજનક સ્કોર સુધી પહોચાડી હતી. ભારતીય કપ્તાન રોહિત શર્મા ટોસ હારી ગયો હતો અને શ્રીંલકાના કપ્તાન થિસારા પરેરાએ ભારતને પહેલા બેટિંગ માટે મેદાનમાં ઉતાર્યું હતું. ભારતીય ઓપનર શિખર ધવન પ્રથમ ઓવરમાં જ અંતિમ બોલે મેથ્યૂઝનો શિકાર બન્યો હતો અને વગર ખાતું ખોલે પેવેલિયન પરત ફર્યો. રોહિત શર્મા 2 રનમાં સુરંગા લકમલનો શિકાર બન્યો હતો. 18 બોલ રમ્યા…
કવિ: Sports Desk
બુમરાહના દાદાની લાશ મળી અમદાવાદ ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસ(AFES)ને ગાંધી બ્રિજ અને દધિચી બ્રિજ વચ્ચે સાબરમતી નદીમાંથી ક્રિકેટર જસપ્રીત બુમરાહના દાદા સંતોક સિંહ બુમરાહનો મૃતદેહ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સંતોક સિંહ પાછલા 3 દિવસથી ગુમ હતા અને વસ્ત્રાપુર પોલીસમાં આ બાબતે ફરિયાદ પણ નોંધાઈ હતી. 84 વર્ષીય દાદા 2 દિવસથી હતા ગુમ ઈન્ડિયન ક્રિકેટ ટીમના ક્રિકેટર જસપ્રીત બુમરાહના 84 વર્ષીય દાદા સંતોક સિંહ બુમરાહ 8મી ડિસેમ્બરના રોજથી ગુમ થયા હતા. ઉલ્લેખનીય છે કે તે જસપ્રીત બુમરાહને મળવા ઉત્તરાખંડથી અમદાવાદ આવ્યા હતા પરંતુ કહેવામાં આવે છે કે તેમને વાત કરવા કે મળવા નહોતા દેવાયા. ત્યારપછી તે ઘરે પાછા નથી…
ઘર્મશાળા : શ્રીલંકા સામેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં ૧-૦થી જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ હવે નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માના નેતૃત્ત્વમાં વન-ડે સિરીઝમાં શ્રીલંકા સામે ટકરાશે. ભારત અને શ્રીલંકા ચાર મહિના અગાઉ શ્રીલંકાની ધરતી પર ટકરાયા હતા જેમાં ભારતે ૫-૦થી વન-ડે સિરીઝ જીતી હતી જ્યારે પાકિસ્તાન સામે પણ ૫-૦થી વન-ડે શ્રેણીમાં શ્રીલંકાનો પરાજય થયો હતો. આ ઉપરાંત પોતાના ઘરઆંગણે ઝિમ્બાબ્વેએ પણ ૩-૨થી વન-ડે સિરીઝ હરાવી હતી. આમ, સતત ૧૨ વન-ડે મેચથી શ્રીલંકાને જીત મળી નથી ત્યારે શ્રીલંકાની ટીમે ત્રીજી ટેસ્ટ મેચમાં જે રીતે લડત આપી હતી તેના પરથી પ્રેરણા લઈ વન-ડેમાં પોતાનું પ્રદર્શન સુધારવા ઊતરશે. શ્રીલંકાની ટીમ આ…
ધર્મશાલા: શ્રીલંકા વિરુદ્ધની વન-ડે અને ટી20 સીરીઝ માટે ભારતીય ટીમનો કેપ્ટન બનેલા રોહિત શર્માએ કહ્યું કે, સાઉથ આફ્રિકા જનારી ટેસ્ટ ટીમમાં જસપ્રીત બુમરાહની પસંદગી તમામ યુવા ખેલાડીઓ માટે એક લેસન છે કે, સખત મહેનતનું પરિણામ હંમેશા સારું મળે છે. ‘ટેસ્ટમાં સ્થાન મેળવવા બુમરાહે સખત મહેનત કરી’ વન-ડે અને ટી20 ટીમમાં ભારતના નિયમિત બોલર બુમરાહને પાંચમા બોલર તરીકે ટેસ્ટ ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે. IPLના પોતાના સાથી અંગે પૂછવામાં આવતા રોહિતે કહ્યું કે, ‘ટેસ્ટ ટીમનો ભાગ બનવાથી તેને ખૂબ ફાયદો મળશે. તે આના માટે ખૂબ એક્ઝાઈટ છે. તે ઘણા સમયથી ટેસ્ટ ટીમમાં જગ્યા મેળવવામાં માગતો હતો. તેણે વન-ડે અને ટી20માં…
મુંબઇ : ભારતીય ટીમના બેટ્સમેન યુવરાજસિંહ ભલે ટીમમાં વાપસી કરવામાં નિષ્ફળ રહ્યો હોય પરંતુ BCCIએ તેની માગને પૂરી કરતા કરોડો રૂપિયાની ચુકવણી કરી દીધી છે. છેલ્લા કેટલાંક સમયથી બોર્ડના ચક્કર કાપી રહેલા યુવરાજને BCCIએ 3,11,29,411 રૂપિયાની ચુકવણી કરી દીધી છે. વર્ષ 2016માં ટી-20 વર્લ્ડ કપમાં રમતી વખતે યુવરાજસિંહ ઇજાગ્રસ્ત થઇ ગયો હતો અને જેને કારણે તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પોતાની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પ્રથમ સાત મેચમાં ભાગ લઇ શક્યો નહોતો. BCCIના નિયમ મુજબ જો કોઇ ખેલાડી ભારતીય ટીમ તરફથી રમતી વખતે ઇજાગ્રસ્ત થાય છે અને તેને કારણે જો તે IPLમાં ભાગ ન લઇ શકે તો તેની રકમ બોર્ડ…
ધર્મશાળા : શ્રીલંકા વિરૂદ્ધ રવિવારથી શરૂ થતી ત્રણ વન ડે મેચની સીરિઝમાં ઇજાગ્રસ્ત કેદાર જાધવના સ્થાન પર ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદરને ભારતીય ટીમમાં જગ્યા મળી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ શનિવારે એક નિવેદન જાહેર કરીને આ વાતની જાણકારી આપી હતી. જાધવને શ્રીલંકા વિરૂદ્ધ ત્રણ મેચની વનડે સીરિઝ માટે પસંદગી કરાઇ હતી. ઇજાગ્રસ્ત થયો જાધવ બીસીસીઆઇએ જાહેર કરેલા નિવેદન મુજબ જાધવને શુક્રવારે ડાબા પગની માંસપેશીઓમાં ખેંચ આવી હતી. જાધવને બીસીસીઆઇની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. બીસીસીઆઇએ જણાવ્યું કે,”ભારતીય સીનિયર પસંદગી સમિતિના ઇજાગ્રસ્ત કેદાર જાધવના સ્થાન પર વોશિંગટન સુંદરને શ્રીલંકા સામેની 3 વનડેની સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો છે.” ધર્મશાળામાં…
દિલ્લી : ભારત અને પાકિસ્તાન વચ્ચે ખરાબ કૂટનીતિક સંબંધોની કિંમત હંમેશા રમતને ચુકવવી પડી છે. આ વખતે પણ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવના કારણે બીસીસીઆઈએ તેની મોટી કિંમત ચુકાવવી પડી શકે છે. આવતા વર્ષે ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં એશિયાકપનું આયોજન થવાનું છે પરંતુ ભારત સરકારે હજુ સુધી બોર્ડને મંજૂરી નથી આપી. એશિયા કપમાં પાકિસ્તાની ક્રિકેટરોને ભારતમાં રમવા માટે આવી શકે છે આથી ભારત પાસેથી આ ટૂર્નામેન્ટની મેજબાની છીનવાઈ શકે છે. પાકિસ્તાન બની શકે કારણ પાછલી 21 નવેમ્બરે બીસીસીઆઈએ સુપ્રીમ કોર્ટની બનાવેલી પ્રશાસકોની સમિતિ એટલે કે સીઓએની મીટિંગમાં એશિયા કપની મેજબાનીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મીટિંગની જાણકારી મુજબ ભારત માટે એશિયા કપની મેજબાની કરવાનું…
મુંબઇ : બૉલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા ગુરુવારે પોતાના પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી. અનુષ્કા અને ફેમિલી અને તેમની ફેમિલી સાથે તેમના ગુરુ અનંત બાબા પણ હતા, ત્યારંથી જ એવું કહેવાઈ રહ્યું છે કે, તે વિરાટ સાથે લગ્ન કરવા માટે પરિવાર સાથે ઈટાલી જવા રવાના થઈ છે. મીડિયા રિપોર્ટ્સમાં અંદાજ લગાવાઈ રહ્યો છે કે બન્ને ઈટાલીના મિલાનમાં 12 ડિસેમ્બરના રોજ લગ્ન કરવાના છે અને બન્ને પરિવાર ઈટાલી પહોંચી ચૂક્યા છે. પરંતુ બન્ને તરફથી કોઈપણ સવાલનો જવાબ અપાયો નથી અને આ લગ્નને એકદમ અંગત કાર્યક્રમ બનાવવાની તૈયારી છે. અનુષ્કાના પ્રવક્તાએ આ વિશે કઈ પણ કહેવાનું ઈનકાર કરી દીધો છે. લગ્નની…
અમદાવાદ : પોતાની વિસ્ફોટક બેટ્સમેન માટે ફેમસ ક્રિસ ગેઈલ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ ટી20માં 800 સિક્સર ફટકારનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બન્યો છે. વેસ્ટઇન્ડિઝના ડાબા હાથના આ બેટ્સમેને બાંગ્લાદેશ પ્રીમિયર લીગના ઢાકામાં રમાયેલા મેચમાં રંગપુર રાઇડર્સ તરફથી 126 અણનમ રનની ઇનિંગ દરમિયાન આ સન્માન મેળવ્યું હતું. તેણે 51 બોલમાં 6 ચોગ્ગા અને 14 છગ્ગા લગાવ્યાં હતાં. આ ખેલાડીઓ પણ છે લિસ્ટમાં ગેઇલના નામે હવે 318 ટી20 મેચમાં 801 છગ્ગા નોંધાયા છે. જેમાંથી 103 છગ્ગા તેણે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જડ્યાં છે. ટી20માં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેનના લિસ્ટમાં ગેઇલ પછી વેસ્ટઇન્ડિઝના કેરોન પોલાર્ડ (506), ન્યૂઝિલેન્ડના બ્રેન્ડન મેકુલમ (408), વેસ્ટ ઇન્ડિઝનો ડ્વેન સ્મિથ…
વેકો : શુક્રવારથી શરૂ થયેલી ૧૦મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં ભારતે શાનદાર શરૂઆત કરતા ચાર મેડલ મેળવ્યા હતા. ભારતીય મેન્સ અને વિમેન્સની ટીમે ૧૦ મીટર એર રાઇફલમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો જ્યારે રવિકુમારે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. રવિકુમારે આ માટે પોતાના સાથી શૂટર અને ઓલિમ્પિક મેડલ વિજેતા ગગન નારંગને પરાજય આપ્યો હતો. રવિકુમારે કુલ મળીને ૨૨૫.૭ પોઇન્ટ્સ મેળવ્યા હતા. ગગન નારંગના ૯.૪ અને ૧૦.૬ની સરખામણીએ રવિકુમારે ૧૦.૮ અને ૯.૫નો સ્કોર કર્યો હતો. જોકે, આમ છતાં તેને ચીનના યિફી કા સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. યિફીએ ૨૪૮.૬નો સ્કોર કરી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે ચીનના અન્ય શૂટર…