મુંબઇ : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન પત્ની સાગરીકા ઘાટગે સાથે માલદીવમાં હનીમૂન મનાવી રહ્યો છે. આ દરમિયાન સાગરિકાએ પતિ ઝહીરની એક તસવીર ઇંસ્ટાગ્રામ પર શેર કરી હતી જેની પર કેટલાક લોકોએ કોમેન્ટ કરી હતી. ઝહીરની તસવીર પર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ચુટકી લીધી હતી. સાગરિકાએ શેર કરી હતી તસવીર સાગરિકાએ દરિયા કિનારે નેટ્સ પર ઉંઘેલા ઝહીર ખાનની તસવીર શેર કરી હતી. આ તસવીર પર કેટલીક કોમેન્ટસ અને લાઇક આવી હતી. આ તસવીર પર ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ પણ કોમેન્ટ કરી હતી. સાનિયાએ લખ્યુ, ‘લાગી રહ્યું છે કે આ એકલો જ હનીમૂન મનાવી રહ્યો છે’
કવિ: Sports Desk
મુંબઇ : માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આજે બેંગાલુરુ ખાતે એક ડિજિટલ ગેમ લૉન્ચ કરી જેમાં તે પોતે જ પોતાની ભૂમિકા ભજવી રહ્યો છે અને ફેન્સ તેની ક્રિકેટિંગ જર્નીનો અનુભવ લઈ શકશે. ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ અને ગેમિંગ કંપની જેટસિન્થિયેસે ‘સચિન સાગા ક્રિકેટ ચેમ્પિયન્સ’ નામની આ ગેમને તૈયાર કરી છે. સચિને કહ્યું કે, ‘આ ગેમની પાછળ પોતાના ફેન્સને એક મંચ પર લાવવાનો હેતુ છે, જેનાથી તેઓ મારા અનુભવોનો અહેસાસ કરી શકે છે.’ નવરાશના સમયે વીડિયો ગેમ રમતો હતો તેણે કહ્યું કે, તે પોતાના નવરાશના સમયમાં પાર્લરમાં વીડિયો ગેમ રમતો હતો. સચિને કહ્યું કે, ‘યોર્કશાયર સાથે 1992માં મારા કૉન્ટ્રાક્ટ અને 2003ના વર્લ્ડકપ દરમિયાન હું…
હૈદ્રાબાદ : ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને ક્રિકેટ પસંદ છે તો તો બધા જાણે છે. સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ નિહાળતી સાનિયાને ઘણી વખત જોઈ છે. પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરનાર સાનિયા મિર્ઝાએ ટ્વિટર પર પોતાના પ્રશંસકો દ્વારા પૂછેલા પ્રશ્નોના જવાબ અનોખા અંદાજમાં આપ્યા હતા. જેની પરથી પુરવાર થાય છે કે તેમને ક્રિકેટ કેટલું પસંદ છે. ખરેખર, સાનિયાના પ્રશંસકોએ સાનિયાને ટ્વિટર પર ક્રિકેટને સંબંધિત રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતા. સાનિયાએ સમય નિકાળી પોતાના ટ્વિટર માધ્યમથી આ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. સાનિયાના એક પ્રશંસકે તેમને પ્રશ્ન પૂછ્યો કે, તેઓ ફ્રી સમયમાં શું કરે છે? તેમણે રમૂજી અંદાજમાં જવાબ આપતાં કહ્યું કે, ‘કંઈ…
મુંબઇ : અફઘાનીસ્તાનના વિકેટ કીપર અને આક્રમક બેટ્સમેન મોહમ્મદ શહજાદ પર આઇસીસીએ એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. શહજાદ ડોપિંગનો દોષી હતો જે બાદ આઇસીસીએ તેની પર કાર્યવાહી કરી હતી. શહજાદે પોતાનું વજન ઘટાડવા માટે એક પ્રતિબંધીત દવા લીધી હતી, જે બાદ તે ડોપ ટેસ્ટમાં ફેલ થઇ ગયો હતો. શહજાદે આઇસીસી સામે માન્યુ કે તેને વજન ઘટાડવા માટે હાઇડ્રોક્સીકટ નામની દવા લીધી હતી. ડોપ ટેસ્ટમાં ફેલ થયો હતો શહજાદ મોહમ્મદ શહજાદનો 17 જાન્યુઆરી 2017માં દૂબઇમાં ડોપ ટેસ્ટ થયો હતો. તપાસમાં ખબર પડી કે તેને ક્લેનબ્યૂટરોલ ખાધી હતી. જે વાડાની પ્રતિબંધીત યાદીમાં આવે છે. તે બાદ શહજાદે પોતાની ભુલ માની અને તેની…
ચેન્નાઇ: આઇએસએલ-4માં ચેન્નાઇયન એફસીએ રોમાંચક મુકાબલામાં એટલેન્ટીકો ડી કોલકાતાને 3-2થી હરાવ્યુ હતું.બન્ને ચેમ્પિયન ટીમ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ચેન્નાઇયન એફસી તરફથી જેજે લાલપેકુલ્હાએ 2 ગોલ જ્યારે ઇનીગો કાલડેરોએ 1 ગોલ કર્યો હતો જ્યારેએટલેન્ટીકો ડી કોલકાતા તરફથી ઝેકુન્હા અને નીજાઝી કુકીએ ગોલ ફટકાર્યા હતા. ચેન્નાઇયન એફસીનો વિજય આઇએસએલની ચોથી સિઝનમાં પ્રથમ વખત બે ચેમ્પિયન વચ્ચે ટક્કર થઇ હતી. પ્રથમ અને ત્રીજી સિઝનનો ખિતાબ જીતનારી એટલેન્ટીકો ડી કોલકાતાનો સામનો બીજી સિઝનની વિજેતા અને યજમાન ચેન્નાઇયન એફસી સામે થયો હતો.જેમાં ચેન્નાઇયન એફસી એટલેન્ટીકો ડી કોલકાતા પર ભારે પડી હતી અને 3-2થી કોલકાતાને હરાવ્યુ હતું. મેચની 65મી મિનિટમાં ચેન્નાઇયન એફસી તરફથી જેજે…
ચેન્નઈઃ શ્રીલંકા વિરૂદ્ધ ટી20 સીરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવેલ વોશિંગ્ટન સુંદરની ટીમમાં પસંદગી બાદ પિતા અને પૂર્વ કોચોનો આભાર માન્યો હતો. સુંદરે ડાબોડી બેટિંગ કરે છે અને લેફ્ટ આર્મ ઓફ સ્પિન બોલિંગ કરે છે. તેને ચાલુ વર્ષની શરૂમાં આઈપીએલ 10માં રાઈઝિંગ પુણે સુપરજાઈન્ટ્માં ઘાયલ રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો હતો, ત્યારથી તેણે પાછુ વળીને જોયું નથી અને જ્યારે પણ તેને તક મળી ત્યારે તેણે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. વોશિંગ્ટન સુંદરે પોતાની એક કમજોરી હોવા છતા ટીમ ઈન્ડિયા સુધીનું સફર કાપ્યું. સુંદર એક કાનથી સાંભળી શકતા નથી. તમને જાણીને નવાઈ લાગશે કે વોશિંગ્ટનને એક કાનથી સંભળાતું નથી. સુંદર…
દુબઇ : શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝની ત્રીજી અને અંતિમ મેચમાં કુલ 293 રન બનાવનાર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ICC દ્વારા ગુરૂવારે જાહેર કરાયેલી રેન્કિંગમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવી બીજું સ્થાન મેળવી લીધું છે. વિરાટ કોહલી દિલ્હીમાં રમાયેલી ટેસ્ટ પહેલાં 877 પોઇન્ટ સાથે પાંચમા સ્થાને હતો પરંતુ તેણે આ મેચમાં 243 અને 50 રન બનાવતાં ચેતેશ્વર પૂજારા, જો રૂટ અને કેન વિલિયમસનને પાછળ ધકેલ્યા હતા. ચેતેશ્વર પૂજારા આ ટેસ્ટ પહેલાં બીજા સ્થાને પહોંચ્યો હતો પરંતુ તેને બે સ્થાનનું નુકસાન થતાં ચોથા ક્રમે ધકેલાયો છે. ત્રણેય ફોર્મેટમાં નંબર વન બનવાની તક ICCના નિવેદન અનુસાર અત્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને કોહલી…
મુંબઇ : IPL-11માં ચેન્નઈ સુપર કિંગ્સ બે વર્ષના પ્રતિબંધ બાદ વાપસી કરનાર છે. આ સાથે IPL ગવર્નિગ કાઉન્સિલની બેઠકથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે, પૂર્વ કેપ્ટન ધોની ફરી એક વખત IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ તરફથી રમતો જોવા મળી શકે છે. IPL ગવર્નિગ કાઉન્સિલે કહ્યું કે, ગત વર્ષની જેમ ટીમમાં વધુમાં વધુ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકાશે. જેમાં ત્રણને રિટેન કરી અને બેને રાઇટ ટુ મેચ મુજબ ટીમમાં રાખી શકાશે. ધોની ગત સિઝનમાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ તરફથી રમ્યો હતો. હવે તે ટીમના બે વર્ષ પૂર્ણ થતાં બહાર થઈ ગઈ છે. સીએસકે અને રાજસ્થાન રોયલ્સ ટીમ ટીમ પરત ફરી રહી છે…
નવી દિલ્હી: આઇએસએલ-4માં જમશેદપુર એફસીએ દિલ્હી ડાયનામોજ એફસીને 1-0 થી હરાવ્યુ હતું. દિલ્હીના જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં રમાયેલ ફૂટબોલ મેચમાં જમશેદપુર તરફથી ઇજુ અઝુકાએ ગોલ ફટકાર્યો હતો.મેચમાં એકસ્ટ્રા સાત મિનિટ પણ આપવામાં આવી હતી જો કે તેમાં પણ હોમ ટીમ દિલ્હી ગોલ કરી શકી નહતી. ઘર આંગણે દિલ્હીનો પરાજય જમશેદપુર એફસી તરફથી મેચની 61મી મિનિટે ઇજુ અઝુકાએ ગોલ ફટકાર્યો હતો. ઇજુ અઝુકાએ મેહતાબ હુસેને પાસ કરેલા બોલને સારી રીતે ડિફેન્સ કરી બોલને ગોલ પોસ્ટ સુધી પહોચાડ્યો હતો.આ પહેલા મેચની 55મી મિનિટ પર ઇજુ અઝુકાને યેલો કાર્ડ બતાવવામાં આવ્યુ હતું.દિલ્હી એફસી અને જમશેદપુર એફસી બન્નેને હાફ ટાઇમ પહેલા એક-એક ગોલ કરવાની…
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝ બાદ કહ્યું હતું કે, સતત બે વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છે અને આ કારણે તે ખૂબ થાકી ગયો છે. કોહલીએ કહ્યું હતું કે, આ જ કારણે તે શ્રીલંકા વિરુદ્ધ વન-ડે અને ટી-20 સીરીઝમાં રમી રહ્યો નથી. પણ સૂત્રોનું માનીએ તો વિરાટના આરામનું કારણ કંઈક અલગ છે. 9-10 ડિસેમ્બરે કરશે લગ્ન જો અહેવાલનું માનવામાં આવે તો વિરાટ આ નવરાશના સમયમાં બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા સાથે લગ્ન કરી શકે છે. સમાચાર અનુસાર આ કપલ 9 અથવા 10 ડિસેમ્બરના રોજ લગ્ન કરી શકે છે. એક ખાનગી ચેનલ અનુસાર વિરાટ-અનુષ્કા ઈટાલીના મિલાન…