નવી દિલ્હીઃ શ્રીલંકા તેના યુવા બેટ્સમેન ધનંજય ડી સિલ્વા (અણનમ 119)ની ત્રીજી સદીની મદદથી ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચ ડ્રો કરવામાં સફળ રહ્યું છે. ટેસ્ટના પાંચમા દિવસે ભારતને જીત માટે 7 વિકેટની જરૂર હતી પણ ભારતીય બોલર્સ તે ઝડપવામાં નિષ્ફળ રહ્યાં હતા. બીજી તરફ શ્રીલંકન બેટ્સમેનોએ લડાયક પ્રદર્શન કરીને મેચને બચાવી લીધી હતી. છેલ્લા દિવસે શ્રીલંકાએ માત્ર 2 વિકેટ ગુમાવી હતી અને 90 ઓવર્સ પીચ પર સફળતાપૂર્વક વિતાવીને ટેસ્ટને ડ્રો કરી હતી. આ સાથે ભારતે 1-0થી સીરીઝ જીતી લીધી છે. શ્રીલંકાને આપ્યો હતો 410 રનનો લક્ષ્યાંક અગાઉ ભારતે પ્રથમ ઈનિંગમાં મુરલી વિજયના 155 અને કેપ્ટન…
કવિ: Sports Desk
દિલ્લી : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઘણીવાર પોતાના નવા લુક્સને લઈને ચર્ચામાં રહે છે. શરૂઆતથી જ ધોની પોતાની હેર સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. વાળ પર એક્સપેરિમેન્ટ કરવાનો ચસ્કો ધોનીને આજથી જ નહીં પરંતુ પહેલાથી છે. એક એવો સમય આવ્યો હતો જ્યારે માહી પોતાના વાળને કારણે જાણીતો હતો. 2007માં તેને જ્યારે ટી-20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો ત્યારે તેના વાળ ખૂબ લાંબા હતા. ધોનીના વાળનો ક્રેઝ એટલી હદ સુધી હતો કે ફેન્સ પણ આવી હેર સ્ટાઈલ કરાવતા હતા. નવા લૂક સાથે ફોટો શેર કર્યો જોકે ધોનીએ મંગળવારે પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં તે નવી હેર સ્ટાઈલ…
બ્યૂનસ એર્સઃ ફૂટબોલર લાયોનલ મેસ્સીની બ્યૂનસ એર્સ સ્થિત મૂર્તિને બીજી વખત તોડી નાખવામાં આવી છે. પોલિસે જણાવ્યું હતું કે મૂર્તિને ખંડિત કરનારાઓની હજી સુધી કોઇ જાણકારી નથી. પહેલાં પણ જાન્યુઆરીમાં મૂર્તિને કમરથી ઉપરના ભાગથી તોડી નાખવામાં આવી હતી. પ્રશાસને તેની મરામત કરીને કેટલાક દિવસ બાદ મૂર્તિને ફરીથી સ્થાપિત કરી હતી. હવે ફરી એકવાર મેસ્સીની મૂર્તિને ખંડિત કરવામાં આવી છે.
દિલ્લી : ભારતીય ક્રિકેટર ભુવનેશ્વર કુમારનું 5 ડિસેમ્બરે દિલ્હીમાં ભવ્ય રિસેપ્શન યોજાયુ હતું. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના તમામ ક્રિકેટરો હાજર રહ્યા હતા. ભુવનેશ્વર કુમારનું રિસેપ્શન દિલ્હીની તાજ હોટલમાં રાખવામાં આવ્યુ હતું. જેમાં ભારતીય સુકાની વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, શિખર ધવન, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવ સહિતના ક્રિકેટર્સ હાજર રહ્યાં હતા. મહત્વપૂર્ણ છે કે ભુવનેશ્વર કુમાર અને નુપુરના લગ્ન 23 નવેમ્બરે મેરઠમાં યોજાયા હતા.
દિલ્લી : ટીમ ઈન્ડિયા કોટલા ટેસ્ટ જીતવાથી માત્ર 7 વિકેટ દૂર છે. શ્રીલંકા સામેની ટેસ્ટ મેચના પાંચમાં દિવસે જ્યારે ટીમ ઈન્ડિયા મેદાન પર ઉતરશે તો તેને દિલ્હી ટેસ્ટ જીતવા માટે 7 વિકેટની જરૂર હશે. ચોથા દિવસની રમતના અંતે મેદાનથી પાછા આવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ટીમના ગબ્બર શિખર ધવનનો બર્થ-ડે મનાવ્યો. આ દરમિયાન સાથી ખેલાડીઓએ કેક કાપીને લોકલ બોયના બર્થ-ડેને સેલેબ્રેટ કર્યો. સેલિબ્રેશનનો વીડિયો વાઈરલ BCCIના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ધવનના બર્થ-ડેની ઉજવણીમાં અન્ય સાથી ખેલાડીઓ પણ શામેલ થયા છે. મુરલી વિજય અને ચેતેશ્વર પુજારા તેના ચહેરા પર કેકથી લગાવે છે. તો પુજારા તો શિખરના…
કોલકત્તા : ભારતીય ફુટબોલ ટીમના સ્ટાર ખેલાડી અને સાની સુનીલ છેત્રીએ સોમવારે તેની પ્રેમીકા સોનમ ભટ્ટાચાર્યની સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે. સોનમ ભટ્ટાચાર્ય મોહન બાગાનના દિગ્ગજ સુબ્રત ભટ્ટાચાર્યની પુત્રી છે. કોલકત્તામાં થયેલા આ સમારોહમાં વર-વધુને આશિર્વાદ આપવા માટે ઘણા જાણીતી હસ્તીઓ આવી હતી. લગ્ન સંપુર્ણ રીતે પારંપરીક રીતિ રીવાજો દ્રારા કરવામાં આવી હતી. લગ્ન સમયે સુનીલ છેત્રી સંપુર્ણ રીતે નેપાળી પોશાકમાં જોવા મળ્યો હતો. સુનીલ છેત્રી ઘોડીમાં બેસીને લગ્ન સ્થળ સુધી પહોચ્યો હતો. ત્યાર બાદ સુનીલ છેત્રી પારીવારીક બંગાળી પોશાકમાં જોવા મળ્યો હતો. લગ્ન બાદ તેને આશીર્વાદ આપવા માટે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આવ્યા હતા. તો લગ્નમાં અન્ય…
નવી દિલ્હી: સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસના અંતે શ્રીલંકાએ ભારતના 410 રનના પડકારનો પીછો કરતા 3 વિકેટ ગુમાવી 31 રન બનાવી લીધા છે. શ્રીલંકાને જીતવા માટે 379 રનની જરૂર છે જ્યારે ભારતને 7 વિકેટની જરૂર છે. આ પહેલા ભારતે પોતાની બીજી ઇનિંગ 5 વિકેટે 246 રને ડિકલેર કરી હતી. રોહીત શર્મા 50 અને જાડેજા 4 રને અણનમ રહ્યાં હતા. શ્રીલંકા પોતાની પ્રથમ ઇનિંગમાં 373 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું. જ્યારે ભારતે પ્રથમ ઇનિંગ 7 વિકેટે 536 રને ડિકલેર કરી હતી. વિરાટ-ધવન-રોહિતની અડધી સદી ભારતની બીજી ઇનિંગમાં ખરાબ શરૂઆત થઇ હતી. ભારતને મુરલી વિજયના રૂપમાં પ્રથમ ફટકો લાગ્યો હતો.…
ભુવનેશ્વર: લોઇકલ્યૂપાર્ટની શાનદાર હેટ્રિકની મદદથી બેલ્જિયમે સ્પેનને 5-0થી હરાવી વર્લ્ડ હોકી લીગ ફાઇનલમાં સતત બીજો વિજય મેળવ્યો હતો. જીત સાથે બેલ્જીયમની ટીમ પૂલ-એ માં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. વર્લ્ડ રેન્કિંગમાં ત્રીજા નંબરની ટીમ બેલ્જિયમે પોતાની પ્રથમ મેચમાં નંબર વન ટીમ અને ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાને 3-2થી હરાવ્યું હતું. બેલ્જિયમ ત્રીજા ક્વાર્ટર સુધી 2-0થી આગળ હતું. પછી ત્રીજા ક્વાર્ટરમાં ફક્ત ત્રણ મિનિટમાં ત્રણ ગોલ ફટકારી સ્પેનને સાવ નિસહાય કરી દીધું હતું. ફ્લોરેંટ વાન ઓબેલે ત્રીજી મિનિટ અને ચાર્લિયરે 58મી મિનિટમાં ફિલ્ડ ગોલ કર્યો હતો. સ્પેનનો બે મેચમાં પ્રથમ પરાજય છે.
ભુવનેશ્વર : અહીં રમાઈ રહેલી હોકી વર્લ્ડ લીગ ફાઇનલ્સમાં ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન યથાવત્ રહેતાં જર્મની સામે ૨-૦થી હારનો સામનો કરવો પડયો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં ૧-૧થી ડ્રો કરી હતી પરંતુ શુક્રવારે બીજી મેચમાં ઇંગ્લેન્ડ સામે ૩-૨થી હાર મળી હતી હવે જર્મની સામે પણ પરાજય મળતાં ગ્રૂપ બીમાં ચોથા સ્થાને રહી હતી. આઠ ટીમો વચ્ચે રમાઈ રહેલી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે જ્યાં તેનો સામનો ગ્રૂપ એમાં ટોચના સ્થાને રહેનારી બેલ્જિયમ સામે થઈ શકે છે. બેલ્જિયમ અત્યારે બે મેચમાં છ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. તે મંગળવારે નેધરલેન્ડ્સ સામે ટકરાનાર છે.…
દિલ્લી : ભારતીય ટીમથી બહાર ચાલી રહેલા યુવરાજ સિંહને આ સ્વીકાર કરવામાં કોઈ સંકોચ નથી કે તે નિષ્ફળ રહ્યો છે. પરંતુ તેણે કહ્યું કે 2019 સુધી ઉમ્મીદ નહીં છોડે. ચોથા ટ્રાયલમાં ફિટનેસ ટેસ્ટ કર્યો પાસ ભારતની 2011ના વિશ્વકપની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા યુવરાજ પાછલા કેટલાક સમયથી ટીમમાં જગ્યા બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. યુવરાજે કહ્યું, હું આ જણાવવા માંગીશ કે હું અસફળ રહ્યો છું. હું હજું પણ નિષ્ફળ છું. હું ઓછામાં ઓછા ત્રણ ફિટનેસ ટેસ્ટમાં ફેલ થયો પરંતુ રવિવારે મેં મારો ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો. સત્તર વર્ષ પછી હું અત્યારે પણ અસફળ થઈ રહ્યો છું. યુનિસેફના કાર્યક્રમમાં…