દિલ્લી: દક્ષિણ આફ્રિકા સામે રમાનાર ત્રણ ટેસ્ટની શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. BCCIએ સોમવારે વિરાટ કોહલીની આગેવાનીમાં 17 સભ્યોની જાહેરાત કરી હતી. જેમાં પાંચ ગુજરાતી ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના પાંચ ખેલાડીઓનો એકસાથે ભારતની ટેસ્ટ ટીમમાં સમાવેશ કરાયો છે. ગુજરાતી ક્રિકેટર્સમાં ચેતેશ્વર પુજારા, રવીન્દ્ર જાડેજા, હાર્દીક પંડ્યા, પાર્થિવ પટેલ અને જસપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. બુમરાહનો પ્રથમ વખત ટેસ્ટમાં સમાવેશ કરાયો છે. જ્યારે પાર્થિવે એક વર્ષ પછી ટીમમાં પુનરાગમન કર્યું છે. પાર્થિવ છેલ્લે ડિસેમ્બર 2016માં રમ્યો હતો. ભારત આવતા વર્ષે 5 જાન્યુઆરીથી કેપ ટાઉનમાં પ્રથમ ટેસ્ટ રમી અભિયાનનો પ્રારંભ કરશે. દક્ષિણ આફ્રિકામાં પ્રવાસમાં ભારત…
કવિ: Sports Desk
દિલ્હી: શ્રીલંકા સામે ત્રણ ટી-20 મેચ તેમજ દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ટી-20માં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે જ્યારે ટેસ્ટ ટીમમાં પાર્થિવ પટેલની વાપસી થઇ છે તો જસપ્રિત બુમરાહનો પ્રથમ વખત ટેસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો ટી-20 ટીમમાં સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે IPL માં ગુજરાત લાયન્સ વતી રમેલા બસીલ થંપીને પણ ટી-20 ટીમમાં તક આપવામાં આવી છે. શ્રીલંકા સામે ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમ રોહિત શર્મા(કેપ્ટન),લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનિષ પાંડે, દિનેશ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક હુડ્ડા,…
વેલિન્ગટન : ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટ મેચમાં મેજબાન ટીમ ન્યુઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઇન્ડિઝને ઇનીંગ અને 67 રને હાર આપી હતી. આ જીત સાથે ન્યુઝીલેન્ડ સીરીઝમાં 1-0 થી આગળ નીકળી ગઇ છે. ન્યુઝીલેન્ડની જીતનો હીરો નીલ વેન્ગર રહ્યો હતો. નીલ વેન્ગરે પહેલી ઇનીંગમાં 7 અને બીજી ઇનીંગમાં 2 વિકેટ ઝડપી હતી. પહેલી બેટીંગ કરતા ન્યુઝીલેન્ડે પહેલી ઇનીંગમાં 9 વિકેટે 520 રન કરી ઇનીંગ ડિક્લેર કરી હતી. ન્યુઝીલેન્ડ તરફથી ડેબ્યુ કરનાર ટોમ બ્લંડલએ શાનદાર 107 રન કર્યા હતા. તો કોલીન ગ્રાનહોમે 105, રોસ ટેલરે 93 રન અને હેનરી નિકોલ્સે 67 રન કર્યા હતા. વેસ્ટ ઇન્ડિઝ તરફથી…
નવી દિલ્હીઃ પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરિકોમે બોક્સિંગના નેશનલ ઓર્બ્ઝવર પદેથી રાજીનામું આપી દીધું છે. કારણ કે રમતમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સક્રિય ખેલાડી નેશનલ ઓર્બ્ઝવર રહી શકે નહીં. ગત મહિને એશિયન ચેમ્પિયનશિપમા પાંચમો ગોલ્ડ મેડલ જીતનાર મેરિકોમે જણાવ્યું હતું કે મેં દસ દિવસ પહેલા રમતમંત્રી સાથે વાત કરીને નેશનલ ઓર્બ્ઝવર પદેથી રાજીનામું આપી દીધું હતું. તત્કાલિન રમતમંત્રી વિજય ગોયલે માર્ચમાં 12 નેશનલ ઓર્બ્ઝવરની નિમણુક કરી હતી, જેમાં મેરિકોમ પણ હતી. યાદીમાં શૂટર અભિનવ બિંન્દ્રા, પહેલવાન સુશીલ કુમાર, બોક્સર અખિલ કુમાર પણ સામેલ હતા. સુશીલ અને મેરિકોમ હજુ પણ સક્રિય ખેલાડી છે.
દિલ્લી : પુજારા હાલમાં સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટના ગ્રેડ Aમાં વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની, રવિચન્દ્રન અશ્વિન, અજિંક્ય રહાણે અને મુરલી વિજયની સાથે છે. પત્રકાર રાજદીપ સરદેસાઈના પુસ્તક ‘ડેમોક્રસી ઇલેવન’ની પૅનલ-ચર્ચા દરમ્યાન શાસ્ત્રીએ કહ્યું હતું કે બહુ જરૂરી છે કે સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટના ગ્રેડ Aમાં પુજારા જેવા ખેલાડીઓને સ્થાન મળે. ભારતીય ક્રિકેટ બોર્ડમાં એવી ચર્ચા થઈ રહી છે કે ખેલાડીઓની શ્રેણી કૅલેન્ડર વર્ષમાં અલગ-અલગ ફૉર્મેટમાં આંતરરાષ્ટ્રીય મૅચોની સંખ્યા જોઈને નક્કી કરવામાં આવે. પુજારા ભારતીય ટેસ્ટ-ટીમના મજબૂત સ્તંભો પૈકીનો એક છે તેમ જ તે અન્ય ફૉર્મેટમાં વધુ ક્રિકેટ નથી રમતો. વળી IPLમાં પણ તેને કૉન્ટ્રક્ટ નથી મળતો.
મુંબઇ : ન્યુઝિલેન્ડમાં 13 જાન્યુઆરીથી શરૂ થનારા અન્ડર 19 ક્રિકેડ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. ત્રીજી ફેબ્રુઆરી સુધી રમાનારી આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમના કેપ્ટન મુંબઈના બેટ્સમેન પૃથ્વી શો હશે. જ્યારે શુભમન ગિલ વાઈસ કેપ્ટન હશે. ભારતીય ટીમમાં પંજાબના અભિષેક શર્મા અને શુભામન ગિલનો પણ સમાવેશ કરાયો છે. જ્યારે રાજસ્થાનના શિવમ માનવી અને કમલેશ નાગરકોટીને તથા ઝડપી બોલર ઈશાન પોરેલ તેમન વોશિંગ્ટન સુંદર, ઈશાન કિશન અને અનમોલ પ્રીતને પણ ભારતીય ટીમમાં તક અપાઈ છે. 16 સભ્યોની ભારતીય ટીમ માટે આઠથી 22 ડિસેમ્બર સુધી બેંગલુરુમાં કેમ્પ યોજાશે. જોકે પોરેલ અને પૃથ્વી રણજી ટ્રોફીની મેચમાં વ્યસ્ત હોવાથી સામેલ નહીં થાય.…
અમદાવાદ : WWE માં લોકોમાં સૌથી વધુ લોકપ્રિય રેસલર જ્હોન સીનાને તમે હંમેશા લડાઇ કરતા જોયો હશે. જ્હોન સીનાની પર્સનાલીટીના પણ ઘણા લોકો ફેન છે. જ્હોન સીના WWE માં ફાઇટની સાથે હોલીવુડની ફિલ્મોમાં પણ અભિયાન કરે છે. ત્યારે આશ્ર્ચર્યની વાત એ છે કે જ્હોન સીના હવે ક્રિકેટના મેદાન પર જોવા મળ્યો હતો. વાત એમ છે કે WWE ના સ્ટાર રેસલર જ્હોન સીના પોતાની આગામી ફિલ્મ “Ferdinand” માં કામ કરી રહ્યો છે. તેના પ્રમોશન માટે તે દુનિયાભરમાં ભરી રહ્યો છે. આ ફિલ્મના પ્રમોશન માટે તે ઓસ્ટ્રેલિયા પહોચ્યો હતો. જ્યા 16 વખત WWE ના ચેમ્પિયન રહી ચુકેલા જ્હોન સીનાએ ઓસ્ટ્રેલિયા ક્રિકેટના સ્ટાર…
કોચીઃ સતત બે ડ્રો બાદ કોચીના જવાહરલાલ સ્ટેડિયમમાં મુંબઈ સિટીનો સામનો કરવા ઉતરેલી હોમ ટીમ કેરલા બ્લાસ્ટર્સે વધુ એક મેચ ડ્રો કરી હતી. કેરલા બ્લાસ્ટર્સઆઈએસએલની ચોથી સિઝનમાં હજુસુધી એકપણ મેચ જીતી શકી નથી. મેચના પ્રથમ હાફમાં કેરલા બ્લાસ્ટર્સ તરફથી માર્ક સિફનિયોસે ગોલ કરતા પ્રથમ હાફ સુધીમાં હોમ ટીમ 1-0ની લીડ સાથે આગળ રહી હતી. જોકે બીજા હાફમાં બલવંત સિંઘે ગોલ કરતા સ્કોર 1-1ની બરાબરીએ પહોંચી ગયો હતો. જોકે તે પછી બંને ટીમ ગોલ કરવામાં સફળ ન રહેતા મેચ1-1થી ડ્રો રહી હતી. કેરલા બ્લાસ્ટર્સની ટીમની વધુ એક મેચ ડ્રો જમશેદપુર એફસી અને એટલેટિકો ડી કોલકાતા બાદ મુંબઈ સિટી વિરુદ્ધ ઘરઆંગણે રમતી કેરલા બ્લાસ્ટર્સ તરફથી માર્ક સિફનિયોસે મેચની 14મી મિનિટે ગોલ કર્યો હતો. જેનેકારણે જ ઘરઆંગણે રમતી કેરલાએ પ્રથમ હાફમાં 1-0ની લીડ મેળવી હતી. બીજા હાફમાં પણ મુંબઈ સિટી અમુક મિનિટો સુધી ગોલ કરી શકી નહોતી. જોકે મેચની 77મી મિનિટેબલવંતસિંઘે ગોલ કરી સ્કોર 1-1થી સરભર કર્યો હતો. મેચ દરમિયાન 84મી મિનિટે બલવંતસિંઘ પાસે બીજો ગોલ કરી પોતાની ટીમને મેચની અંતિમ ક્ષણોમાં લીડ અપાવવાની સારીતક મળી હતી. જોકે આ તકને ગોલમાં પરિવર્તિત કરી શક્યો નહોતો, જો તેણે આ ગોલ કર્યો હોત તો તે મુંબઈ સિટી માટે વિજયી ગોલ સાબિત થાત. પરંતુ અંતે બંને ટીમોએ 1-1નાડ્રોથી જ સંતોષ માણવાનો વારો આવ્યો હતો. કેરલા બ્લાસ્ટર્સે આ મેચમાં ગોલ કરી તેને ડ્રો કરી, જોકે આગામી મેચોમાં ટીમને વિજયી ગોલ કરવા પડશે, નહિંતર કેરલા બ્લાસ્ટર્સ માટેથોડી સમસ્યા થઈ શકે છે.
પુણેઃ આઈએસએલના ચોથા રાઉન્ડમાં પુણેના શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં રમાયેલી ચેન્નાઈયન અને પુણે એફસી વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ચેન્નાઈયનનો 1-0થી વિજય થયો હતો. હોમ ટીમ પુણે મેચ દરમિયાન ઘણી તકો ઉભી કરી હતી, પરંતુ તે ગોલ કરવામાં સફળ ન થઈ. પ્રથમ હાફમાં બંને ટીમના ગોલકીપર્સની મેચ દરમિયાન અમુકવાર પરીક્ષા થઈ હતી જેમાં તેઓ સફળ પણ રહ્યાં હતા. બીજા હાફમાં ચેન્નાઈયનના હેનરિક સેરેનોએ ગોલ કર્યો હતો, જે મહેમાન ટીમ માટે વિજયી ગોલ સાબિત થયો હતો. ચેન્નાઈ સામે પુણે 7 માંથી એકપણ મેચ જીતી નથી… ચેન્નાઈયન ટીમ તરફથી 82મી મિનિટે હેનરિક સેરેનોએ જેમી ગેવિલાનની મદદથી ગોલ કર્યો હતો. બંને ટીમો…
દિલ્હી : દિલ્હીમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની અંતિમ અને ત્રીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ભારતે 127.5 ઓવરમાં 7 વિકેટના ભોગે 536 રન કરી ઈનિંગ ડિક્લેર કરી હતી. કોહલી 243 રન કરી આઉટ થયો હતો. આ તેનો અને ભારતીય કેપ્ટનનો હાઈએસ્ટ સ્કોર છે. વારંવાર પ્રદૂષણના બહાના હેઠળ શ્રીલંકન ખેલાડીઓ મેચ અટકાવતા અંતે ભારતીય કેપ્ટને અંતે ઈનિંગ ડિક્લેર કરવાનો નિર્ણય કર્યો હતો. 536 રન સામે બેટિંગમાં આવેલી લંકન ટીમે બીજા દિવસના અંત સુધીમાં 44.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 131 રન કર્યા છે. શ્રીલંકશશ્શ્રીલંકાની ખરાબ શરૂઆત, પ્રથમ બોલે જ પડી પહેલી વિકેટ કરુણારત્નેને મોહમ્મદ શમીએ પ્રથમ બોલે જ પેવેલિયન…