કવિ: Sports Desk

મુંબઇ: ભારતના પૂર્વ ક્રિકેટર ઝહીર ખાને બોલિવુડ અભિનેત્રી સાગરીકા ઘાટગે સાથે ગુરૂવારે કોર્ટ મેરેજ કર્યા હતા. આ લગ્ન બાદ ઝહીર ખાન અને સાગરીકાએ કોકટેલ પાર્ટીનું આયોજન કર્યુ હતું. જેમાં સચિન તેંદુકર પત્ની અંજલિ સાથે હાજર રહ્યો હતો. જ્યારે અજિત અગારકર પણ પત્ની સાથે આવ્યો હતો. સાથે જ આ પાર્ટીમાં હરભજન સિંહ પણ આવ્યો હતો. ઝહીર ખાનના લગ્નની કોકટેલ પાર્ટીમાં આકાશ અંબાણીએ પણ હાજરી આપી હતી.

Read More

નાગપુર : ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા ઘણા સમયથી સતત રમી રહી છે અને અવારનવાર આ મામલે તેની ટીકા થતી રહે છે. પરંતુ ગુરુવારે ટીમના સુકાની વિરાટ કોહલીએ ખુદે આ અંગે બળાપો વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકા જેવી મહત્વની સિરીઝ અગાઉ અત્યંત વ્યસ્ત કાર્યક્રમને કારણે ટીમને તૈયારી કરવાની પૂરતી તક સાંપડી નથી. વિરાટે વ્યક્ત કરી નારાજગી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સતત ક્રિકેટ સીરીઝ આયોજિત કરવા અંગે અને ખરાબ પ્લાનિંગને લઈને ગુરુવારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) પ્રત્યે નારાજગી વ્યક્ત કરી. વિરાટે કહ્યું કે, કોઈપણ સીરીઝની તૈયારી માટે સમયની જરૂર હોય છે. તેમણે કહ્યું કે, સીરીઝની તૈયારી…

Read More

દુબઇ: દુનિયાની ત્રીજી સૌથી ઊંચી હોટલ ‘બુર્જ અલ અરબ’ની છત ઉપર બનેલ હેલીપેડનો. 321 મીટર ઊંચા હેલીપેડ પર બ્રિટનના બોક્સર એન્થોની જોશુઆએ એક પ્રમોશનલ ઇવેન્ટમાં બોક્સિંગ કરી હતી. ડબલ્યુબીએ અને આઈબીએફ હેવીવેટ ચેમ્પિયન જોશુઆ છેલ્લા કેટલાક સમયથી દુબઈમાં છે. તે અહીં લોકોને ફિટનેસ માટે મોટિવેટ કરી રહ્યો છે. જોશુઆએ પોતાની ફિટનેસ ચેલેન્જમાં લોકોને સતત 30 દિવસ સુધી રોજ 30 મિનિટ કસરત કરવા માટે મોટિવેટ કર્યા હતા. ઇવેન્ટ પણ તેનો ભાગ હતી. 28 વર્ષના જોશુઆએ કારકિર્દીની બધી 20 ફાઇટ નોક આઉટમાં જીતી છે. મહત્વપૂર્ણ છે કે 2013માં ફોર્મ્યુલા વન ટીમ રેડ બુલે સતત ચોથી વખત ડ્રાઇવર્સ અને કંસ્ટ્રક્ટર્સ ચેમ્પિયન બનવાનો આનંદ અહીંના…

Read More

કોલુન : ભારતની સ્ટાર શટલર પી.વી. સિંધુએ ચાર લાખ ડોલર ઇનામી રકમવાળી હોંગકોંગ ઓપન સુપર સિરીઝ બેડમિન્ટન ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે પરંતુ સાઇના નેહવાલ અને  એચ.એસ. પ્રણોયનો બીજા રાઉન્ડમાં પરાજય થતાં બહાર થઈ ગયાં છે.  વિશ્વમાં ત્રીજી રેન્ક ધરાવતી સિંધુએ બીજા રાઉન્ડમાં જાપાનની આયા ઓહોરીને ૩૯ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૨૧-૧૪, ૨૧-૧૭થી પરાજય આપ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં સિંધુનો સામનો જાપાનની અકાને યામાગૂચી સામે થશે. બંને ખેલાડીઓ વચ્ચેના આ મુકાબલાને હાઈ પ્રોફાઇલ માનવામાં આવી રહ્યો છે. બંને ખેલાડી કારકિર્દીમાં છઠ્ઠી વખત ટકરાશે. આ પહેલાં પાંચ મુકાબલા પૈકી યામાગૂચીએ ત્રણ અને સિંધુએ બે વખત જીત મેળવી હતી. અન્ય એક…

Read More

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગનું માનવું છે કે ઓલિમ્પિકમાં સ્થાન મેળવવા માટે વધારે દેશોએ ક્રિકેટ રમવાનું શરૂ કરવું જોઇએ. આઇસીસીના કુલ 105 સભ્યો છે પરંતુ માત્ર 12 દેશોને પૂર્ણ સભ્યપદ આપવામાં આવ્યું છે. 2024ની ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ થાય તેવા આઇસીસી પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લે 1990માં ક્રિકેટનો ઓલિમ્પિકમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સેહવાગે જણાવ્યું હતું કે આઇસીસીએ બાબતનો નિર્ણય લેવાનો છે. માત્ર 12 ટીમો પૂરતી નથી. નોંધનીય છે કે ફેબ્રુઆરીની આઠમી તથા નવમીએ સ્વિટ્ઝર્લેન્ડ ખાતે ‘આઇસ ક્રિકેટ’ની યજમાની કરશે જેમાં સેહવાગ ઉપરાંત મહેલા જયવર્દને, શોએબ અખ્તર, ડેનિયલ વેટ્ટોરી તથા ગ્રીમ સ્મિથ જેવા સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે.

Read More

દિલ્લી : વિમેન્સ યૂથ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના વધુ ત્રણ મેડલ્સ નિશ્ચિત થઇ ગયા છે. બુધવારે ભારતની જ્યોતિ ગુલિયા (51 કિલો), શશિ ચોપરા (57 કિલો) તથા અંકુશિતા બોરોએ (64 કિલો) પોતપોતાની ક્વાર્ટર ફાઇનલ જીતીને સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. નેહા યાદવ (81 કિલો કરતાં વધારે) તથા અનુપમા (81 કિલો) અગાઉ સેમિફાઇનલમાં પહોંચી ચૂકી છે. નિહારિકા ગોનેલા 75 કિલોગ્રામની બાઉટમાં ઇંગ્લેન્ડની બોક્સર સામે હારી ગઇ હતી. ટૂર્નામેન્ટમાં ભારતના પાંચ મેડલ્સ નિશ્ચિત થઇ ચૂક્યા છે.

Read More

નાગપુર : આજથી શરૂ થયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. કોલકત્તામાં રમાયેલી પહેલી રોમાંચક ટેસ્ટ મેચમાં જીતની નજીક આવ્યા બાદ ડ્રોમાં પરીણમી હતી. આમ આજે બન્ને ટીમે ટેસ્ટ સીરીઝમાં પોતાની પહેલી જીત મેળવીને સીરીઝને રોમાંચક કરવાના મુડમાં હશે. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયામાં આજેની ટેસ્ટમાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને ઓપનર શિખર ધવન નથી રમી રહ્યા. આજે ટીમ ઇન્ડિયામાં ભુવનેશ્વર કુમારની જગ્યાએ રોહીત શર્માને અને શિખર ધવનની જગ્યાએ મુરલી વિજયને તો મોહમ્મદ શમીની જગ્યાએ ઇશાંત શર્માને તક આપવામાં આવી છે. ટીમ ઇન્ડિયા: વિરાટ કોહલી(સુકાની), મુરલી વિજય, લોકેશ રાહુલ,…

Read More

મુંબઇ : કોઈ ખેલાડી પ્રારંભની સાત મેચ રમ્યો ન હોય તો બાકીની ટુર્નામેન્ટ માટે તે ફ્રેન્ચાઇઝી બદલી શકે તે માટે બોર્ડ, આઇપીએલની વિચારણા થઇ રહી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નવા સંશોધન અને પરિવર્તન માટે જાણીતી ટી20 ક્રિકેટ લીગ છે અને તેમાં આગામી આઇપીએલ (2018)થી એક નવતર પ્રયોગની શક્યતા છે. કોઈ ખેલાડીને સિઝનની પ્રારંભિક સાતમાંથી એકેય મેચ રમવા મળે નહીં તો તે અધવચ્ચેથી અન્ય ફ્રેન્ચાઇઝીમાં જઈ શકે તેવી જોગવાઈ માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. મુંબઈના દૈનિક અખબારના અહેવાલ પ્રમાણે તાજેતરમાં બીસીસીઆઈના હોદ્દેદારો, આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલના સદસ્યો, સંચાલન સમિતિ (COA) અને તમામ આઠ ફ્રેન્ચાઇઝીના માલિકોના પ્રતિનિધીઓની મળેલી બેઠકમાં આ મુદ્દે…

Read More

મુંબઇ : આજે ભારતના તમામ ક્રિકેટરોની નજર ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારના લગ્ન પર ટકેલી છે. ત્યારે ભારતના પુર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને અભિનેત્રી સાગરીકા ઘાટકે સાથે રજીસ્ટ્રી મેરેજ કરી લીધી છે. જેની ફોટો સોશીયલ મીડિયા પર વાયરલ થઇ હતી. મળતા સમાચાર પ્રમાણે ઝહીર ખાન અને સાગરીકા ઘાટકેએ રજીસ્ટ્રી મેરેજ દરમ્યાન તેના મિત્ર યુવરાજસિંહ અને આશીષ નહેરા તથા અજીત અગારકર સાથે રહ્યા હતા. ઝહીર ખાન અને સાગરીકાના લગ્નની ઇન્વિટેશન કાર્ડ પણ મહેમાનોને પહોચાડી દેવામાં આવ્યા છે. લગ્ન બાદ સાંજે એક ફાઇવ સ્ટાર હોટલમાં કોકટેલ પાર્ટી રાખવામાં આવી છે. તો રવિવારે મહેંદીનો કાર્યક્રમ અને ત્યાર બાદ સોમવારે એક ગ્રાંડ…

Read More

મેરઠ : ભારતીય ક્રિકેટ ટીમનો બોલર ભુવનેશ્વર કુમાર આજે લગ્નના બંધનમાં બંધાઈ જવાનો છે. મેરઠ નિવાસી ભુવનેશ્વરના લગ્ન નૂપુર નાગર સાથે થઇ રહ્યા છે. લગ્ન પહેલા ગઈકાલે ભુવનેશ્વર કુમારની પીઠીનો કાર્યક્રમ થયો હતો અને તેની થનારી પત્નીની મહેંદીની સેરેમની થઈ હતી. ત્યારે આજે ભુવનેશ્વર કુમાર લગ્નના બંધનમાં બધાવા જઇ રહ્યો છે. જોકે આવતીકાલથી ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થતી હોય ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ ભુવનેશ્વર કુમારના લગ્નમાં હાજર નહી રહે. પરંતુ બીજી ટેસ્ટ મેચ બાદ રીશેપ્શનમાં ભુવનેશ્વર કુમારે ભારતીય ટીમ અને શ્રીલંકાની ટીમને આમંત્રણ આપ્યું છે. જેમાં તમામ ખેલાડીઓ હાજર રહે તેવી શક્યતાઓ છે.

Read More