અમદાવાદ : પાકિસ્તાનના સ્પિનર સઇદ અઝમલે બોલિંગ એક્શનમાં બદલાવ કર્યાના બે વર્ષ બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. પોતાની સફળ પરંતુ વિવાદાસ્પદ કારકિર્દી દરમિયાન અઝમલ વન-ડે અને ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં વિશ્વનો નંબર વન બોલર રહી ચૂક્યો હતો અને ટેસ્ટમાં પણ તે ઘણો સફળ હતો. તેણે પાકિસ્તાન તરફથી ૩૫ ટેસ્ટમાં ૧૭૮ વિકેટ, ૧૧૩ વન-ડેમાં ૧૮૪ વિકેટ અને ૬૪ ટી-૨૦ મેચમાં ૮૫ વિકેટ ઝડપી હતી. શું હતી ઘટના.? પાકિસ્તાનના સ્પિનર સઇદ અઝમલે બોલિંગ એક્શનમાં બદલાવ કર્યાના બે વર્ષ બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. બોલ નાખતી વખતે તેની કોણી નિર્ધારિત સીમા કરતાં વધુ વળતી હતી જેને કારણે સપ્ટેમ્બર…
કવિ: Sports Desk
અમદાવાદ : દુનિયાના નંબર-1 ખેલાડી સ્પેનના રાફેલ નડાલ એક રોમાંચક મુકાબલામાં ડેવિડ ગોફિનથી હારી ગયા. તેના બાદ તેમણે ફિટનેસ કારણોસર એટીપી ફાઇનલ્સમાંથી નામ પાછું ખેંચી લીધું છે. સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલનું ટુર્નામેન્ટમાં રમવાને લઇને શંકા દર્શાવાઈ રહી હતી. તે ઘુંટણની ઇજાને કારણે પેરિસ માસ્ટર્સમાં રમી શક્યા નહોતા. નડાલે કહ્યું કે આ ટુર્નામેન્ટમાં હવે હું આગળ નહીં રમું. હું રમવાને લઇને તૈયાર નથી. દુખાવો તથા કમજોરીને કારણે તે શક્ય નથી. નડાલે પોતાના કરિયરમાં 30 એટીપી વર્લ્ડ ટુર માસ્ટર્સ-1000 ટાઇટલ જીત્યા છે. જોકે નડાલે હજુ સુધી એટીપી ફાઇનલ્સનું ટાઇટલ જીત્યો નથી અને વધુ એકવાર તે ટુર્નામેન્ટમાં જીત મેળવાથી રહી ગયો. રવિવારે નડાલને લંડનના ઓ2 અરેનામાં…
નેપાળ : ક્વાલા લમ્પુરમાં રમાતા અન્ડર-૧૯ એશિયા કપમાં ભારતીય ટીમનું શરમજનક પ્રદર્સન જોવા મળ્યુ હતુ. જેને કારણે ભારતીય અંડર 19 ટીમ એશિયા કપમાંથી બહાર નીકળી ગયું છે. નેપાલ સામે શરમજનક હાર બાદ બાગ્લાદેશ સામે પણ ભારતનો પરાજય થયો છે. અંડર-૧૯ એશિયા કપમાં બાંગ્લાદેશે ગત ચેમ્પિયન ભારતીય ટીમને આઠ વિકેટે પરાજય આપ્યો હતો. આ હાર સાથે ભારતીય ગ્રૂપ સ્ટેજમાંથી જ બહાર થઇ ગઇ છે. આમ, ત્રણ દિવસમાં ભારતીય ટીમને બે પરાજયનો સામનો કરવો પડયો છે. આ વિજય સાથે બાંગ્લાદેશે નેપાળ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સાથે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. વરસાદના વિઘ્નને કારણે આ મેચ ૩૨ ઓવરની નિર્ધારિત કરાઈ હતી…
વડોદરા : શ્રીલંકા સામેની સિરીઝની પહેલી બે ટેસ્ટમાં હાર્દીક પંડ્યાની પસંદગી થયા બાદ તેને આરામ આપવામાં આવ્યો છે. જેને પગલે અંતે હાર્દીક પંડ્યાએ પોતે જણાવ્યું હતું કે તેને શું કામ આરામ આપવામાં આવ્યો હતો. ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કહ્યું હતું કે ૧૦૦ ટકા ફિટ ન હોવાને કારણે મેં જ ટીમ-મૅનેજમેન્ટને મને આરામ આપવાની વિનંતી કરી હતી. હાર્દિકને આરામ આપવામાં આવ્યો એ પહેલાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. વળી ભારતીય ક્રિકેટ ર્બોડની મીડિયા રિલીઝમાં પણ તે ઈજાગ્રસ્ત છે કે નહીં એ વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં નહોતી આવી. હાર્દિકે કહ્યું હતું કે ‘સાચું કહું મારું શરીર થાકી ગયું હોવાથી મેં જ આ…
નેપાળ : રેસ્ટ ઓફ વેલીયન્ટ ટીમના ગુજરાતના વિપુલ નારીગરા અને ગાઝિયાબાદ ના અતુલ ત્યાગીએ નેપાળમાં 10 મી વિકેટ માટે 82 રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી. રેસ્ટ ઓફ વેલીયન્ટ અને નેપાળની પોખરા ઇલેવન ક્લબ વચ્ચે 3 મેચોની સિરીઝ ચાલી રહી હતી. જેની છેલ્લી ટી20 મેચમાં રેસ્ટ ઓફ વેલીયન્ટ દ્વારા ટૉસ જીતીને પેહલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પોખરા ઇલેવનને 20 ઓવરમાં 4 વિકેટે 166 રન બનવ્યા હતા. જ્યારે 167 રનનો પીછો કરતા રેસ્ટ ઓફ વેલીયન્ટના ઓપનિંગ અતુલ ત્યાગી સીવાય બધા બેટ્સમેન ફ્લોપ જતા 44 રન પર 9 વિકેટ ફટાફટ પડી ગયી હતી. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ટી20 આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં…
સીડની : ક્રિકેટના કેટલાક દિગ્ગજ ખેલાડી પોતાની ઓલ ટાઇમ ઇલેવનની પસંદગી કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે પણ પોતાની ઓલ ટાઇમ ઇલેવનની પસંદગી કરી છે, જેમાં તેને એક ભારતીય ખેલાડીને પોતાની ટીમમાં જગ્યા આપી છે જ્યારે રીકિ પોન્ટિંગને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ગ્લેન મેક્સવેલે ભારતના વર્તમાન સમયના બે દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીને નજર અંદાજ કર્યા છે. સચિન અને ગિલક્રિસ્ટ ઓપનર રિકી પોન્ટિંગની આગેવાની વાળી ટીમમાં ગ્લેન મેક્સવેલે એક ભારતીય બેટ્સમેન સચીન તેંદુલકરને રાખ્યો છે. સચિનની સાથે ઇનિંગની શરૂઆત વિકેટ કીપર બેટ્સમેન એડમ ગિલક્રિષ્ટને રાખ્યો છે. જ્યારે મિડલ…
દિલ્લી : નોક્સવિલે ચેલેન્જરની ફાઇનલમાં અમેરિકાના જેમ્સ કેરેટાની અને ઓસ્ટ્રેલિયાના સ્મિથ જ્હોન પેટ્રિકની જોડીને હરાવી ભારતના લિયેન્ડર પેસ અને પૂરવ રાજાની જોડી ચેમ્પિયન બની છે. એક કલાક અને ૪૯ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ભારતીય જોડીએ અમેરિકન અને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની જોડીને ૭-૬, ૭-૬થી પરાજય આપ્યો હતો. પેસ અને રાજાએ ઓગસ્ટમાં એક સાથે રમવાનું નક્કી કર્યું હતું અને અહી તેઓ પ્રથમ વખત ચેમ્પિયન બન્યા હતા. આ જીત સાથે ભારતીય ખેલાડીઓએ ૭૫,૦૦૦ ડોલરની ઇનામી રકમનો ચેક મેળવ્યો હતો. ફાઇનલમાં પહોંચતા પહેલા ભારતીય જોડીએ સેમિફાઇનલમાં રૂઆન રોલોફ્સે અને જો સેલિસબરીની જોડીને ૭-૬, ૬-૩થી સીધા સેટમાં પરાજય આપ્યો હતો. આ સિઝનમાં લિયેન્ડર પેસે ચેલેન્જર કક્ષાન…
અમદાવાદ : ફરારીના ડ્રાઇવર સેબેસ્ટિયન વેટલે બ્રાઝિલિયન ગ્રાં.પ્રી. પર કબ્જો જમાવ્યો છે. વેટલે આ સિઝનમાં તેની પાંચમી ફોર્મૂલા વન ટાઇટલ રેસ જીતી છે. તેની સાથે ડ્રાઇવર ચેમ્પિયનશીપમાં બીજા સ્થાન હાંસલ કર્યું છે. મર્સિડીઝના વોલ્ટેરી બોટાસ બીજા સ્થાને રહ્યો. રવિવારે થયેલા આ રેસમાં ફરારીની કિમિ રાઇકોનને ત્રીજું સ્થાન મળ્યું હતું. ગત મહીને પોતાનો ચોથો વર્લ્ડ ટાઇટલ મેળવનારર લુઇસ હેમિલ્ટને આ રેસમાં ચોથા સ્થાને રહ્યો. મહત્વનું છે કે રેસ જીત્યા બાદ વેટલે કહ્યું કે શરૂઆતમાં સારું રહ્યું હતું. પરંતુ તેના બાદ મારી કારના વ્હીલમાં થોડી મુશ્કેલી આવી હતી. વેટલે કહ્યું કે ત્યારે મેં વિચાર્યું હતું કે હું કદાચ મોકો ગુમાવી દઇશ, પરંતુ વાલ્ટેરી સંઘર્ષ કરી રહ્યો હતો તેથી મારી પાસે તક હતી.…
અમદાવાદ : ચાર વાર ફિફા વિશ્વ કપનો ખિતાબ જીતનારી અને 2018 વર્લ્ડ કપમાં પ્રબળ દાવેદાર એવી ઇટલીની ટીમ હવે આ વર્લ્ડ કપમાં નહી જોવા મળે. વર્ષ 1958 બાદ 60 વર્ષમાં આવું પહેલીવાર થશે કે ફિફા વર્લ્ડ કપમાં ઇટલીની ટીમ નહી રમી શકે. ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર પ્લે ઓફ રાઉન્ડમાં સ્વિડન સામે 0-1 થી હારી જતા અપસેટ સર્જાયો હતો અને ફિફા વિશ્વ કપ 2018 માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યું હતું. મિલાનના પોતાના ઘર આંગણે રમાયેલી મેચમાં સ્વિડન સામે થયેલી મેચમાં ઇટલી એક પણ ગોલ કરી શક્યું ન હતું અને મેચ ગોલ રહીત ડ્રોમાં પરીણમી હતી. ક્વોલિફાય મેચમાં સ્વિડન ટીમનું ડિફેન્સ ઘણું…
અમદાવાદ : વિશ્વના મહાન ફુટબોલર રોનાલ્ડો માટે વર્ષ 2017 શાનદાર રહ્યું છે. હાલમાં જ રોનાલ્ડો ફિફાના સર્વશ્રેષ્ઠ ફુટબોલર બન્યો છે. તો ચાલુ વર્ષે તે ત્રણ બાળકોનો પિતા પણ બન્યો છે. જુનમાં સરોગેસીની મદદથી જુડવા બાળકોને જન્મ આપ્યો હતો. હવે તેની ગર્લફ્રેંડ ગોર્જિના રોડ્રિગ્વેજે સુંદર બાળકીને જન્મ આપ્યો હતો. રોનાલ્ડોએ પોતાની દિકરીનું નામ અલાના માર્ટિન રાખ્યું છે. અલાના રોનાલ્ડોની ચોથી સંતાન છે. તેના પહેલા રોનાલ્ડોને એક દિકરો છે. તથા સરોગેટમાંથી બે બાળકો પણ છે. રોનાલ્ડોએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે “અલાના માર્ટિનનો જન્મ થયો છે. મા અને બાળકી સ્વસ્થ છે. અમે સૌ ખુબ જ ખુશ છીએ.” રોનાલ્ડો સ્પેનના ક્લબ રિયલ મેડ્રિડ…