કવિ: Sports Desk

ટેનીસ જગતના નંબર 1 ખેલાડી સ્પેનના ટેનિસ સ્ટાર રાફેલ નડાલને ઇજા પહોંચવાના કારણે પેરિસ માસ્ટર્સમાંથી પોતાનું નામ પાછું ખેંચવું પડ્યું છે. ઉરુગ્વેના પાબ્લો કુએવાસને માત આપ્યા બાદ ગુરુવારે રાત્રે નડાલે કહ્યું હતું કે તેમના ઘુંટણમાં ઇજા થઇ છે. ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાના ફિલિપ ક્રાજિનોવિક સાથે મુકાબલો કરનાર નડાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે હું આજે જેવો છું તેમાં મારી જાતે ત્રણથી વધુ મેચ રમવાને યોગ્ય નથીં ગણતો. તેમણે કહ્યું કે ઘુંટણના દર્દ થઇ રહ્યું છે ઘણીવાર સ્થિતિ અસહનિય બની જાય છે. વર્લ્ડના નંબર વન ટેનિસ ખેલાડી નડાલનું વર્ષ 2017 શાનદાર રહ્યું. તે આ વર્ષે બે ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ પોતાના નામે કર્યું.…

Read More

ભારતની સ્ટાર મહિલા બોક્સર મૈરીકૉમએ શાનદાર પ્રદર્શન કરતા એશિયન મહિલા મુક્કેબાજી ચેમ્પિયનશિપની સેમીફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. મૈરીકૉમએ ક્વાર્ટર ફાઇનલમાં ચીની તાઇપેની મેંગ ચિએ પિનને હરાવી 48 કિગ્રા લાઇટ ફ્લાવેટ વર્ગના અંતિમ ચારમાં જગ્યા બનાવી છે. PTI અનુસાર 34 વર્ષિય મૈરીકૉમે આ ટૂર્નામેન્ટની ગત ચરણોમાં ચાર ગોલ્ડ અને એક રજક મેડલ જીત્યો છે અને હવે સેમીફાઇનલમાં તેનો સામનો જાપાનની સુબાસા કોમુરા સાથે થશે. બંને મુક્કાબાજો એકબીજા પર પ્રારંભિક ત્રણ મિનિટમાં વધુ હુમલા કરી શક્યા ન હતા, અને બીજા રાઉન્ડમાં બંનેએ થોડી આક્રમકતા બતાવી હતી. મૈરીકૉમએ પોતાની રમતમાં સુધારો કરતા ચીની તાઇપેની મુક્કેબાજને હરાવી આગામી રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છેકે,…

Read More

સરિતાદેવી અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતનાર સોનિયા લાઠેરે એશિયન મહિલા બોક્સિંગ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લેતા મેડલ નિશ્ચિત કર્યા હતા. પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન એલ. સરિતાદેવીએ ૬૪ કિગ્રા વજન વર્ગમાં ઉઝબેકિસ્તાનની માફ્તુનાખોન મેલિવાનને પરાજય આપ્યો હતો. સરિતાએ આ વર્ષની શરૂઆતમાં પ્રોફેશનલ ર્સિકટમાં હાથ અજમાવ્યા બાદ એમેચ્યોરમાં વાપસી કરી છે. તેણે શરૂઆતથી જ પ્રતિસ્પર્ધી પર પંચ દ્વારા બાઉટમાં લીડ મેળવી હતી. બીજા રાઉન્ડમાં મેલિવાએ સારા પંચ લગાવ્યા અને સરિતાને પડકાર આપ્યો હતો પરંતુ અંતમાં ભારતીય બોક્સરે સારા મુક્કા લગાવી અંતિમ ચારમાં પ્રવેશ મેળવ્યો હતો. સોનિયા લાઠેરે કઝાખસ્તાનની જાજિમ ઇસ્શાનોવાને પરાજય આપ્યો હતો. આ પહેલાં ૫૧ કિગ્રા વજન વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ…

Read More

ઔરંગાબાદ: ભારતમાં હવે મહિલા ક્રિકેટનું સ્તર ધીમે ધીમે ઉચું આવતું ગયું છે. તેવામાં સ્થાનીક ક્રિકેટમાં પણ હવે મહિલા ક્રિકેટરો શાનદાર પ્રદર્શન કરી રહી છે. આવું જ એક કિર્તીમાન મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય જેમિમાહ રોડરિગ્ઝેએ મેળવ્યું છે. ભારતીય વુમન્સ ક્રિકેટમાં એક નવું કિર્તિમાન સ્થાપિત કરી દીધું છે. મહિલા ક્રિકેટની અંડર-19 મેચમાં તે બેવડી સદી ફટકારીને લાઈમ લાઈટમાં આવી ગઈ છે. તેના નોટઆઉટ 202 રનની મદદથી મુંબઈએ સૌરાષ્ટને 285 રને હરાવી શક્યું હતું. આ મેચ ઔરંગાબાદ ખાતે યોજાઈ હતી. મુંબઈના અંડર-19 કોચ જયેશ દાદરકરે કહ્યું હતું કે, ‘તે ટીમ ઈન્ડિયા માટે રમે તેવું કૌશલ્ય ધરાવે છે.’ તેના તાજેતરના રેકોર્ડને જોતા…

Read More

વડોદરા: રણજી ટુર્નામેન્ટમાં બરોડાની ત્રણ મેચ બાદ આગામી મેચને લઈ ટીમમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કેતુલ પટેલને ટીમમાં સામેલ કરવા અંગે સિલેક્ટરો અને ઇરફાન પઠાણ વચ્ચે થયેલા વિવાદને કારણે આગામી મેચ માટેની ટીમમાંથી કેતુલ પટેલને પડતો મુકી દેવાયો છે. ત્યારે વિરાજ ભોસલે, રિષિ અરોઠે અને કેદાર દેવધર ઇજાગ્રસ્ત હોવાને કારણે આગામી મેચમાં રમી શકવાના નથી. કેતુલ પટેલને પડતો મુક્યા બાદ ટીમમાં નૂર પઠાણને સામેલ કરવામાં આવ્યો છે. ઉપરાંત જ્યોત્નિલ સિંઘ, કાર્તિક કાકડે અને બાબા પઠાણનો પણ આગામી રણજી મેચ માટે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Read More

ગયા મહિને જ હોકી એશિયા કપમાં ભારતીય પુરૂષ ટીમ ચેમ્પિયન બન્યા બાદ હવે ભારતીય મહિલા ટીમે પણ એશિયા કપ ટાઇટલ જીતી લીધું છે. રવિવારે રોમાંચક મેચમાં ભારતીય મહિલા ટીમે ચીનને 5-4થી માત આપીને એશિયા કપ પોતાના નામે કરી લીધો હતો. કાકામિઘારાના કાવાસાકી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે ચીનને માત આપી છે. આ સાથે ભારતે 2018ના વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરી લીધું છે. આ પહેલાં ભારતીય ટીમે ગત ચેમ્પિયન જાપાનને 4-2થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે સેમી ફાઇનલમાં ગુરજિત કૌરની હેટ્ટ્રિક સાથે કઝાકિસ્તાનને માત આપીને ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ટીમે ચોથી વાર…

Read More

રાજકોટ : ન્યૂઝિલેન્ડ સામેથી હારનો સ્વાદ ચાખ્યા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ રાજકોટની હોટલ ફોર્ચ્યુનમાં જન્મદિવસની કેકનો સ્વાદ ચાખ્યો હતો. ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચેની મેચ પુરી થયા બાદ વિરાટ કોહલીએ કેક કાપી પોતાનો 29મો જન્મદિવસની ઉજવણી કરી હતી. હોટલમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓમાં વચ્ચે મસ્તીભર્યો માહોલ જોવા મળ્યો હતો. ખેલાડીઓએ વિરાટ કોહલીના મોઢા પર કેક ચોપડીને મસ્તી કરી હતી. કોહલીના બર્થ ડે સેલિબ્રેશનમાં ધવન, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા, રવિ શાસ્ત્રી, રોહીત શર્મા સહિતના ખેલાડીઓ હાજર રહ્યા હતા. વિરાટ કોહલીએ જેવી કેક કાપી કે ખેલાડીઓએ તેના મોઢા પર કેક ચોપડી દીધી હતી. આ પ્રસંગે થોડીવાર ખેલાડીઓ હારને ભૂલી ગયા હોય એવા…

Read More

ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ શનિવારે રાજકોટમાં ન્યૂઝીલેન્ડ સામે બીજી ટ્વેન્ટી-20 મેચમાં બે રેકોર્ડ બનાવ્યો હતો. કોહલીએ આ મેચ દરમિયાન આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-20 મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટસમેનોની યાદીમાં દિલશાનને પાછળ મૂકી બીજા સ્થાને પહોંચી ગયો હતો. જ્યારે પોતાની ટ્વેન્ટી-20 કરિયરમાં 7000 રન પણ પૂરા કર્યા હતા. વિરાટ કોહલીએ રાજકોટ ટ્વેન્ટી-20માં મિચેલ સેન્ટનરની બોલિંગ પર એક રન લેતા પોતાનો સ્કોર 12 રને પહોંચાડ્યો હતો ત્યારે તે દિલશાનને પાછળ મૂકીને બીજા સ્થાને પહોંચી ગયો હતો. આ મેચ પહેલા કોહલીએ 53 આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી-20 મેચની 49 ઇનિંગ્સમાં 53.65ની એવરેજથી 1878 રન બનાવ્યા હતા. તેને બીજા સ્થાન પર પહોંચવા માટે 12 રનની જરૂર હતી.…

Read More

રોજકોટમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ન્યુઝીલેન્ડને શાનદાર પ્રદર્શન કરતા ભારતને 40 રને હરાવીને ત્રણ મેચની ટી20 સીરીઝ 1-1 ની બરોબરી પર આવી ગયું છે. કૉલિન મુનરોની આક્રમક સદી બાદ ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગની મદદથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને 40 રનથી હરાવ્યું હતું. પ્રવાસી ટીમના 2 વિકેટે 196 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 156 રન બનાવી શકી હતી. આ જીત સાથે પ્રવાસી ટીમે ત્રણ મેચની સિરીઝમાં 1-1ની સરસાઇ હાંસલ કરી છે. ત્રીજી અને નિર્ણયાક મેચ તિરુવનંતપુરમમાં સાત નવેમ્બરે રમાશે. જ્યારે પ્રવાસી ટીમે આપેલા લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમની શરૂઆત ઘણી…

Read More

ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ઈન્ડિગો વિમાનમાં તેની સાથે થયેલા ખરાબ વ્યવહારનો મુદ્દો સોશિયલ મીડિયા પર ઉઠાવ્યો છે. સિંધુએ કેટલીક ટ્વિટ કરીને પોતાની નારાજગી જાહેર કરી છે. જોકે બાદમાં ઈન્ડિગોના મેનેજરે માફી પણ માગી. રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડાલિસ્ટ સિંધુએ ટ્વિટમાં લખ્યું કે ભારે દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે 4 નવેમ્બરે ફ્લાઈટ નં 6-ઈ-608માં મુંબઈથી ઉડાણ દરમિયાન મને ખરાબ અનુભવ થયો. ગ્રાઉન્ડ સ્ટાફ અજીતેશે મારી સાથે ગેર વ્યવહાર કર્યો અને ખરાબ રીતે વર્તણૂક કરી. જોકે એર હોસ્ટેસ અસ્મિતાએ અજતેશને યાત્રીઓ સાથે સારો વ્યવહાર કરવા સલાહ આપવાનો પ્રયાસ કર્યો તો તેની સાથે પણ ખરાબ રીતે વ્યવહાર કર્યો. જો આવા લોકો…

Read More