ક્રિકેટની દુનિયામાં ક્રિકેટના ભગવાન સાથેની જોડીની વાત કરીએ તો સૌથી પહેલા સચિન તેંદુલકર અને વિનોદ કાંબલીની જોડી યાદ આવે. પરંતુ આ જોડીની જાણે કોઇની નજર લાગી ગઇ હોય તેમ છેલ્લા 8 વર્ષ પહેલા વિનોદ કાંબલીએ તોડી નાખી હતી. પરંતુ આજે આ બન્ને બાળપણના મિત્રો ફરી જુના મતભેદો ભુલીને ભેગા થયા હતા. બાળપણના મિત્રો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી હવે ફરીથી ભેગા થઈ ગયા છે. આનો ખુલાસો ખુદ પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલીએ કર્યો. એક ઈન્ટરવ્યું દરમિયાન ખાસ વાતચીતમાં તેમણે આ વાત જણાવી હતી. તેણે કહ્યું કે, હા અમારી વચ્ચે બધું બરાબર થઈ ગયું છે. આ માટે હું ખુશ…
કવિ: Sports Desk
IPL હંમેશા વિવાદનું બીજું ઘર રહી છે. IPL કોઇને કોઇ કારણથી હંમેશા વિવાદમાં જ રહે છે. ત્યારે વર્ષ 2011માં સસ્પેન્ડ કરવામાં આવેલી આઇપીએલ ફ્રેન્ચાઇજી કોચ્ચિ ટસ્કર્સએ બીસીસીઆઇની સામે આર્બિટ્રેશનનો કેસ જીતી લીધો છે. બોમ્બે હાઇકોર્ટે મંગળવારે સુનાવણી કરતા કોચ્ચિના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. જો કે, કોર્ટના નિર્ણય બાદ કોચ્ચિ ટસ્કર્સે બીસીસીઆઇ પાસે 850 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2011માં બીસીસીઆઇએ કોચ્ચિ ટસ્કર્સ કેરળાને સસ્પેન્ડ કરી દીધી હતી. કારણ કે આ ફ્રેન્ચાઇજી 156 કરોડ રૂપિયાની વાર્ષિક ચૂકવણીની બેંક ગેંરટી આપવામાં નિષ્ફળ રહી હતી. ત્યાર બાદ કોચિચ્ ટસ્કર્સ ફ્રેન્ચાઇજીએ વર્ષ 2011માં બોમ્બે હાઇકોર્ટમાં બીસીસીઆઇની સામે આર્બિટ્રેશનનો કેસ દાખલ કર્યો…
ક્રિકેટની દુનિયામાં એક એવો કિસ્સો બન્યો છે કે તમે જાણીવે ચોકી ઉઠશો. ક્રિકેટના સૌથી જાણીતા અમ્પાયરોમાં સામેલ થયેલા ડેરલ હેયર પર ચોરીનો આરોપ લાગ્યો છે. તેમના પર એક દારૂની દુકાનમાંથી લગભગ 9 હજાર રૂપિયા ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, એમ કહેવામાં આવી રહ્યું છે કે, હેયર ક્રિકેટમાં અમ્પાયરિંગમાંથી નિવૃત્ત થયા બાદ આ દારૂના સ્ટોર પર કામ કરી રહ્યાં હતા. ચોરીના આરોપમાં દોષિત જાહેર થયા બાદ તેમને જજ તરફથી અનોખી સજા ફટકારવામાં આવી હતી. તેમને જેલ મોકલવામાં આવ્યા ન હતા પરંતુ, તેમની પાસેથી 18 મહિનાનું સારું વર્તન કરાવવાનો બોન્ડ ભરાવવામાં આવ્યો હતો. આ સાથે તેમણે ચોરી કરેલી પૈસા…
ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને તેની ગર્લફ્રેંડ બોલીવુડ સ્ટાર અનુષ્કા શર્મા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ બંને લોકો પોતાની રિલેશનશીપ અંગે ક્યારેય સ્પષ્ટ વાત જાહેરમાં કરતા નથી. પરંતુ હાલમાં બંનેનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે જે જોઈને કહી શકાય કે વિરાટ અને અનુષ્કા બંને એક જ ડૉક્ટર પાસે જ ટ્રીમેન્ટ કરાવે છે. એક્યુપંક્ચર થેરપી કરવા માટે જાણીતા ડૉક્ટર જુલ ગમડિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બંનેના ફોટો શેર કર્યો છે. પહેલા ફોટામાં ડૉ ગમડિયા સાથે અનુષ્કા શર્મા સાથે દેખાય છે. તો બીજા ફોટામાં વિરાટ કોહલી સાથે જોવા મળે છે. આ પહેલા ડૉક્ટર જુલ ગમડિયા કેટરિના કૈફ અને…
શુંટીંગ વર્લ્ડ કપ ફાઇનલમાં હિના સિંધુ અને જીતુ રાયની જોડીએ શાનદાર પ્રદર્શન કરતા 10 મીટર એયર પિસ્ટલ મિક્સ ટીમ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ISSF ની ફાઇનલમાં પિસ્ટલ ઇવેન્ટમાં જીતુ રાય અને હિના સિદ્ધુની જોડીએ ભારતને ટુર્નામેન્ટની શરૂઆતમાં જ મોટી સફળતા અપાવી હતી. ISSF વર્લ્ડ કપ ફાઇનલની શરૂઆત દિલ્લીના કર્ણી સિંહ શુટીંગ રેંજમાં થઇ હતી. આ ટુર્નામેન્ટમાં 25 ટીમો ભાગ લઇ રહી છે. આ ટુર્નામેન્ટમાં 25 ટીમોમાંથી 8 ટીમો મિક્સ ટીમ 10 મીટર એયર રાઇફલ ઇવેંટ અને 10 મીટર એયર પિસ્ટલ ઇવેંટમાં ભાગ લઇ રહી છે. ભારતની 2 ટીમો વિશ્વ કપમાં ભાગ લઇ રહી છે. 1-1 ટીમ રાઇફલ અને…
ભારતીય જુનીયર હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા સુલ્તાન જોહોર કપ 2017માં મલેશિયાને 2-1 થી હરાવ્યું હતું. સુલ્તાન જોહોર કપમાં ભારતની આ સતત બીજી જીત હતી. પહેલી મેચમાં ભારતે જાપાનને હરાવ્યું હતું. મલેશિયા સામે ભારતની શરૂઆત સારી રહી ન હતી. પરંતુ ભારતના યુવા હોકી ખેલાડી દિલપ્રીકસિંહે શાનદાર પ્રદર્શન કરતા ભારતને જીત અપાવવામાં મહત્વની ભુમીકા ભજવી હતી. મલેશિયા ટીમે તમન દયા હોકી સ્ટેડિયમમાં ફિરદૌસ ઉમરના મેચમાં 3જી જ મીનીટે ગોલ કરતા ભારત શરૂઆતમાં જ દબાણમાં આવી ગયું હતું. ત્યાર બાદ ભારતના દિલપ્રીત સિંહે મેચની 20મી અને 43મી મીનીટે ગોલ કરીને ભારતની જીત માટેનો પાયો નાખ્યો હતો. મેચની 3જી મીનીટે મલેશિયાએ ગોલ…
બેસ્ટ ફુટબોલરની રેસમાં ફરી મેસ્સીને હરાવીને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 2017નો ફિફાના બેસ્ટ ફુટબોલરનો એવોર્ડ જીતી ગયો છે. રોનાલ્ડોને 5મી વખત આ એવોર્ડ જીત્યો છે. એવોર્ડ માટે રોનાલ્ડોની ટક્કર બાર્સિલોનાની તરફથી રમી રહેલા આર્જેન્ટિના લિયોનેલ મેસી અને પેરિસ સેન્ટ જર્મનના બ્રાઝિલી ખિલાડી નેમારની સાથે હતી. ગત વર્ષે 2016માં પણ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેસ્સીને હરાવીને બેસ્ટ ફુટબોલરનો ખિતાબ જીત્યો હતો. 2016માં રોનાલ્ડોને લા લીગા અને ચેમ્પિયન ટ્રોફીમાં પોતાની ટીમના વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચેમ્પિયન લીગમાં આ વખતે રોનાલ્ડોએ 12 ગોલ કર્યા હતા. બીજી તરફ તેની જ ક્લબના મેનેજર જિનેદિન જિદાનને આ વર્ષે બેસ્ટ મેનેજરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જિદાન ફ્રાંસના પૂર્વ ફૂટબૉલર છે. રોનાલ્ડો અને…
દિલ્લી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએસને ફિરોઝ શાહ કોટલા મેદાનમાં ગેટ નંબર 2ને ભારતના પુર્વ વિસ્ફોટક ખેલાડી વિરેન્દ્ર સહેવાગનું નામ આપવાની જાહેરાત કરી છે. 31 ઓક્ટોબરથી આ ગેટને વિરેન્દ્ર સહેવાગના નામથી ઓળખવામાં આવશે. દિલ્લી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએસને એક સમીતી બનાવી હતી. આ સમીતીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે “જે ક્રિકેટરોએ શાનદાર પ્રદર્શન કર્યું હશે જે ખેલાડીઓએ ક્રિકેટમાં સારૂ યોગદાન આપ્યું હશે તેમના નામ સ્ટેડિયમમાં અલગ અલગ જગ્યાએ તેમના નામ આપવામાં આવશે.” દિલ્લી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસીએસના અધિકારી વિક્રમજીત સિંહે નિવેદન આપ્યું હતું કે “અમારી સમીતીએ વિરેન્દ્ર સહેવાગે મેળવેલ સિદ્ધીને ધ્યાને રાખીને ગેટ નંબર 2ને તેનું નામ આપવાનું વચન આપ્યું હતું. જેને અમે…
એલ્ફિન્સ્ટન રોડ સ્ટેશન પરના બ્રિજની દુર્ઘટના બાદ મુંબઇના ઉપનગરીય સ્ટેશનો પર પુલની અવદશાની ચર્ચાએ જોર પકડયું છે. અને પુલના નવનિર્માણ માટે રેલવેને કડક પગલાં લેવાની ફરજ પડી છે. ત્યારે ભૂતપૂર્વ ક્રિકેટર અને રાજ્યસભાના સભ્ય સચિન તેંડુલકરે મુંબઇના ફૂટ ઓવર બ્રિજ(એફઓબી) માટે રૃ. બે કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ સચિન મધ્ય રેલવેને ૧ કરોડ અને પચ્છિમ રેલવેને ૧ કરોડ ફાળવશે. આ અંગે સચિને રેલવે મંત્રી પીયૂષ ગોયલને પત્ર લખીને જણાવ્યું છે કે મુંબઇના ઉપનગરીય જિલ્લા કલેક્ટરને આ ભંડોળ સ્વીકારવાની વિનંતી કરી છે. મધ્ય રેલવે, હાર્બર લાઇન અને પિૃમ રેલવેના અનેક ફૂટ ઓવર બ્રિજને…
ભારતીય ક્રિકેટ બોર્ડની પસંદગી સમીતી દ્રારા ગઇકાલે શ્રીલંકા સામેની ટેસ્ટ સીરીઝ અને ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઇને IPS અધિકારી સંજીવ ભટ્ટે વિવાદીત ટ્વીટ કરતા મામલો ગરમાયો હતો. પોતાની ટ્વિટમાં તેમણે ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં કોઈ મુસ્લિમ ન હોવા પર સવાલ ઉઠાવ્યો હતો જેનો ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે જડબાતોડ જવાબ આપ્યો. સંજીવ ભટ્ટ આઈપીએસ ઓફિસરે ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે “શું હાલના સમયમાં ભારતીય ક્રિકેટ ટીમમાં કોઈ મુસ્લિમ ખેલાડી છે? આઝાદીથી અત્યાર સુધીમાં એવું કેટલીવાર બન્યું કે ભારતની ક્રિકેટ ટીમમાં કોઈ મુસ્લિમ ખેલાડી ન હોય? શું મુસલમાનોએ ક્રિકેટ રમવાનું બંધ કરી દીધુ?…