કવિ: Sports Desk

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી વર્લ્ડકપ પછી આરામ કરવા માગતો હતો અને તેના માટે તેણે વર્લ્ડકપ પહેલાથી જ પસંદગી સમિતિને જાણ કરી રાખી હતી, જો કે વર્લ્ડકપ પછી અચાનક વિરાટે પોતાનો નિર્ણય ફેરવી તોળીને વેસ્ટઇન્ડિઝ પ્રવાસે જવાની તૈયારી બતાવી તેનાથી ઘણાને નવાઇ લાગી છે. કોહલીએ અચાનક વેસ્ટઇન્ડિઝ પ્રવાસે જવાનો નિર્ણય કર્યો તેની પાછળનું કારણ હવે જાહેર થયું છે. વર્લ્ડ કપ 2019ની સેમી ફાઇનલમાં મળેલા પરાજય પછી એક તરફ વિરાટ અને તેની ટીમ સામે માછલા ધોવાઇ રહ્યા હતા અને એવું કહેવાતું હતું કે પસંદગીકારો હવેથી ટેસ્ટ અને વન-ટે ટીમના કેપ્ટન અલગઅલગ રાખવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે રવિવારે વેસ્ટઇન્ડીઝ પ્રવાસે જનારી…

Read More

એમએસકે પ્રસાદના નેતૃત્વ હેઠળની પસંદગી સમિતિએ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જનારી ભારતીય ટીમની રવિવારે જાહેરાત કરી ત્યારે તેમાં કોઇ એવો નિર્ણય નહોતો જે લોકોને સરપ્રાઇઝ કરી શકે. અપેક્ષા અનુસાર વિરાટ કોહલીને ત્રણેય ફોર્મેટના સુકાની તરીકે જાળવી રખાયો હતો. જ્યારે પહેલાથી જ કહેવાયું હતું તેમ વિકેટકીપર તરીકે ધોનીને આખા પ્રવાસમાંથી આરામ અપાયો છે અને તેના સ્થાને ઋષભ પંતને ત્રણેય ફોર્મેટની ટીમમાં સામેલ કરાયો છે. માત્ર એક બદલાવ એ છે કે રિદ્ધિમાન સાહાની ટેસ્ટ ટીમમા વાપસી થઇ છે. ક્રિકેટ વર્લ્ડ કપ બાદ ભારતનો આ પ્રથમ વિદેશ પ્રવાસ રહેશે. જસપ્રીત બુમરાહને વન-ડે તથા ટ્વેન્ટી૨-૦ સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. બીસીસીઆઇના મુખ્ય પસંદગીકાર પ્રસાદે ધોનીને…

Read More

શ્રીલંકાની ટીમ પર પાકિસ્તાનમાં ત્રાસવાદી હુમલો થયો ત્યારથી બંધ ઇન્ટરનેશનલ ક્રિકેટ હવે ફરી પાકિસ્તાનમાં શરૂ થવાના અણસાર દેખાઇ રહ્યા છે. જે ટીમ પર હુમલો થયો હતો તે શ્રીલંકાની ટીમે જ પાકિસ્તાનમાં લાંબા સમય પછી ટેસ્ટ રમવાની તૈયારી બતાવી છે. જા બધુ સમુસુતરુ પાર ઉતરે તો 10 વર્ષના લાંબાગાળા પછી પાકિસ્તાનની ધરતી પર ઇન્ટરનેશનલ ટેસ્ટ રમાશે. શ્રીલંકાની ટીમે તૈયારી બતાવ્યા પછી ઍ સંબંધિત તૈયારીને ગતિ આપવા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ઍ શ્રીલંકન અધિકારીઓને તેમની ઍક સુરક્ષા ટીમ પાકિસ્તાન મોકલવાની વિનંતી કરી છે. પાકિસ્તાની અખબાર ધ નેશનના અહેવાલ અનુસાર સપ્ટેમ્બર-અોક્ટોબરમાં શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે બે ટેસ્ટની સિરીઝ રમાવાની છે. આ બેમાંથી ઍક ટેસ્ટ…

Read More

ભારતીય ટીમના માજી ઓપનર અને હાલના સાંસદ ગૌતમ ગંભીરે ઍવું કહ્યુ છે કે મહેન્દ્ર સિંહ ધોની બાબતે લાગણીશીલ બનીને નહીં પણ પ્રેક્ટિકલ થઇને નિર્ણય લેવાની જરૂર છે. તેણે ઍવું પણ કહ્યું હતું કે ભારતીય ટીમના કેપ્ટન તરીકે ધોની જે રીતે યુવા ખેલાડીઅોની માગ કરીને ભવિષ્યનું રોકાણ કર્યુ હતું તે રીતે જ તેના બાબતે વ્યવહારિક નિર્ણય લેવાની જરૂર છે. કારણ ઘણાં યુવા ખેલાડીઅો લાઇનમાં ઊભેલા જ છે. ગંભીરે યાદ કરાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં વીબી સિરીઝમાં મોટા મેદાનનું કારણ આગળ ધરીને ધોનીને હું, સચિન અને સેહવાગના સ્થાને યુવા ખેલાડીઅોની માગ કરી હતી. તેણે તો વર્લ્ડકપમાં પણ યુવા ખેલાડી માગ્યા હતા. તેણે કહ્યું…

Read More

વેસ્ટઇન્ડિઝના આગામી પ્રવાસ માટે જ્યારે પણ પસંદગીકારો બેઠક કરશે ત્યારે ઍ બેઠકમાં સ્પ્લિટ કેપ્ટન્સી ( વન ડે અને ટેસ્ટમાં અલગઅલગ કેપ્ટન)ના મુદ્દે ચર્ચા થઇ શકે છે. જો કે હાલમાં વિરાટ કોહલી જ આ પ્રવાસમાં અને તે પછીના સમયમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન પદે જળવાઇ રહેશે. પહેલા ઍવી ચર્ચા હતી કે વિરાટના સ્થાને રોહિત શર્માને વન ડે અને ટી-20નું સુકાન સોંપી દેવાશે. જા કે હાલમાં ઍવી કોઇ યોજના ન હોવાનું જાણવા મળ્યું છે. ક્રિકેટના તમામ ફોર્મેટમાં વિરાટ કોહલી શ્રેષ્ઠતમ બેટ્સમેન ગણાય છે. તે આવાતા મહિનાથી શરૂ થનારા વેસ્ટઇન્ડિઝ પ્રવાસ દરમિયાન વનડે ઇન્ટરનેશનલ અને ટી-20 ઇન્ટરનેશનલ તેમજ ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ સંભાળશે. રવિવારે થનારી…

Read More

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુઍ ઇન્ડોનેશિયા ઓપનની મહિલા સિંગલ્સમાં સેમી ફાઇનલમાં સ્થાન પાકું કરી લીધું છે. સિંધુઍ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને સીધી ગેમમાં હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીડબલ્યુઍફ વર્લ્ડ ટૂર સુપર 1000 ટુર્નામેન્ટની સેમી ફાઇનલમાં હવે સિંધુનો સામનો બીજી ક્રમાંકિત ચાઇનીઝ ખેલાડી ચેન યુ ફેઇ સાથે થશે. ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનારી અને પાંચમી ક્રમાંકિત સિંધુઍ જાપાનની ત્રીજી ક્રમાંકિત ઓકુહારા સામે ક્વાર્ટર ફાઇનલમાં વધુ મહેનત કરવાની જરૂર પડી નહોતી. સિંધુઍ માત્ર 44 મિનીટમાં જ સીધી ગેમમાં ઓકુહારાને 21-14, 21-7થી હરાવી હતી. શરૂઆતથી જ સિંધુઍ મેચ પર પોતાની પકડ જમાવી રાખી હતી. ઍક સમયે સ્કોર 6-6ની બરોબરી પર હતો…

Read More

મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ અંગેની અટકળો વચ્ચે માજી રાષ્ટ્રીય પસંદગીકાર સંજય જગદાલેઍ શુક્રવારે કહ્યું હતું કે હાલમાં ભારતીય ટીમ પાસે મહેન્દ્ર સિંહ ધોનીનો યોગ્ય વિકલ્પ નથી, પણ પસંદગી સમિતિઍ ધોનીને મળીને ભવિષ્ય બાબતે તેના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવું જાઇઍ. તેમણે કહ્યું હતુંં કે ધોની ઍટલો પરિપકવ તો છે જ કે તે પોતાની નિવૃત્તિ અંગે જાતે નિર્ણય લઇ શકે. જગદાલેઍ કહ્યું હતું કે ધોની ઍક શ્રેષ્ઠ ખેલાડી છે અને તેણે ભારતીય ક્રિકેટ માટે નિસ્વાર્થ ક્રિકેટ રમ્યુ છે. મારા મતે ભારતીય ટીમની પાસે વિકેટકીપર બેટ્સમેન તરીકે હાલમાં ધોનીનો યોગ્ય વિકલ્પ છે જ નહીં. જગદાલેઍ કહ્યું હતું કે જે રીતે…

Read More

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)નો વહીવટ સંભાળવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી વહીવટદારોની કમિટી (સીઓઍ)ઍ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી પાસે વિદેશ પ્રવાસ દરમિયાન ટીમના સભ્યોની પત્નીઓ અને પ્રેમિકાઓના પ્રવાસ બાબતે અહેવાલની માગ કરી છે. સીઓઍના આ નિર્ણયથી માત્ર બીસીસીઆઇના અધિકારીઅો જ નહીં પણ લોઢા પેનલ પણ અચરજ પામી છે. માજી ચીફ જસ્ટિસ આરઍમ લોઢાઍ કહ્યું હતું કે હવે આ મામલે બોર્ડના લોકપાલ ડીકે જૈને જ નિર્ણય લેવો જાઇઍ. તેમણે કહ્યું હતું કે માત્ર લોકપાલ જ હવે લોઢા પેનલના સૂચિત બંધારણ વિરુદ્ધના કોઇ પણ પગલાંને રોકી શકે છે. તેમણે ઍવું પણ કહ્યું હતું કે હું…

Read More

કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતીય પુરૂષ અને મહિલા ટીમે ઇંગ્લેન્ડ અને સિંગાપોરની ટીમને હરાવીને ચેમ્પિયન બની હતી. ભારતીય પુરૂષ ટીમના આ વિજયમાં સુરતના હરમિત દેસાઇ હીરો પુરવાર થયો હતો. ભારતીય પુરૂષ ટીમે ઇંગ્લેન્ડને હરાવીને આ ચેમ્પિયનશિપમાં પોતાનું ટાઇટલ જાળવી રાખ્યું હતું. પુરૂષ ટીમે ઇંગ્લેન્ડને 3-2થી હરાવ્યું હતું, જ્યારે મહિલા ટીમે ડિફેન્ડીંગ ચેમ્પિયન સીંગાપોરને 3-0થી હરાવીને અપસેટ કર્યો હતો. ભારતીય ટીમ તરફથી શરૂઆતની બે મેચમાં શરત કમલ અને જી સાથિયાન હારી જતાં ટીમ 0-2થી પાછળ પડી હતી, જા કે અહીંથી સુરતના હરમિત દેસાઇઍ ટીમ માટે હીરો જેવી ભૂમિકા ભજવી હતી. પોતાનો 26મો જન્મદિવસ ઉજવી રહેલા હરમિતે ત્રીજી મેચમાં ઇંગ્લેન્ડના ડેવિડ મેકબીથને…

Read More

દિગ્ગજ ભારતીય ક્રિકેટર અને ક્રિકેટના ભગવાનનું ઉપનામ ધરાવતા સચિન તેંદુલકરને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) દ્વારા હોલ ઓફ ફેમમાં સમાવાયો છે. સચિન ઉપરાંત દક્ષિણ આફ્રિકાના લેજન્ડરી ઝડપી બોલર એલન ડોનાલ્ડ તેમજ ઓસ્ટ્રેલિયાની માજી મહિલા ઝડપી બોલર કેથરીન ફિટ્ઝપેટ્રિકને પણ આઇસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે. લંડનમાં ગુરૂવારે યોજાયેલા એક સમારોહમાં આ ત્રણ દિગ્ગજોને આ સન્માન આપવામાં આવ્યું છે. સચિન હલ ઓફ ફેમમા સામેલ થનારો છઠ્ઠો ભારતીય ક્રિકેટર છે. તેના પહેલા આઇસીસી ક્રિકેટ હોલ ઓફ ફેમમાં સામેલ થયેલા અન્ય ભારતીય ક્રિકેટરોમાં બિશન સિંહ બેદી, વર્લ્ડકપ વિજેતા ચેમ્પિયન ટીમના કેપ્ટન કપિલ દેવ, દિગ્ગજ સુનિલ ગાવસ્કર, રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલેને સામેલ…

Read More