કવિ: Sports Desk

મંગળવારે વર્લ્ડકપની પહેલી સેમી ફાઇનલ રમાવાની છે ત્યારે આ તરફ સટ્ટા બજારે વિશ્વ ચેમ્પિયન બનવા માટે ભારતીય ટીમને સૌથી પ્રબળ દાવેદાર ગણાવવા માંડી છે. લેડબ્રોક્સ અને બેટવે જેવી મુખ્ય ઓનલાઇન બેટિંગ વેબસાઇટ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 14મી જુલાઇઍ રમાનારી ફાઇનલમાં ભારતીય ટીમ સ્થાન મેળવશે અને ઐતિહાસિક લોર્ડસના મેદાન પર વિરાટ કોહલી ટ્રોફી ઉઠાવશે. લેડબ્રોક્સે ભારતની જીત માટે 13/8નો ભાવ આપ્યો છે. જ્યારે ઇંગ્લેન્ડને 15/8, ઓસ્ટ્રેલિયાને 11/4 અને ન્યુઝીલેન્ડને 8/1નો ભાવ આપ્યો છે. જ્યારે બેટવેઍ ભારતના વિજય માટે 2.8ઇંગ્લેન્ડ માટે 3, ઓસ્ટ્રેલિયાને 3.8 તેમજ ન્યુઝીલેન્ડ માટે 9.5નો ભાવ આપ્યો છે. 13/8ના ભાવનો મતલબ ઍ છે કે જો કોઇઍ ઍક…

Read More

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ હવે થોડી જ વારમાં ઓલ્ડટ્રેફર્ડના મેદાન પર વર્લ્ડકપની પહેલી સેમી ફાઇનલ રમવા માટે મેદાન પર ઉતરશે, ત્યારે માન્ચેસ્ટરથી એક સારા સમાચાર એ આવ્યા છે કે અહીં સવારના સમયે જે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તેના હાલમાં કોઇ અણસાર જણાતા નથી. હવામાનનું તાજુ અપડેટ એવું છે કે મેદાનર પર હળવો તડકો નીકળ્યો છે અને વાદળો દૂર છૂટાછવાયા દેખાઇ રહ્યા છે. આ સ્થિતિમાં અહીં હાલના તબક્કે વરસાદની સંભાવના લાગતી નથી. હાલમાં જે સ્થિતિ છે તેને જોઇને એવું લાગી રહ્યું છે કે રમવા માટે હાલમાં માન્ચેસ્ટરનું હવામાન જોરદાર છે. Win the toss and ______? ? #CWC19 |…

Read More

બ્રાઝિલની ફુટબોલ ટીમે અહીં રમાયેલી કોપા અમેરિકા ટુર્નામેન્ટની ફાઇનલમાં પેરુને 3-1થી હરાવીને 9મીવાર આ ટાઇટલ જીતી લીધું હતું. બ્રાઝિલે 12 વર્ષના લાંબા ગાળા પછી આ ટાઇટલ જીત્યું હતું. આ પહેલા તે છેલ્લે 2007માં કોપા અમેરિકા ચેમ્પિયન બન્યું હતું. પેરુની ટીમ ફાઇનલમાં હારીને રનર્સઅપ રહી હતી, જ્યારે આર્જેન્ટીના ત્રીજા તો ડિફેન્ડીંગ ચેમ્પિયન ચિલીની ટીમને ચોથુ સ્થાન મળ્યું હતું. અહીના રિયો સ્થિત મારાકાના સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બ્રાઝિલ વતી જીસસ, ઍવર્ટન સોરારેસ અને રિચાર્લિસને ગોલ કર્યા હતા. જ્યારે પેરુ માટે પાઓલો ગોઍરેરોઍ ઍકમાત્ર ગોલ કર્યો હતો. બ્રાઝિલ માટે પહેલો ગોલ ઍવર્ટન સોરારેસે 15મી મિનીટમાં કરીને પોતાની ટીમને સરસાઇ અપાવી હતી. જો કે…

Read More

ભારતીય બેડમિન્ટન ખેલાડી પારુપલ્લી કશ્યપ કેનેડાનાકેલગેરી ખાતે યોજાયેલી કેનેડા ઓપન સુપર 100 ટૂર્નામેન્ટની ફાઇનલમાં હારી ગયો હતો. કશ્યપ રવિવારે રાત્રે રમાયેલી ફાઇનલમાં ચીનના લી શી ફેંગ સામે હાર્યો હતો. છઠ્ઠા ક્રમાંકિત કશ્યપનો આ મેચમાં 20-22, 21-14, 21-17થી હાર્યો હતો. આ મેચ લગભગ 1 કલાક અને 16 મિનીટ સુધી ચાલી હતી. Silver it is @yonexcanadaopen . It was a good fight in the final . Lost to LiShifeng (China ) 22-20/14-21/17-21. Can’t say it was the best I played this week but overall it was a good week here . Thank you to @PRANNOYHSPRI for … https://t.co/uU98eEdSqt @IndianOilcl pic.twitter.com/J9PFWKY9QQ — Parupalli…

Read More

ભારતીય ટીમનો ઓપનર રોહિત શર્મા હાલમાં પોતાના જોરદાર ફોર્મમાં છે અને જો આવતીકાલે અહીં રમાનારી સેમી ફાઇનલમાં તે ફરી ઍકવાર મોટી ઇનિંગ રમશે તો તે સચિનના બે રેકોર્ડ ઍકસાથે તોડશે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધી પાંચ સદી ફટકારીને ઍક વર્લ્ડ કપમાં 5 સદી ફટકારવાનો રેકોર્ડ કરનાર રોહિત શર્મા કુલ 6 સદી ફટકારીને ઓવરઓલ વર્લ્ડકપ સદી મામલે સચિન સાથે બરોબરી પર બેઠો છે. જો  તે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં સદી ફટકારશે તો હાલના વર્લ્ડકપમાં ઍ તેની છઠ્ઠી અને ઓવરઓલ વર્લ્ડકપમાં ઍ તેની 7મી સદી થશે અને સચિનના 6 વર્લ્ડકપ સદીના રેકોર્ડને તે તોડી નાંખશે. રોહિત ઍક વર્લ્ડકપમાં ૭૦૦ રન બનાવનારો પહેલો ખેલાડી બની શકે…

Read More

વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ વિમ્બલ્ડનમાં નંબર વન મહિલા ખેલાડી ઍશ્લે બાર્ટી સોમવારે અમેરિકાની ઍલિસન રિસ્કે સામે અપસેટનો શિકાર થઇને સ્પર્ધામાથી આઉટ થઇ ગઇ હતી. આ તરફ મહિલા સિંગલ્સમાં સેરેના વિલિયમ્સ, સિમોના હાલેપ અને ઍલિના સ્વિતોલીનાઍ પોતપોતાની મેચ જીતી લઇને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો, જ્યારે પુરૂષ સિંગલ્સમાં રફેલ નડાલ, ડેવિડ ગોફીન અને રોબર્ટ બટિસ્ટા પણ કવાર્ટરમાં પહોંચી ગયા હતા. વિશ્વની ૫૫મી ક્રમાંકિત ઍલિસન રિસ્કેઍ નંબર વન બાર્ટીને 3-6, 6-2, 6-3થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો, હવે તે ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાની દિગ્ગજ ખેલાડી 11મી ક્રમાંકિત સેરેના વિલિયમ્સ સામે રમશે. સેરેનાઍ કાર્લા સુઆરેઝને અહીં સીધા સેટમાં 6-2, 6-2થી હરાવીને…

Read More

હાલના વર્લ્ડકપમાં અત્યાર સુધીના પોતાના પ્રવાસમાં ટીમ ઇન્ડિયાએ જોરદાર પ્રદર્શન કરીને સેમી ફાઇનલમાં એન્ટ્રી કરી છે. ટીમ ઇન્ડિયાએ લીગ મેચમાં માત્ર 1 મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે અને તેમની એક મેચ વરસાદે ધોઇ નાંખી છે આ સિવાયની તમામ મેચ જીતીને ભારતીય ટીમે નંબર વન પોઝિશન સાથે અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું છે અને આવતીકાલે અહીં તેનો મુકાબલો પહેલી સેમી ફાઇનલમાં ચોથા ક્રમે રહેલા ન્યુઝીલેન્ડની સામે છે. આ સિવાયની બીજી સેમી ફાઇનલમાં નંબર ટુ ઓસ્ટ્રેલિયા અને નંબર થ્રી ઇંગ્લેન્ડની વચ્ચે જંગ ખેલાશે. આઇસીસી રેન્કિંગમાં ટોચના ચાર ક્રમની ચાર મજબૂત ટીમે સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે ત્યારે હવે બંને સેમી ફાઇનલ રોમાંચક…

Read More

મંગળવારે અહીંના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર વર્લ્ડકપ ૨૦૧૯મની પહેલી સેમી ફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થવાનો છે. જો બંને ટીમના સેમી ફાઇનલ સુધીના પ્રવાસને ધ્યાને લેવામાં આવે તો ભારતીય ટીમ બધી જ બાબતોમાં ન્યુઝીલેન્ડની ટીમ કરતાં બળુકી પુરવાર થઇ છે. ભારતીય ટીમ તેની 9 મેચમાંથી 7 મેચ જીતીને સેમીમાં આવી છે, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમ 9 મેચમાંથી 5 મેચ જીતીને સેમીમાં આવી છે, બંને વચ્ચેની ઍક મેચ વરસાદે ધોઇ નાંખી હતી. જો રન બનાવવાની દૃષ્ટિઍ જાઇઍ તો હાલના આ વર્લ્ડકપમાં ભારતીય ટીમે અત્યાર સુધી કુલ મળીને 2295 રન બનાવ્યા છે, જેની સામે ન્યુઝીલેન્ડે 1674 રન બનાવ્યા છે, મતલબ કે તે…

Read More

ન્યુઝીલેન્ડ સામેની મંગળવારે રમાનારી સેમી ફાઇનલ પહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ ભારતીય ટીમના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિરાટે કહ્યું હતું કે પ્રેશરના તબક્કામાં ટીમ ઇન્ડિયા હંમેશા કસોટીની ઍરણ પર ટીપાઇને ખરી ઉતરે છે. તેણે કહ્યું હતું કે મારી ટીમ આવતીકાલે ન્યુઝીલેન્ડ સામે જીતની વ્યુહરચના સાથે મેદાનમાં ઉતરશે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધી પાંચ સદી ફટકારી ચુકેલા રોહિત શર્માની મુક્તમને પ્રશંસા કરતાં તેણે કહ્યું હતું કે મારા હિસાબે તે વિશ્વનો નંબર વન બેટ્સમેન છે. મને આશા છે કે તે આગલી મેચમાં પણ સારું જ પ્રદર્શન કરશે. વિરાટે ભારતીય બોલરોની પણ પ્રશંસા કરીને કહ્યું હતું કે આ નોકઆઉટ ગેમમાં તેઑ શ્રેષ્ઠતમ પ્રદર્શન…

Read More

ઓસ્ટ્રેલિયન કેપ્ટન ઍરોન ફિન્ચે દક્ષિણ આફ્રિકા સામે ૧૦ રને મળેલા પરાજય પછી કહ્યું હતું કે ઇંગ્લેન્ડ સામે ગુરૂવારે સેમી ફાઇનલ રમવા બાબતે તે ઘણો ઉત્સાહીત છે. ઓસ્ટ્રેલિયાઍ લોર્ડ્સમાં લીગ રાઉન્ડની મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું હતું, જો કે તે સમયે ટીમમાં ઇજાગ્રસ્ત હોવાથી જેસન રોય રમ્યો નહોતો. ફિન્ચે પત્રકારોને કહ્યું હતું કે તમારે બધાને હરાવવાના હોય છે. ભલે પછી તે કોઇપણ ટીમ હોય. તેણે કહ્યું હતુંં કે ઇંગ્લેન્ડ સામે અમે ગ્રુપ સ્ટેજમાં સારું રમ્યા હતા અને તેનાથી અમારો આત્મવિશ્વાસ ચોક્કસ જ વધશે. જો કે તેણે ઉમેર્યુ હતું કે ઇંગ્લેન્ડની ટીમ હાલમાં સારું પ્રદર્શન કરી રહી હોવાથી અમારે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.. તેણે…

Read More