ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં દીકરી વધામણાં કાર્યક્રમ યોજાયો

1 Min Read

ધરમપુર સ્ટેટ હોસ્પિટલ ખાતે ‘દીકરી વધામણાં’ કાર્યક્રમ: ધારાસભ્યના હસ્તે કીટ અને યોજનાના ફોર્મનું વિતરણ

વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત સ્ટેટ હોસ્પિટલ, ધરમપુર ખાતે નવજાત જન્મેલી દીકરીઓ માટે દીકરી વધામણા કીટ તથા વ્હાલી દિકરી યોજનાના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.

IMG 20260202 WA0008

- Advertisement -

આ કાર્યક્રમમાં ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલના હસ્તે દીકરી વધામણાં કીટ અને વ્હાલી દિકરી યોજનાના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ધારાસભ્યશ્રીએ હાજર તમામ વાલીઓ તથા હોસ્પિટલના સ્ટાફ સાથે મુલાકાત લીધી હતી તેમજ વાલીઓને યોજનાની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા દીકરીના જન્મને ઉત્સાહપૂર્વક આવકારવાનો તથા દીકરીઓના સર્વાંગી વિકાસ માટે સરકારની યોજનાઓનો લાભ લેવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

Share This Article