અચાનક માથામાં અસહ્ય દુખાવો અને ગભરાટ? આ લક્ષણોને સામાન્ય માની અવગણશો નહીં, હોઈ શકે છે ગંભીર બીમારી

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

અચાનક માથામાં અસહ્ય દુખાવો અને ગભરામણ? તેને સામાન્ય ગણી નજરઅંદાજ ન કરો, હોઈ શકે છે મગજની બીમારીનો સંકેત

રોજિંદા જીવનની ભાગદોડમાં માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. પરંતુ, જ્યારે અચાનક માથામાં તીવ્ર દુખાવો ઉપડે અને તેની સાથે ગભરામણ (Anxiety) અનુભવાય, ત્યારે તે ચિંતાનો વિષય બની જાય છે. ઘણા કિસ્સાઓમાં લોકો તેને ગેસ અથવા સામાન્ય થાક ગણીને પેઈનકિલર લઈ લેતા હોય છે, પરંતુ નિષ્ણાતોના મતે આ લક્ષણો મગજની કોઈ ગંભીર બીમારી અથવા શરીરમાં થતા મોટા ફેરફારોના સંકેત હોઈ શકે છે. આ સ્થિતિ કેટલી ગંભીર હોઈ શકે અને ક્યારે સાવધ થવું જરૂરી છે, તે અંગે આપણે વિગતવાર સમજીએ.

શું દરેક માથાનો દુખાવો મગજની બીમારી છે?

દિલ્હીના જાણીતા ન્યુરોલોજીસ્ટ ડો. રાજેશ કુમાર જણાવે છે કે, અચાનક માથામાં તેજ દુખાવો અને ગભરામણ થવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. દરેક વખતે તે મગજની બીમારી જ હોય તેવું જરૂરી નથી. મોટાભાગે માનસિક તણાવ, પૂરતી ઊંઘનો અભાવ અથવા સતત ચિંતાને કારણે મગજની નસો પર દબાણ આવે છે, જેનાથી અચાનક દુખાવો અને બેચેની અનુભવાય છે.

- Advertisement -

headec.jpg

આ ઉપરાંત, શરીરમાં પાણીની ઉણપ (Dehydration) થવાથી પણ માથું ભારે લાગે છે અને હૃદયના ધબકારા વધવા લાગે છે. હાઈ બ્લડ પ્રેશર અથવા બ્લડ શુગરના સ્તરમાં અચાનક ફેરફાર થવો, હોર્મોનલ અસંતુલન અને વધુ પડતો સ્ક્રીન ટાઈમ (મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ) પણ આ સમસ્યા માટે જવાબદાર હોઈ શકે છે. કેટલીકવાર ‘પેનિક એટેક’ દરમિયાન પણ વ્યક્તિને અચાનક આવો અનુભવ થાય છે.

- Advertisement -

ગંભીર સ્થિતિની ઓળખ કેવી રીતે કરવી?

જોકે મોટાભાગના કિસ્સાઓ સામાન્ય હોય છે, પરંતુ કેટલીકવાર આ લક્ષણો મગજની નસ ફાટવી (Brain Hemorrhage), માઈગ્રેનનો ગંભીર હુમલો અથવા મગજમાં લોહીની ગાંઠ (Clot) હોવાના સંકેત હોઈ શકે છે. જો દુખાવો અચાનક વીજળીના ઝટકા જેવો તીવ્ર હોય, તો તેને તબીબી ભાષામાં ‘થન્ડરક્લેપ હેડેક’ કહેવાય છે, જે કટોકટીની સ્થિતિ સૂચવે છે.

બચાવ માટે આટલું ખાસ કરો:

ડો. રાજેશ કુમાર આ સમસ્યાથી બચવા માટે જીવનશૈલીમાં કેટલાક ફેરફારની સલાહ આપે છે:

  • પૂરતી ઊંઘ: ઓછામાં ઓછી ૭ થી ૮ કલાકની શાંત ઊંઘ લો.
  • હાઇડ્રેશન: દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી પી
  • ડિજિટલ ડિટોક્સ: કામની વચ્ચે બ્રેક લો અને મોબાઈલ-લેપટોપનો વપરાશ ઘટાડો.
  • નિયમિત કસરત: તણાવ મુક્ત રહેવા માટે ધ્યાન (Meditation) અને ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ કરો.
  • ખાવા-પીવાની આદત: લાંબો સમય ભૂખ્યા ન રહો, કારણ કે એસિડિટી પણ માથાના દુખાવાનું કારણ બની શકે છે.

Dream Science

ડોક્ટરને ક્યારે મળવું?

જો તમને માથાના દુખાવા સાથે નીચે મુજબના લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વિના ન્યુરોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઈએ:

- Advertisement -

૧. અચાનક અસહ્ય દુખાવો થવો, જે અગાઉ ક્યારેય ન થયો હોય.

૨.દુખાવાની સાથે બોલવામાં લથડામણ થવી કે યાદશક્તિમાં મૂંઝવણ અનુભવવી.

૩. હાથ કે પગમાં નબળાઈ અથવા લકવા જેવી અસર લાગવી.

૪. દ્રષ્ટિ ધૂંધળી થવી અથવા ડબલ દેખાવું.

૫. જોરદાર ઉલટી થવી અથવા વ્યક્તિ બેભાન થઈ જાય.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.