જો તમે પણ 18-25 વર્ષના છો તો આ જોઈ લો! ભારતના યુવાનો ક્યાં બનાવી રહ્યા છે પોતાની સંપત્તિ?
જ્યારે પણ રોકાણ (Investment) કરવાનો કે ભવિષ્ય માટે પૈસા વધારવાનો વિચાર આવે, ત્યારે મોટાભાગના લોકો પરંપરાગત વિકલ્પો જેવા કે ફિક્સ ડિપોઝિટ (FD), મ્યુચ્યુઅલ ફંડ્સ કે સોના તરફ વળતા હોય છે. પરંતુ આજની નવી પેઢી એટલે કે ‘Gen Z’ (જેમની ઉંમર 18 થી 25 વર્ષ વચ્ચે છે) પોતાના નાણાકીય નિર્ણયો લેવામાં તદ્દન અલગ રસ્તો અપનાવી રહી છે. આ યુવા વર્ગ હવે નવા જમાનાના ડિજિટલ એસેટ્સ અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે ભારે ઉત્સાહ બતાવી રહ્યો છે.

ભારતના સૌથી જૂના અને જાણીતા બિટકોઇન એક્સચેન્જોમાંથી એક, ઝેબપે (ZebPay) ના તાજેતરના રિપોર્ટ ‘ધ સ્ટેટ ઓફ ક્રિપ્ટો ઇન ઇન્ડિયા: H1 2026 રિવ્યૂ અને H2 આઉટલુક’ માં આ વાતનો ખુલાસો થયો છે. વર્ષ 2026 ના પ્રથમ છ મહિના (જાન્યુઆરી થી જૂન) દરમિયાન જ ભારતમાં 1.2 લાખથી વધુ નવા રોકાણકારોએ ક્રિપ્ટો માર્કેટમાં પ્રવેશ કર્યો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ નવા રોકાણકારોમાંથી અડધાથી વધુ એટલે કે લગભગ 50% માત્ર Gen Z વર્ગના છે.
Gen Z કેમ બની રહી છે ક્રિપ્ટો ક્ષેત્રની મુખ્ય દાવેદાર?
રિપોર્ટમાં 18 થી 25 વર્ષની વયજૂથના યુવાનોને “ધ એક્યુમ્યુલેટર” (ધનની બચત અને સંચય કરનાર) તરીકે દર્શાવવામાં આવ્યા છે. તેમની રોકાણ કરવાની શૈલી દર્શાવે છે કે તેઓ ક્રિપ્ટો ખરીદીને લાંબા ગાળા માટે સાચવી રાખવામાં (Buy and Hold) વધુ વિશ્વાસ ધરાવે છે. ડેટા અનુસાર, Gen Z રોકાણકારોનો ખરીદીનો દર (Buy Volume) તેમના વેચાણના દર (Sell Volume) કરતા લગભગ 10 ગણો વધુ નોંધાયો હતો.
જ્યારે પસંદગીની વાત આવે છે, ત્યારે આ યુવા પેઢી જૂના ટ્રેન્ડ્સથી આગળ વધી રહી છે. સોલાના (Solana) જેવી નવી જનરેશનની લેયર-1 એસેટ Gen Z ની સૌથી પહેલી પસંદ બનીને ઉભરી આવી છે. આ સિવાય, સ્થિરતા જાળવી રાખવા માટે તેઓ સ્ટેબલકોઇન્સ (Stablecoins) માં પણ નોંધપાત્ર ટ્રેડિંગ કરી રહ્યા છે. આ વલણ દર્શાવે છે કે તેઓ માત્ર અફવાઓના આધારે નહીં, પરંતુ ગણતરીપૂર્વક નવા એસેટ્સ અને સુરક્ષિત કોઇન્સના મિશ્રણ સાથે બજારમાં ઉતરી રહ્યા છે.
ઉંમર પ્રમાણે બદલાતી રોકાણની માનસિકતા
જેમ જેમ રોકાણકારોની ઉંમર બદલાય છે, તેમ તેમ તેમની રિસ્ક લેવાની ક્ષમતા અને ક્રિપ્ટો પસંદ કરવાની રીત પણ તદ્દન બદલાઈ જાય છે. રિપોર્ટમાં આ તફાવત બહુ સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવ્યો છે:
26 થી 35 વર્ષ (“ધ બેલેન્સ્ડ બિલ્ડર”): આ વયજૂથના રોકાણકારો પોતાના પોર્ટફોલિયોને સંતુલિત રાખવાનો પ્રયાસ કરે છે. તેઓ મુખ્યત્વે બિટકોઇન (Bitcoin) અને ઇથેરિયમ (Ethereum) જેવા સ્થાપિત અને વિશ્વાસપાત્ર કોઇન્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમનું ખરીદી અને વેચાણનું પ્રમાણ લગભગ સરખું જ જોવા મળ્યું છે.
36 થી 45 વર્ષ (“ધ પ્રોફિટ ટેકર”): આ ઉંમરના રોકાણકારો બજારમાંથી નફો રળવા પર વધુ ધ્યાન આપે છે. તેઓ બિટકોઇનને વધુ પસંદ કરે છે, પરંતુ તેમની વેચાણની પ્રવૃત્તિ ખરીદી કરતા લગભગ બે ગણી (2x) વધારે રહી છે. એટલે કે, ભાવ વધતાં જ તેઓ નફો બુક કરીને બહાર નીકળવાનું પસંદ કરે છે.
45 વર્ષથી વધુ (“ધ શિસ્તબદ્ધ વેટરન”): આ અનુભવી રોકાણકારો પાસે સૌથી મોટો સરેરાશ પોર્ટફોલિયો અને બ્લૂ-ચિપ ક્રિપ્ટો એસેટ્સનું સૌથી વધુ પ્રપોશન હોય છે. રસપ્રદ વાત એ છે કે આ સિનિયર ગ્રુપમાં ટ્રેડિંગ કરવાની ફ્રીક્વન્સી (આવર્તન) સૌથી વધુ જોવા મળી છે.
ટ્રેડિંગ કે હોલ્ડિંગ? રોકાણકારો શું પસંદ કરી રહ્યા છે?
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ક્રિપ્ટો માર્કેટ માત્ર રોજબરોજના ઉતાર-ચડાવ અને શોર્ટ-ટર્મ ટ્રેડિંગ માટે જ છે. પરંતુ આંકડા કંઈક અલગ જ વાર્તા કહે છે. 2026 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન લગભગ 63% રોકાણકારોએ ક્રિપ્ટો ખરીદ્યા પછી એકપણ ટ્રેડ કર્યા વગર તેને પોતાના વોલેટમાં જાળવી (Hold) રાખ્યા હતા.
સમગ્ર ભારતીય માર્કેટની વાત કરીએ તો, ભારતીય રોકાણકારોમાં ક્રિપ્ટો ખરીદવાનો ઉત્સાહ વેચવા કરતા વધુ રહ્યો છે. છ મહિનાના સમયગાળામાં ભારતીયોએ વેચાણના પ્રમાણ કરતાં લગભગ 7% વધુ ક્રિપ્ટોની ખરીદી કરી છે, જે દર્શાવે છે કે લોકો ડિજિટલ એસેટ્સને લાંબા ગાળાના પ્રોપર્ટી અથવા સ્ટોર ઓફ વેલ્યુ તરીકે જોઈ રહ્યા છે.

ઝેબપેના મુખ્ય કારોબારી અધિકારી (CEO) રાહુલ પગીડીપાટીના જણાવ્યા અનુસાર, “વર્ષ 2026 નો પહેલો ભાગ વૈશ્વિક ડિજિટલ એસેટ ઇકોસિસ્ટમની વધતી જતી પરપક્વતા (Maturity) દર્શાવે છે. ભારતમાં રોકાણકારો હવે વધુ માહિતીગાર અને શિસ્તબદ્ધ અભિગમ અપનાવી રહ્યા છે. તેઓ માત્ર ટૂંકા ગાળાના ટ્રેન્ડ્સ પાછળ ભાગવાને બદલે પોર્ટફોલિયોનું વૈવિધ્યકરણ (Diversification) અને લાંબા ગાળાની સંપત્તિના સર્જન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.”
મેટ્રો સિટીઝથી આગળ: નાના શહેરોમાં વધતી લોકપ્રિયતા
ક્રિપ્ટોકરન્સી હવે માત્ર દિલ્હી, મુંબઈ કે બેંગલુરુ જેવા મોટા મેટ્રો શહેરો પૂરતી સીમિત નથી રહી. આ રિપોર્ટનો સૌથી મોટો હાઇલાઇટ એ છે કે ક્રિપ્ટોનો વ્યાપ હવે દેશના નાના શહેરો અને નગરોમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
જાન્યુઆરીથી જૂન 2026 દરમિયાન થયેલા નવા રજીસ્ટ્રેશનમાં:
ટાયર-2 અને ટાયર-3 શહેરોનો ફાળો 62% રહ્યો છે. જેમાં એકલા ટાયર-2 શહેરોએ 41% અને ટાયર-3 શહેરોએ 21% નો ફાળો આપ્યો છે.
ટાયર-1 અથવા મેટ્રો શહેરોનો ફાળો 38% હતો. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળ જેવા અગ્રણી રાજ્યોનો સમાવેશ થાય છે.
આ આંકડા સ્પષ્ટપણે સાબિત કરે છે કે ભારતનો અંદરનો વિસ્તાર અને નાના શહેરોનો યુવા વર્ગ પણ હવે નાણાકીય ટેકનોલોજી (Fintech) અને ડિજિટલ એસેટ્સ સાથે ઝડપથી જોડાઈ રહ્યો છે.
