મધ્ય પૂર્વમાં ભયંકર તણાવ વચ્ચે આયાતુલ્લાહ અલી ખામેનીની દફનવિધિ; લાખોની ભીડ ઉમટી, વેર લેવાની ગુંજી કિલકારીઓ
મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા સૈન્ય સંઘર્ષ અને અમેરિકા-ઈરાન મહાયુદ્ધ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક પ્રકરણનો અંત આવ્યો છે. ઈરાનના માર્યા ગયેલા સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના પવિત્ર શહેર મશહાદમાં શુક્રવારે સવારે સત્તાવાર રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાની જાહેરાત ઈરાનની સરકારી મીડિયાએ કરી છે. આ અંતિમ વિધિ પૂર્વે સમગ્ર દેશમાં એક અઠવાડિયા સુધી વિશાળ અંતિમયાત્રાઓ, વિરોધ પ્રદર્શનો, રેલીઓ અને શોક સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત ગઠબંધન દ્વારા કરાયેલા ભયંકર હવાઈ હુમલામાં ઈરાનની સત્તાના સુકાની એવા ખામેનીની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો હતો, પરંતુ અંદરખાને આક્રોશ હજી પણ ચરમસીમાએ છે.
મશહાદની શેરીઓમાં ઉમટ્યો માનવ મહેરામણ
ગુરુવારે જ્યારે આયાતુલ્લાહ અલી ખામેનીના મૃતદેહને ઉત્તર-પૂર્વીય ઈરાની શહેર મશહાદની ગીચ અને ભીડવાળી શેરીઓમાંથી પસાર કરવામાં આવ્યો, ત્યારે ત્યાં સુરક્ષા અને શોકનો અભૂતપૂર્વ માહોલ હતો. સદ્ગતના શબપેટીને એક સજાવેલી ટ્રક પર ધીમે-ધીમે આગળ વધારવામાં આવી રહ્યો હતો, જેની પાછળ સફેદ અને કાળી પાઘડી પહેરેલા દેશના વરિષ્ઠ ધાર્મિક મૌલવીઓ ચાલી રહ્યા હતા.
સમગ્ર મશહાદ કાળા કપડા પહેરેલા શોકગ્રસ્ત નાગરિકોથી ઉભરાઈ ગયું હતું. લોકોના હાથમાં ઈરાનનો રાષ્ટ્રીય ધ્વજ, સ્વર્ગસ્થ ખામેનીના મોટા ચિત્રો અને ઇસ્લામિક ક્રાંતિની વૈચારિક દ્રઢતા દર્શાવતા લાલ રંગના પ્લેકાર્ડ્સ અને બેનરો લહેરાતા જોવા મળ્યા હતા. ઇસ્લામિક રિપબ્લિકના ટોચના ધાર્મિક નેતાઓએ આ ભીડ દ્વારા વિશ્વને પોતાની વૈચારિક તાકાત બતાવવાનો પ્રયાસ કર્યો છે.
The moment when martyred leader Imam Khamenei was carried inside the shrine of Imam Ali (as) in Najaf, Iraq. https://t.co/60w3d2SlKk pic.twitter.com/yZXxFxXS49
— Arya Yadeghaar (Backup) (@AryJeayBackup) July 8, 2026
“ટ્રમ્પને મારી નાખો” ના નારાઓથી ગુંજ્યું આકાશ
આ અંતિમ સંસ્કાર અને દફનવિધિ દરમિયાન સૌથી વધુ ચોંકાવનારી બાબત અમેરિકા પ્રત્યેનો તીવ્ર આક્રોશ હતો. અંતિમયાત્રામાં સામેલ લાખો લોકોની ભીડે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ભીડમાં એવા પ્લેકાર્ડ્સ પણ જોવા મળ્યા હતા જેના પર સ્પષ્ટ શબ્દોમાં “ટ્રમ્પને મારી નાખો” (Kill Trump) તેવું લખવામાં આવ્યું હતું. ઈરાની જનતા પોતાના સર્વોચ્ચ નેતાના મોતના બદલા તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાની માગ કરી રહી હતી.
અંતિમ ક્ષણોમાં એક સૈન્ય હેલિકોપ્ટરે ખામેનીના શબપેટીને ટ્રક પરથી હવામાં ઉપાડ્યો હતો અને જનમેદનીની ઉપરથી પસાર કરીને દરગાહના વાદળી-ટાઇલ્સવાળા ઐતિહાસિક કમાનવાળા આંગણા સુધી પહોંચાડ્યો હતો. ખામેનીના મોટા પુત્ર, મુસ્તફાએ અંતિમ નમાઝનું નેતૃત્વ કર્યું હતું, અને ત્યારબાદ કડક સુરક્ષા વચ્ચે ઈરાની ધ્વજના રંગોથી શણગારેલા શબપેટીને દરગાહની અંદર લઈ જવામાં આવ્યો હતો.
નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની કેમ છે ગાયબ?
આ આખી ઘટનામાં જે બાબતે વૈશ્વિક ઇન્ટેલિજન્સ એજન્સીઓનું ધ્યાન ખેંચ્યું છે, તે છે ખામેનીના પુત્ર અને પક્ષ દ્વારા જાહેર કરાયેલા નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીની ગેરહાજરી. માર્ચ મહિનામાં પિતાના અવસાનના બરાબર એક અઠવાડિયા પછી ધાર્મિક સભા દ્વારા તેમને સત્તાવાર રીતે નવા સુપ્રિમ લીડર જાહેર કરાયા હતા, પરંતુ ત્યારથી અત્યાર સુધી તેઓ ક્યારેય જાહેરમાં દેખાયા નથી.
તેહરાનના વરિષ્ઠ અને વિશ્વસનીય રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જે હુમલામાં આયાતુલ્લાહ અલી ખામેનીનું મોત થયું હતું, તે જ હુમલામાં મોજતબા ખામેનીને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. આ હુમલામાં તેમનો ચહેરો વિકૃત થઈ ગયો છે અને હાથ-પગમાં પણ ઊંડા ઘા વાગ્યા છે. તેઓ હાલમાં એક ગુપ્ત લશ્કરી હોસ્પિટલમાં સ્વાસ્થ્ય સુધારી રહ્યા છે, પરંતુ હજી સુધી જાહેરમાં આવવા જેટલા સ્વસ્થ નથી થયા. આ ઉપરાંત, ઈરાનની રાજ્ય સુરક્ષા એજન્સીઓ પણ અમેરિકાના આગામી સંભવિત ડ્રોન કે મિસાઈલ હુમલાના ભયથી તેમના લોકેશન અને જાહેર સંપર્કને બિલકુલ નહિવત રાખવા માંગે છે. ખામેનીના ૩૭ વર્ષના લાંબા શાસનના અંત પછી, હવે ઈરાન આંતરિક અને બાહ્ય એમ બંને મોરચે કટોકટીનો સામનો કરી રહ્યું છે.