દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ માટે રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના, ૧૨ લાખ વિદ્યાર્થીનીઓને મળશે રૂ.૧,૨૫૦ કરોડની સહાય

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

‘સૌ ભણે ગણે અને આગળ વધે’ના સંકલ્પ સાથે નમો લક્ષ્મી યોજના દ્વારા દીકરીઓના ભવિષ્યને નવી દિશા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલા કન્યા કેળવણીના અભિયાનને આગળ ધપાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘નમો લક્ષ્મી યોજના’ અમલી બનાવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાથમિક શિક્ષણ બાદ દીકરીઓ આર્થિક કારણોસર અભ્યાસ છોડી ન દે અને તેમને પૂરતું પોષણ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. વર્ષ ૨૦૨૫-૨૬માં રાજ્યની ૧૨ લાખથી વધુ વિદ્યાર્થીનીઓને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

સહાયનું માળખું અને ચુકવણીની પદ્ધતિ

આ યોજના અંતર્ગત ધોરણ ૯ થી ૧૨ દરમિયાન વિદ્યાર્થીનીઓને કુલ ₹૫૦,૦૦૦ ની સહાય તબક્કાવાર આપવામાં આવે છે:

ધોરણ માસિક સહાય (૧૦ માસ માટે) વાર્ષિક રકમ બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી કુલ સહાય
ધોરણ ૯ ₹૫૦૦ ₹૫,૦૦૦
ધોરણ ૧૦ ₹૫૦૦ ₹૫,૦૦૦ ₹૧૦,૦૦૦ ₹૨૦,૦૦૦
ધોરણ ૧૧ ₹૭૫૦ ₹૭,૫૦૦
ધોરણ ૧૨ ₹૭૫૦ ₹૭,૫૦૦ ₹૧૫,૦૦૦ ₹૩૦,૦૦૦
કુલ ₹૫૦,૦૦૦

Namo Lakshmi Yojana Gujarat Girl Education Scheme 1.png

યોજનાનો લાભ કોને મળશે? (પાત્રતાના માપદંડ)

  • શાળા: રાજ્યની સરકારી, અનુદાનિત અથવા GSHSEB અને CBSE માન્યતા પ્રાપ્ત ખાનગી શાળાઓ.

  • આવક મર્યાદા: જેમના કુટુંબની વાર્ષિક આવક ₹૬ લાખ કે તેથી ઓછી હોય તેવી દીકરીઓ.

  • અભ્યાસ: ધોરણ ૧ થી ૮ સરકારી કે RTE હેઠળ પૂર્ણ કરી ધોરણ ૯ માં પ્રવેશ મેળવનાર અથવા ખાનગી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓ.

  • વધારાનો લાભ: જો વિદ્યાર્થીનીને અન્ય સ્કોલરશિપ મળતી હોય, તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર છે.

Namo Lakshmi Yojana Gujarat Girl Education Scheme 2.png

- Advertisement -

શિક્ષણની સાથે પોષણનો સંગમ

કિશોરવયની કન્યાઓમાં પોષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવી એ આ યોજનાનું બીજું મહત્વનું પાસું છે. આર્થિક સહાય મળવાથી પરિવાર દીકરીના ખોરાક અને શિક્ષણ પાછળ વધુ ખર્ચ કરી શકશે, જેનાથી દીકરીઓનું સશક્તીકરણ થશે. શિક્ષણ વિભાગના મતે, આ યોજનાથી ડ્રોપ-આઉટ રેશિયો ઘટશે અને રાજ્યની દીકરીઓ ઉચ્ચ શિક્ષણ તરફ વધુ આકર્ષાશે.

Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.