નેપાળ જવાનો પ્લાન હોય તો આ સમાચાર ખાસ વાંચજો! દારૂબંધી અને બોર્ડર સીલ, જાણો ક્યાર સુધી રહેશે નિયંત્રણો

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

નેપાળમાં ચૂંટણીનો ધમધમાટ: એક અઠવાડિયા સુધી દારૂબંધી અને 72 કલાક માટે ભારત-નેપાળ બોર્ડર સીલ

નેપાળમાં આગામી 5 માર્ચ ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓને લઈને પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે માટે સરકારે કેટલાક કડક નિર્ણયો લીધા છે. જે અંતર્ગત મતદાનના સાત દિવસ પહેલાથી જ દેશભરમાં દારૂના વેચાણ અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, સાથે જ સુરક્ષાના કારણોસર ભારત સાથેની સરહદ પણ સીલ કરવાનો નિર્ણય લેવાયો છે.

દારૂબંધી અને કાયદાકીય કાર્યવાહીની ચેતવણી

નેપાળ ચૂંટણી પંચે બુધવારે એક સત્તાવાર નોટિસ જાહેર કરીને જણાવ્યું છે કે, 5 માર્ચની ચૂંટણીના બરાબર સાત દિવસ પહેલાથી સમગ્ર દેશમાં દારૂબંધી લાગુ થઈ જશે. આ પ્રતિબંધ ચૂંટણીના અંતિમ પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. પંચનું માનવું છે કે દારૂને કારણે ચૂંટણી દરમિયાન હિંસા કે અનિચ્છનીય બનાવો બની શકે છે, તેથી આ પગલું જરૂરી છે. નિયમ તોડનારાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

- Advertisement -

sharb.jpg

72 કલાક માટે ભારત-નેપાળ સરહદ સીલ

સીમા પારથી થતી અસામાજિક પ્રવૃત્તિઓ અને સંભવિત હસ્તક્ષેપને રોકવા માટે, મતદાનના 72 કલાક પહેલા નેપાળ-ભારત સરહદ સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવશે. આ અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. બોર્ડર સીલ થવાને કારણે સામાન્ય અવરજવર બંધ રહેશે, જેથી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે.

- Advertisement -

‘સાયલન્ટ પીરિયડ’ અને વાહનો પર પ્રતિબંધ

2 માર્ચની મધ્યરાત્રિથી નેપાળમાં ‘સાયલન્ટ પીરિયડ’ શરૂ થશે, જે દરમિયાન કોઈ પણ પ્રકારનો ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં. 4 માર્ચની અડધી રાતથી 5 માર્ચના રોજ મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી ઈમરજન્સી સેવાઓ સિવાયના તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને ટેલિકોમ જેવી આવશ્યક સેવાઓને જ છૂટ આપવામાં આવશે. રસ્તા પર વાહન ચલાવવા માટે વિશેષ પાસની જરૂર પડશે.

nepal.jpg

હવાઈ સેવાઓ અને સૈન્ય સુરક્ષા

કડક નિયમો વચ્ચે પ્રવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ચાલુ રહેશે. જે મુસાફરો પાસે માન્ય ટિકિટ હશે, તેમને એરપોર્ટ જવા-આવવા માટે વિશેષ વ્યવસ્થા કરી આપવામાં આવશે. બીજી તરફ, નેપાળ આર્મીએ પણ ચૂંટણી સુરક્ષા માટે ત્રણ તબક્કાની યોજના તૈયાર કરી છે, જેમાં હવાઈ દેખરેખ અને શંકાસ્પદ વસ્તુઓને નિષ્ક્રિય કરવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે.

- Advertisement -
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.