ખેરગામ થઇને ચીખલી-ધરમપુર-વલસાડ જતા લીંક રોડને કોંક્રિટનો બનાવવા ડાયવર્ઝન કરવા જાહેરનામું 

2 Min Read

ભારે વાહનોને વાડ ફાટકથી પણંજ આછવણી થઈ 14કિમી અંતર કાપી ડાયવર્ત કરાયા

ખેરગામના લિંક રોડ જેના ઉપરથી નાસિક ધરમપુર અને ચીખલી તરફ જતા નાના મોટા ભારે વાહનો પસાર થાય છે આ લિંક રોડ ઉપર કોંક્રિટ નિર્માણ કામ માટે 10 ફેબ્રુઆરી 2026 સુધી કામ થનાર હોય ત્યાં સુધી ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મુકવાનું જાહેરનામું અધિક કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.આ રસ્તાના નિર્માણ માટે સ્થાનિક લોકો અને આ રસ્તે અવરજવર કરતા લોકોમાં ઘણા સમયથી રાહ જોવાતી હતી.

ખેરગામ:ખેરગામ તાલુકાના ચીખલીથી ખેરગામ થઇને ધરમપુર તથા વલસાડ જતા ખેરગામ લીંક રોડ ઉપર કોંક્રીટ રોડ નિર્માણ કામ તા-૧૦/૦૨/૨૦૨૬ સુધી ચાલશે. જેને કારણે ભારે વાહનોના અવર-જવર પર પ્રતિબંધ મુકવા માટેનું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, નવસારી દ્વારા પ્રસિદ્ધ કરાયું છે. આ માર્ગ ને બદલે વૈકલ્પિક માર્ગ પર તા. ૧૮/૦૨/૨૦૨૬ સુધી નાના તેમજ મોટા વાહનોને અવર જવર માટે ઉપયોગ કરવાનો રહેશે. જેમાં ચીખલીથી ખેરગામ થઇને ધરમપુર તથા વલસાડ જતા ભારે વાહનોને વાડ ફાટકથી ડાયવર્ટ કરી પણંજ આછવણી થઇ આછવણી ખેરગામ સ્ટેટ હાઈવે થઇ જવાનું રહેશે, તેમજ વલસાડ અને ધરમપુર થી ખેરગામ થઇ ચીખલી તરફ આવતા ભારે વાહનોને ખેરગામ આછવણી સ્ટેટ હાઇવે થઇ આછવણી સ્મશાનભૂમીથી પણંજથી વાડ ફાટક થઇ જવાનું રહેશે. ચીખલી થી ખેરગામ થઇ ને ધરમપુર અને વલસાડ જતા તથા વલસાડ અને ધરમપુર થી ખેરગામ થઇ ચીખલી તરફ જતા નાના વાહનો ખેરગામ બજાર થઇ જઇ શકશે.

- Advertisement -

IMG 20251223 191947 scaled.jpg

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ હુકમ અન્વયે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના દરજ્જાના કોઇ પણ પોલીસ અધિકારી, કર્મચારીશ્રીઓ તથા માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના કાર્યપાલક ઇજનેર તથા નાયબ કાર્યપાલક ઇજનેરને આ જાહેરનામાના ભંગ/ઉલ્લંઘન બદલ ફરિયાદ કરવા અધિકૃત કરવામાં આવે છે.

- Advertisement -
Share This Article