પાકિસ્તાની ખેલાડી પર ડ્રગ્સના ગંભીર આરોપ, 6 મહિના માટે સસ્પેન્ડ

4 Min Read

પાકિસ્તાની ક્રિકેટમાં નવો વિવાદ: શું મોહમ્મદ નવાઝે ડ્રગ્સ લઈને T20 વર્લ્ડ કપ રખ્યો? 6 મહિનાના પ્રતિબંધનું જોખમ!

પાકિસ્તાની ક્રિકેટ અને વિવાદો વચ્ચેનો સંબંધ ઘણો જૂનો છે, પરંતુ તાજેતરમાં જે સમાચાર સામે આવ્યા છે તેણે સમગ્ર ક્રિકેટ જગતને હચમચાવી દીધું છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર મોહમ્મદ નવાઝ અત્યારે ડોપિંગના ગંભીર આરોપોમાં ફસાયા છે. અહેવાલો અનુસાર, નવાઝ ડોપ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે અને હવે તેમના પર છ મહિના સુધીના સસ્પેન્શનની તલવાર લટકી રહી છે. આ ઘટસ્ફોટ બાદ સૌથી મોટો પ્રશ્ન એ ઊઠી રહ્યો છે કે શું તેમણે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન પણ પ્રતિબંધિત પદાર્થોનું સેવન કર્યું હતું?

ડોપ ટેસ્ટમાં પોઝિટિવ: શું છે આખો મામલો?

માહિતી મુજબ, મોહમ્મદ નવાઝ T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન લેવામાં આવેલા ડોપ ટેસ્ટમાં ‘રિક્રિએશનલ સબસ્ટન્સ’ (મનોરંજક પદાર્થો) માટે પોઝિટિવ જોવા મળ્યા છે. આ પદાર્થો રમતગમતની દુનિયામાં બેન છે કારણ કે તે ખેલાડીના પ્રદર્શન અથવા માનસિક સ્થિતિ પર અસર કરી શકે છે. ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) એ આ મામલાને અત્યંત ગંભીરતાથી લીધો છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પાસે આ અંગે વિગતવાર ખુલાસો માંગ્યો છે.

- Advertisement -

mo.jpg

નવાઝ પર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેનો નિર્ણય તે પદાર્થની માત્રા (Quantity) પર નિર્ભર રહેશે. જો તે માત્રા નિર્ધારિત મર્યાદાથી વધુ હશે, તો તેમને ઓછામાં ઓછા છ મહિના માટે તમામ પ્રકારના ક્રિકેટથી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

- Advertisement -

વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું પ્રદર્શન અને નવાઝ પર શંકા

મોહમ્મદ નવાઝ પાકિસ્તાન ટીમના મહત્વના સભ્ય રહ્યા છે. જો ડોપિંગના આરોપો સાબિત થાય છે, તો તે માત્ર નવાઝ માટે જ નહીં પરંતુ પાકિસ્તાન ક્રિકેટ માટે પણ શરમજનક સ્થિતિ હશે. ચાહકો અને વિવેચકો હવે પૂછી રહ્યા છે કે શું વર્લ્ડ કપની મહત્વની મેચો દરમિયાન નવાઝ ડ્રગ્સના પ્રભાવ હેઠળ મેદાનમાં ઉતર્યા હતા? જો આવું બન્યું હોય, તો ICC દ્વારા પાકિસ્તાન ટીમના તે મેચોના પરિણામો પર પણ સવાલો ઉભા થઈ શકે છે.

બચાવ માટેની તૈયારી: પાકિસ્તાન એન્ટી ડોપિંગ એજન્સીનો મત

દરેક વખતે વિવાદમાં ફસાયેલા ખેલાડીને બચાવવાની પાકિસ્તાનની પરંપરા રહી હોય તેમ લાગે છે. ‘ધ ન્યૂઝ’ના અહેવાલ મુજબ, પાકિસ્તાન એન્ટી ડોપિંગ ઓર્ગેનાઈઝેશનના સ્થાપક ચેરમેન ડો. વકાર અહેમદે જણાવ્યું છે કે, જો કોઈ ખેલાડી મેચ સિવાયના સમયે (Out of Competition) આવા પદાર્થોનો ઉપયોગ કરે છે, તો તેની સજાના નિયમો અલગ હોય છે.

જોકે, જો મેચ દરમિયાન અથવા ટુર્નામેન્ટ દરમિયાન આ પદાર્થો મળી આવે, તો ખેલાડીને ચેતવણીથી લઈને છ મહિનાના સસ્પેન્શન સુધીની સજા થઈ શકે છે. PCB ના મેડિકલ પેનલે આ મામલે પોતાની તપાસ પૂર્ણ કરી છે અને રિપોર્ટ ICC ને સોંપી દીધો છે. હવે અંતિમ નિર્ણય ICC ના હાથમાં છે.

- Advertisement -

mo n.jpg

મોહમ્મદ નવાઝની અત્યાર સુધીની સફર

મોહમ્મદ નવાઝે વર્ષ 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેઓ ડાબોડી સ્પિનર અને આક્રમક બેટ્સમેન તરીકે ટીમમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યા છે. તેમના કરિયરના આંકડા પર નજર કરીએ તો:

  • ટેસ્ટ ક્રિકેટ: 6 મેચમાં 144 રન અને 16 વિકેટ.
  • વનડે ક્રિકેટ: 44 મેચમાં 538 રન અને 49 વિકેટ.
  • T20 ઇન્ટરનેશનલ: 98 મેચમાં 911 રન અને 101 વિકેટ.

હાલમાં નવાઝ પાકિસ્તાન સુપર લીગ (PSL) માં રમી રહ્યા છે, પરંતુ ત્યાં પણ તેમનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. હવે જો તેમના પર પ્રતિબંધ લાગે છે, તો 98 T20 રમનાર આ ખેલાડીના કરિયર પર કાયમી બ્રેક લાગી શકે છે.

TAGGED:
Share This Article