કપરાડા: ઉમલી ગામના ખેડૂતોને સ્વાસ્થ્યવર્ધક પ્રાકૃતિક ખેતી માટે સજ્જ કરાયા
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઉમલી ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કમ્યુનિટી રિસોર્સ પર્સન વિજયભાઈ મુહુંડકર તથા કૃષિ સખી સંગીતાબેન કેસરે દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી ખેડૂત મિત્રોને આપવામાં આવી હતી. જેમાં રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના ઉપયોગના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યા અંગે સમજ આપવામાં આવી હતી. લોકોના સ્વાસ્થ્યને બચાવવા માટે પ્રાકૃતિક ખેતીથી રસાયણ મુક્ત ઉત્પાદન લઈ શકાય છે તથા આવનારી ભવિષ્યની પેઢીને વારસામાં રસાયણમુક્ત અને ઉપજાઉ જમીન આપી શકાય છે તેવી માહિતી ખેડૂતોને માહિતી આપી હતી. આ સાથે જ પ્રાકૃતિક કૃષિ અપનાવવાના અન્ય ફાયદાઓ વિશે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી તરફ આગળ વધવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
