યુદ્ધ રોકવા પાકિસ્તાનની મોટી ભૂમિકા? બ્રિટન-મલેશિયાના નિવેદનોએ દુનિયામાં જગાડી નવી ચર્ચા

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
4 Min Read

‘થોન્ક યૂ પાકિસ્તાન…’: અમેરિકા-ઈરાન સીઝફાયર પર બ્રિટન ગદગદિત, મલેશિયાના PM એ પણ કરી પ્રશંસા

અમેરિકા અને ઈરાન વચ્ચેના ભયાનક સંઘર્ષ પર આખરે બ્રેક લાગી છે. આ યુદ્ધવિરામને શક્ય બનાવવામાં પાકિસ્તાનની ભૂમિકાની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાન દ્વારા રજૂ કરાયેલા 10 મુદ્દાના શાંતિ પ્રસ્તાવને વ્યવહારુ ગણાવ્યો છે અને જાહેરાત કરી છે કે 10 એપ્રિલના રોજ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં બંને દેશો વચ્ચે નિર્ણાયક બેઠક યોજાશે. આ શાંતિ મંત્રણા માટે બ્રિટન અને મલેશિયા જેવા દેશોએ પાકિસ્તાનનો આભાર માન્યો છે.

બ્રિટને પાકિસ્તાનની રાજદ્વારી કુનેહના કર્યા વખાણ

પાકિસ્તાનમાં બ્રિટનના હાઈ કમિશનર જેન મેરિયટએ આ સીઝફાયરનું સ્વાગત કરતા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને ફીલ્ડ માર્શલ આસિમ મુનીરની ભૂમિકાને બિરદાવી છે. તેમણે કહ્યું કે, “આ મહત્વપૂર્ણ યુદ્ધવિરામને શક્ય બનાવવા માટે અમે પાકિસ્તાનનો આભાર માનીએ છીએ. તમે જે શાંત, અસરકારક અને કુશળ રાજદ્વારી ભૂમિકા ભજવી છે તે ખરેખર પ્રશંસનીય છે.” બ્રિટનનું માનવું છે કે આ સમજૂતીથી વૈશ્વિક સ્તરે તેલના પુરવઠામાં આવતી રુકાવટ દૂર થશે.

- Advertisement -

મલેશિયાના PM અનવર ઈબ્રાહિમનો આકરો પણ આશાવાદી સૂર

મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે પણ આ 10 મુદ્દાના શાંતિ પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “આ પ્રસ્તાવ માત્ર આ ક્ષેત્રમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે શુભ સંકેત છે. જોકે, શાંતિ મંત્રણા ત્યારે જ સફળ થઈ શકે જો તેમાં કપટ કે છળ ન હોય.”

- Advertisement -

અનવર ઈબ્રાહિમે વધુમાં ઉમેર્યું કે આ યોજનાને માત્ર ઈરાન પૂરતી સીમિત ન રાખતા ઈરાક, લેબનોન અને યમન માટે પણ એક વ્યાપક શાંતિ સમજૂતીમાં ફેરવવી જોઈએ. તેમણે ખાસ કરીને ગાઝામાં થઈ રહેલા માનવીય નુકસાન અને વિસ્થાપનને તાત્કાલિક બંધ કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે પાકિસ્તાનની પ્રશંસા કરતા કહ્યું કે, પાકિસ્તાને કોઈના ડર કે પક્ષપાત વગર તમામ પક્ષો સાથે વાત કરી છે, જે મુસ્લિમ એકતાની સર્વોચ્ચ પરંપરા દર્શાવે છે.

સીઝફાયરની જાહેરાત કરતા ટ્રમ્પે શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) ને વ્યાપારી જહાજો માટે ખુલ્લું મુકશે, તો અમેરિકા ઈરાનના પાવર પ્લાન્ટ્સ, પુલો અને અન્ય માળખાગત સુવિધાઓ પર હુમલો નહીં કરે. ટ્રમ્પે કહ્યું, “હું આજે રાત્રે ઈરાન પર થનારા વિનાશક સૈન્ય હુમલાઓને આ શરતે રોકી રહ્યો છું કે ઈરાન તરત જ હોર્મુઝનો રસ્તો ખોલી દે.”

- Advertisement -

trump2.jpg

જીત કોની? દાવા-પ્રતિદાવા શરૂ

સીઝફાયરની જાહેરાત બાદ ક્રેડિટ લેવાની હોડ જામી છે:

  • ઈરાનનો દાવો: ઈરાન આને પોતાની નૈતિક અને વ્યૂહાત્મક જીત ગણાવી રહ્યું છે. તેમનું કહેવું છે કે અમેરિકાએ ઈરાનની શરતો માનવી પડી છે.
  • વ્હાઇટ હાઉસનો દાવો: બીજી તરફ વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પની કડક ચેતવણી અને અમેરિકી સેનાના ડરને કારણે જ ઈરાન મજબૂરીમાં હોર્મુઝનો રસ્તો ખોલવા તૈયાર થયું છે.
Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.