“હવે અમારી વારી…” ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ અમેરિકાએ ઈરાન પર વરસાવ્યા તાબડતોડ બોમ્બ

By
Roshani Thakkar
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a...
4 Min Read

જોર્ડન હુમલાનો બદલો લેતા અમેરિકાની ઈરાન પર ભીષણ એર સ્ટ્રાઈક, પરમાણુ પ્લાન્ટ પાસે પણ ધડાકાના અવાજ

જોર્ડનમાં સ્થિત અમેરિકી લશ્કરી અડ્ડા પર થયેલા ઘાતક ઈરાની મિસાઈલ હુમલાના બરાબર એક દિવસ પછી અમેરિકાએ તેનો અત્યંત કડક અને ખૌફનાક જવાબ આપ્યો છે. અમેરિકી સેનાએ ઈરાનના અનેક મુખ્ય ઠિકાનાઓને નિશાન બનાવીને મોટા પાયે ભીષણ એર સ્ટ્રાઈક કરી છે. આ લશ્કરી કાર્યવાહી પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, “હવે અમારી વારી છે…” અને આખરે અમેરિકાએ પોતાની આ ચેતવણીને સાચી સાબિત કરી દીધી છે.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ આ હુમલાઓની સત્તાવાર પુષ્ટિ કરતા સ્પષ્ટ કરી દીધું છે કે આ પૂરી કાર્યવાહી જોર્ડન સ્થિત અમેરિકી બેસ પર થયેલા હુમલાના પલટવાર રૂપે કરવામાં આવી છે.US Airstrikes

- Advertisement -

ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી અને ઓવલ ઓફિસનું નિવેદન

હવાઈ હુમલાઓને અંજામ આપતાની બરાબર પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેવર સાફ કરી દીધા હતા. ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે હવે અમેરિકા ચૂપ બેસવાનું નથી. ટ્રમ્પે કટાક્ષ કરતા કહ્યું હતું કે, “હવે અમારી વારી છે. અમે તેમના પર ખૂબ જ જોરદાર અને નિર્ણાયક હુમલો કરવા જઈ રહ્યા છીએ. તેમને સારી રીતે ખબર છે કે આવું થવાનું છે.”

જોકે, ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે ઈરાની અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે યુએસ બેઝ પર મિસાઈલ લોન્ચ એક “મોટી ભૂલ” હતી અને અમેરિકાને બદલો ન લેવા વિનંતી કરી હતી. છતાં, અમેરિકાએ તેહરાનની વિનંતીને ફગાવી દીધી અને વિનાશક હુમલાઓ શરૂ કર્યા.

- Advertisement -

US Airstrikes૫ દિવસના વિરામ પછી ફરીથી ધ્રૂજ્યું ઈરાન

ઈરાન પર આ તાજો અમેરિકી હુમલો પાંચ દિવસના લશ્કરી વિરામ પછી શરૂ થયો છે. આ પહેલા અમેરિકી સેના સતત ૧૩ દિવસ સુધી ઈરાની ઠિકાનાઓ પર તાબડતોડ બોમ્બમારા કરી ચૂકી હતી. કેટલાક દિવસો માટે આ લશ્કરી સંઘર્ષ થંભી ગયો હોય તેવું લાગતું હતું, પરંતુ જોર્ડનમાં અમેરિકી બેસ પર થયેલા મિસાઈલ હુમલાએ આગમાં ઘીનું કામ કર્યું અને અમેરિકાએ ફરી એકવાર ઈરાન સામે પોતાના આક્રમક તેવર અપનાવી લીધા છે.

ઈરાનના વિવિધ ભાગોમાં વિસ્ફોટો થયા; પરમાણુ પ્લાન્ટ નજીક વિસ્ફોટોના અહેવાલ

યુએસ હવાઈ હુમલા બાદ, ઈરાની રાજ્ય મીડિયાએ દેશના ઘણા જુદા જુદા ભાગોમાં મોટા વિસ્ફોટોની પુષ્ટિ કરી છે.

  • બુશહેર પ્રાંત: ઈરાની સરકારી પ્રસારક IRIB અનુસાર, દેશના અહમ બુશહેર પ્રાંતમાં જોરદાર ધડાકાના અવાજો સાંભળવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે આ જ પ્રાંતમાં ઈરાનનું એકમાત્ર પરમાણુ ઊર્જા સંયંત્ર આવેલું છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વધી ગઈ છે.

  • કેશમ અને અન્ય ટાપુઓ: તસ્નીમ સમાચાર એજન્સીએ માહિતી આપી છે કે વ્યૂહાત્મક રીતે અગત્યના કેશમ ટાપુ પર ત્રણ ભીષણ ધડાકા થયા છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, એક મિસાઈલ સીધી રિડેન્શિયલ (રહેણાંક) વિસ્તારમાં જઈ પડી, જોકે સદનસીબે શરૂઆતી રિપોર્ટ્સમાં કોઈના જાનહાનિ થયાના સત્તાવાર અહેવાલ નથી.

  • અબાદાન અને બંદર અબ્બાસ: IRIB એ એક ઉપ-સુરક્ષા મંત્રીના હવાલાથી એ પણ જણાવ્યું છે કે ખુઝેસ્તાન પ્રાંતના અબાદાન શહેરમાં અમેરિકી સેનાએ કેટલાક ચૂંટેલા ઠિકાનાઓને નેસ્તનાબૂદ કરી દીધા છે. આ ઉપરાંત હોર્મોઝગન પ્રાંતના બંદર અબ્બાસ, અબુ મૂસા, કિશ અને કેશમ ટાપુઓ પર પણ સતત ધડાકાની સૂચના મળી રહી છે. જોકે, રાહતની વાત એ છે કે સિરિક શહેરમાંથી કોઈપણ પ્રકારના હુમલાના સમાચાર સામે આવ્યા નથી.

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા આ ભીષણ સંઘર્ષે ફરી એકવાર આખી દુનિયાની ધડકનો વધારી દીધી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલી આ જંગના આગામી દિવસોમાં શું પરિણામો સામે આવશે, તેના પર આખી દુનિયાની ખાસ નજર બનેલી છે.

- Advertisement -
Share This Article
Roshani Thakkar is a dedicated Gujarati content writer at Satya Day News, committed to delivering clear, accurate, and engaging news in the Gujarati language. With a passion for journalism and a deep understanding of regional issues, she covers everything from current affairs to cultural stories with authenticity and care. Her writing reflects a strong connection with the Gujarati-speaking audience, ensuring that news is not only informative but also relatable. Stay updated with Roshani Thakkar for reliable stories and insightful reporting — in your language, for your world.