PM મોદીના આગમન પહેલા જ ઇઝરાયેલમાં અમેરિકાના F-22 ફાઇટર જેટ્સનું લેન્ડિંગ: શું ઈરાન પર હુમલો નિશ્ચિત છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયેલની ઐતિહાસિક મુલાકાત વચ્ચે મધ્ય-પૂર્વમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. પીએમ મોદી તેલ-અવીવ પહોંચે તે પહેલા જ અમેરિકાએ ઇઝરાયેલની ધરતી પર પહેલીવાર પોતાના સૌથી ઘાતક F-22 રેપ્ટર (F-22 Raptor) ફાઇટર જેટ ઉતાર્યા છે. આ આકસ્મિક હિલચાલને કારણે એવી અટકળો તેજ થઈ છે કે અમેરિકા ઈરાન પર ગમે ત્યારે મોટો હુમલો કરી શકે છે.
ઇતિહાસમાં પહેલીવાર: અભ્યાસ વિના ઓપરેશનલ તૈનાતી
આ ઘટના એટલા માટે મહત્વની છે કારણ કે ઇતિહાસમાં પહેલીવાર અમેરિકાએ કોઈ સંયુક્ત અભ્યાસ કે ટ્રેનિંગ વગર, સીધા જ ઓપરેશનલ મિશન માટે ઇઝરાયેલમાં પોતાના જેટ્સ તૈનાત કર્યા છે. બુધવારે ૧૧ જેટલા F-22 રેપ્ટર જેટ્સ ઇઝરાયેલ પહોંચ્યા છે. આ ફાઇટર જેટ્સ દુનિયાના શ્રેષ્ઠ ‘સ્ટીલ્થ’ વિમાનો ગણાય છે, જે રડારમાં પકડાયા વિના દુશ્મન પર હુમલો કરવામાં સક્ષમ છે.
ન્યુક્લિયર એરક્રાફ્ટ કેરિયર પણ મેદાનમાં
માત્ર ફાઇટર જેટ્સ જ નહીં, પણ અમેરિકાનું સૌથી મોટું અને ખતરનાક ન્યુક્લિયર એરક્રાફ્ટ કેરિયર ‘યુએસએસ ગેરાર્ડ આર ફોર્ડ’ (USS Gerald R. Ford) પણ ઇઝરાયેલના દરિયાકિનારાની નજીક પહોંચી ગયું છે. અમેરિકાએ ઈરાનને ચારે તરફથી હજારો સૈનિકો અને ડઝનબંધ ફાઇટર જેટ્સ દ્વારા ઘેરી લીધું છે. જાણકારોનું માનવું છે કે અમેરિકાએ ઈરાન વિરુદ્ધના તેના મિશનની તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે.
PM મોદીની મુલાકાતને કારણે હુમલો ‘હોલ્ડ’ પર?
રાજકીય ગલીયારાઓમાં એવી ચર્ચા છે કે પીએમ મોદી અત્યારે ઇઝરાયેલના બે દિવસીય પ્રવાસે છે, તેથી અમેરિકાએ આ હુમલાને થોડા સમય માટે ટાળ્યો છે. પીએમ મોદી ઇઝરાયેલમાં મહત્વની દ્વિપક્ષીય વાર્તાઓમાં ભાગ લેશે અને અનેક રક્ષણ સોદાઓ પર હસ્તાક્ષર કરશે. એવું માનવામાં આવે છે કે ગુરુવારે પીએમ મોદી ભારત પરત રવાના થાય તે પછી તરત જ અમેરિકા ઈરાન વિરુદ્ધ આકરું પગલું ભરી શકે છે.
🚨🇮🇱🇺🇸 11 of these beasts landed in Israel, U.S. F-22 Raptor jets
This is significant
It’s the first time in history the U.S. deploys fighter jets to Israeli soil for an operational, combat-oriented mission rather than joint exercises or trainingpic.twitter.com/FIPwAgkWo7
— Mario Nawfal (@MarioNawfal) February 24, 2026
ભારત અને ઇઝરાયેલ વચ્ચેના રક્ષણ સોદા પર નજર
પીએમ મોદીની આ યાત્રા માત્ર મુલાકાત પૂરતી મર્યાદિત નથી. આ દરમિયાન ભારત અને ઇઝરાયેલ વચ્ચે મહત્વના સંરક્ષણ કરારો થવાની આશા છે. એક તરફ જ્યાં પીએમ મોદી ઇઝરાયેલની સંસદને સંબોધિત કરશે, બીજી તરફ સરહદ પર અમેરિકાની આ યુદ્ધ જેવી તૈયારીઓ વિશ્વની રાજનીતિમાં મોટો પલટો લાવી શકે છે.</p
