વલસાડના જાદુગર ડી. લાલ ને ઈન્ટરનેશનલ એચીવમેન્ટ એવોર્ડ મળ્યો

1 Min Read

વલસાડના જાદુગરનું શિરડીમાં આંતરરાષ્ટ્રીય સન્માન

વલસાડના જાણીતા જાદુગર શ્રી ધીમંત મસરાણી (ડી. લાલ)ને મહારાષ્ટ્રના નાસિક સ્થિત બાલશાસ્ત્રી જાંભેકર પત્રકાર સંસ્થા દ્વારા શિરડી ખાતે પત્રકાર દિન નિમિત્તે ઈન્ટરનેશનલ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આ સન્માન સમારોહમાં દર્પળકાર બાલશાસ્ત્રી જાંભેકર સંસ્થાના પત્રકારશ્રી મહેન્દ્ર દેશપાંડે, શિરડી સાંઈબાબા સંસ્થાનના મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી ગોરખ ગાડિલકર, બ્યૂટીક્વિન પ્રિતિ ચૌધરી, જિલ્લા માહિતી અધિકારી શ્રી સુરેશભાઈ પાટીલ, જિલ્લા પોલીસ અધિક્ષક અય્યર, સાંઈબાબા મંદિરના પૂજારી રતિકાંચી એ જાદુગર ડી. લાલ ને શાલ તથા એવોર્ડ પ્રમાણપત્રથી સન્માનિત કર્યા હતા.

- Advertisement -

IMG 20260108 WA0010.jpg

આ પ્રંસગે જાદુગર ડી.લાલ એ ખાલી ફોટો ફ્રેમમાંથી સાંઈબાબાના દર્શનના કરાવ્યા હતા, આંખ ને ઇશારે સાઈ રામની ઘંટડીનો અવાજ સંભળાવ્યો, ફુલોનો વરસાદ કરી જાદુઈ કલા દ્વારા લોકોના દિલ જીતી લીધા હતા. જિલ્લા પત્રકાર સંઘના અધ્યક્ષ પંઢરીનાથ પગાર અને નીતિનભાઈએ કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. જાદુગર રીયા અને જાદુગર લાલુ ચુડાસમાએ ઈન્ટરનેશનલ એવોર્ડ મેળવવા બદલ જાદુગર ડી.લાલને અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisement -
Share This Article