વલસાડના વલંડી ગામમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવાયું

1 Min Read

ઝેરમુક્ત ખેતી તરફ મોટું પગલું! વલંડી ગામમાં પ્રાકૃતિક ખેતીની ખાસ તાલીમ

વલસાડ તાલુકાના વલંડી ગામમાં પ્રાકૃતિક ખેતી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીપીએમ શિવાની ગઢવી, ટીના પટેલ અને પ્રગતિશિલ ખેડૂત નિતેશભાઈએ ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી હતી. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી થતા ફાયદા વિશે ખેડૂતોને સમજાવવામાં આવ્યું હતું.

IMG 20260305 195455

- Advertisement -

પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં દેશી અળસિયાઓની ભૂમિકા બહુ જ મહત્વપૂર્ણ હોય છે. દેશી ગાય આધારિત ખેતી કરવાથી જમીનને ફળદ્રુપ અને તંદુરસ્ત બનાવી શકાય છે. દેશી ગાય આધારિત ખેતી કરવાથી આપણે ઝેર મુક્ત ઉત્પાદન લઈ શકીએ છીએ તે અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેત પેદાશોનું વેલ્યુ એડિસન કરી તેનું મૂલ્ય વર્ધન કરીને વધુ આવક મેળવી શકાય તે માટેની માહિતી આપવામાં આવી હતી

Share This Article