ઈરાન પર ‘પેકેજ સ્ટ્રાઈક’નો ખતરો: અમેરિકી રક્ષામંત્રીએ ટ્રમ્પના વિરોધીઓને લીધા આડેહાથ, કહ્યું- ‘અમે જીત તરફ આગળ વધી રહ્યા છીએ’

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

અમેરિકાનો ઈરાન પર ‘પેકેજ સ્ટ્રાઈક’નો એલાન: રક્ષા મંત્રીએ કહ્યું- ‘અમે શિકાર કરી રહ્યા છીએ અને દુશ્મનને ખતમ કરી રહ્યા છીએ’

વોશિંગ્ટનથી મળતા અહેવાલો મુજબ, અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકાની મજબૂત સ્થિતિનો દાવો કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અમેરિકી સેના ઈરાનના સૈન્ય માળખાને નેસ્તનાબૂદ કરી રહી છે અને અત્યાર સુધીમાં 7,000 થી વધુ લક્ષ્યો પર સચોટ હુમલા કરવામાં આવ્યા છે. હેગસેથે આજે રાત્રે ઈરાન પર ફરી એકવાર સૌથી મોટો હવાઈ હુમલો કરવાની જાહેરાત કરી છે.

સચોટતા અને ભારે સૈન્ય બળનો ઉપયોગ

પીટ હેગસેથે જણાવ્યું હતું કે, “અમે ઈરાનની સૈન્ય ક્ષમતાઓને પદ્ધતિસર રીતે ખતમ કરી રહ્યા છીએ. ઉપરથી મોત અને તબાહી વરસી રહી છે. અમે અમારી શરતો પર આ યુદ્ધ જીતી રહ્યા છીએ.” તેમણે ઉમેર્યું કે ઈરાને તેના દાયકાઓના સંસાધનો લોકોની ભલાઈ માટે નહીં, પરંતુ મિસાઈલો, ડ્રોન અને પરમાણુ ક્ષમતાઓ વધારવા પાછળ ખર્ચ્યા છે, જેને હવે અમેરિકા નિર્દયતાથી નષ્ટ કરી રહ્યું છે.

- Advertisement -

usa215.jpg

પુત્ર સાથેનો ભાવુક અનુભવ કર્યો શેર

બ્રીફિંગ દરમિયાન હેગસેથે તેમના 13 વર્ષના પુત્ર સાથેની વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “કાલે રાત્રે મારા પુત્રએ મને પૂછ્યું કે સૈનિકો શા માટે શહીદ થયા? મેં તેને કહ્યું કે તેઓ તારા માટે અને તારી પેઢી માટે લડ્યા છે, જેથી તારે ભવિષ્યમાં ઈરાનના પરમાણુ ખતરાનો સામનો ન કરવો પડે.” આ નિવેદન દ્વારા તેમણે સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પ પ્રશાસન કોઈપણ કિંમતે ઈરાનને પરમાણુ શક્તિ બનતા રોકવા માટે કટિબદ્ધ છે.

મીડિયા અને વિરોધીઓ પર આકરા પ્રહાર

રક્ષા મંત્રીએ અમેરિકી મીડિયાના એક વર્ગ પર નિશાન સાધતા કહ્યું કે, કેટલાક લોકો અને ‘ટ્રમ્પ-વિરોધી પ્રેસ’ રાષ્ટ્રપતિ ટ્રમ્પને નિષ્ફળ જોવા માંગે છે. તેમણે આ સ્થિતિને ‘ટીડીએસ’ (ટ્રમ્પ ડેરેન્જમેન્ટ સિન્ડ્રોમ) ગણાવી હતી. જોકે, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમેરિકી જનતા સત્ય જાણે છે અને ખાડી દેશો (UAE, સાઉદી અરેબિયા, કતાર, બહેરીન વગેરે) પણ આ જંગમાં અમેરિકાની સાથે મજબૂતીથી ઉભા છે.

- Advertisement -

usa21.jpg

યુદ્ધનો ખર્ચ અને ભવિષ્યની રણનીતિ

યુદ્ધના ફંડિંગ અંગે વાત કરતા હેગસેથે જણાવ્યું કે “ખરાબ લોકોને મારવા માટે પૈસા ખર્ચવા પડે છે.” તેમણે આશરે 200 અબજ ડોલરના આંકડાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અમેરિકાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી તમામ ફંડિંગ પૂરું પાડવામાં આવશે. યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે અંગે તેમણે કહ્યું કે આ નિર્ણય રાષ્ટ્રપતિ ટ્રમ્પ લેશે, પરંતુ હાલમાં અમેરિકા એકદમ સાચા માર્ગ (Track) પર છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.