પરમાણુ જંગ રોકવા અમેરિકાનું છેલ્લું શસ્ત્ર: ઈરાન સામે મુકી એવી શરતો કે 20 વર્ષ સુધી બોમ્બનું નામ પણ નહીં લઈ શકે

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
4 Min Read

ઈરાન પરમાણુ બોમ્બ બનાવી શકશે નહીં? અમેરિકાની ૨૦ વર્ષની શરત અને ઈસ્લામાબાદમાં નિષ્ફળ રહેલી વાટાઘાટોનો અહેવાલ

વિશ્વની નજર ઈસ્લામાબાદની લક્ઝરી સેરેના હોટલ પર ટકેલી હતી, જ્યાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિઓ વર્ષો જુના વિવાદને ઉકેલવા માટે એકઠા થયા હતા. પરંતુ ૨૧ કલાકની મેરેથોન ચર્ચાઓ પછી પણ ‘ડેડલોક’ યથાવત રહ્યો છે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન આગામી ૨૦ વર્ષ સુધી પરમાણુ પ્રવૃત્તિઓથી દૂર રહે, જ્યારે ઈરાન આ સમયગાળો માત્ર ૫ વર્ષ રાખવા પર અડગ છે.

યુરેનિયમ સંવર્ધન: વિવાદનું મુખ્ય કેન્દ્ર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ઈરાન સામે એક કડક પ્રસ્તાવ મૂક્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, વોશિંગ્ટન ઈચ્છે છે કે ઈરાન તેના યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ પર ૨૦ વર્ષનો પ્રતિબંધ સ્વીકારે. અમેરિકાનો તર્ક છે કે જો ઈરાન યુરેનિયમનું સંવર્ધન ચાલુ રાખશે, તો તે ગમે ત્યારે પરમાણુ હથિયાર બનાવી શકે છે, જે વૈશ્વિક સુરક્ષા માટે ખતરો છે.

- Advertisement -

prmanu.jpg

બીજી તરફ, ઈરાને આ શરતને નકારી કાઢી છે. તેહરાનના અધિકારીઓનું કહેવું છે કે તેઓ માત્ર ૫ વર્ષ સુધી આ પ્રવૃત્તિઓ રોકવા તૈયાર છે. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાનની આ ‘૫ વર્ષ’ની ઓફરને પાયાવિહોણી ગણાવીને ઠુકરાવી દીધી છે. જોકે, કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે બંને પક્ષો વચ્ચે ૧૨.૫ વર્ષના સસ્પેન્શન પર સમજૂતી સાધવાની કોશિશ થઈ શકે છે.

- Advertisement -

હોટલની અંદર કેવું હતું વાતાવરણ?

ઈસ્લામાબાદની સેરેના હોટલમાં આ વાટાઘાટો અત્યંત ગુપ્ત અને કડક સુરક્ષા વચ્ચે થઈ હતી. હોટલને ત્રણ અલગ-અલગ વિંગમાં વહેંચવામાં આવી હતી – એક અમેરિકન પ્રતિનિધિઓ માટે, બીજી ઈરાનીઓ માટે અને ત્રીજી પાકિસ્તાની મધ્યસ્થીઓ માટે.

ચોંકાવનારી વાત એ છે કે મુખ્ય બેઠક રૂમમાં કોઈને પણ ફોન લઈ જવાની મંજૂરી નહોતી. અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સ અને ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકર કલીબાફ સહિતના નેતાઓને તેમના દેશમાં મેસેજ મોકલવા માટે વારંવાર રૂમની બહાર આવવું પડતું હતું.

બીજા કયા મુદ્દાઓ પર વાત અટકી?

માત્ર પરમાણુ મુદ્દો જ નહીં, પણ અન્ય ચાર મોટા મુદ્દાઓએ પણ સમજૂતીમાં અવરોધ ઊભો કર્યો હતો: ૧. હોર્મુઝની સામુદ્રધુની: આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને ખુલ્લો રાખવા અને ત્યાંથી પસાર થતા જહાજોની સુરક્ષા. ૨. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો: ઈરાન પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોને હટાવવાની પ્રક્રિયા. ૩. પ્રોક્સી વોર: મધ્ય-પૂર્વમાં ઈરાન દ્વારા સમર્થિત સંગઠનો (જેમ કે હિઝબુલ્લાહ અને હુથી) ને મળતી મદદ બંધ કરવી. ૪. સૈન્ય મર્યાદા: ઈરાનની મિસાઈલ ક્ષમતા અને લશ્કરી તાકાત પર મર્યાદા નક્કી કરવી.

- Advertisement -

શું ઈઝરાયેલના કારણે વાત બગડી?

પાકિસ્તાની સૂત્રોના જણાવ્યા મુજબ, રવિવાર સાંજ સુધી એવી આશા હતી કે કોઈ ‘બ્રેકથ્રુ’ મળશે અને કરાર પર હસ્તાક્ષર થશે. પરંતુ અચાનક વાતાવરણ બદલાઈ ગયું. સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં એવા દાવા કરવામાં આવ્યા છે કે વાટાઘાટો દરમિયાન અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વેન્સ પર ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુનો ફોન આવ્યો હતો, ત્યારબાદ અમેરિકાના વલણમાં કડકાઈ આવી ગઈ. આ ઉપરાંત, ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

ટ્રમ્પનું વલણ: અશક્યને શક્ય બનાવવાની કોશિશ

ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા કહેતા આવ્યા છે કે તેઓ ઈરાન સાથે એક એવો કરાર ઈચ્છે છે જે કાયમી હોય. અગાઉ તેઓ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ હંમેશ માટે ખતમ કરવા માંગતા હતા, પરંતુ હવે ૨૦ વર્ષની શરત એ બતાવે છે કે અમેરિકા થોડું લવચીક થયું છે, છતાં તે ઈરાનને વિશ્વામાં લેવામાં નિષ્ફળ રહ્યું છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.