શું T20 વર્લ્ડ કપ 2026 માં મેચ ફિક્સિંગ થયું હતું? કેનેડાના કેપ્ટનની એક ઓવરે ક્રિકેટ જગતને હચમચાવ્યું, ICC દ્વારા તપાસ શરૂ

4 Min Read

ક્રિકેટ જગતમાં મોટો વિસ્ફોટ: T20 વર્લ્ડ કપ 2026 માં મેચ ફિક્સિંગની આશંકા, ICC એન્ટી કરપ્શન યુનિટ એક્શનમાં

ટી20 વર્લ્ડ કપ 2026 માં મેચ ફિક્સિંગના ગંભીર આક્ષેપોએ ક્રિકેટ જગતમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. આ આક્ષેપો સામે આવ્યા બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની એન્ટી કરપ્શન યુનિટ (ACU) એ તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ખાસ કરીને કેનેડાના સરકારી ચેનલ CBC દ્વારા પ્રસારિત કરવામાં આવેલી એક વિસ્ફોટક ડોક્યુમેન્ટરી બાદ આ આખું પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે.

ટી20 વર્લ્ડ કપ 2026 માં ફિક્સિંગનું ગ્રહણ

ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાયેલા ટી20 વર્લ્ડ કપ 2026 ના ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત ટ્રોફી પોતાના નામે કરી હતી. આ ઐતિહાસિક વિજયના એક મહિના બાદ હવે આ ટૂર્નામેન્ટ પર ફિક્સિંગના કાળા વાદળો છવાયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટૂર્નામેન્ટની એક ચોક્કસ મેચમાં શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી, જેના કારણે આખા ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.

- Advertisement -

canada.jpg

કઈ મેચ શંકાના દાયરામાં છે?

તપાસનો મુખ્ય વિષય કેનેડા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ગ્રુપ સ્ટેજની 31મી મેચ છે. આ મેચ દરમિયાન કેનેડાના પ્રદર્શન પર અનેક પ્રશ્નો ઉભા થયા છે. ખાસ કરીને કેનેડાના કેપ્ટન દિલપ્રીત બાજવા દ્વારા નાખવામાં આવેલી એક ઓવર શંકાના દાયરામાં છે. આ ઓવરમાં જે પ્રકારે રન આપવામાં આવ્યા અને જે પ્રકારની બોલિંગ જોવા મળી, તેણે એન્ટી કરપ્શન યુનિટનું ધ્યાન ખેંચ્યું છે.

- Advertisement -

શંકાસ્પદ ઓવરનું વિશ્લેષણ

ICC ની એન્ટી-કરપ્શન યુનિટની નજર ન્યુઝીલેન્ડની ઇનિંગ્સની પાંચમી ઓવર પર ટકેલી છે. આ ઓવર કેનેડાના કેપ્ટન દિલપ્રીત બાજવાએ નાખી હતી. આ ઓવરમાં તેમણે અનેક ભૂલો કરી જે પ્રોફેશનલ સ્તરે આશ્ચર્યજનક હતી. બાજવાએ આ ઓવરમાં નો-બોલ ફેંક્યા, લેગ સાઈડ પર જાણીજોઈને વાઈડ બોલ નાખ્યા અને કુલ 15 રન ખર્ચ્યા. આ અગાઉ કેનેડાના અન્ય બોલરોએ પણ મોંઘી ઓવર નાખી હતી, પરંતુ બાજવાની આ ઓવરમાં જે રન આપવાની પદ્ધતિ હતી તે ફિક્સિંગ તરફ ઈશારો કરતી હોવાનું મનાય છે.

CBC ની ડોક્યુમેન્ટરીએ ખોલી પોલ

કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (CBC) ના ઇન્વેસ્ટિગેટિવ પ્રોગ્રામ ‘ધ ફિફ્થ એસ્ટેટ’ (the ‘Fifth Estate’) દ્વારા ‘કરપ્શન, ક્રાઈમ એન્ડ ક્રિકેટ’ (Corruption, Crime and Cricket) નામની 43 મિનિટની એક ડોક્યુમેન્ટરી રજૂ કરવામાં આવી હતી. આ ડોક્યુમેન્ટરીમાં કેનેડા ક્રિકેટમાં ચાલતા ભ્રષ્ટાચારના અનેક પાસાઓ ઉજાગર કરવામાં આવ્યા છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે માત્ર આંતરરાષ્ટ્રીય જ નહીં, પરંતુ કેનેડાના ઘરેલું ક્રિકેટમાં પણ મોટા પાયે આઈસીસીના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ ડોક્યુમેન્ટરી પ્રસારિત થયા બાદ આઈસીસી માટે તપાસ કરવી અનિવાર્ય બની ગઈ હતી.

cana.jpg

- Advertisement -

ક્રિકેટ કેનેડામાં આંતરિક વિખવાદ અને દબાણ

માત્ર મેચ ફિક્સિંગ જ નહીં, પરંતુ ક્રિકેટ કેનેડાના વહીવટ પર પણ ગંભીર આક્ષેપો થયા છે. ડોક્યુમેન્ટરીમાં એક જૂની ટેલિફોન રેકોર્ડિંગનો પણ ઉલ્લેખ છે. જેમાં તત્કાલીન કોચ ખુર્રમ ચૌહાણે દાવો કર્યો હતો કે ક્રિકેટ કેનેડાના વરિષ્ઠ બોર્ડ સભ્યો અમુક ખાસ ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા માટે તેમના પર દબાણ બનાવી રહ્યા હતા. આ બાબત દર્શાવે છે કે બોર્ડના સ્તરે પણ પ્લેયર સિલેક્શનમાં ભ્રષ્ટાચાર અને પક્ષપાત વ્યાપેલો હોઈ શકે છે.

ICC ACU ની ભૂમિકા

ESPN ક્રિકઈન્ફોના રિપોર્ટ મુજબ, ICC ની એન્ટી-કરપ્શન યુનિટ આ મામલે અત્યંત ગંભીર છે. તેઓ અત્યારે તે મેચના ડેટા, સટ્ટાબાજીની પેટર્ન અને ખેલાડીઓના ફોન રેકોર્ડ્સની તપાસ કરી શકે છે. જો આ તપાસમાં કોઈ ખેલાડી કે બોર્ડ સભ્ય દોષિત સાબિત થશે, તો તેમના પર આજીવન પ્રતિબંધ જેવી કડક કાર્યવાહી થઈ શકે છે. ક્રિકેટમાં શુદ્ધતા જાળવી રાખવા માટે ICC હરહંમેશ કટિબદ્ધ રહ્યું છે, અને આ કેસમાં પણ તે કોઈ કચાશ છોડવા માંગતું નથી.

Share This Article